ગુલાબી રંગ માટે
દુનિયાભરમાં જે કાંઈ થયું તે વાસ્તે
આ દિવસે ઉજવણી ને ઉજાણી
તો ખરી જ
સાથે ચિંતન કરવું રહ્યું.
એમણે તો એનાં સઘળા દ્વાર વાસી દીધેલાં
ને એના પર જડબેસલાક નજર રાખેલી
ત્યારે એની નજરે વંચાતું હતું કે
એ લોકોએ તો રીતસર
એની જિંદગીમાં વાવાઝોડું જ ફૂંકેલું !
શસ્ત્રવિહીન એ સ્ત્રીના
સ્વમાન અને આત્મ વિશ્વાસને
તેઓ પોતાની કઠોર મુદ્રાને વ્યવહાર
થકી તહસનહસ કરતા રહ્યા ત્યારે
જાતનાં જોરે એ સ્ત્રી ઊભી તો થઈ!
પરંતુ જ્યારે એમણે જોયું કે તે
લાચાર છે ત્યારે એને હંફાવી, રડાવી ને
એની જિંદગીને વિફળ કરીને
એને મરવા વાંકે જીવાડી!
પરંતુ મને કહેવા દો કે
એક જીવંત આશાએ
એણે દિશા શોધી
કદમ મિલા કે આગળ વધી …..
અને એ રીતે,
એ સ્ત્રી એક માતા, પત્ની રૂપે
ધીરજપૂર્વક સંઘર્ષના માર્ગે
આગળ વધતી રહી ……
[ઈન્ટર નેટ પરથી પ્રાપ્ત અજ્ઞાત સર્જકની અંગ્રેજી કૃતિનો ભાવાનુવાદ.]
૧/૩/૨૦૧૯
Women’s Day
It’s the day to celebrate
It’s the day to think
For all that the world have done
To the charming colour pink
They blocked off her way
They chased her that day
They stormed all her life
Her blurred eyes did say
An unarmed woman
With self arrested courage
They pulled down her confidence
With their harsh and sharp image
They found her so helpless
They made her to cry
They turned her life to hell
And forced her to die
But let me say a word
A word full of hope
She made her way out
And learned how to cope
A woman, a mother, a wife
With patience she strives
Caring, bearing and working
Still struggling with life …
°°°°°°°°°°
મારા માટે તો એનું હોવું એટલે …….
અર્ધાંગના તરીકે,
મા સ્વરૂપે,
એણે જિંદગી આપી.
ભગિની અને સખી રૂપે
સંઘર્ષની સાથી રહી …..
એની કદર કરો જેની અમને હિંમત નો’તી
એની ખબર પૂછો, જેની તમને તમા નો’તી
ઝાકળ જેવાં એનાં આંસુ પોંછો …..
એ વાળેઝૂડે, વાસણપાણી કરે ને રાંધાપીંછી કરે
ઘરને ઘર બનાવે
એમ કરતાં આવેલી
કથાવટ છુપાવી આંસુ પી જાય
એ મુશ્કેલી સામે હસે અને હસી કાઢે
અને તમને પણ હવાતિયાં મારતાં બચાવે !
તો આ એ છે જેની સામે આપણે શું શું કરીએ છીએ?
ફરિયાદોના ઢગલા સાથે અરાજકતાના ડુંગરે
તનાવનાં દરિયે અને હતાશાની ખાઈએ
હડસેલી દઈ એને સાંભળી ન સાંભળી
જોયું ન જોયું કરીએ છીએ …..
વગર વિચાર્યા લવારા કરી એને કહી દઈએ છીએ કે
તું કોડી કામની નથી!
એની પીડાને સમજ્યા વગર એને ચૂંથી,પીખી
તણખલાની તોલે ઊડાવી તમે તો મજા જ લીધી!
લાગણીઓને બાજુએ મૂકી એ તો પોતાનું સ્વમાન ગળી ગઈ
તમને દાઈના ઘોડાની જેમ છૂટા રાખવા
તમારે મરઘે સવાર કરતી રહી!
તમારી અવળચંડાઈને નજરઅંદાજ કરતી
તમારા ખૂંદ્યા ખમતી રહી!
તમારે માટે નમાલી
પણ
અમારા માટે તો
એ
પ્રેમાળ, લાગણીસભર, ડાહી, કોઠાસૂઝની તાકાતે ભરપૂરી માવડી …..
જેને અમે
અડીખમ શતરૂપા માનીએ છીએ!
(ઈન્ટર નેટ પરથી પ્રાપ્ત અજ્ઞાત સર્જકની અંગ્રેજી કૃતિનો ભાવાનુવાદ.)
૧/૩/૨૦૧૯
A Woman’s Worth
She gave life. She is a wife.
She is a mother and she is a friend.
She is a sister a survivor to the end.
Appreciate her, we don't dare.
Ask her worries, we don't care.
Wipe away her tears, they are invisible as air.
She works cooks and clean.
She laughs, helps comfort, and hides her pain.
When you struggle she pulls you through
All this is she and what do we do?
Complain and create a mess.
Provide stress and leave her feeling depressed..
Push her away and ignore her advice.
Tell her she is nothing without thinking twice.
She was raped tortured and abused.
Told she was nothing and would always be used just for pleasure forget her pain.
She swallows her pride, put her feelings aside.
Does as you need in order for you to be free.
Ignores your ignorance and tolerates your flaws.
You call her Bitch, Slut, Hoe and Tramp
She answers with pride dignity and a complete loss of self.
You call her nothing.
I call her Strong, Smart, Sensual, Caring, Giving, Surviving, Tolerant and powerful
I call her WOMAN!