ન પરણવાના ફાયદા
1. ડબલબેડનો ખર્ચો થતો નથી.
2. રોટલી બળતી નથી ને ડબલરોટીથી ચાલી જાય છે.
3. થિએટરમાં આખી ફિલ્મ જોવાય છે.
4 . સ્વતંત્રતા, સ્વાવલંબન અકબંધ રહે છે.
5. કોઈ કચરાપોતાં કરાવતું નથી.
6. સાળી, સાડી ને માળી ઘરમાં ઘૂસતાં નથી.
7. પૂરો સમય નોકરી થઈ શકે છે.
8. ઉજાગરા ઘટે છે એટલે વહેલાં ઊઠી જવાય છે.
9. વર-દાન, કન્યા-દાન ન રહેતાં ના-દાન રહે છે.
10. જાન નીકળતી નથી એટલે જાન બચે છે.
11. પાર્ટી પ્લોટ, રિસેપ્શન ને બૂફેથી બચાય છે.
12. છૂટાછેડાનો ભય રહેતો નથી.
13. સ્કૂટરની પાછલી સીટ કોઈને પણ માટે ખાલી રહે છે.
14. 'જૂઠ બોલે કૌઆ કાટે' સિલેબસની બહાર રહે છે.
15. કોઈ મોબાઈલ જોઈ લેશે એવો ભય રહેતો નથી.
16.. એડમિશન એ જ મિશન – એવું રહેતું નથી.
17. છેવટે કૈં હોતું નથી કે 'વિલ' કરવું પડે.
18 . કોણ, કોની સાથે કેવી વાત કરે છે એવી ચિંતા રહેતી નથી.
19. બીજી વાર લગ્નની તક રહે છે, કારણ પહેલીવાર કર્યાં નથી.
20. ગમે ત્યાંથી વાસણ આવવાની બીક લાગતી નથી.
21. અડધું અંગ હોતું નથી એટલે લકવો પણ અડધો જ થાય છે.
22. ઘરનું ખાવાથી તબિયત બગડતી નથી.
23. ઘરમાં જ સેફટી અને સેઇફ 'ટી' મળી રહે છે.
0
પરણવાના ફાયદા
1. ડબલબેડ સાસરેથી આવતો હોય છે.
2. ફૂલકાંથી ફૂલીને ફાળકા થઈ જવાય છે.
3. થિયેટરમાં શું જોયું એ યાદ જ આવતું નથી.
4. એકલપેટો જ સ્વતંત્ર, બાકી વિના સહકાર નહીં ઉદ્ધાર !
5. વાસણ ધોવાં કરતાં કચરાપોતાં કરવાં સહેલાં છે.
6. ઘર'વાળી' 'કાઢીએ' તો સાળી પણ અડધું ઘર'વાળી' કાઢે.
7. 'ઘરવાળી જ પૂરા સમયની હોય તો નોકરીનું કામ ખરું?
8. ઉજાગરા થતા હોય તો ઊઠી જવાનો ભય નથી રહેતો.
9. વરદાન, કન્યાદાનનો લાભ મળતાં ખાનદાન વિકસે છે.
10. જાન નીકળે છે તો 'જાન' આવે પણ છે.
11. પાર્ટી પ્લોટ જ બીજા ઘણા પ્લોટનું નિમિત્ત બને છે.
12. છેડા છૂટવાના ભયે છેડા ગાંઠવાના ય નહીં?
13. સ્કૂટરની સીટ પર એક પણ ન બેસે તે કરતાં એક તો બેસે !
14. જૂઠ બોલે કૌઆ હવે કાટતા નથી, ખાટે છે.
15. મોબાઈલ બીજું જોતું નથી, બીજાનું પણ કોઈ જોઈ લેને !
16. એડમિશનનું મિશન ન રહે તો બેડમિશનનું રહેશે.
17. વ્હેર ધેરીઝ એ 'વિલ' ધેરીઝ એ વે.
18. ખોટો રૂપિયો પાછો જ આવે. એની ચિંતા ન કરવી.
19. પહેલાં લગ્ન જ સાહસ છે, બીજાં દુસ્સાહસ !
20. ગમે ત્યાંથી આવે, વાસણ ખખડયાં વગર રહેતું નથી.
000
e.mail : ravindra21111946@gmail.com
(બુધવારની 'સંદેશ'ની કોલમ)
![]()


ભલે આઈઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હોય, અને આઈન્સ્ટાઈને એમાં મહત્ત્વનાં અને દૂરગામી ફેરફારો સૂચવ્યા હોય; આઈન્સ્ટાઈનની પરિકલ્પના મુજબનાં 





હમણાં એક ‘લોકપ્રિય’ વક્તાએ મંચ પરથી કહ્યું કે તમારે લોકપ્રિય થવું હોય તો છાપામાં કૉલમ લખતા થાવ. આ જ વક્તાને કહેતા સાંભળ્યા છે કે ઘણા ગુજરાતી લેખકો એવું લખે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે છે. આ વક્તાની જેમ એક ‘લોકપ્રિય’ બહેન છે, જે વ્યંગમાં કહે છે કે અમે તો લોકપ્રિય છીએ, અમારાં આટલાં બધાં પુસ્તકો વેચાય છે, પણ અમે સાહિત્યકાર ન ગણાઈએ …