Opinion Magazine
Number of visits: 9766828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરુણા

પ્રોફેસર ફારૂક ઘાંચી|Opinion - Opinion|7 July 2020

કોવિડ 19 એટલો ઝડપથી પ્રસર્યો કે જાણે સમગ્ર દેશ (યુનાઈટેડ કિંગ્ડમ) એકદમ જ જાણે એના સકંજામાં આવી ગયો. હજુ તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ 11 March 2020ના રોજ જાહેરાત કરી જ હતી કે કોવિડ 19 વિશ્વવ્યાપી બીમારી – pandemic – છે એને માંડ એક અઠવાડિયું થયું હશે, અને યુનાઇટેડ કિંગ્ડમમાં એનો ફેલાવો દેખાવા માંડ્યો હતો. અગાઉ ઈટલી તો એમાં સપડાઈ ચૂક્યું હતું જ. ઇટાલિયન ડૉક્ટર્સની ચેતવણીઓ યુ.કે. પહોંચી ચૂકી હતી. બ્રિટિશ સરકાર, NHS અને પબ્લિક હેલ્થના મોવડીઓ આ મહામારી સામે પહોંચી વળવા શક્યતમ પગલાંઓ લેવાની ગોઠવણમાં લાગેલાં – એમાં જ જાહેર તાળાબંધી(lockdown)નો નિર્ણય લેવાયો હતો.

એની સાથેસાથે અગ્રણી ડોક્ટર્સ – વિશેષજ્ઞો પોતપોતાનાં ક્ષેત્રમાં દરદીઓનાં સ્વાસ્થ્ય જાળવવા શું વ્યવસ્થા રાખવી એ નક્કી કરી રહ્યાં હતાં. એક વાત સ્પષ્ટ હતી કે જેમ બને એમ સૌથી વધુ વ્યક્તિઓને કોરોનાનો ચેપ ના લાગે એ પ્રાથમિકતા હતી. પરિણામસ્વરૂપ ક્રમશઃ તાત્કાલિક જરૂરી (emergency) અને અનિવાર્ય હોય તેવા રોગ સિવાયના ઓપેરશન મુલતવી કરવામાં આવ્યાં. એ પછી રાબેતા મુજબની રૂબરૂ ક્લિનિકલ તપાસ પણ મુલતવી કરાઈ પરંતુ એની અવેજીમાં ફોન અથવા વીડિયો કન્સલ્ટેશનનાં પર્યાય ઊભાં કરવામાં આવ્યાં કે જેથી દરદીઓને જરૂરી તબીબી સહાય અને સહારો મળી રહે અને જ્યાં જરૂરી હોય ત્યાં રૂબરૂ મુલાકત / તપાસ ગોઠવી શકાય. આ સાથે સાથે બધી NHS હોસ્પિટલ કોવિડથી ગંભીર બિમારોની સારસંભાળ માટે તૈયાર કરવામાં આવી, જ્યાં વોર્ડ અને ઇન્ટેસિવ કેર યુનિટ્સની ખાસ સગવડો વધારવામાં આવી અને જરૂર પહોંચી વળવા નર્સીસ ડોક્ટર્સની જરૂરિયાત પ્રમાણે ફરજોની ફેરબદલી (redeployment) કરવામાં આવી.

છેલ્લાં ત્રણ મહિનાથી મોટા ભાગના ડોક્ટર્સ ટેલિફોન કે વીડિયો કન્સલ્ટેશનમાં વ્યસ્ત રહ્યા છે :   સાંપ્રત સંજોગોએ સૌને નવું શીખવા, નવી ગોઠવણો કરવાં પ્રેર્યા છે અને આ એનું જીવંત ઉદાહરણ છે. સામાન્યતઃ એ અવલોકન રહ્યું છે કે મુસીબતનો સમય પછી માણસમાં યા તો ઉમદા વ્યક્તિત્વ ઉભરે છે, યા સૌથી ખરાબ. માણસ યા તૂટી જાય છે, યા મજબૂત થઇ ઉભરે છે. આ ત્રણ મહિના દરમિયાન મારાં ઘણાં દરદીઓ સાથે ફોન કન્સલ્ટેશનનો અનુભવ થયો છે. સન્મુખ ન હોવાં છતાં એમનાં અવાજમાંનાં ભાવ અનુભવી શકાયાં છે. સુખદ આશ્ચર્ય એ સતત રહે છે કે સામાન્યતઃ દરદીઓ સકારત્મક (positive) વલણ ધરાવતા લાગ્યા – આશાસ્પદ, સમજુ, સાંપ્રત પરિસ્થિતિથી વાકેફ અને સ્વીકારતાં. ફોન ના બીજે છેડેથી મેં એમનો આદર – વ્યક્તિગત અને NHSના પ્રતિનિધિ તરીકે ભરપૂર અનુભવ્યો છે. મારા સહકાર્યકરોનો પણ આ જ અનુભવ છે.

હૃદયને પીગળાવતી ઘણી ઘટનાઓ જોઈએ છીએ, એવી વાતો પણ સાંભળી છે – આપ સૌ વાંચકોએ પણ એવું અનુભવ્યું હશે. મારા માટે સૌથી રોચક, હૈયું સ્રવે એવી કોઈ બાબત હોય તો ટેલિફોન કન્સલ્ટેશન પૂરું થવામાં હોય, ત્યારે સામે છેડેથી દરદી પૃચ્છા કરે – “ડોક્ટર, તમે બરાબર છો ને?" અને એ પૃચ્છા વિસ્તરે NHSના બીજા કાર્યકર્તાઓ માટે એને  કુટુંબીઓ માટે પણ. કોઈ અંગત સંબંધ ન હોવાં છતાં સ્વંયંભૂ નીપજતી આ સ્પૃહા માણસનો માણસમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરે છે. કોવિડ 19ની મહામારી હજુ ચાલુ છે એ ગંભીર છે – ઘાતક પણ, વિશ્વમાં લાખો લોકો જીવ ખોઈ ચુક્યા છે. એના ઈલાજની શૉધ પણ ચાલુ છે – એ મળે ત્યાં સુધી આપણે સૌએ સાવધાની વર્તી કાળજી લેવી રહી. આ પરેશાનીના કાળમાં એક સુખદ વાત જે અનુભવસિદ્ધ થઇ છે તે એ કે કરુણા જીવંત છે, સ્પૃહા સર્વવ્યાપી છે, માણસાઈના દીવા પ્રજ્વલિત છે; નિઃશંક!

MBBS MS MML FRCS FRCOphth

Consultant Ophthalmologist

Loading

7 July 2020 admin
← ભારતમાં બેડરૂમથી લઇને બોર્ડરૂમ સુધી કાળી ચામડી પ્રત્યે ભેદભાવ એકદમ સ્પષ્ટ છે
નવા અવતારમાં પહેલી મુલાકાતે →

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved