જર્મન ડોક્યુમેન્ટરીઝ નામની એક પહેલ અંતર્ગત અદ્દભુત ડોક્યુમેન્ટરી ફિલ્મો નિર્માણ થાય છે. આ વર્ષે તેમાં ‘ધ ન્યૂ ગોસ્પેલ’ નામે એક ફિલ્મ રીલિઝ થઈ છે. આ ફિલ્મની પૃષ્ઠભૂમિ ઇટાલીના દક્ષિણ ક્ષેત્રની છે. ‘ધ ન્યૂ ગોસ્પેલ’ ફિલ્મના કથાવસ્તુની પ્રશંસા થઈ રહી છે અને આપણા દેશમાં કૃષિ બિલને લઈને જે માહોલ ખડો થયો છે તેને આ ફિલ્મની પૃષ્ઠભૂમિ સાથે સરખાવી શકાય! કૃષિ બિલ સામે ચાલી રહેલાં મસમોટા આંદોલનની વાત તો તેમાં નથી, પરંતુ ખેતમજૂરોના અધિકારની વાત છે. આ મજૂરો ઇટાલીના ખેતરોમાં અમાનવીય સ્થિતિમાં કામ કરે છે અને તેઓ મોટે ભાગે આફ્રિકાથી મજૂરી કરવા અહીં આવે છે. બળબળતા તાપ અને કડકડતી ઠંડીમાં તેઓ કલાકોના કલાકો કામ કરે છે. આ બદતર સ્થિતિમાં તેઓ કામ કરવા મજબૂર છે તો બીજી તરફ આ ખેતરો પર ઇટાલીના માફિયાઓનો અંકુશ છે. પોતાની મજબૂરી અને ક્રૂર માલિકો વચ્ચે ફસાયેલાં આ ખેત મજૂરોમાંથી એક એવી વ્યક્તિ બહાર આવે છે, જે મજૂરોની આગેવાની લઈને તેમને સમજાવે છે કે આપણે બદતર સ્થિતિમાં કામ કરી રહ્યા છીએ. સંગઠિત થઈને એક લડત ચાલે છે અને તે સફળ ગાથાના અંતે નિર્માણ પામે છે ‘ધ ન્યૂ ગોસ્પેલ’ની કથાવસ્તુ.

ઇટાલીનું માટેરા નામનું એક શહેર છે. આ શહેર યુરોપની સંસ્કૃતિનું કેન્દ્ર છે. અહીંયા પથ્થરો કોતરીને નિર્માણ પામેલી વસાહતો અદ્વિતીય છે અને તેનું જતન પણ આજે થઈ રહ્યું છે. આ શહેરના લોકેશનના કારણે અહીંયા ઇસુ ખ્રિસ્તના જીવન સાથે જોડાયેલી અનેક ફિલ્મોનું નિર્માણ પામી છે. ઇસુ ખ્રિસ્ત સમયનું જે બેકગ્રાઉન્ડ ફિલ્મમાં જોઈએ તેવાં લોકેશન અહીં તૈયાર છે. માટેરાની આ ખૂબીના કારણે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. આ રીતે જ અહીંયા એક પ્રવાસી સ્વિઝર્લેન્ડના ડિરેક્ટર મિલો રાઉ આવ્યા. 2017ના આ પ્રવાસ દરમિયાન તેમણે એક ડિરેક્ટર તરીકે અહીંયાના લોકેશન જોયા, જ્યાં ‘ધ ગોસ્પેલ અકોર્ડિંગ ટુ સેન્ટ મેથ્યૂ’ અને ‘ધ પેશન ઑફ ક્રિસ્ટ’ જેવી ફિલ્મો શૂટ થઈ હતી. અહીંયા સુધી ડિરેક્ટર મિલો રાઉનો પ્રવાસ અદ્દભુત લોકેશન જોયાના આનંદ સાથે ચાલી રહ્યો હતો. પણ જેવા તેઓ અહીંયા આવેલા ખેતરોમાં જાય છે, તેમનો આ પૂરા શહેર પ્રત્યેનો મોહ ભાંગી જાય છે. આ ખેતરોમાં તેઓ બે દિવસ ફરે છે અને જે જોવે છે તે વિશે તેમણે લખ્યું છે : “જાણે હું ભાંગી પડ્યો હોવું તેવું મને થયું. આ અત્યાચાર વચ્ચે તમે તમારી જાતને કેવી રીતે જીવિત રાખી શકો. એક અઠવાડિયા સુધી કામ કરીને તમારે તમારી શક્તિ ટકાવી રાખવાની. અહીંયા સમયાંતરે ખૂબ તાપ અને ઠંડી પડે છે તેમાં આ મજૂરો દિવસ-રાત જોયા વિના કામ કરે છે. આ ક્રૂર હિંસા છે અને તેઓ મરી રહ્યા છે.”
મિલો રાઉએ તત્કાલ આપેલી આ પ્રતિક્રિયા વખતે જ તેમણે નક્કી કરી કર્યું હતું કે જે યુરોપિય કલ્ચરનું કેન્દ્ર છે તેની લગોલગ જ માણસો આવી સ્થિતિમાં જીવી રહ્યા છે તે યુરોપની અને માનવજાતની કેટલી કમનસીબી કહેવાય! બસ, તે પછી ‘ધ ન્યૂ ગોસ્પેલ’ની વાર્તા વિકસતી ગઈ અને તે અંતર્ગત તેઓ ખેતરોમાં રોજબરોજ થઈ રહેલી હિંસાની કહાની બયાન કરવા માંગતા હતા.

મિલો રાઉના મનમાં ફિલ્મનું બીજ રોપાઈ ગયું પછી તેમને આ કથાવસ્તુ સાથે સંકળાયેલું એક ઓર મજબૂત પાસું મળ્યું. આ પાસું એટલે આ ખેતરોમાં જ કામ કરતો યુવક વાન સાગ્નેટ. હાલ 35 પહોંચેલા વાન સાગ્નેટ આજે નોન-ફિક્શન લેખક તરીકે પણ ઓળખ પામી ચૂક્યો છે. આ ઓળખ મળી તે અગાઉ વાન સાગ્નટ ઇટાલીમાં જ આવેલી ‘યુનિવર્સિટી ઓફ તુરીન’માં એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા અર્થે આવ્યો હતો. અહીંયા આવવાનું બન્યું હતું તે એક સ્કોલરશિપના સહારે. પરંતુ અભ્યાસ દરમિયાન પરીક્ષામાં નાપાસ થવાના કારણે તેની સ્કોલરશિપ રદ્દ થઈ. અભ્યાસ કર્યા વિના પાછા ઘરે જવું તો મુશ્કેલ હતું એટલે ઇટાલીમાં જ માટેરામાં આવેલા ખેતરોમાં મજૂરી કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ ક્ષેત્રમાં ટમાટર અને સંતરાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, જ્યાં આ મજૂરો કામ કરે છે. પોતે શિક્ષિત છે અને ઇટાલીની જ યુનિવર્સિટીમાં સમય ગાળી ચૂક્યો છે. ઉપરાંત, આફ્રિકાથી અહીંયા સુધી સફર કાપ્યા પછી થોડી સમજ પણ કેળવી ચૂક્યો છે. તે કામ કરતાં કરતાં મજૂરોની સ્થિતિ નિહાળે છે અને તેને ખ્યાલ આવે છે કે આ તો અમાનવીય સ્થિતિમાં કામ કરવું પડી રહ્યું છે. અને આ ચક્કરમાં રોજેરોજ હજારો મજૂરો પીસાઈ રહ્યા છે અને તેઓને તે પ્રમાણે વળતર તો નથી જ મળતું, પણ જે પાયાની સુવિધા મળવી જોઈએ તેનાથી પણ તેઓ વંચિત છે.
આ મનોમંથન વાન સાગ્નેટના મનમાં ચાલી રહ્યું હતું ત્યારે એક ઘટના બને છે અને વાન નક્કી કરે છે કે બસ હવે આ નહીં ચાલે. વાત બની એમ હતી કે 2011માં ઉનાળો તપી રહ્યો હતો ત્યારે ટમાટરનો આવેલો પાક લણવાનો સમય ચાલી રહ્યો હતો. આ સમયે એક મજદૂર થાકના કારણે ત્યાં જ બેભાન થઈ જાય છે. ખેતર અને ખેતમજૂરોને સંભાળતા મુકાદમ આવે છે અને તે મજદૂરને હોસ્પિટલ લઈ જવા ઉતાવળો થાય છે. મુકાદમ ખેત મજૂરોની ચિંતા કરે છે તે માટે હોસ્પિટલ લઈ નથી જતો, બલકે તે જાણે છે કે જો તે ખેતરમાં મરશે તો તેનું કામ વધશે. બસ, અહીંયા વાન વચ્ચે પડે છે અને મુકાદમ સાથે બાખડે છે. બંનેની હાથાપાઈ થાય છે. આ પ્રકરણ જ્યારે પૂરું થાય છે ત્યારે જે મજૂર બેભાન થઈને પડ્યો હતો તેને હોસ્પિલટ પહોંચાડવા બદલ મુકાદમને 20 પાઉન્ડ ચૂકવવા પડે છે. આ ઘટના પછી વાન સૌ મજૂરોને સંગઠિત કરે છે અને તેમના વતી એક લડત ઉપાડે છે.

મજૂરોની ગુલામીની હદ સુધીની જે સ્થિતિ નિર્માણ પામી છે તેનું એક કારણ આ ખેતરો માફિયાઓના અંકુશમાં છે અને તેમના વતી કામ કરતાં મુકાદમો યોગ્ય વળતર મજૂરો સુધી નથી પહોંચાડતા તે છે. બીજુ જે કારણ છે તે છે અત્યારે ભારતના કૃષિ બિલ સાથે જોડાયેલું છે અને તે છે અલ્ટ્રા લિબરલિઝમ. મતલબ કે અન્ય પ્રોડક્ટની જેમ કૃષિ ઉત્પાદન પણ સીધેસીધું માર્કેટમાં માંગ-પુરવઠાના નિયમ અનુસાર કાર્યરત થાય. ખેતપેદાશ સિવાયની અન્ય પ્રોડક્ટને મહદંશે મહિનાઓ સુધી કોઈ ખાસ કાળજી વિના સુરક્ષિત રાખી શકાય છે. પરંતુ કૃષિ ઉત્પાદન થાય પછી તેને તરત માર્કેટ સુધી અને ત્યાંથી ગ્રાહક સુધી પહોંચાડવું પડે છે. આમાં કોલ્ડ સ્ટોરેજ અને ધાન્ય માટે ગોદામ ઉપયોગી બને, તેમ છતાં તેની પણ એક સમય મર્યાદા હોય છે. આ રીતે અંતે તેમાં ખેડૂત એ સ્ટેજ પર આવી જાય કે તેને કોઈ પણ ભાવે પોતાનું ઉત્પાદન વેચવું પડે. ઇટાલીના આ ખેતરોની પણ સ્થિતિ એવી જ છે, ત્યાં ગોઠવાયેલા નેટવર્કમાં મોટો ભાગ માફિયાઓ લઈ જાય છે. અને એક વખત આવું નેટવર્ક ગોઠવાય પછી સરકાર પણ તેને તોડી શકતી નથી અને તેમાં શોષણ કરવાની એક વ્યવસ્થા ઊભી થાય છે.
વાન સાગ્નેટની આ લડત એટલી આગળ વધી કે જ્યારે ટમાટરનો પાક લણવાનો હતો ત્યારે જ સૌએ હડતાળ પાડી અને પોતાના અધિકારની માંગણી કરી. એક તરફ સોનારૂપી પાક હતો અને બીજી તરફ મજૂરોની માંગણી. તેમના સિવાય આ કામ કોઈ કરી શકે તેમ ન હતું અને તેઓ ન કરે તો કરોડોનું નુકસાન જાય એમ હતું. આ હડતાળની ધારી અસર થઈ અને ઇટાલીના લોકોનું ધ્યાન ખેંચાયું અને તેમાં એક નામ વારેવારે ઊભરીને આવ્યું, તે વાન સાગ્નેટનું; કારણ કે અલ્ટીમેટલી આ દૂષણને હટાવવાનું પ્રણ સૌ પ્રથમ તેણે લીધું હતું. અને હવે તો ઇટાલીમાં આ અમાનવીય મજૂરીને અટકાવવા માટેનો મજબૂત કાયદો સુદ્ધા બન્યો છે અને તેનાથી વાન સાગ્નેટને સંતોષ છે. આ સંઘર્ષ અને સંતોષની કહાની ‘ધ ન્યૂ ગોસ્પેલ’માં જોવા મળે છે. ‘ગોસ્પેલ’નો અર્થ થાય છે; ઈસુ ખ્રિસ્તનો ધર્મોપદેશ. આ યુગમાં શોષણ વિરુદ્ધ ઉપદેશ આપનારા અને તેની સામે લડત ચલાવનારાઓ લાખો વાન સાગ્નેટની જરૂર છે. સાથે વાન સાગ્નેટની વાતો કોઈ પણ મહત્તમ લોકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.
e.mail : kirankapure@gmail.com
![]()


એક સમય હતો જ્યારે સ્ત્રીને આઠ પુત્રોની માતા થવાના આશીર્વાદ વડીલો આપતા હતા, પણ કોઈને પણ આઠ પુત્રીની માતા થવાના આશીર્વાદ અપાયા નથી. એ જ સૂચવે છે કે પરાપૂર્વથી પુત્રી ઇચ્છનીય નથી. એ વિધિની વક્રતા છે કે પુત્રને જન્મ તો સ્ત્રી આપે છે, પણ સ્ત્રીનું સ્થાન સમાજમાં ખાસ માન ભર્યું નથી જ. સ્ત્રીને દેવી તરીકે પૂજનીય ગણાવાઈ છે. તે ઇચ્છિત વરને સ્વયંવરમાં વરી શકતી હતી, શાસ્ત્રાર્થ કરી શકતી હતી, તો પણ પુત્રીનું વરણ ન તો પુરુષ માટે કે ન તો સ્ત્રી માટે ઇચ્છનીય ગણાયું છે. સાદી વાત એટલી છે કે બાળકીનો જન્મ આજે પણ અપવાદ રૂપે જ સભ્ય સમાજમાં આવકાર્ય રહ્યો છે.

ક્વાઝુલુ નાતાલના વડા પ્રધાન સિલિ ઝીકલાલાએ [Sihle Zikalala] ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાતના મહત્ત્વ વિષે વાત કરી. ગાંધીની 151મી જન્મતિથિ ઉજવાય છે, તે ટાણે તેમણે ભારતીય મઝદૂરો 160 વર્ષ પહેલાં (ઈ.સ. 1860માં) દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરેલા તેની યાદ અપાવી. ત્યારથી માંડીને નેલ્સન મંડેલાની મુક્તિ સુધીનાં વર્ષો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અતિ મહત્ત્વના રહ્યાં છે. આ જાહેરાત દેશના લોકો અને સરકાર માટે અતિ મહત્ત્વની છે, એવું તેમણે પ્રતિપાદિત કર્યું. દેશમાં પર્યાવરણની જાળવણી હેતુ સુરક્ષિત જાહેર કરાયેલા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળોને પર્યટકોને આકર્ષવા માટે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવે છે, તે સર્વસાધારણ બીના છે. ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ મળ્યાનું મહત્ત્વ દક્ષિણ આફ્રિકાની મુક્તિ અને શાંતિ માટેની લડતના પ્રતીક તરીકે છે. એ ક્રાંતિનું પ્રતીક છે ખરું, પણ સાથે સાથે શાંતિનું પણ પ્રતીક છે. જે પ્રદેશમાં હિંસા વ્યાપકપણે ફેલાયેલી હતી, ત્યાં આજે રંગભેદના અભાવવાળી લોકશાહી પ્રવર્તે છે, જ્યાં અલગ અલગ કોમના લોકો સહજીવન જીવી શકે છે. પ્રવાસન, કે જે દેશની જી.ડી.પી.ના 10% જેટલો હિસ્સો છે, તેને પણ આ હેરિટેજ સાઈટથી બઢાવો મળશે. સ્થાનિક પ્રજા અને વિદેશી મુલાકાતીઓ માટે આ સ્થળ સમાધાન દ્વારા શાંતિ સ્થાપવા અને ટકાવવા માટેના પ્રયાસો માટે દીવાદાંડી બની રહેશે. ફિનિકસ સેટલમેન્ટને યુ.એન.ની માન્યતા મળવાના ઘણા ફાયદા પ્રજાને થશે, જેમાંનો એક છે, સમાધાન વૃત્તિથી બધા એકસૂત્રે જોડાઈને અમનથી જીવી શકશે.
