ખબર છે તને?
આજે મેં તને ગમતો ડ્રેસ પહેર્યો હતો.
એ જ તો જે સફેદ ને ચમકદાર છે
જેમાં હું પરીઓના દેશની ભૂલી પડેલી પરી લાગતી હતી તે
ખબર છે તને?
આજે મેં એ ડ્રેસ પર મારા કપાળે બિંદી લગાવેલી હતી.
હું કોઈ દી' બિંદી નહોતી લગાવતીને
તો બધી જ સહેલી જોઇને કહેતી,
‘વાહ, સુંદર પરી.’
મારા લહેરાતા વાળની સાથે
ત્યારે તને ગમતું સ્મિત મારા ચહેરા પર ખીલી રહ્યું હતું
અને ગાલ પરનું પેલું ખંજન પણ ….
તને શું કહેવું મારે.
તું તો બધું જ જાણે છે,
બધું જ સમજે છે
માટે તો
હું એવા પ્રદેશમાં જવા માંગુ છું
જ્યાં મને તારી કોઈ ખબર ન મળે
અને તને મારી.
તું તો નાસ્તિક છે ને
એટલે પરીઓના દેશને પણ તું નહીં જ માનતો હોય,
હું ફરી એ દેશમાં ચાલી જઈશ.
પપ્પા પણ મમ્મીના કાનમાં કંઇક એવું જ ગણગણતા
બંને હસતાં,
હમણાં હમણાં બગીચામાં ખબર છે તને
કેટલી ય લાલ કીડીઓએ મારા પગને ઘેરી લીધો હતો
માંડ માંડ તેને દૂર કરી
તો પણ એકે તો ચટકો ભરી જ લીધો,
‘મર એ મર, અહીં પણ તું મને નહીં છોડે?’
તારા ન હોવામાં પણ કેટલો પાસે હોય છે તું નહીં?
‘લાલ કીડી’
એટલે તો હું આજમાં જીવું છું
ખબર છે તને?
વાળ બાંધી લઉં છું અને બિંદીને અરીસામાં લગાવી
હું દોડી જાઉં છું ગામની એ પહાડીઓ પર
ઠંડો પવન, મોરનું બોલવું,
પક્ષીઓના ટહુકાઓ વચ્ચે
મંદ મંદ હવામાં તારું આંસુ બનીને વહેવું …
ખબર છે તને …
પાછાં વળતાં પાણીની છાલક ચહેરા પર ઉડાવીને હસી લઉં છું
એ જ પરીઓના દેશની કલ્પના કરતી
ચૂંદડીને લહેરાવતી
દોડી જાઉં છું તારી યાદોના પ્રદેશથી દૂર,
એટલે ખૂદ મારાથી દૂર …
હવે પડી ખબર તને?
Email : navyadarsh67@gmail.com
![]()



'મહોરાં'-માં એણે વાંદરાભાઇનું વિલક્ષણ પાત્ર સરજયું છે. એને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે. આપણને લુચ્ચા શિયાળની કે ફુલણજી કાગડાની બોધકથાઓની ખબર છે. આ વાંદરાભાઇ પણ એવા જ છે. માણસની જેમ જ વર્તે છે. પણ કશો બોધ આપવા નથી આવ્યા. વાર્તા કહેનારા કથકની વાતો કરવા આવ્યા છે. કથકના અન્તરંગ મિત્ર છે. આમ તો, આ કથક તે આપણા દરેકનો 'હું' અને વાંદરાભાઈ તે આપણી અંદર બેઠેલો એક બીજો 'હું' જે આપણને હરદમ જોતો રહેતો હોય છે. પહેલા હું-નો સાક્ષી. ચુકાદા સુણાવ્યા કરતો જજ પણ ખરો. વાર્તાઓ આવું બધું ચિન્તનાત્મક નથી કહેતી. જિજ્ઞેશ આપણને વાર્તાકલાના સૌન્દર્યનો નિર્વ્યાજ આનન્દાનુભવ કરાવે છે.
આમટે દંપતીને મળેલો મૅગસેસે એવૉર્ડ ડૉ. પ્રકાશના પિતા અને વિશ્વવિખ્યાત કુષ્ટરોગ સેવક બાબા આમટેને 1985માં મળ્યું હતું. બાબા આમટે કુષ્ટરોગીઓ માટે કામ શરૂ કરતાં પહેલાં, ગાંધીજીની પ્રેરણાથી મહારાષ્ટ્રના નાગપુર પાસે આવેલાં વરોડા ગામમાં દલિતો માટે કામ કરતા હતા. એ જ વરોડામાં 26 ડિસેમ્બર 1948ના દિવસે પ્રકાશનો જન્મ થયો. તેમના જન્મ પછી થોડાક સમયમાં બાબા આમટેએ વરોડા પાસે એક ઉજ્જડ જગ્યાએ ‘મહારોગી સેવા સમિતિ’ સંસ્થા સ્થાપીને કુષ્ટરોગીઓ માટેનું કામ શરૂ કર્યું. આ જગ્યા, પછીનાં વર્ષોમાં, ‘આનંદવન’ તરીકે દેશ અને દુનિયામાં પ્રખ્યાત બની. પણ પ્રકાશનાં બાળપણમાં એ વેરાન વગડો હતો. ત્યાં સાપ-વીંછીં ઉપરાંત ચિત્તા અને રાનડુક્કર જેવાં શ્વાપદ પણ હતાં. ત્યાં પ્રકાશ અને તેમનાથી સવા વર્ષ મોટા ભાઈ વિકાસનો એક કાચા ઝૂંપડામાં ઉછેર થયો. બાબા અને માતા સાધનાતાઈની સેવારત છત્રછાયા હતી, કુષ્ટરોગીઓનો સહવાસ હતો અને તેમને મદદ કરનારનો સાથ હતો. ખોરાક, પૈસા, સગવડો અને માનવવસ્તી બહુ ઓછાં હતાં.
