શું કહીશું, આને : ઘડિયાં લગન, કે એક ઓર જુમલો – બલકે, સામી ચૂંટણીએ તો કદાચ ધ જુમલો. વર્ણસગાઈની વહેવારુ સગવડને ધોરણે તમે એને મોદીનો માસ્ટર સ્ટ્રોક પણ ચાહો તો કહી શકો. અહીં ઇશારો અલબત્ત નવા આરક્ષણને અંગે છે. એક રીતે, જે સંચિત મિજાજ પાટીદાર અનામતની હાર્દિક જેહાદ વાટે પ્રગટ થયો છે, એને વિશે મુજરાનો નહીં તોપણ દાણા નાખવાનો મનોવૈજ્ઞાનિક ઉપચાર આ ખસૂસ છે.
સદીઓનાં સંચિત અન્યાય અને શોષણની નાબૂદી તો શું પણ યથાસંભવ દોષદુરસ્તી માટે ય અનુસૂચિત જાતિ-જનજાતિ સારુ અનામતની જોગવાઈનું એક લૉજિક હતું અને છે. ગાંધીનાં અનશન અને પુણે કરાર સહિતના સ્વરાજસંગ્રામના ઘટનાક્રમમાં આગળના પડાવ રૂપે આ દિશામાં કદમ ભરવાનું થયું એ વીતેલી સદીના છેલ્લા દાયકાઓની તવારીખ છે. વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલશાસ્ત્રનો પણ હવે એક ગાળો પસાર થયો છે. મુદ્દો એ છે કે આ બધાને છેડે આર્થિક-સામાજિક વિકાસ અને સમતાની કસોટીએ આપણે ક્યાં ઊભા છીએ. વિકાસનો ઢોળ ચડાવેલું હિંદુત્વ ૨૦૧૪માં દિલ્હી દરબારમાં બેઠું ન બેઠું અને પરવાનો તાજો કરવાનું ટાણું આવતે આવતે અપેક્ષિત દુબારા-દુબારાના ફુગ્ગામાં, કેમ કે ‘વિકાસ ગાંડો થયો છે’, એકદમ જ કાણું પડતું લાગ્યું એના વારણની લાયમાં આ નવા આરક્ષણની આર્થિક રીતે નબળા હોવાને ધોરણે આરક્ષણની વાત આવી પડી છે.
પોતપોતાને છેડેથી ઊભરેલાં યુવા વ્યક્તિત્વ, હાર્દિક અને જિજ્ઞેશ, હમણેના ગાળામાં ચાલુ સત્તા-પ્રતિષ્ઠાન સામે પડકારનાં પ્રતીક તરીકે ઊભર્યાં એનો આ ફૉલ આઉટ છે. તમે દેખીતી રીતે જ એની એક સંમિશ્ર પ્રતિક્રિયા કે પ્રતિભાવ રૂપે ભા.જ.પ.ના શીર્ષ નેતૃત્વની આ નવ્ય અનામત ચેષ્ટાને ઘટાવી શકો. સંમિશ્ર એટલા માટે કે અનામત જોગવાઈના મૂળ લૉજિકને પડકારનારા અને સ્વીકારનારા એમ બેઉ છેડા અહીં જોડાઈ જતા માલૂમ પડે છે.
ભા.જ.પ.ના આ છેવટ ઘડીના ગુગલી જુમલા અને હુમલા સામે વિપક્ષ કને પણ પ્રોસીજરલ આડીતેડી જેવા નકો નકો વિરોધવ્યૂહ સાથે સરવાળે સંમત થઈ જવા સિવાયનો વિકલ્પ નથી એ સમજી શકાય એવું છે. આપણાં પ્રતિનિધિગૃહો માટે અનામત બેઠકોની જોગવાઈ દર નિયત મુદતે વધારવામાં એ સૌ સાથે જ હોય છે ને. જેમ કિસાનોની દેવાનાબૂદી, લોનમાફી વગેરેમાં પણ તમે જોશો કે ઘટતા વિરોધ અવાજો પછી અને છતાં દરેક સત્તાપક્ષ એ પંથના પથિક છેવટે તો બની રહે છે.
તો, વાત તો જાણે કે સાફ છે કે આપણા સામાજિક હાડમાં પચી ગયેલ ગેરબરાબરી અને નાતજાતગત અન્યાય બાબતે નિવારણ વિના સ્વરાજ બેમતલબ છે. આ દૃષ્ટિએ અનામતથી માંડી દેવામાફી સહિતની જોગવાઈઓની એક ભૂમિકા ખસૂસ છે.
પણ, કાશ, આટલેથી જ વાર્તા પૂરી થઈ શકતી હોત! જ્યાં સુધી ખેડૂતોને ઋણરાહત પ્રકારના પ્રશ્નો છે, મૂળમાં જઈ નીતિ વિષયક પરિવર્તન વિનાની થાગડથીગડ કારાવાઈઓથી તત્કાળ રાહત મળતી હશે, નિયતિ તો એ જરીપુરાણી અને જરીપુરાણી જ રહે છે. પણ હમણાં આપણે એ ચર્ચામાં નહીં જતા અનામત જોગવાઈ પર લક્ષ કેન્દ્રિત કરીએ તો આ જોગવાઈ છતાં જાહેર નોકરીઓ ને કામગીરીઓમાં ફાળવાયેલા ટકાવારી વણભરાયેલી રહે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે. ખાનગી ક્ષેત્રે સવાલ ઊભો રહે એ તો જાણે કે સમજ્યા, પણ જાહેર ક્ષેત્રમાં જો આ સ્થિતિ હોય તો એમાં જે પણ કારણો હોય એક અર્થ નક્કી છે કે તંત્રોમાં જે માનસિકતા કામ કરે છે તેમાં એમની બાદબાકીનું ધોરણ સ્થપાયેલું છે. જાહેર ક્ષેત્રમાં આ સ્થિતિ હોય તો ખાનગી ક્ષેત્રમાં શું હશે અને કેમ હશે એ ચર્ચા જ અસ્થાને છે. આખી બાબત નકરી ચર્ચાના દાયરામાંથી નીકળી જઈ એક પ્રજા તરીકે આપણને ચિંતા અને સક્રિય નિસબતના ઇલાકામાં લઈ જાય છે.
હવે સૂચિત નવી અનામતની વાત. સવાલ આ છે : બીજાઓને આપી દીધું, અને અમે રહી ગયા એવી ખરીખોટી ફરિયાદના જવાબ તરીકે એક મનોવૈજ્ઞાનિક પાસાથી વધુ એનો કોઈ માયનો છે ખરો? આપણે જેને નવી આર્થિક નીતિ તરીકે ઓળખીએ છીએ એનું વલણ જાહેર ને સરકારી ક્ષેત્રના ઉત્તરોત્તર સંકોચનનું છે. તેથી જે ઘટતી નોકરીઓ છે એની સામે વધુ ઉમેદવારોને સમાવવાનો તકાજો છે. બીજું, ખાનગી ક્ષેત્ર તો હાલની અનામતની જોગવાઈઓ બાબતે અમથું પણ બંધ છે.
જે યુવા નેતૃત્વે (અને વાસ્તવિક લોક અંજપાએ) સત્તાપક્ષને આ નવા જુમલા વાસ્તે પ્રેર્યો તેણે હવે હરખની હેડકીએ કે ઊલટ પક્ષે આ ચેષ્ટાની લોલીપોપ તાસીર બોલી બતાવવાએ અટકવાપણું નથી. છૂટાછવાયા ઉદ્ગારો કે તત્કાળ ટિપ્પણીઓ અને બાઈટની બડઘટાડી કે તેજતર્રાર ટિ્વટમારીથી હટીને અને ઊંચે ઊઠીને આમૂલ નીતિપરિવર્તનનો આગલો મોરચો ખોલવો ઘટે છે. અનામત વિચારની ચોક્કસ ભૂમિકા સ્વીકાર્યા પછી અને છતાં સમજવું રહે છે કે (૧) સમાજસુધારાની સઘન ચળવળ અને માનસિકતા પરિવર્તન વિના મજલ કપાવાની નથી; (૨) આખો સમાજ કંઈ નોકરિયાતોનો સમાજ હોઈ શકવાનો નથી. નાનીમોટી સ્વયં રોજગાર સંભાવનાઓનું વિતરણ જરૂરી હોવાનું છે. ચંદ્રભાણ પ્રસાદ દલિત કૅપિટલિઝમમાં જે ઉગાર શોધે છે તે આજની વ્યવસ્થા એટલે કે અનવસ્થામાં સમજી શકાય એવો છે. માત્ર, કોર્પોરેટવાદમાં નહીં સરી પડતાં આ દિશામાં વિચારવું રહે છે.
આજના કોર્પોરેટવાદમાં અંતર્નિહિત નવ્ય સવર્ણવાદ સામે વ્યાપક લડાઈની તાકીદ સામી ભીંતે બેનર હેડલાઈન પેઠે લખાયેલી છે; એ ન વાંચવી હોય તો જ ન વંચાય એટલી દૈત્યકાળ છે. ૧૯૯૧ની નરસિંહરાવ મનમોહનસિંહની નવી આર્થિક નીતના વડા લાભાર્થીઓ અને અણ્ણા આંદોલનના વડા લાભાર્થીઓના બરની વાત આ નથી. જરી વધુ સમજપૂર્વક આર્થિક-સામાજિક નીતિનિર્ધારણ અને કાર્યાન્વયનો પ્રશ્ન આ છે. સંસદની મેરેથોન ટોકેથોનમાં એનાં ઈંગિતો છેક જ નથી ને નહોતાં એવું કહેવાનો આશય નથી. પરંતુ ઘડિયાં લગન અને જુમલાશાઇ અફરાતફરીમાં આવાં ઇંગતો હોય તો પણ નથી પકડાતાં તે નથી પકડાતાં.
દરમ્યાન, પાપપુણ્યની બારીમાંથી પસાર થવા જેવા આ પ્રજાસૂય પડકારની પળે સમજી લઈએ કે હિંદુત્વ વત્તા વિકાસના ચૂંટણીવ્યૂહ અને કૉંગ્રેસ વત્તા ગાયની શાસનશૈલી, હવે રોકડો જવાબ અને સીધો પડકાર માગે છે. ધારો કે ભા.જ.પ.નો પરાજય થયો તો પણ સામે પક્ષે એના જેવી જુમલે સે જુમલે શૈલીએ અગર તો જવાબી જુમલા માત્રથી જનસાધારણનો જયવારો થવાનો નથી. કબૂલ કે મે ૨૦૧૯ આડે થોડા મહિના (અને ચૂંટણી જાહેરાત આડે થોડાં અઠવાડિયાં) માંડ રહ્યા હોય ત્યારે વ્યૂહાત્મક અભિગમ અગ્રતા માગે છે, તેમ છતાં –
જાન્યુઆરી ૧૦, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 03
![]()




વીતેલા સાતેક દાયકાના મોટા ભાગના મરાઠી લોકો જિંદગીના કોઈ ને કોઈ તબક્કે જાણતા અજાણતા પુ.લ.ની સર્જનની છોળથી પુલકિત થયેલા હોય છે. બાળપણમાં તેમણે સૂરમાં ઢાળેલા મયૂરગીત સાથે ડોલી ઊઠેલા હોય છે. હજારો શોઝ થઈ ચૂક્યા હોય, થતા રહ્યા હોય તેવાં તેમનાં નાટકોના પ્રેક્ષકો બન્યા હોય છે. તેમની ફિલ્મો જોઈ હોય છે. લાજવાબ પરફૉર્મર પુ.લ.એ ભજવેલા અઢી કલાકના એકપાત્રી નાટ્ય પ્રયોગ ‘બટાટ્યાચી ચાળ’ સાઠ-સિત્તેરના દાયકાનું મહારાષ્ટ્ર ઘેલું હતું. આજથી પચાસ વર્ષ પહેલાં પુ.લ. દેશના એક બેતાજ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન હતા. ‘મ્હૈસ’ (ભેંસ) નામના વાચિકમ્ના એક પ્રયોગમાં માત્ર અવાજથી પુ.લ.એ પચાસથી વધુ પાત્રો ધરાવતી હાસ્યકથામાં શ્રોતાઓને તરબોળ કરી દે છે. વ્યક્તિચિત્રો અને લલિત ગદ્યનું તેમનું વાચન સાંભળવું એ મજાનો અનુભવ બને છે. પુ.લ. અને તેમનાં વિચક્ષણ પત્ની સુનીતાબહેને કાવ્યપઠનના ટિકિટ સાથેના હાઉસફૂલ શો કર્યા હતા. સાહિત્ય-સંગીત-વિદ્યાકાર્ય-સમાજકાર્ય કરતી સંસ્થાઓના તેમનાં ભાષણો શ્રવણીય છે. આમાંથી ઘણી શ્રાવ્ય સામગ્રી હવે યુટ્યુબ પર પણ છે. ભાષાના આ જાદુગરના પંચાવન જેટલાં પુસ્તકોમાં છે : વ્યક્તિચિત્રો, પ્રવાસવર્ણનો, હાસ્યલેખો, નિબંધો, નાટકો, આસ્વાદો, ભાષણો, રૂપાંતરો અને અનુવાદ. તે બધાંની થઈને અઢીસોથી વધુ આવૃત્તિઓ છે. શતાબ્દી વર્ષમાં એક અપ્રકાશિત લેખસંગ્રહ અને ત્રણેક સ્મરણપુસ્તકો આવ્યાં છે. આનંદયાત્રી પુ.લ.એ મરાઠી રસિકોની જિંદગીને ખોબે ખોબે ન્યાલ કરી છે. રસિકોને માત્ર હસાવ્યા છે એમ નહીં. તેમને દુનિયામાં જે સુંદર છે તે જોતાં-માણતાં કર્યા ,વિસંગતિઓને પકડતા કર્યા. માણસને તેના અસંખ્ય રૂપોમાં જોવા-સમજવાની નજર આપી. ખુદ પર હસતાં અને ખુદની બહાર નજર કરતાં શીખવ્યું. કરુણા, કદર અને કૃતજ્ઞતા કેટલી મોટી બાબતો છે તે સમજાવ્યું.
પુ.લ.ના મોટા ભાગના લેખનમાં પ્રગતિશીલ મૂલ્યોની વાત સહજ રીતે વણાઈ છે. એ તેમનાં ઘણાં લખાણોનો વિષય બનેછે. મહાત્મા ફુલે, ગાંધીજી, સાવરકર, એસ.એમ.જોશી, ઇરાવતી કર્વે, આવાબહેન દેશપાંડે, રામમનોહર લોહિયા, હમીદ દલવાઈ, વિનોબા, દાદા ધર્માધિકારી, સાને ગુરુજી, બાબા આમટે, દયા પવાર, આનંદ યાદવ જેવાં વ્યક્તિઓ વિશેનાં પુ.લ.નાં લખાણો પર ઓછું ધ્યાન જાય છે. લોકશાહીના પુરસ્કર્તા સાહિત્યકાર તરીકે પુ.લ.એ વિદુષી લેખક દુર્ગા ભાગવતની જેમ કટોકટી સામે અવાજ ઊઠાવ્યો હતો. કટોકટી પછી જનતા પક્ષની ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં ચમકદાર અને વિચારોત્તેજક ભાષણોથી મહારાષ્ટ્ર ગજવીને લોકમત પર મોટો પ્રભાવ પાડ્યો હતો. 1996માં તેમને શિવસેના-ભા.જ.પ. યુતિની રાજ્ય સરકારે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર આપ્યો. તેના સ્વીકાર કરતી વખતે પુ.લ.એ એ દિવસોમાં સરકારે લીધેલી ‘લોકશાહીને બદલે ઠોકશાહી જ અમે પસંદ કરીએ છીએ’ એવી ભૂમિકા સામે તીવ્ર નાપસંદગી નોંધાવી હતી. તેની સામે બાળ ઠાકરેએ આ મતલબનું કહ્યું : ‘અમારી પાસેથી અવૉર્ડ લેવાનો અને અમારી જ ટીકા કરવાની …’ પુ.લ.ના કરેલા આવા અપમાનને કેટલાક મરાઠી બૌદ્ધિકો અને સાહિત્યકારોએ ઘણું વખોડ્યું હતું.
માણસના જીવનમાં એક અને અનેક-ની નિત્ય સહજ રમણા છે.
કેવીક છે એ નિજી નિરાળી સૃષ્ટિ ? શી છે કમલની વિલક્ષણતા ? સમજવાનો મારો યત્ન કંઇક આવો છે :
કમલ આપણા સમયના એક ક્યુટ માધ્યમસભાન કવિ છે. પણ અહીં હવે, આ સૃષ્ટિમાં, માધ્યમથી એઓ સાવ જ નિર્ભ્રાન્ત થયા દીસે છે. સભાનતા જાણે એમને નિષ્ઠુર સત્યો લગી દોરી ગઇ. નિર્ભ્રાન્તિ અને તેથી થયેલાં દર્શનોનો આ સંગ્રહ મને વિરાટ શબ્દાકાર લાગ્યો છે.