આવાં લોકોનાં નિસ્વાર્થ પ્રદાનને માન આપવું જોઈએ. વધુમાં ઝ્વેલી મ્ખીજેએ કહ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ સહિયારો છે. બંને દેશ રંગભેદ નાબૂદી અને સંસ્થાનના દમનકારી શાસનથી મુક્તિ મેળવવા માટે લડ્યા. એ લડત રંગભેદ નાબૂદી, ન્યાય મેળવવાની, કોમી એકતા લાવવાની અને શાંતિ સ્થાપવાની એક લાંબી મજલ હતી. એ હજુ પણ એક ય બીજી રીતે ચાલુ રહી છે. રંગ, ધર્મ અને જાતિને ન ઓળખનાર આ કોરોના મહામારીમાં આપણે બધાએ એક બીજાનો હાથ પકડીને સાથે મળી, સહકાર આપીને ઝઝૂમવાનું છે.
ભારતના ઉચ્ચ આયુક્ત જયદીપ સરકારે મનનીય પ્રવચન આપતાં કહ્યું, ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર તરીકે મળેલ માન્યતા એ ગાંધીના જન્મની 150મી વર્ષગાંઠ માટે તદ્દન બંધબેસતી ચેષ્ટા છે. આથી વીસમી સદીના સહુથી વધુ પ્રભાવક નેતાના કામનું ગૌરવ તો થયું જ છે, પરંતુ તેની ઐતિહાસિક દેણગીનું પણ બહુમાન થયું છે. એ માટે દક્ષિણ આફ્રિકાની સરકારનો આભાર. આ સ્થળ ગાંધીના રાજકીય અને સામાજિક પરિવર્તનની ભૂમિ. પણ આ જગ્યા માત્રની જાળવણી ભલે ઘણી મહત્ત્વની છે છતાં પૂરતી નથી. ગાંધીજી અહીં શું શીખ્યા એ જાણીને, સમજીને તેને હાલના સંયોગોમાં અમલમાં મૂકવું રહ્યું. એમણે ફિનિક્સ નામ સહેતુક પસંદ કરેલું. એમના સાદું જીવન અને ઊંચી વિચારધારાના મૂલ્યોને આપણે જાળવવા રહ્યા. શ્રમ પ્રતિષ્ઠા, કોમી એખલાસ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીના વિચારો આજે પણ અપનાવવા જરૂરી છે. એમ કરવા માટે બહોળા સમાજનો ટેકો અને સક્રિય ભાગીદારી અંકે કરવી જોઈશે. ગાંધીજી અને ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ [ANC]ના પહેલા પ્રેસિડન્ટ જ્હોન ડૂબે ઈનાન્ડા[Inanda]માં પાડોશી હતા. ગાંધીજી ફિનિક્સમાં પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હતા, તો ડૂબે એષલેન્ડામાં પાયાનું કામ કરતા હતા. આમ એકબીજા સાથેના સંપર્કથી આઝાદીની ચળવળ કેવી રીતે ચલાવવી તેનો ખ્યાલ આવ્યો. બંને કર્મશીલોને માત્ર પોતાની કોમ માટે નહીં, બહોળા સમુદાયની સ્થિતિ અને સમસ્યાઓ અને તેના હિતનો ખ્યાલ આવ્યો.
