સો અરથવાળી પણ મહોબત છે,
એવી કોઈ શહેરમાં વસાહત છે?
લાગણીશૂન્ય, દૂરતા, ઘોંઘાટ,
આ નવા કાળની સહુલત છે.
રોજ આપી જતા રહે આશિષ,
ભિક્ષુકોનીયે શું સખાવત છે,
દોસ્તી, પ્રેમ, ને ભલી – સંગત,
મારા નામે તો આ જ મિલ્કત છે.
“રાહ જોવામાં ખૂબ થાકી ગઇ”,
આટલી ભૂલથી અદાવત છે.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com