હવાથી જ આ બારણાં ખડખડ્યાં છે,
વીત્યાં વાત વંટોળ આવી ચઢ્યાં છે.
ઘડી બે ઘડી છે કરી લઉં વિસામો,
મુસાફર અને માર્ગ ભૂલા પડ્યાં છે.
રહેશે નહીં વસ્ત્ર એક્કેય કોરાં,
ફરી આભમાં વીજ વાદળ ચઢ્યાં છે.
પડ્યો છે ફરી દાખલો સાવ ખોટો,
મને ક્યાં બરોબર ઊઠાં આવડ્યાં છે?
પનોતાં ગણીને વધાવી લઉં પણ,
વીત્યાં વર્ષ કોને પરત સાંપડ્યાં છે?
જમા ને ઉધારા કરો બંધ ‘નિર્મન’,
હવે એય મુદ્દલ કબૂલી ગયાં છે.
તા.26.5.26
વૃન્દાવન બંગલોઝ,15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