નેશનલ એસોસિએશન ઓફ આફ્રિકન અમેરિકન સ્ટડીઝના ડાયરેક્ટરે દ’ લેમ્યુઅલ બેરી[De Lemuel Berry]એ ફિનિક્સ સેટલમેન્ટને આ માનભર્યું પદ કઈ રીતે મળ્યું તેનો ઇતિહાસ કહેતા કહ્યું, 2017માં યોજાનારી ઇન્ટરનેશનલ કોલેજ કોન્ફેરેન્સ માટે સ્થળની પસંદગી કરવા 2016માં ડર્બન જવાનું થયું. તે વખતે ફિનિક્સ જવાનું આમંત્રણ મળ્યું. ઇલા ગાંધીએ સેટલમેન્ટની સ્થાપનાનો ઇતિહાસ, તે સમયે થયેલા પ્રયોગો, તે વખતનું જીવન અને પ્રવૃત્તિઓ અને હાલનાં તેના કાર્ય વિષે વિગતે માહિતી આપી. તેનાથી આ મુલાકાતીઓને ઘણી જાણકારી મળી. આવાં સ્થળોની મુલાકાત ભાગ્યે જ આ પદાધિકારીઓએ લીધી હશે. આ મુલાકાત બાદ ડૉ. બેરીને કેટલીક વિનંતીઓ મળી. તેને પરિણામે એક પ્રશ્ન ઊઠ્યો, આ કેન્દ્રને વર્લ્ડ હેરિટેજ સાઇટનું પદ કેમ નથી મળ્યું? યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ માટેના નિર્ણાયકે નિયમો વાંચી જવા ડૉ. બેરીએ તૈયારી બતાવી. તેઓને જાણ થઇ કે આ બાબત અંગે પહેલા કશી કાર્યવાહી નથી કરવામાં આવી. તરત જ પ્રોવોન્શિયલ, નેશનલ અને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન મળે તે માટેની પ્રકિયા શરૂ થઇ. 2017માં ઇલાબહેન ગાંધી સાથે પીટર મેરિત્ઝબર્ગ જઈને નોમિનેશન દર્જ કરાવ્યું.
પ્રો. ઉમા મિસ્ત્રી [Uma Misthrie], કે જેઓ ગાંધીજીનાં પ્રપૌત્રી છે, તેઓ હાલ ફિનિક્સ સેટલમેન્ટનો 1904થી 2020 સુધીનો – 116 વર્ષનો ઇતિહાસ લખે છે. સેટલમેન્ટમાં સ્થાપનાકાળમાં રહેતા એ લોકોની જીવની લખાઈ રહી છે. તેની સ્થાપનામાં ગાંધીજી અત્યંત મહત્ત્વના હતા, પરંતુ હરેક દાયકે એ મૂલ્યોને જીવિત અને કાર્યાન્વિત રાખવામાં કોનો કોનો ફાળો હતો, એ પણ અતિ મહત્ત્વનું છે, જે ઉમાબહેનના પુસ્તક પરથી જાણવા મળશે. ગાંધીજીના ભારત પરત ફર્યા બાદ તેમના પુત્ર મણિલાલ ગાંધીએ ફિનિક્સને સાંભળ્યું ન હોત, તો આજે તેનું અસ્તિત્વ અને આટલું મહત્ત્વનું પ્રદાન રહ્યું ન હોત. મણિલાલના અવસાન બાદ તેમનાં પત્ની સુશીલાબહેને એ મશાલ સળગતી રાખી. સેટલમેન્ટની યાત્રામાં રામ ગોવિંદ અને ઈલાબહેનનાં કાર્યને કેમ ભુલાય?
યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર (રાજદૂત) અને સાંસ્કૃતિક બાબતોના આંતરરાષ્ટ્રીય સબંધો જાળવનાર દૂત તરીકે ખ્યાતનામ બનેલ હીવા સર[Hedva Ser]નું પણ આ વેબિનારમાં પ્રદાન રહ્યું. તેઓ શાંતિ, બંધુત્વ અને સહિષ્ણુતા જેવા ઉમદા માનવીય ગુણોને કળા દ્વારા રજૂ કરે છે અને વિશ્વભરમાં તેમની ગણના એક ઉત્તમોત્તમ માનવતાવાદી કલાકાર તરીકે થાય છે. યુનેસ્કોના પારિતોષિકો મેળવનાર આ સન્નારીનું કહેવું છે કે તેમનાં મોટા ભાગના શિલ્પો અને કલાકૃતિઓની પ્રેરણા તેમને ગાંધીના જીવન અને કાર્યમાંથી સાંપડી છે. સહઅસ્તિત્વ, બધા ધર્મો પ્રત્યે પરસ્પર માનની લાગણી, પ્રકૃતિ માટે આદરભાવ વગેરે જેવા ખ્યાલોને તેમણે કલામાં મૂર્તિમંત કર્યા છે. યુનેસ્કોનું પ્રતીક Tree of Peace એ હીવા સરની જ કૃતિ છે. તેઓ એ શિલ્પ દ્વારા યુવા પેઢીને શાંતિનો સંદેશ અને શિક્ષણ આપવા ચાહે છે. યુનેસ્કોના આંતરદેશીય વાટાઘાટો દ્વારા સંઘર્ષ નિવારણના આદર્શોને પોતાની કલામાં મૂર્તિમંત કરવાનો તેમનો પ્રયાસ છે તેમ કહ્યું. દુનિયામાં હરેક ક્ષેત્રે સ્થિરતા આવે અને રાજકીય પક્ષો વચ્ચે સંવાદિતા કેળવાય તે માટે સંઘર્ષ વાળા વિસ્તારોમાંથી આવતા ઊગતા કલાકારોને કેળવવા તેઓ સતત કાર્યરત રહે છે. “હું ગાંધીની દેણગી દુનિયા પાસે મુકવા માંગુ છું.” હીવા સરના આ વિધાનને સમજવા તેમની કૃતિઓ જોવી રહી. ફિનિક્સ સેટલમેન્ટ માટે A Road of Peace – શાંતિ પથ બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો.
વિકટર સાબેક યુગોસ્લાવિયામાં જન્મેલા, જે બંને વિશ્વયુદ્ધોમાં ખેદાનમેદાન થઇ ગયેલું, એટલે તેમને શાંતિમય સમાધાનનું મહત્ત્વ બરાબર સમજાય. તેમના પિતાનો પરિવાર જર્મનીના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ થયેલો અને માતાનું કુટુંબ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાયેલું. તેમનાં માતા હિટલરના પ્રોગ્રમમાંથી નાસી છુટેલાં. પોતાના માતૃ અને પિતૃ પક્ષે બધા જાતિગત સમાનતા માટે લડેલા અને એટલે જ તો કદાચ વિક્ટર સાબાકે લિબિયા, સીરિયા અને યમનમાં યુદ્ધ પીડિત લોકોનાં કલ્યાણ માટે કામ કર્યું છે. એ બધા દેશો યુદ્ધ અને સંઘર્ષમાં ધરાશાયી થઇ ગયા, એ તેમણે નજરોનજર જોયું. પશ્ચિમી જગતમાં લાંબામાં લાંબો સંઘર્ષ કોલંબિયામાં 50 વર્ષથી ચાલ્યો આવે છે, હાલમાં વિકટર સાબેક ત્યાં કામ કરે છે. આથી જ ગાંધીના શાંતિમય સમાધાનના સિદ્ધાંતો કેટલા આજે પણ અને આજે તો વધુ પ્રસ્તુત છે એનો તેમને જાત અનુભવ છે. તેઓને લાગે છે કે સંસ્થાનવાદનું પ્રચલિત રૂપ હવે ખતમ થયું ગણાય, પરંતુ બીજા અનેક પ્રકારના સંસ્થાનવાદનો પ્રસાર, ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધવાને કારણે સંઘર્ષો નિવારવા અને તેના નિરાકરણ માટે શાંતિમય ઉપાયો યોજવા અનિવાર્ય થઇ પડ્યા છે. 