ગુજરાતીમાં મળી અાવતાં ઉત્તમ રાષ્ટૃીયગીતોમાંનું અા વડેરું કાવ્ય દરેકને અર્પણ :
ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં,
કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારાં.
હિંદુ અને મુસલમિનઃ વિશ્વાસી પારસી, જિન,
દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી,
સેવા કરે બને તે, સંતાન સૌ તમારાં.
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારાં.
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં કબીર, તુલસી
અકબર, શિવાજી, માતા! સંતાન સૌ તમારાં
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી,
ના ઉચ્ચનીચ કોઈ, સંતાન સૌ તમારાં.
ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર,
એ પ્રાર્થના કરે આ, સંતાન સૌ તમારાં.
(૧૯૨૨માં લખાયેલું કાવ્ય)
[જીવનકાળ : 20 નવેમ્બર 1867 – 16 જૂન 1923]