Opinion Magazine
Number of visits: 9728786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ” – સારસંક્ષેપ 

સુમન શાહ|Opinion - Literature|10 August 2022

વિશ્વની ૧૦ કે ૫ સર્વથા ઉત્તમ નવલકથાઓમાં “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ને કદીપણ ભૂલી શકાશે નહીં.

એના જગવિખ્યાત લેખકનું નામ છે, ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, ૧૯૨૭-૨૦૧૪.

સ્પૅનિશમાં લખાયેલી આ નવલનું ૧૯૬૭માં બુએનો ઍરિસથી પહેલવહેલું પ્રકાશન થયું ત્યારથી અને ૧૯૭૦માં થયેલા અંગ્રેજી અનુવાદ પછી દુનિયાની ૪૯ ભાષાઓમાં એના અનુવાદ થયા છે, ૫૦ મિલિયન નકલો વેચાઈ છે. એના મહિમાની વાતો અપાર છે, હાલ અટકું.

મને ગમતી થોડીક નવલોમાં આ નવલ અગ્ર સ્થાને છે. એ વિશે મેં એકથી વધારે વાર વ્યાખ્યાન કર્યાં છે. મને થયું કે ગુજરાતીમાં એનો અનુવાદ કરવો જોઈએ, પણ પરમિશનના કેટલાક પ્રશ્નો અતિ કઠિન હોય છે. એટલે, મન મનાવ્યું કે કંઇ નહીં તો, ભાવાનુવાદની રીતેભાતે અને ક્યારેક કિંચિત્ ટિપ્પણી સાથે, સાર તો આપું.

દરેક પ્રકરણનો સાર આપીશ પણ એક એક કરીને. નથી કહી શકતો કે કેટલી નિયમિતતા જાળવી શકીશ, પણ પ્રયન્ત જરૂર કરીશ.

સૌ મિત્રોને જોડાવા નિમન્ત્રણ છે. આ નવલ વાંચવી માણવી અને એમ એની સાથે જોડાવું એ જીવનનો લ્હાવો છે …

પ્રકરણ : ૧ :

એ સમયે માકોન્ડો ૨૦ ઘરનું ગામ હતું. કાચી ઇંટોનાં ઘર. માકોન્ડોની દુનિયા નવી છે, કેટલીયે વસ્તુઓ હજી નામ વિનાની છે.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા માકોન્ડોની મળી આવ્યું એ વરસોને યાદ કરી રહ્યો છે. ત્યારે આ એકલાઅટૂલા સ્વપ્નિલ ગામમાં જિપ્સીઓ આવતા અને  જાતભાતની ટૅક્નોલૉજિકલ માર્વેલ્સ લઇ આવતા. એ બધું એને યાદ આવે છે.

બ્વેન્દ્યા પરિવારની એકથી વધુ પેઢીઓની આ કથા ફ્લૅશબૅકથી શરૂ થાય છે.

મેલ્કીઆદિસ જિપ્સીઓનો મુખિયા છે. હોસે આર્કાદિયો બ્વેન્દ્યા માકોન્ડોનો સ્થાપક છે. એની જિજ્ઞાસાવૃત્તિને પહેલેથી ધરવ નહીં તે મેલ્કીઆદિસે આપેલાં જાદુઇ ઉપકરણોનું એને વળગણ થઇ ગયું છે. મેલ્કીઆદિસની પ્રેરણાથી, કહો કે ચડવણીથી, કર્નલ વિજ્ઞાનનાં અધ્યયન શરૂ કરે છે અને એમાં ઊંડો ઊતરતો જાય છે. એટલે લગી કે એની સાવ વ્યવહારુ પત્ની ઉર્સુલા ઇગોરાન હેરાન થઇ જાય છે. આમેય ઉર્સુલા સાવ વ્યવહારુ બાઈ હતી.

હોસે બીજી ધાતુઓમાંથી સોનું બનાવી લેવાય એવો એક કીમિયો શોધી કાઢે છે – વૈજ્ઞાનિક ભાસે એવો નુસખો. જ્ઞાનપિપાસુ અધ્યયનરત હોસેને પ્રગતિનું ઘૅલું લાગે છે અને બને છે એવું કે એ બહુ જલ્દીથી એકાન્તમાં ધકેલાઇ જાય છે – જ્ઞાનની શોધમાં ખોવાયેલો – અન્ય મનુષ્યોથી દૂર …

પણ એ માત્ર એકાન્વાસી વિજ્ઞાની નથી. ઊલટું, એ એક નેતા છે. બહારની દુનિયાના સમ્પર્ક વિહોણી સૂમસામ જગ્યાએ ગામ રચાય એ માટે એણે ઘણી કાળજી કરી છે, ઘણો શ્રમ કર્યો છે. એટલે તો માકોન્ડો યુવાનોથી હર્યુભર્યું એક સરસ રમણીય ગામ બની આવ્યું છે. અરે, માકોન્ડોમાં હજી કોઇ મર્યું નથી !

જ્ઞાન અને પ્રગતિની ધૂનને કારણે હોસેને થાય છે કે માકોન્ડોને બહારની દુનિયા સાથે, સભ્ય સમાજ સાથે, જોડું. ઉત્તર દિશામાં એ એક અભિયાન શરૂ કરે છે. કેમ કે એને ખબર હતી કે પશ્ચિમમાં અને દક્ષિણમાં કળણ જ કળણ છે અને પૂર્વમાં પહાડો છે. પણ પછી માંડી વાળે છે. કેમ કે એણે જોયું કે માકોન્ડો પાણીથી ઘેરાયેલું છે અને બાકીની દુનિયા માટે મુશ્કેલ છે. પત્ની ઉર્સુલાએ એને રોકેલો પણ ખરો.

છેવટે હોસે નિર્ણય કરે છે કે બધું ધ્યાન સન્તાનોમાં આપવું. એક દીકરો છે, ઔરેલિયાનો – જે પાછળથી કર્નલ હોસે ઔરેલિયાનો બ્વેન્દ્યા નામે ઓળખાય છે. એ બાળક હતો તોપણ ભેદી અને અતડો દેખાતો’તો.

જિપ્સીઓ પાછા આવે છે ને સૌને જણાવે છે કે મેલ્કીઆદિસનું અવસાન થયું છે. બીજો દીકરો છે, જહોસે આર્કાદિયો – બાપ જેવો જ સમર્થ. સમાચાર સાંભળી હોસે દુ:ખી થાય છે પણ નવતાઓને વિશેનું એનું કુતૂહલ એ-નું-એ રહે છે.

જિપ્સીઓ જ્યારે એને બરફ બતાવે છે ત્યારે એ બોલી ઊઠે છે કે બરફ દુનિયાની મહાનતમ શોધ છે !

(હવે પછી, પ્રકરણ : ૨)
(August 11, 2022 : USA)
Pic Courtesy : Behance
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

11 August 2022 Vipool Kalyani
← સી.બી.આઈ. કેવી રીતે ગાયબ થઇ ગઈ અને ઈ.ડી. આવી ગઈ
રેશમ ગાંઠ →

Search by

Opinion

  •  ભારત પોતે જ નિશાના પર હોય, ત્યારે તટસ્થતા નિષ્ક્રિયતા લાગી શકે છે 
  • ચલ મન મુંબઈ નગરી—333
  • ચકલી આવી
  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved