Opinion Magazine
Number of visits: 10,398,752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 November 2026

જાણીતા કવિ જવાહર બક્ષીની એક ગઝલના બે શેર જોઈએ :

હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને,

ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,

હું ઢોલ છું, પીટો મને, કૈં પણ થતું નથી.

આ બંને શેર આજના માણસને બરાબર લાગુ પડે એમ છે. કોઈ પણ વ્યક્તિ ‘હું’ તો હોય જ છે. એટલે આખી ગઝલ ‘હું’ને તો લાગુ પડે જ છે, તે સાથે જ તે તમામ ‘હું’ને પણ લાગુ પડે છે. આપણે બધાં જ નગરના ઢોલ જેવા છીએ, એટલે કોઈ પણ આવીને દાંડી પીટી શકે. તે એટલે કે તે અંદરથી ખાલી છે ને ખાલીપણું આમ પણ કોઈ કામનું નથી, તો છો ને તે પીટાતું રહેતું. એટલું તો કામ લાગે છે ને !

બીજા શેરમાં ગઝલકાર કહે છે કે ઢોલ છું તો પીટાવાથી લોકોનું ધ્યાન ખેંચાશે ને એ રીતે કોઈ શહેનશાહના ફરમાન માટે કામ આવશે. એ ખરું, પણ શહેનશાહ કેવો? તો કે, નામર્દ ! એવા શહેનશાહને ઢોલનું ખાલીપણું કામ આવે તો પણ અર્થ નથી. વારુ, ઢોલ તરીકે પોતે તો બીજા કોઈને કામમાં આવે એમ નથી, તો છો પીટાતો ! આમ પણ  કોઈ ગમે એટલું પીટે, ઢોલને કંઇ થતું નથી.

આપણે પણ ઢોલ જેવા જ થઈ ગયા છીએ ! અત્યારે ‘નામર્દ શહેનશાહ’નો જ અનુભવ કરી રહ્યા છીએ. રોજ જ ઢોલની જેમ પીટાઈએ છીએ ને કોઈ પણ જતાં-આવતાં પીટી શકે છે. આપણે આ ઢોલ જેવા થઈ ગયા છીએ. બારણે આવતા ફેરિયાઓથી માંડીને સર્વોચ્ચ સત્તાધીશ સુધીનાં અનેક, આપણને પીટે છે ને આપણને કંઇ થતું નથી. આ એવો ઢોલ છે, જે આપણા જ ચામડાથી બંધાયો છે ને આપણા દ્વારા જ પીટાય છે. મજા જુઓ કે આપણને કંઇ થતું નથી. આપણને બહુ પૈસા મળ્યા છે એટલે કંઇ બોલતા નથી કે ખુશામતખોરીમાં પડી ગયા છીએ, એટલે ચૂપ છીએ તે નથી સમજાતું. છાપાં વારંવાર એક વાત જાહેર કરે છે કે ભાવ વધારાને લીધે ગૃહિણીનું બજેટ ખોરવાયું, પણ એ વાત ગૃહિણીઓ બોલે છે?

દૂધ જેવી અનિવાર્ય કોથળી છ છ મહિને મોંઘી થતી રહે ને આપણે નીચી ડોકે એ વધારો વર્ષોથી વેઠતાં રહીએ એ બરાબર છે ? આમ જ ભાવ વધારા વેઠતા રહીશું તો અમૂલ છ છ મહિનાને બદલે દર મહિને દૂધ મોંઘું કરતું જશે. ‘અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા’નો બકવાસ કરીને આ કંપનીએ એવી સ્થિતિ ઊભી કરી છે કે અમૂલ વગર આપણને ચાલે જ નહીં. એનો અમૂલ પૂરી બેશરમીથી લાભ પણ ઉઠાવે છે. અમૂલ મફતમાં દૂધ પૂરું પાડતું હોય તેમ આપણે તેની સામે ગરદન ઝુકાવીને વધારો ખમી ખાઈએ છીએ. આવી ઝૂકેલી ગરદન જોઈને જ અમૂલનાં મોંમાં પાણી છૂટે છે. ઘાસચારો, પેકિંગ, પરિવહન ઉપરાંત, પશુ આહાર મોંઘો થયો છે કે દૂધ ઉત્પાદકોને વધુ રકમ મળે છે એ બહાને આપણું શોષણ થતું રહે છે. બાકી, હોય તેમ અમૂલ ભાવ વધારે એટલે સુમૂલ પણ વધારે, જોડિયાં ને જાડિયાં સંતાનોની જેમ ! સુરતના 85 લાખ લોકોને આ વધારો નડવાનો છે, પણ 85 લોકોના વિરોધનો સૂર પણ સંભળાતો નથી, કેમ જાણે વધારો ઓછો લાગતો હોય તેમ બધાં જ બીજા વધારા માટે તૈયાર છે.

સુરતના કાન સુમૂલ સાથે જોડાયેલાં છે, એટલે સુમૂલનો વધારો તેને નડે છે. સુમૂલે પણ અમૂલની સમાંતરે દૂધમાં પ્રતિ લિટર 1 થી 6 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. મે મહિના પછી નવેમ્બરમાં આ બીજો વધારો છે. સુમૂલનો વધારો તો ગઈ કાલ બપોરથી જ લાગુ થયો છે. દૂધને પગલે પગલે દહીં કિલોએ પાંચ રૂપિયા ને રોઝ લસ્સી 2 રૂપિયા મોંઘાં થયાં છે. છાશમાં ભાવ વધારો ના કર્યો, તો લાગ્યું કે ચાલો, એટલી રાહત થઈ, પણ સાથે જ ખબર પડી કે છાશની માત્રા ઘટી ગઈ છે. 20 રૂપિયાના પાઉચમાં 30 એમ.એલ. અને દસના પાઉચમાં 20 એમ.એલ.નો ઘટાડો થયો છે. બને કે આ રીતે છાશની માત્રા ઘટતી જશે તો 20 રૂપિયામાં ખાલી પાઉચ જ હાથમાં આવશે. કોઈ ખંધો વેપારી પણ ના કરે એવી રમત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને કરીને ગ્રાહકોને છેતર્યા છે.

વેલ, દૂધના ભાવ વધે તો દૂધના જ નથી વધતા, તેની સાથે સંબંધિત તમામ ઉત્પાદનોનાં પણ વધે છે. હવે મીઠાઈના, ચોકલેટના, ચાના ભાવો પણ વધવા માટે થનગની રહ્યા હોય છે. ભેંશનું દૂધ 78થી 6 વધીને 84 પ્રતિ લિટર થયું. મોટે ભાગે ભેંશનું દૂધ વપરાશમાં લેવાતું હોવાથી એમાં જ મહત્તમ 6 રૂપિયા પ્રતિ લિટર વધ્યા. એની આડ અસર એવી પણ થશે કે ડેરીઓ ને ફેરિયાઓ પણ દૂધ મોંઘું કરશે.

દુ:ખ એ વાતનું પણ છે કે છાપાં ‘પરિવારોને મોટો ફટકો’, ‘મોંઘવારીનો વધુ એક માર’ જેવું કહે છે, પણ તેની સામે ભાગ્યે જ કંઇ બોલે છે. મીડિયા પોતે ભાવ વધારાથી રાજી હોય તેમ ભારે ઉત્સાહથી પ્રચાર કરતું હોય છે. ભાવ વધારો બપોરે જ થયો હોય તેમ તરત લાગુ પડી જાય છે. તે એટલે કે તરત જ નફો શરૂ થઈ જાય. દલાલી કરતા હોય તેમ છાપાં બોલતાં રહે છે કે અમુકતમુક કારણે ભાવ વધ્યા છે. માની લઈએ કે એમ હશે, પણ છ મહિનામાં બે વખત ભાવ વધે તે હિસાબે પરિવહન કે પશુ આહારમાં વધારો થાય છે? દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે એટલે દૂધ મોંઘું થાય છે, તો દૂધ ઉત્પાદકોને પૂછવું જોઈએ કે તેમને પણ બે વખત પોષણક્ષમ ભાવો મળ્યા છે?

