સુધ્ધ અને ટાજી હૂરટી ભાસાની હુવાસ
સંસ્કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં. કન્યાઓ જોવાનું શરૂ કર્યું. બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન માટે એમણે 'ડક્સીન ગુજરાટ'ના સુરત શહેર તરફ નજર દોડાવી, કુંડળી મેચ થઈ.
પરિવારો અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને સુરત જોવા જવા નીકળ્યા.
સરનામું કતારગામ રોડનું હતું. પણ રિક્સાવાળાને 'ટ્રનેક' વાર સમજાવ્યું ત્યારે એ બોલ્યો, "એમ કેવ ની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ." છેવટે રિક્સાવાળાએ બરાબર 'થેકાને' પહોંચાડ્યા.
ભાવિ સસરાની એક જ શરત હતી, "પોયરો કાંડા-લહણ ખાટોની જોઈએ."
એટલે મીતકુમારે પોતે કાંદા લસણ ખાય છે એ છુપાવવાનું હતું.
ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતાં બારણાના જાળિયાનું તાળું ખોલી જમાઈને આવકારવામાં આવ્યા. સસરા તાડુક્યા "બાન્ને ટાલું મારી ડે. ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય."
આવા સન્માન પછી સસરાએ ઘરનોકરને કહ્યું, "હોફા હાફ કર ની ટો જમાઈરાજન બઢી હૂરટની ઢૂલ લાગી જહે."
હોફા હાફ થિયો એટલે જમાઈએ પૂંઠ ટેકવી.
સસરાએ કિચન તરફ જોઈ બૂમ પાડી,
"ઈંડુ ટૈયાર છે?"
મીતકુમાર હચમચી ગયા.
વાત તો થઈ હતી કે કાંદા લસણનો બાધ છે અને આ લોકો સવારની પહોરમાં ઇંડુ પીરસવાની વાત કરતા હતા.
મીતકુમારને થયું કે સસરા એની પરીક્ષા લઈ રહ્યા છે. એટલે મીતકુમાર બને તેટલી શાંતિથી બોલ્યા, "ઈંડું મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડું ન ચાલે!
સસરા 'અકરાયા', "અરે! ઇંડુ પસંડ ની મલે તો હું કામ હૂરટ હુઢી લામ્બા ઠિયા?" આ સંવાદ સાંભળી સાસુજી બહાર ઘસી આવ્યાં,
"ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?"
મીતકુમારને સમજાયું નહીં કે સવારની પહોરમાં ઇંડુ ખાવાની ના પાડવાથી કોઈ પરિવારની ફજેતી કેવી રીતે થાય! છતાં મીતકુમાર બોલ્યા,"સોરી!"
સસરા હજુ ગુસ્સામાં હતા, "તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્નાટીના મેરામાં અમે કેયું કે અમને 'મીટ' ચાલહે તો ટમારાં મમ્મી પપ્પાએ બી કેયું કે અમારે 'ઇંડુ' ચાલહે, પછી હવે હેના પલટી મારો!"
બે વૈષ્ણવ વેવાઈએ વચ્ચે એગ અને મટન ચાલે એવો સંવાદ થાય એ મીતકુમારની અલ્પબુદ્ધિ માટે કલ્પના બહારનું હતું. સસરાએ હાથ જોડયા, "ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ!"
મીતકુમારને થયું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી. એટલે હકારસૂચક હા પાડી. સસરાને 'શાન'ના શાકાલની જેમ 'ત્રન ટાલી' પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈ આવી.
ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે?
ત્યાં જ સાસુ બોલ્યાં, "મોં મીથું કરો!"
ચોંક્યા, 'સ્વીટ એગ્સ?'
સૂગ કરતાં ક્યુરિયોસિટી વધી જતાં મીતકુમારે એ ગોળાકાર 'ઇંડા'ને પકડી સૂંઘી જોયું.
સસરાએ ખુલાસો કર્યો, "રસગુલ્લા છે."
બોલ્યા, "તમે તો ઈંડુ ઇંડુ કરતાં હતા ને!"
સાસુએ કહ્યું, "ટે આ રેઈ અમારી ઇંડુ ઉર્ફે ઇંડ્રાવટી, ટમે જેને નિહારવા આવ્યા ટે ટમારી હામ્મે ઊભી!"
મીતકુમારે આદુંવટી અને ઘનવટી જોઈ હતી પણ ઇંડ્રાવટી પહેલી વાર જોઈ. એ ઇંદ્રાવતીના રૂપના પ્રકાશમાં એક સાથે બધી ટયુબલાઇટ ઝબકી.
સસરાજી 'ઇંડુ તૈયાર છે?' નહીં પણ 'ઇન્દુ તૈયાર છે?' એમ પૂછતા હતા. અને પોતે એમ કહ્યું કે અમારા પરિવારમાં 'ઇંડુ' ન ચાલે ત્યારે આ હૂરટીઓ 'ઇન્દુ' ન ચાલે એમ સમજ્યા હતા અને સસરા અમને 'મીટ' ચાલહે એમ કહીને 'મીત પસંદ છે' એવું કહેવું હતું!
કેટરિના અને દીપિકાને હંફાવે એવી ઇન્દુને જોઈને અને આ સ્પષ્ટતા થતાં મીતકુમારનો શ્વાસ હેઠો બેઠો. ત્યાં જ સસરાજી બોલ્યા, "તમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈ લઈએ."
મીતકુમારે ચીકનપૂરી નામની વાનગી લંચમાં ખાવાની કલ્પના નહોતી કરી. પણ ના કેવી રીતે પાડવી? એ તો શીખંડપૂરી પીરસાયાં ત્યારે જ ખબર પડી કે વાનગી પ્રાણીજન્ય હતી પણ વર્જ્ય નહોતી.
અંટે મીટે કહી ડીઢુ કે મને ઈંડુ પસંડ છે.
સૌજન્ય : અમીતાબહેન દિક્ષિતની ફેઇસબુક વૉલ પરેથી
![]()



In Pakistan and many West Asian countries, it in the name of Islam that feudalism-authoritarianism persists and is being strengthened, in Myanmar-Sri Lanka Buddhism is the cover, while in India, it is the label of Hinduism, which is being abused to stifle the values of equality and liberalism. Too often such acts of sectarian politics affect creative people, their gazal concerts are disrupted, their films are banned-attacked by the storm troopers. Many a times warnings are given to them and apologies sought for the hurt feelings of religion or nationalism.



ઝાડને ચિપકી જઈને બચાવી લેવાના અહિંસક શસ્ત્ર વિશે બહેનોએ સભાઓમાં સાંભળ્યું હતું. ચિપકો શબ્દ ચમૌલીની પહાડીઓમાં બે વર્ષથી પડઘાઈ રહ્યો હતો. તે ચંડીપ્રસાદ ભટ્ટ નામના યુવા સર્વોદય કાર્યકર્તાએ આપેલો હતો. તેમણે આ પંથકમાં દશૌલી ગ્રામસ્વરાજ્ય સંઘ સ્થાપીને રસ્તા બાંધવા, વ્યસનમુક્તિ, સાક્ષરતા, જંગલપેદાશો આધારિત ગ્રામકેન્દ્રી કુટિર ઉદ્યોગો જેવાં કામ બારેક વર્ષથી હાથ ધર્યાં હતાં. સંગઠને આ નિર્મળ પ્રદેશમાં ભારે ઉદ્યોગોનાં દૂષણોને ખાળવા કોશિષ કરી હતી. યુવા કાર્યકરોએ 1973માં ગોપેશ્વર, મંડલ અને ફાટા રામપુર ગામોનાં જંગલોમાંથી ચિપકોના માર્ગે ઝાડ બચાવ્યાં હતાં. લોકોની સમજપૂર્વકની સામલેગીરીથી ચિપકોને મળેલી સફળતા, દશૌલીએ પહાડીઓમાં ફેલાવેલી જાગૃતિ, તેણે જંગલનાશની સામે કેન્દ્ર સરકારથી લઈને અનેક સ્તરે કરેલી રજૂઆતો, નિષ્ણાતોના સહયોગ અને માધ્યમોના ટેકાને પરિણામે એક મોટી સિદ્ધિ એ થઈ કે ઇન્દિરા ગાંધી હેઠળની કેન્દ્ર સરકારે 1981માં અલકનંદાના ઉપરવાસના બારસો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ધંધાદારી જંગલ-કટાઈ પર પંદર વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો, જે પછી એક લંબાવવામાં પણ આવ્યો.
ચમૌલીને પગલે ઉત્તરાકાશીનાં વ્યાલી જંગલો, નૈનીતાલના રામનગર અને કોટદ્વાર જેવી જગ્યાએ પણ ચિપકો માર્ગે લડતો ચાલી. તેહરી-ગઢવાલમાં સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં 1977માં હેંવલ ખીણના અડવાની અને સાલેટના જંગલો બચાવવાનો જંગ જામ્યો. 1985 સુધી ચાલેલી નાની-મોટી લડતો માટે ચિપકો મૉડેલ હતું. ત્યાર બાદ,અનેક યથાર્થ સન્માનો મેળવી ચૂકેલા તેના બંને આગેવાનો, ચંડીપ્રસાદ અને બહુગુણા, વનીકરણ તરફ વળ્યા. આખા વિસ્તારના તથાકથિત ઔદ્યોગિક વિકાસ અટકવા અંગે સવાલો અને વિવાદો પણ થયા. એ પણ નોંધાયું કે ચિપકો પહેલાં છેક 1730માં રાજસ્થાનના ખેજલડી ગામમાં જોધપુરના અવિચારી રાજા અભયસિંહના હુકમથી તેના માણસો ખિજડાનાં ઝાડ કાપવા લાગ્યા. ત્યારે બિશ્નોઇ કોમની વીરાંગના અમૃતાદેવીએ ઝાડને વળગીને કુહાડીનો ઘા ઝીલ્યો. તેમનાં પછી તેમની બે નાનકડી દીકરીઓ અને 363 બિશ્નોઇઓએ ઝાડ ખાતર શહાદત વહોરી. આપણે ત્યાં સાણંદ તાલુકાના ચરલ ગામને પાદરે આવેલાં લીમડા કાપનારને યુવા ચારણ દંપતી વીરા અને મેઘરાજ પોતાનું લોહી રેડીને હઠાવી દે છે તેવી 1807ની ઘટના નોંધાઈ છે.