Opinion Magazine
Number of visits: 10,274,757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીવાદાંડી સમા પ્રકાશભાઈ ન. શાહ અને અગ્નિશીખા સમાં કર્મશીલ મીનાક્ષીબહેન જોશીની અટકાયત 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|11 October 2026

ગુજરાતના અનેક લોકશાહી-ચાહકોની જેમ આખો દિવસ ઉકળી રહેલા મારા પણ લોહીમાં, અત્યારે દિવસના છેડે તેનો સહુથી વધુ ઉકળાટ છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટેના વિરોધ પ્રદર્શનમાં તાનાશાહી સરકારે પ્રકાશભાઈ ન. શાહ અને મીનાક્ષીબહેન જોશીની આજે સાંજે અમદાવાદમાં એમ.જે. લાઈબ્રેરી પાસેના વિસ્તારમાંથી અટકાયત કરી. તેમની સાથે બીજા ત્રીસેક નાગરિકોની પણ અટકાયત કરી. મોડી સાંજે તેમને મુક્ત કરવામાં આવ્યાં.

કોમવાદના રાજકારણમાં વિવેકભ્રષ્ટ બનેલી સરકાર ! તમને ખબર છે કે તમે કોની અટકાયત કરી છે ? ગુજરાતમાં તમામ પ્રકારની સેક્યુલર, પ્રગતિશીલ, આધિકારકેન્દ્રી હિલચલો, ચળવળો અને આંદોલનો માટે પ્રકાશભાઈ શાહ એક દીવાદાંડી છે. એના પ્રકાશને, સરકાર ! તમે આજે વધારે દેદિપ્યમાન બનાવ્યો છે. 

પ્રકાશભાઈ એટલે અરધી સદીથી અનેક કર્મશીલો માટેનું પૂછવાઠેકાણું, અસામાન્ય વાચક, વિદ્યાચતુર, witty in the best sense of the term, ઉદારમતવાદી-મુક્ત-વિરોધદર્શી અભિવ્યક્તિનું માધ્યમ. 

ઇન્દિરા ગાંધીએ 1975માં લાદેલી કટોકટી વખતે પણ પ્રકાશભાઈએ લાંબો જેલવાસ ભોગવ્યો હતો. હવે ઘણી બાબતોમાં અઘોષિત કટોકટી સર્જનારી અત્યારની જુલમી સરકારે 87 વર્ષના પ્રકાશભાઈને અટકાયતમાં લીધા હતા. લોકશાહી માટેની લડતનું કેવું સાતત્ય ! 

સરકાર ! જાહેર જીવન માટેના જ્ઞાનપ્રકાશના સ્રોતને તમે સત્તા થકી અવરોધવાનો તમે આજે હિચકારો પ્રયાસ કર્યો છે. અમારા ઘણાંનાં જીવનમાં અસાધારણ આદરનું સ્થાન ધરાવનારા, અમને હૂંફ આપનારા અમારા વડીલને તમે રંજાડ્યા છે. ये हमेशा याद रखा जाएगा !

જાહેરજીવનની ચપટીક સમજ અને તેનાં મૂલ્યો માટેની થોડીક નિસબત જે અનેક લોકોમાં પ્રકાશભાઈને કારણે આવી છે તેમાંનો હું એક અકર્મણ્ય આસામી છું. અનેક બાબતો એવી છે કે જેમાં પ્રકાશભાઈ પિતૃતુલ્ય છે. वैचारिक रिश्ते में तो वो हमारे बाप लगते है । पांव छूते है हम ऊनके । 

આઝાદીની શહીદ-ત્રિપુટીના વારસદાર મીનાક્ષીબહેન જેવાં મહિલા કર્મશીલો જૂજ છે. લોકશાહી, સમાનતાવાદી-અધિકારયુક્ત સમાજ માટે પોતાની જિંદગી ખરચી રહ્યાં છે. ઊંચા હોદ્દા પરની નોકરીમાં હતાં ત્યારે પણ સમાજ માટે અરધો પગાર આપી દેતાં, જાહેરજીવનને લગતાં સાહિત્યના અઠંગ વાચક, બળુકું લખનારા, માધ્યમોની ઊંચી સમજ ધરાવતાં, અતિશય સ્ટૅમિના ધરાવતાં, નોકરીના કામે અને લોકાઅંદોલનો માટે ગુજરાત ખૂંદી વળનારાં, સ્વાસ્થ્યના ભોગે પણ સરકાર સામે ઝૂઝતાં રહેનારાં, ડાબેરી પક્ષ સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઇન્ડિયાના ઉમેદવાર તરીકે એલિસબ્રિજ મતવિસ્તારમાંથી 2024ની લોકસભાની ચૂંટણી લડનારાં, મારી વિનંતીને પોતાની ફરજ સમજીને મારી આપત્તિમાં આવેલી મારી વિદ્યાર્થિનીઓની મદદે આવનારાં મીનાક્ષીબહેન !

નીતિનાશને માર્ગે ચાલી રહેલી સરકારને ભર્તૃહરિનું नीतिशतक યાદ કરાવવું રહ્યું : विवेकभ्रष्टानाम् भवति विनिपात: शतमुख: – ભ્રષ્ટ થઈ મતિ જેનો, તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો (‘ધૂમકેતુ’)

શતમુખ વિનિપાતને માર્ગે આગળ વધી રહેલી સરકાર તમને ધિક્કાર છે !

લોકમાન્ય ટિળક યાદ આવે છે. તેમના મરાઠી વર્તમાનપત્ર केसरी તેમણે 6 જુલાઈ 1887ના દિવસે તેમણે અંગ્રેજ સરકારની દમનશાહીના વિરોધમાં જહાલ તંત્રીલેખ લખ્યો હતો. તેનું મથાળું હતું : या सरकारचे डोके ठिकाणावर आहे काय ? – આ સરકારનું મગજ ઠેકાણે છે ખરું ? 

પ્રકાશભાઈ અને મીનાક્ષીબહેન તમને સો સો સલામું !

ઇન્કિલાબ ઝિંદાબાદ ! 

જય હિન્દ ! 

——————-

ફોટો સૌજન્ય : જિગર ભટ્ટ
10 ઑક્ટોબર 2026

નીતિનાશને માર્ગે ચાલી રહેલી સરકારને ભવભૂતિનું नीतिशतक યાદ કરાવવું રહ્યું : विवेकभ्रष्टानाम् भवति विनिपात: शतमुख: – ભ્રષ્ટ થઈ મતિ જેનો, તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો (‘ધૂમકેતુ’ )

 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

11 October 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—361
આંદોલનનું અમૃતમંથનઃ મંથન લોકોનું, અમૃત સત્તાનું, જવાબદારી કોની? →

Search by

Opinion

  • કેલેન્ડર 
  • નેહરુનું ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ હવે પૂર્ણ સ્વરૂપે
  • – એ શબ પરના શણગાર જેવું જ છે…
  • યથાશક્તિ રસપાન કરાવ્યું 
  • આંદોલનનું અમૃતમંથનઃ મંથન લોકોનું, અમૃત સત્તાનું, જવાબદારી કોની?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved