Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9297664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તું થોડો બ્રેક લઇ લે

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|27 February 2020

તું આ ગલીમાં થઈને ના જતી, ત્યાં ઝૂંપડાં સળગે છે મુસલમાનોનાં. તારા શરીર પરના પાતળાં પોત તો જો –  ખાખ થઇ જશે પળવારમાં અને આ બાજુના મહોલ્લામાં થઈને ય જવાની જરૂર નથી ત્યાં એ બધા મસ્જિદ તોડવામાં પડ્યા છે. એકાદો પથ્થરો માથે પડશે ને ખલાસ થઇ જઈશ ત્યાં ને ત્યાં. પેલા દરવાજા પાસે ટોળાંઓ પર લાઠીચાર્જ ને ગોળીબારો થાય છે ત્યાંથી ય આઘી જ રહેજે. એકાદી આંખમાં ઘૂસી ગઈને ગોળી તો આ જે ઝાંખું ઝાંખું દેખાય છે બધું હપૂચું બંધ થઇ જશે. નોંધ લેનારા, લખનારા બધા ઘણા બેઠા છે. તું તારે ચૂપચાપ પાછળના રસ્તે જા, ત્યાં તને કોઈ હેરાન નહિ કરે. એકદમ શાંત રસ્તો છે. હસતી રમતી ફૂલની ક્યારીઓ વચ્ચેથી નીકળી જઈશ. પવન, પાણી, ફળફળાદિ  બધું મળી રહેશે ને તારો વાળેય વાંકો નહીં થાય

એ લોકોને કવિતાની ચિંતા છે

હોય જ ને. વખત કેવો છે જુઓ છો ને? માણસ ગાંડો થઇ ગયો છે ત્યાં કવિતાએ આટલી બહાદુરી બતાવાની શી જરૂર છે? અલા, દેખાવો તો બધીય ગલીને નાકે થાય એમાં આપણે જોડાયા વગર શું રહી ગયા છે? આ તારા માથે આખી સંસ્કૃતિનો બોજો છે. એ બધાંયનો એ કંઈ વિચાર સરખો કરતી નથી. કઈ જાતની બાઈ છો? તું તો મા છો – ભાષાની મા. તારે તો સાચવવાની હોય આપણી ભાષાને. સમયથી ઉપર ઊઠતાં શીખવાનું હોય તારે લોકોને અને તું જ આ રીતે નારાબાજી કરશે તો આપણી ભાષાના ભવિષ્યનું શું? આ કોના વાદે થઈને સાહિત્યદ્રોહ કરવા બેઠી છો, સમજાતું નથી. દેશ ભડકે બળતો હોય; માનવતા જેવું કંઈ રહ્યું ના હોય, ધર્મને નામે લોકો ખંજર ચલાવતા હોય — આપણને દુ:ખ થાય એ બરાબર છે. પણ આ વસન્ત, વરસાદ, આકાશ, રાધાના કાહ્ન બધા મરી પરવાર્યા છે, તે એક્નીએક રાજકારણની વાતો લઈને માથા ફૂટે છે? એક કામ કર — તું થોડો બ્રેક લઇ લે. ક્યાંક દૂર પહાડ પર, દરિયા કિનારે, એમ ક્યાંક જઈ આવ થોડા દિવસ. તને થોડો હવાફેર થાય. નહિ તો આમને આમ તો તારી તબિયત ખલાસ થઇ જવાની.

 સમજે છ ને શું કહું છું?

જા તો ….

Loading

27 February 2020 પ્રતિષ્ઠા પંડ્યા
← ભલા, તેં આ શું કર્યું ?
ઈશાન દિલ્હી, ગોધરાના અઢારે વરસે →

Search by

Opinion

  • માથેરાનમાં હાથી અને ઊંટ! 
  • સોક્રેટિસ ઉવાચ-૭ : પ્રખર હિંદુત્વવાદી અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ 
  • ગાંધી પછીનું ભારત’ પુસ્તક અને અવસર : નમ્રતા, વિદ્વત્તા અને સભાનતા 
  • ઋણબદ્ધ
  • વાણી વિલાસ, કરશે ખલાસ !

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved