Opinion Magazine
Number of visits: 10,410,211
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવિધાન દિવસ : એક દીવાદાંડી  … અને યાત્રા હજુયે ઓર લાંબી   

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 November 2026

સંવિધાન દિવસ સ્વરાજ યાત્રાના ઉજાસમાં આગે કદમનો એક ઇતિહાસપડકાર લઈને આવે છે. એનું યુગ આવાહન સ્વરાજની બાકી બલકે  ચાલુ લડાઈને એક જનલડાઈમાં રૂપાંતરિત કરવાનું છે .  

સંવિધાન દિવસને અનુલક્ષીને લખવાનું વિચારતો હતો એ જ પળોમાં અલબત્ત અમથી અમથી મુખપોથી મૃગયા દરમ્યાન આત્મારામ ડોડિયાની રચના નજરે પડી – ‘મળ્યું માણસ તરીકે માન, સંવિધાનનો જય હો.’ વિનોબાએ પોતાની અનોખી શૈલીમાં જેને ભીમસ્મૃતિ રૂપે નવાજ્યું એ લોકશાહી પ્રજાસત્તાક બંધારણે પાંગરતે સ્વરાજે જે મુદ્દે મોડ બાંધ્યો તે નાતજાતકોમ – ધરમમજહબ – લિંગથી ઉફરાટે માનવ્યની પ્રતિષ્ઠાનો હતો. લાંબી સ્વરાજલડતને અંતે બની આવેલ આ બંધારણે કાંક એવું કીધું જે અશોક અગર અકબર સરખી પ્રતાપી રાજવટ હસ્તક બન્યું ન હતું. સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનાં મૂલ્યોને વરેલી એ એક નવી જ યાત્રા હતી અને છે.

યાત્રાપથ બેશક લાંબો અને કઠિન છે. નેહરુના યાદગાર ઉદ્દગારોમાં “આપણે ચાલીએ તે પહેલાં દોડવાની વાત આ તો છે. “બંધારણ પસાર થવામાં હતું એ અરસામાં આંબેડકરે તે બોલી પણ બતાવ્યું હતું – એક માણસ, એક મતને ધોરણે રાજકીય સમાનતા તો મળી, પણ રસ્તો આર્થિક અને સામાજિક વિષમતાએ કરીને દુર્ગમ હોવાનો છે.1949ના નવેમ્બરની 26મીએ પસાર થયેલું બંધારણ અમલમાં આવ્યું વળતે વર્ષે 26મી જાન્યુઆરીથી : એક આખો ઇતિહાસ પડેલો હતો એની પાછળ; કેમ કે 1929માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે મળેલી કાઁગ્રેસે મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ)નો ઠરાવ પસાર કર્યો એને પગલે 1930ની 26મી જાન્યુઆરીએ દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસ મનાવાયો હતો અને એની સિદ્ધિ અર્થે ગાંધીએ દાંડીયાત્રાનું વિક્રમી આયોજન કર્યું હતું. એ જ ગાળો હતો જ્યારે દેશજનતાએ ભગતસિંહ અને સાથીઓના બલિદાન સાથે નવા સમાજ વાસ્તે  એક કસકનો અનુભવ કીધો હતો. વાંસોવાંસ, વલ્લભભાઈની  અધ્યક્ષતામાં મૂળભૂત અધિકારોનો ઐતિહાસિક ઠરાવ થયો હતો. પાછળ ને  પાછળ પુના કરાર આવ્યો હતો. આ બધાં સ્વરાજસોપાનો હવે પછી આવનાર બંધારણનાં કદ, કાઠી અને કલેવર તેમ કૌવતની પૂંઠે  હતાં.

2015માં હાલની રાજવટે 26મી નવેમ્બરે સંવિધાન દિવસ ઉજવવાનો નિર્ણય લીધો ત્યારે એકંદર સ્વરાજયાત્રાના પ્રેરક અને પાવન સ્મરણે તેમ બાકી કદમના સંકલ્પભાને સહજ રોમહર્ષ કંઈ કેટલા નાગરિકોએ અનુભવ્યો હશે. વળી ઇતિહાસવિવેકની રીતે જોતાં જે પરિબળોએ બહુધા સ્વરાજસંગ્રામથી કિનારો કર્યાની છાપ છે તે સૌ આ નિમિત્તે સત્તાવાર ધોરણે પણ એની જોડે સંકળાય અને ભલે પશ્ચાદવર્તી રીતે પણ સંધાન અનુભવશે એ ખયાલે આનંદ થવો સ્વાભાવિક પણ હતો. આમ જોડાવું દિલ્હીની આજની રાજવટને ક્યારેક પોતે જે પ્રગતિશીલ સ્વરાજકામી બળો સાથે ન હતાં તેને સમજવામાં અને તેની કદર બૂઝવામાં ઉપયોગી થઇ પડે એવો આશાવાદ પણ અસ્થાને ન હતો. ખબર નથી, આટલે વર્ષે પણ એ કેટલું અંતર કાપી શક્યા હશે. બંધારણ ઘડાતું હતું ત્યારે તો તેઓ મનુસ્મૃતિના રોણાં ગાતા હતા. ગાંધીનેહરુપટેલની સ્વરાજ ત્રિપુટીમાંથી એકલા પટેલને લઈને કે કાઁગ્રેસથી છુટા પડેલા સુભાષને લઈને અગર ભગતસિંહનું નામ ઉછાળીને એમણે રોડવ્યું હોય તોપણ પટેલના માટે હિન્દુરાષ્ટ્ર ‘એક પાગલ ખયાલ ‘હતો, સુભાષ મુસ્લિમ લીગ અને આર.એસ.એસ. બેઉને સ્વરાજસંગ્રામની રીતે ગેરલાયક ગણતા હતા. ભગતસિંહ કોમી રાજનીતિથી પરહેજ કરતા હતા. અને એકના એક સાવરકર? એ તો આંદામાન પછી ખાસાં, નાગરિક  વરસ બહાર છતાં લડતમાં ગાયબ હતા.

આજે દેશભરમાં અનેક સરકારી સંસ્થાનો, શિક્ષણસંસ્થાઓ, નાગરિક સંગઠનો સંવિધાન દિવસ મનાવી રહેલ છે. રચનાત્મક કાઁગ્રેસ પણ તે ઉજવી રહ્યાના હેવાલો છે. કાઁગ્રેસ જો બંધારણ ઘડતરમાં અગ્રભૂમિકાનું ગૌરવ લઇ શકે તો, સાથે સાથે, યશોજ્જવલ કામગીરી છતાં એક તબક્કે ખાધેલ ઇતિહાસગોથા વિશે સભાનતા કેળવે અને સ્વરાજની બાકી ને ચાલુ લડાઈમાં સોજ્જો ફાળો આપી શકે તો એથી રૂડું શું. જૂન 2024ની યશસ્વી શક્યતાઓની પડછે તે અપેક્ષિત પણ છે. વિકલ્પે, હાલના સત્તાપક્ષે 25મી જૂનના સંવિધાન હત્યા દિવસનું ઉપાષન કેમ કર્યું હશે? જનતાએ 1977માં ચુકાદો આપી જ દીધો છે. પણ સંવિધાન હત્યા દિવસ સમગ્ર સ્વરાજયાત્રાને ટૂંકનજરી પક્ષીય ધ્રુવીકરણમાં ફેરવી નાખવાનો બેત જણાય છે. રચનાત્મક કાઁગ્રેસ આત્મનિરીક્ષણ પૂર્વક સંવિધાન સન્માન અને સંમાર્જનની દિશામાં આગળ વધે અને સત્તાપક્ષ અઘોષિત કટોકટી બાબતે સજાગ બને એ અત્યંત જરૂરી છે. કાઁગ્રેસને પૂર્વે દંડી ચૂકેલ લોક્મતે હવે દિલ્હીદરબારની ખાતરબરદાસ્ત કરવી રહે છે.

25 નવેમ્બર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

26 November 2026 Vipool Kalyani
←  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
સશસ્ત્ર સંઘર્ષો દરમ્યાન બાળકો અને તરુણોની અભિવ્યક્તિ →

Search by

Opinion

  • સશસ્ત્ર સંઘર્ષો દરમ્યાન બાળકો અને તરુણોની અભિવ્યક્તિ
  •  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
  • નકલી જ એટલું વેચાય છે કે અસલી જડે નહીં …
  • ચલ મન મુંબઈ નગરી—367
  • આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?

Diaspora

  • ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની સ્મૃતિ સાથે ૨૦૨૦ની એક યાદગાર સવારનું સંભારણું
  • ‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Gandhiana

  •  એક તરફ દાંડી કૂચ, બીજી તરફ રથયાત્રા
  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved