મારું ગામ મૂકી,
મારી મઢુલીમાંથી
નીકળ્યો હું પગપાળો,
સુખનું ઘર શોધવા !
ખળખળ વહેતું ઝરણું,
અટકી અટકી રોકે મને !
પેલો કેસૂડો રંગ, ઉડાડી,
મહેંકી મહેંકી ટોકે મને !
પેલો પીળો ગરમાળો
લળીલળીને આંસુ સારે,
દોડી આવ્યો ક્યાંકથી,
કેડી પર, બાવળિયાનો કાંટો !
ના જતો, કહી મને ડરાવતો !
પણ, પેલી આડી અવળી,
ખાડા ટેકડાવાળી !
વાંકી ચૂંકી ને સાંકડી,
ભલીભોળી એ પગદંડી!
મને ના ના કહેત ,
ને તો ય, સાથે દોડતી !
વળાવવા નીકળી !
વહાલુડી, સાંકડી કેડી !
ભારે હૈયે,મૂંગી મંતર
ઠેટ, મૂકી ગઈ મને,
પહોળી સડકપર !
ને વળી ગઈ પાછી,
વાટ જોવા મારી !
અમારી યાદોંને,
લઈને કેડ પર !
બોસ્ટન , ૧૨-૩-૨૦૨૪
e.mail : mdinamdar@hotmail.com