પહાડ કોરી એક પથ્થર આપ તું,
પૂજવાને એક ઈશ્વર આપ તું.
ક્યારનો વીંઝ્યા કરું તલવાર હું,
પાળિયો છું તેગ ટક્કર આપ તું.
હું ધરાશાયી થયેલો શબ્દ છું,
મૌનનું નિર્વિંધ વજ્જર આપ તું.
હાથથી છટકી ગયો છું હું, સબબ
તારણો બેપાંચ નક્કર આપ તું.
હું ઉથાપનમાં કહું છું આટલું,
સ્થાપનાનો કોઈ વક્કર આપ તું.
15.5.26
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

