આમ તો રાતના વળાય નહીં
પણ પૃથ્વીની બહાર વળી રાત શું ને દિવસ શું?
આકાશ વાળવા માંડ્યું
જરા વાળું કે કચરો પડે
એટલે ફરી વાળું
વાળતાં વાળતાં સવાર થવા આવ્યું
પણ થોડો કચરો તો રહી જ ગયો
છેવટે બધાં તારલાંઓનો ઢગલો કર્યો
ત્યાં સૂર્ય ઊગ્યો
એટલાં બધાં સોનેરી તણખલાં વેરાઈ પડ્યાં
કે હવે એ બધાંને વાળીને ક્યાં નાખું
તે વાતે મૂંઝવણ થઈ
જો કે એટલું સમજાયું કે
આપણને તારલાં કે તણખલાં વગર
ચાલે એમ નથી
એટલે મેં પણ વાળવાનું …
0
e.mail : ravindra21111946@gmail.com