સવારે જૂના ભાવે દૂધ વેચાય ને બપોરે એ જ દૂધ નવા ભાવે વેચાય એ માનસિકતા ખંધા વેપારીની જ હોઈ શકે. તેમાં અમૂલનો  ઉમેરો થાય તે આઘાતજનક છે. એ વધારો બીજા માટે થયો હોય, તેમ આપણે સાક્ષીભાવે બધું જોઈ રહીએ છીએ. લગભગ 12.50 લાખ લિટર દૂધ સુરત અને દક્ષિણ ગુજરાત ખરીદતું હોય તો સવારે 78ના ભાવે મળતાં એ જ દૂધનાં બપોરે 84 રૂપિયા લેવાય તો લિટરે સીધો 6નો નફો થાય. હવે 12.50 લાખ લિટર દૂધ વપરાતું હોય તો નફો કેટલો થાય તે કહેવાની જરૂર નથી. એ ખરું કે દૂધની અન્ય કોથળીઓમાં આટલો નફો નથી થતો, પણ નફો થતો જ નથી એવું નથી.

અમૂલ, સુમૂલના આ ભાવ વધારા પછી, ફરી નજીકમાં જ ભાવ વધે તો પણ આપણને ફરક પડતો નથી, તો સવાલ થાય કે આપણે ક્યાં સુધી આમ ચાલવા દેવાનું છે? પ્રજા તરીકે આપણે સાવ નિર્માલ્ય થઇ ગયા હોઈએ તો જ આવા ભાવ વધારા માથે પડે. કોણ જાણે કેમ પણ વિરોધની ધોરી નસ જ કાપી નાખી હોય તેમ આપણે જીવીએ છીએ. વાંધો ઉઠાવવાનો હોય ત્યાં ખુશામત થતી દેખાય છે.

એક વાર પણ એક બે દિવસ માટે અમૂલનો બહિષ્કાર થાય તો જરૂર ફેર પડે. સુમૂલનું દૂધ વેચાય જ નહીં તો શું કરશે આખી ડેરી? આપણે ગમે ત્યાંથી દૂધ ખરીદવું, પણ અમૂલ/સુમૂલનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ તો ભાવ વધારાની જેમ જ ભાવ ઘટાડવાની ફરજ ફેડરેશનને પડે. અમૂલ/સુમૂલ ડેરીઓ ન હતી તો આપણે દૂધ વગર રહ્યા નથી. એકબે દિવસ પણ આ બંને ડેરીઓ પાસેથી દૂધ નહીં લેવાય તો આ ડેરીઓ કુરનીશ બજાવતી પાછી આવશે. પણ, વિરોધ કરવાની વૃત્તિ જ આપણામાં રહી નથી. આપણને કંઇ થતું જ નથી. કોઈ ગમે એટલું પીટી જાય આપણને કોઈ ફેર પડતો નથી. ઢોલનું એટલું તો ખરું કે પીટાય તો અવાજ કરે. આપણો તો અવાજ જ નથી.

ગમ્મત તો જુઓ કે આ બધાંમાં સરકારને નહાવા નીચોવવાનો સંબંધ ન હોય એમ ચૂપ છે. સારું છે ને, પ્રજા નવરી ધૂપ, તો સરકાર પણ ચૂપ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 નવેમ્બર 2026

Loading

20 November 2026 Vipool Kalyani
← ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 
ચલ મન મુંબઈ નગરી—367 →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—367
  • ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 
  • બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !
  • બંધ મકાન
  • ૧૯૫૦ થી ૧૯૬૫ સુધીના વર્ષમાં જન્મેલાની આત્મકથા

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved