આજે સવારે આદરણીય ઇલાબહેન ગાંધીનો whatsapp ઉપર આ નીચે મુજબ સંદેશો આવ્યો, મેં એ તમને મોકલી આપવા માટે તેમ જ બને તો ગુજરાતીમાં ભાષાંતર કરીને તમને મોકલવા માટે અનુમતિ માંગી. તેમણે આપી. મેં કહ્યું, ગુજરાતીમાં લખું તો કદાચ કસ્તૂરબા વાંચી શક્યાં હોત અને ગાંધીજીએ આપણને શાબ્બાશી આપી હોત. એટલે તેમણે એ વાતને સસ્મિત વધાવી!
— આશા બૂચ
May I also remind you all of a little remembered date of great significance. Today 109 years ago Kasturba and some of the brave women of South Africa, who defied the unjust laws against the Indian community, in South Africa, restricting their movement from one province to the other, were sentenced to 3 months imprisonment with hard labour. It was during this time that Kasturba went on a hunger strike because of dietary requirements not adhered to by prison authorities. Gandhiji said that he learnt the significance of hunger strike from Ba. What courage resilience and tenacity were displayed by these women at a time when women’s status was regarded as so low. 23 September 1913. Imprisoned in the Pietermaritzburg prison. May we remember and be inspired by these brave women and particularly our mother, Kasturba.
— Ela Gandhi
23 સપ્ટેમ્બર 1913
હું આપ સહુને ખાસ સ્મરણમાં ન રહી હોય તેવી આજની તારીખ, કે જેનું ઘણું મહત્ત્વ હતું તેની યાદ આપવા માંગુ છું. આજના દિવસે 109 વર્ષ પહેલાં કસ્તૂરબા અને દક્ષિણ આફ્રિકાની અન્ય હિંમતવાન મહિલાઓએ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જવા ઉપર પ્રતિબંધ મુકતા અન્યાયી કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું.
એ મહિલાઓને ત્રણ માસની સખત મજૂરીની સજા ફરમાવવામાં આવી હતી. આ જેલવાસ દરમ્યાન કસ્તૂરબા ભૂખ હડતાળ પર ઊતરેલાં કેમ કે જેલના અધિકારીઓએ તેમની આહારની માગણી મુજબ ખોરાક પૂરો ન પાડ્યો.
ગાંધીજીએ કહેલું કે તેઓ ભૂખ હડતાળની મહત્તા બા પાસેથી શીખેલા. જે સમયમાં મહિલાઓનું સ્થાન નીચું માનવામાં આવતું હતું તેવે સમયે આ મહિલાઓએ કેવી હિંમત, પોતાના નિર્ધારને મક્કમપણે વળગી રહેવાની ક્ષમતા અને દૃઢતાનું પ્રદર્શન કરેલું! 23 સપ્ટેમ્બર 1913, પીટરમેરિત્ઝબર્ગના કારાગારમાં કેદ પુરાયેલ મહિલાઓ. આપણે એ બહાદુર મહિલાઓનું અને ખાસ કરીને આપણી માતા કસ્તૂરબાનું આજે સ્મરણ કરીએ અને તેમની પાસેથી પ્રેરણા લઈએ.