એ દિવસે
હું નહોતી આવી તારી પાસે
અને મેં તને ન કહેવાની કસમ પણ ખાધી હતી
કે આજ તો આ વાત નહિ જ કહું
એ દિવસે હું
તારાથી બહું દૂર ચાલી ગઈ હતી
બહું જ દૂર ….
સૂરજના ઉદય સમયે મેં
કોઈને સમય આપ્યો હતો
અને હું તને એમ જ છોડી ચાલી ગઈ હતી
મારા માટે અથવા એના માટે …
એ પળ મારા માટે અમૂલ્ય હતી
ધીમા પવનમાં
તેમની અદાઓ મને ડોલાવતી હતી
મારી સાથે તે સાત ફેરાથી જોડાવા માંગતો હતો
અને મને મુગ્ધ પણ કરતો હતો.
બસ તે જ્યારે પણ બોલતો હતો
મને તું યાદ આવી જતો હતો.
મને લાગતું હતું
કે બસ તારો ને મારો સંબંધ આટલો જ હતો.
એ દિવસે તે પૂછ્યું હતું …
'ક્યાં હતી, આટલો સમય ?
તને તો ખબર છે તારું ન હોવું મારા માટે શું છે ?'
મારી આંખો થોડી ભીંજાઈ
અને મેં એટલું જ કહ્યું
'હું ક્યાં જાઉં તારા વગર ?
જ્યાં હતી ત્યાં પણ તું જ હતો … મારામાં'
Email – navyadarsh67@outlook.com