આજે જગત આખામાં લોકતંત્ર ભીંસમાં છે, સર્વત્ર લોકતંત્ર સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ રહ્યું છે, પરંતુ એમાં પણ લોકતંત્ર સામે સૌથી મોટું સંકટ હોય તો એ ભારત અને અમેરિકામાં. વસ્તીની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અને સમૃદ્ધિની દૃષ્ટિએ જગતનો સૌથી શ્રીમંત દેશ અમેરિકા. આ બન્ને દેશો હજુ ગઈકાલ સુધી તેની ઉદારમતવાદી લોકતાંત્રિક પરંપરા માટે ગર્વ અનુભવતા હતા. ભારતમાં પ્રવેશતા પાકિસ્તાનીને ચીડવવા માટે કે પછી પ્રેરિત કરવા માટે અથવા તો પછી ગર્વ લેવા માટે અમૃતસર નજીક વાઘા બોર્ડર પર મોટું વિશાળકાય હોર્ડિંગ મુકવામાં આવ્યું છે જે જગતના સુથી મોટા લોકશાહી દેશમાં આગંતુક મહેમાનનું સ્વાગત કરે છે.
તો પછી આવું બન્યું કેમ? અને ખાસ કરીને જગતના તમામ લોકશાહી દેશોમાં ભારત અને અમેરિકાનાં લોકતંત્ર જ કેમ સૌથી વધુ ભીંસમાં છે? આનાં કારણો તપાસવાં જોઈએ. જો કારણો શોધવામાં આવશે તો ઉકેલ પણ જડશે.
બન્ને દેશો માટે એક કારણ સમાન છે અને એ છે લોકતંત્ર સામેનાં સંભવિત પડકારો સામે આંખ આડા કાન કરવા. પડકારો દાયકાઓથી નજરે પડી રહ્યા હતા. ફેડરલ અમેરિકામાં ફેડરલ ઢાંચાને લગતા પ્રશ્નો વિચિત્ર છે. વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશમાં આવી પણ વિચિત્રતા અને વિસંગતતા હોય એવો પ્રશ્ન પેદા થાય. થયા પણ છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પદ્ધતિ વિચિત્ર છે. આ સિવાય સત્તાની વહેંચણીને લગતા પણ પ્રશ્નો છે. પણ અમેરિકનોએ તેની પરવા કરી નહોતી. લોકશાહી કામ કરે છે ને! જગતમાં ડંકો વાગે છે ને! વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશ તરીકેની અમેરિકા ઓળખ ધરાવે છે ને! ઘરઆંગણે ભલે લોકતંત્ર ભલે વિસંગતિગ્રસ્ત હોય પણ જગતમાં બીજાના સ્વાતંત્ર્યની ઐસીતૈસી કરીને દાદાગીરી કરવા મળે છે ને! બસ પછી બીજું શું જોઈએ? કોલર ઊંચા કરીને જગતના કાજી બનીને ફરવામાં અમેરિકાએ વર્ષો વેડફી નાખ્યાં. પાછો કાજી પણ પ્રમાણિક નહીં, પક્ષપાતી. અને ઉપરથી સમૃદ્ધિ પણ સાચી નહીં, ચળકાટવાળી.
આ સિવાય પણ એક કારણ હતું. અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. રાજ્યોએ સાથે મળીને અમેરિકાની રચના કરી છે તે અમેરિકન રાજ્યો નથી. ભારત પણ રાજ્યોનો સંઘ છે, પણ તે ભારતીય રાજ્યો છે. ભારતનાં રાજ્યો વહીવટી સુગમતા માટે રચવામાં આવ્યાં છે જે વધુમાં વધુ સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે અને તે બહુ મર્યાદિત અર્થમાં રાજકીય છે. માટે ભારતમાં આઝાદી પછીથી રાજ્યોની સંખ્યામાં ખાસો વધારો થયો છે અને થઈ રહ્યો છે. ભારતથી ઊલટું અમેરિકન રાજ્યો મૂળભૂતપણે રાજકીય છે. અમેરિકાનાં રાજ્યો અમેરિકન રાજ્યો બનવા તૈયાર નહીં થાય એવો અમેરિકનોને ડર છે. ૧૮૬૫માં આ રાજ્યોએ સંગઠિત અમેરિકા સામે અસ્તિત્વનું સંકટ પેદા કર્યું હતું અને અમેરિકા ટુકડા થતાથતા બચી ગયું હતું.
માટે જેમ ચાલે છે એમ ચાલવા દો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑક્ટોબર 2022
 


 મધ્ય પ્રદેશના રાયસેના જિલ્લામાં તાજેતરમાં દિગંબર સમાજના પર્યુષણ પર્વ દરમિયાન અનોખા ઉપવાસ કરવામાં આવ્યા હતા. જિલ્લાના બેગમગંજમાં, એક હજાર જૈનોએ 24 કલાક માટે તેમના મોબાઈલ ફોન મંદિરમાં જમા કરાવી દીધા હતા. સમાજના જૈન મુનિઓએ લોકો સમક્ષ ઇ-ફાસ્ટિંગનો એટલે કે ઇન્ટરનેટથી દૂર રહેવાનો સંકલ્પ મુક્યો હતો. તેની પાછળ તર્ક એવો હતો કે લોકો મોબાઈલ ફોનના એટલા જ વ્યસની થઇ ગયા છે, જેટલા ચા-બીડી-તમાકુના થઇ જાય છે અને હવે એવી સ્થિતિ છે કે તેમાંથી છૂટવા માટે ઉપવાસની ટેવ પાડવી જોઈએ.
મધ્ય પ્રદેશના રાયસેના જિલ્લામાં તાજેતરમાં દિગંબર સમાજના પર્યુષણ પર્વ દરમિયાન અનોખા ઉપવાસ કરવામાં આવ્યા હતા. જિલ્લાના બેગમગંજમાં, એક હજાર જૈનોએ 24 કલાક માટે તેમના મોબાઈલ ફોન મંદિરમાં જમા કરાવી દીધા હતા. સમાજના જૈન મુનિઓએ લોકો સમક્ષ ઇ-ફાસ્ટિંગનો એટલે કે ઇન્ટરનેટથી દૂર રહેવાનો સંકલ્પ મુક્યો હતો. તેની પાછળ તર્ક એવો હતો કે લોકો મોબાઈલ ફોનના એટલા જ વ્યસની થઇ ગયા છે, જેટલા ચા-બીડી-તમાકુના થઇ જાય છે અને હવે એવી સ્થિતિ છે કે તેમાંથી છૂટવા માટે ઉપવાસની ટેવ પાડવી જોઈએ.
 ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘સિંધુડો’ એપ્રિલ 1930માં પ્રસિદ્ધ થયો. દેશભક્તિની 15 રચનાઓનો આ સંચય ખૂબ લોકપ્રિય થયો. તેની પહેલી આવૃત્તિની દસ હજાર નકલોમાંથી મોટા ભાગની લોકોએ વસાવી અને બાકીની અંગ્રેજ સરકારે જપ્ત કરી. એટલે બરાબર બે વર્ષ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેની સાયક્લોસ્ટાઇલ ‘કાનૂનભંગ આવૃત્તિ’નો ફેલાવો કર્યો. તે રતુભાઈ અદાણીના સુંદર હસ્તાક્ષરે લખાઈને સાયક્લોસ્ટાઇલ થઈને વહેંચાવા માંડી. ત્યાર બાદ આ કાનૂનભંગ આવૃત્તિ, 1930ના ધોલેરા સત્યાગ્રહની સુવર્ણ જયંતી નિમિત્તે એપ્રિલ 1980માં ધોલેરા સત્યાગ્રહ સૈનિક સંઘ સુવર્ણ જયંતીના અવસરે વજુભાઈ  શાહની નોંધ સાથે ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવી. હમણાં એપ્રિલ 2022માં ધોલેરા સત્યાગ્રહની અને ‘સિંધુડો’ની 92મી જયંતીએ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિસંસ્થાને મેઘાણી રચિત ‘શૌર્ય અને દેશપ્રપ્રેમનાં ગીતો’ નું એક પુસ્તક ‘સિંધુડો’ નામે બહાર પાડ્યું છે. તેમાં મૂળ સંગ્રહની રચનાઓ અને અન્ય સંગ્રહોમાંથી ચૂંટેલી પંદર એમ કુલ ત્રીસ રચનાઓ સાથે મૂકી છે.
ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘સિંધુડો’ એપ્રિલ 1930માં પ્રસિદ્ધ થયો. દેશભક્તિની 15 રચનાઓનો આ સંચય ખૂબ લોકપ્રિય થયો. તેની પહેલી આવૃત્તિની દસ હજાર નકલોમાંથી મોટા ભાગની લોકોએ વસાવી અને બાકીની અંગ્રેજ સરકારે જપ્ત કરી. એટલે બરાબર બે વર્ષ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેની સાયક્લોસ્ટાઇલ ‘કાનૂનભંગ આવૃત્તિ’નો ફેલાવો કર્યો. તે રતુભાઈ અદાણીના સુંદર હસ્તાક્ષરે લખાઈને સાયક્લોસ્ટાઇલ થઈને વહેંચાવા માંડી. ત્યાર બાદ આ કાનૂનભંગ આવૃત્તિ, 1930ના ધોલેરા સત્યાગ્રહની સુવર્ણ જયંતી નિમિત્તે એપ્રિલ 1980માં ધોલેરા સત્યાગ્રહ સૈનિક સંઘ સુવર્ણ જયંતીના અવસરે વજુભાઈ  શાહની નોંધ સાથે ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવી. હમણાં એપ્રિલ 2022માં ધોલેરા સત્યાગ્રહની અને ‘સિંધુડો’ની 92મી જયંતીએ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિસંસ્થાને મેઘાણી રચિત ‘શૌર્ય અને દેશપ્રપ્રેમનાં ગીતો’ નું એક પુસ્તક ‘સિંધુડો’ નામે બહાર પાડ્યું છે. તેમાં મૂળ સંગ્રહની રચનાઓ અને અન્ય સંગ્રહોમાંથી ચૂંટેલી પંદર એમ કુલ ત્રીસ રચનાઓ સાથે મૂકી છે. મોટી મેદનીઓ વચ્ચે પણ એ ઝિલાયાં છે.’ આ ગીતોની સર્જન-પ્રકિયાનો નિર્દેશ આપતાં મેઘાણી હંમેશની બૌદ્ધિક પ્રામાણિકતાથી સ્વીકારે છે : ‘આમાંનાં કેટલાંએક યુરોપી  કવિતાનો  આધાર  લઈને  રચાયાં છે : બાકીનાં  સ્વયં-સ્ફુરિત છે. સ્વયં-સ્ફુરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઈને રચેલાંની શરમ નથી. શું અનુવાદમાં કે શું સ્વયં-કૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.’
મોટી મેદનીઓ વચ્ચે પણ એ ઝિલાયાં છે.’ આ ગીતોની સર્જન-પ્રકિયાનો નિર્દેશ આપતાં મેઘાણી હંમેશની બૌદ્ધિક પ્રામાણિકતાથી સ્વીકારે છે : ‘આમાંનાં કેટલાંએક યુરોપી  કવિતાનો  આધાર  લઈને  રચાયાં છે : બાકીનાં  સ્વયં-સ્ફુરિત છે. સ્વયં-સ્ફુરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઈને રચેલાંની શરમ નથી. શું અનુવાદમાં કે શું સ્વયં-કૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.’ ધરપકડ કરી અને ધંધુકાની કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ’ ગીત ભરી કોર્ટમાં લલકારી મેઘાણીભાઈએ અનેક લોકોને કરુણાથી ભીંજવી દીધા હતા. ખુદ ન્યાયાધીશ પોતાની જાત સંભાળી ન શકતાં તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
ધરપકડ કરી અને ધંધુકાની કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ’ ગીત ભરી કોર્ટમાં લલકારી મેઘાણીભાઈએ અનેક લોકોને કરુણાથી ભીંજવી દીધા હતા. ખુદ ન્યાયાધીશ પોતાની જાત સંભાળી ન શકતાં તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. એ કાનુનભંગ  આવૃત્તિનું  લેખન રતુભાઈએ કર્યું  હતું. બે પાનાંમાં તેની પૂર્વભૂમિકા વજુભાઈ શાહે સમજાવી  હતી. પ્રકાશક  તરીકે ભીખુભાઈ  ધ્રુવ હતા. છાની રીતે વિતરણની વ્યવસ્થા ઈશ્વરભાઈ દવે તથા રતુભાઈ કોઠારીએ ઉપાડી લીધી હતી. તેના અર્પણમાં લખ્યું  હતું: ‘તૂટી પડતા સામ્રાજ્યને પોતાના જાસલ થાંભલાથી ટકાવવા મથતા ધંધુકા તાલુકાના અમલદાર વર્ગને સપ્રેમ સમર્પણ’.
એ કાનુનભંગ  આવૃત્તિનું  લેખન રતુભાઈએ કર્યું  હતું. બે પાનાંમાં તેની પૂર્વભૂમિકા વજુભાઈ શાહે સમજાવી  હતી. પ્રકાશક  તરીકે ભીખુભાઈ  ધ્રુવ હતા. છાની રીતે વિતરણની વ્યવસ્થા ઈશ્વરભાઈ દવે તથા રતુભાઈ કોઠારીએ ઉપાડી લીધી હતી. તેના અર્પણમાં લખ્યું  હતું: ‘તૂટી પડતા સામ્રાજ્યને પોતાના જાસલ થાંભલાથી ટકાવવા મથતા ધંધુકા તાલુકાના અમલદાર વર્ગને સપ્રેમ સમર્પણ’.