કાવ્ય કૂકીઝ
મારા ફાધર મોંઘવારીનો કકળાટ કરતા
ને તેના બાપા પણ બહુ મોંઘું, બહુ મોંઘું-ના
મણકા ફેરવતા રહેતા
રૂપિયે મણ જુવાર હતી તો ય મોંઘી લાગતી
ને આજે સોનાના પચાસ હજાર થયા
તો ય ચોક્સીનો ધંધો તો ચાલે જ છે
એક શહેરમાં પેટ્રોલ 120 રૂપિયે
ને બીજા શહેરમાં 100 રૂપિયે હોય તો
20 રૂપિયા સસ્તું મળે છે
એ નથી જોતાં આપણે
ને પેટ્રોલ બહુ મોંઘુની બૂમો પાડીએ છીએ
એટલું સમજો કે આપણે મજબૂત પ્રજા છીએ
રોજ કેરી મોંઘી થશે, તેલ મોંઘું થશે,
ગેસ મોંઘો થશે-ની આગાહીઓ થાય છે
તો ય લીંબુ બારણે ટાંગીએ જ છીએ ને !
વેકેશન પડે ને સ્ટેશનરી મોંઘી થવા લાગે
તો શિલાલેખ નથી લખતા
નોટબુક, પેન્સિલ જ લઇએ છીએ
બૂટવાળો ભાવ 7 હજાર બોલે છે તો ય
પૂછીએ છીએ કે બેના કે એકના?
એનો અર્થ એ થયો કે
એકનો આટલો ભાવ હોય તો ય પરવડે એમ છે
ને બહુ મોંઘા હોય તો ય એક બૂટ ખરીદતા નથી
ગમે એટલા મોંઘા હોય તો ય આપણે
બે પગમાં એક બૂટ પહેરીને ચલાવતા નથી
શું છે કે આપણને બૂમો પાડવાની ટેવ પડી ગઈ છે
બાકી મોંઘું કૈં નથી
લગ્નમાં અઢી હજારની થાળી ખાઈએ છીએ
ને ચાંદલો તો પાંચસોનો જ કરીએ છીએ
મોંઘવારી ખરેખર હોત તો થાળી પર
બે હજારની બચત થઈ હોત?
હવે તો માણસનાં કામો રોબોટ્સ કરે છે
ને માણસો ફાજલ પડે છે
જો મોંઘવારી હોત તો
માણસ આટલો સસ્તો થયો હોત?
વરઘોડામાં તો ઘોડાના પૈસા પણ આપવા પડે છે
પણ એના પર બેસતા વરનું લગ્ન પછી પણ
કૈં ઉપજે છે?
એનું લેવલ અને લેવાલ જ કયાં છે?
જો માણસ ગધેડે ગવાતો હોય તો
મોંઘવારીની બૂમ જ ખોટી છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
(પ્રગટ : “સંદેશ”ની બુધવારની કોલમ)
![]()


આ પ્રકારની કેળવણી આપતી શિક્ષણસંસ્થાઓ સર્જવાનું સ્વપ્ન ઋષિવર્ય કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે જોયું. આજથી 111 વર્ષ પહેલા – 1910માં એમણે ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન’ની સ્થાપના કરી. વિદ્યાર્થીઓ-શિક્ષકો પરિવારની જેમ સાથે રહે અને વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર થાય એ એનો હેતુ. પછી 1937માં તેમણે આંબલા ગામમાં ફિન્લૅન્ડ-ડૅન્માર્કમાં સફળ થયેલી ફૉક સ્કૂલ જેવી દેશની સૌ પ્રથમ લોકશાળા ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ની સ્થાપના કરી, જેને રાષ્ટ્રીય વિરાસતનો દરજ્જો પણ મળ્યો છે. ત્યાર પછી 1953માં એમણે કૃષિપ્રધાન દેશમાં જરૂરી એવી, વિવિધ ખેતીવિષયોને ઉચ્ચ શિક્ષણમાં સમાવતી, ગ્રામાભિમુખ કેળવણીને ઉજાગર કરતી અને ગાંધીજી પ્રેરિત નઈ તાલીમ કેળવણીને સમર્પિત દેશની સૌ પ્રથમ નિવાસી લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરી.
ઈશોપનિષદના આ શ્લોકમાં ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’નું સચોટ અર્થઘટન છે. અવિદ્યાનો ‘અ’ નકાર નહીં, પ્રકાર સૂચવે છે. ‘અવિદ્યા’ એટલે ભૌતિક વિદ્યાઓ – કૌશલ્યો, જેની મદદથી મનુષ્ય સામાજિક કર્તવ્યો અને જવાબદારીઓ પાર પાડવાનું સામર્થ્ય મેળવે છે. ‘વિદ્યા’ એટલે અધ્યાત્મ, જેના વડે મનુષ્ય અમૃતત્વ પ્રાપ્ત કરે છે. લોકભારતીનું સ્વપ્ન, ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ બન્નેની પ્રાપ્તિથી દુન્યવી તેમ જ આંતરિક વિકાસ કરે તેવું મનુષ્યત્વ કેળવવાનું છે.
ગયા વરસના લગભગ આ જ દિવસોની એ દુર્ઘટના હતી. અમદાવાદની સાબરમતી નદીમાં ‘એ વહાલી નદી, પ્રાર્થું છું કે તું મને તારી ગોદમાં સમાવી લે” કહીને એક મુસ્લિમ મહિલાએ આત્મહત્યા કરી હતી. પરંતુ આ કોઈ સામાન્ય આપઘાતનો બનાવ નહોતો. આ યુવતીએ હસતાંહસતાં સ્વસ્થ ચિત્તે પોતાની સ્યુસાઈડ નોટ વીડિયો દ્વારા જારી કરી હતી. પતિ પ્રત્યે અગાધ પ્રેમ હતો પણ પતિ સહિતના સાસરિયાંની દહેજની માગણીથી પિયરિયાં દુ:ખી હતાં. આ બધાથી ત્રસ્ત થઈને એણે મજબૂરીમાં મરવાનું પસંદ કર્યું. હતું. દહેજમૃત્યુ નહીં પણ ખરેખર તો દહેજહત્યા કે દહેજ-આત્મહત્યાનો આ કોઈ એકલદોકલ બનાવ નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશમાં દર કલાકે એક મહિલાને દહેજની કુપ્રથાને કારણે મરવું પડે છે.