ગરબો, ગઝલ કે … • સંધ્યા ભટ્ટ
ચંદ્રએ છંટકાર્યો ચિયરગૅસ જો ….
ને જગતમાં વ્યાપી ગઈ મેડનેસ જો.
સબ ભૂમિ પોતાની સમજે માણસો ..,
ને કરી દૂષિત આ સરફેસ જો.
દેશ આખો ખદબદે કૌભાંડથી ….
ક્યાં મળે છે એમના વિટનેસ જો.
ગામડાં બેહાલ, નેતા અપટુડેટ ….
ચામડીની એમની થીકનેસ જો.
તેજી ને મંદી બજારોમાં મળે ….
પોલિટિક્સમાં છે કોઈ ડિપ્રેસ જો.
દેશની ધુરા નહીં પણ મંચ છે ..
તે ઉપર ઍક્ટર્સ ને ઍક્ટ્રેસ જો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 19