Opinion Magazine
Number of visits: 10,222,974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખટારાવાળો 

સુરેશ જાની|Opinion - Opinion|28 September 2026

24 વર્ષનો મેકલિન નોર્થ કેરોલિનાથી પોતાના એક માત્ર ખટારામાં માલ ભરીને ન્યુજર્સીના બંદરે લાવ્યો હતો. બે વર્ષ પહેલાં એક નાના ગામમાં તે ગેસ સ્ટેશન ચલાવતો હતો અને એમાંથી માંડ પેટિયું  રળતો હતો. પણ એક ખટારાવાળા સાથે વાત કરતાં તેને ખબર પડી કે, ખટારાની એક જ સફરમાં તેનો માલિક પાંચ ડોલરની મબલખ કમાણી પાડતો હતો! તેણે પણ એક ખટારો ખરીદ્યો અને ધમધોકાર કમાવા માંડ્યો.

1937ના તે સદ્દભાગી દિવસે તેણે ન્યુજર્સીના બન્દર પર જોયું કે, સેંકડો મજૂરો સ્ટીમરમાંથી માલ કાઢીને ખટારાઓમાં ભરતા હતા; અથવા બન્દર પરથી સ્ટીમરમાં ચઢાવતા હતા. તપાસ કરતાં તેને ખબર પડી કે, એક સ્ટીમર ભરતાં કે ખાલી કરતાં એક કે બે અઠવાડિયાં વીતી જતા હતા. આટલા બધા માણસોની મજૂરીનો ખર્ચ કેટલો બધો થાય? એના વેપારી મગજમાં આ ખર્ચો અને સમયની બરબાદીના હિસાબ મંડાવા માંડ્યા. આખો ને આખો ખટારો જ સ્ટીમર પર કેમ ન ચઢાવી દેવાય? સામા બન્દર પર એ ખટારો જ સીધો નીચે ઉતારી દેવાનો! 

એ વિચાર ગુબ્બારાને
વાદળમાંથી જમીન પર વરસતાં
વીસ વરસ વીતી જવાનાં હતાં!

તેની સખત મહેનતના કારણે 1945ની સાલમાં તેની પાસે 162 ખટારા હતા. બીજું વિશ્વયુદ્ધ પત્યા બાદ સૈનિકોને લોન મળતી હતી અને અમુક સૈનિકો ખટારા ખરીદીને રળતા હતા, મેલકોમે તેમને કોન્ટ્રાકટ આપવા માંડ્યા અને પોતે કશું કર્યા વગર આડતની કમાણી રળતો થઈ ગયો. 1949માં તો તેની પાસે 600 ખટારાઓનો કાફલો હતો. 1954માં તેની કંપની આખા અમેરિકામાં આઠમા નંબરની બની ગઈ. તેની મહત્ત્વાકાંક્ષાએ ફરી એક છલાંગ ભરી – તેને શિપીંગના ધંધામાં ઝૂકાવવા મન થયું. 

ઓલ્યા ગુબ્બારાને ધરતી પર લાવવા કાજે જ તો!

1955માં તેણે એક ઓઇલ ટૅન્કર જહાજ ખરીદ્યું. માલસામાન ભરવાના મોટા કન્ટેનર પણ બનાવ્યા. ટૅન્કરની ઉપર સ્ટીલના ગર્ડર અને પ્લેટો મૂકીને એ કન્ટેનરો મુકવાની શરૂઆત કરી. ક્રેન વડે આખા કન્ટેનર જહાજ પર ચઢવા દેવાના. એક ક્રેનથી તેણે આ પ્રયોગ સફળતાથી કર્યો. આ જહાજે 58 કન્ટેનર સાથે ન્યુયોર્ક થી હ્યુસ્ટન જવાની પહેલી સફર શરૂ કરી!

પણ આમ મોટા પાયે કરવા તેની પાસે શિપિંગ કમ્પની હોવી જોઈએ. ખોટમાં ચાલતી વૉટરમેન શિપિંગ કમ્પની સવા બે કરોડ ડોલરમાં ખરીદવા તેણે સીટી બેન્કમાં અરજી કરી. વોલ્ટર રિસ્ટન નામના સ્થાનિક ઓફીસરે તેની અરજી પસાર કરવા આગળ મોકલી. આટલી મોટી લોન એક ખટારાની કમ્પનીવાળાને આપવા બહુ કમને તેના ડિરેકટરો તૈયાર થયા. એ સાથે આધુનિક કન્ટેનર શિપિંગના યુગની શરૂઆત થઈ ગઈ. પાછળથી વોલ્ટર રિસ્ટન પણ બેન્કિંગ ક્ષેત્રમાં બહુ મોટી હસ્તી તરીકે નામ કમાયો.

માલ્કમે ધાર્યું હોત કન્ટેનર માટેની પેટન્ટ મેળવી એનો ઉત્પાદક બની શક્યો હોત. પણ તે માનતો હતો કે આ વિચારનો લાભ સૌને મળવો જોઈએ. આવા જહાજો માટે જરૂરી બન્દરો તો હતાં જ નહીં. આથી શરૂઆતમાં તેને બહુ મુશ્કેલીઓ પડી. પણ 1965ના અરસામાં ન્યુયોર્ક ખાતેના બંદરો અંગેના  સત્તાવાળાઓએ 33 કરોડ ડોલરના ખર્ચે ઇલિઝાબેથ, ન્યુજર્સી ખાતે પહેલું કન્ટેનર બન્દર બનાવવાનું નક્કી કર્યું.

પછી માલ્કમને ઘણી સફળતા મળી. પણ સમો બદલાયો અને અને તેને કમ્પની વેચી કાઢવી પડી, જે આજે MERSK નામથી બહુ જાણીતી છે. 1978માં MERSK કમ્પનીએ 2,000 મોટા કન્ટેનર સમાવી શકે તેવાં 12 જહાજ બનાવવા માટે 1.2 million dollarની લોન મેળવી!

કન્ટેનર બંદરો બનાવવાની પણ આખા વિશ્વમાં હોડ જામી ગઈ. માલની વૈશ્વિક આયાત નિકાસ અત્યંત ઝડપી અને બહુ ઓછા ખર્ચ વાળી બની ગઈ. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક જબરદસ્ત પદ્ધતિનો જન્મ થયો. એક અંદાજ અનુસાર આ વ્યવસ્થાના સબબે શીપીંગ ખર્ચમાં 80 %નો ઘટાડો થયો છે, અને વિશ્વભરની પ્રજાને વિવિધ ચીજો ઘણા ઓછા દરે સુલભ્ય બની છે.

સન્દર્ભ –

https://en.wikipedia.org/wiki/Malcom_McLean
https://americanbusinesshistory.org/malcolm-mclean-unsung-innovator-who-changed-the-world/
https://youtu.be/Ua2ZCnl3JDc?is=m1P-e9P3lfHZ6UHA
e.mail : surpad2017@gmail.com

Loading

28 September 2026 Vipool Kalyani
← ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી … →

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved