રહસ્ય નવલિકા …
હમણાં છેલ્લા એક મહિનાથી જૂની પણ કિંમતી હવેલીને વેચવા માટે છાપામાં જાહેરખબર આવતી હતી. લોકોમાં જાત જાતની અફવાઓ ઉડી રહી હતી કે દરબાર પૈસે ટકે ઘસાઈ ગયા છે એટલે સાવ મામૂલી કિંમતમાં હવેલી વેચવા કાઢી છે.
કોઈ કહે ત્યાં કંઈક ખૂન ખરાબા થયા હશે તેના અતૃપ્ત આત્મા ત્યાં ભટકે છે. કોઈકે કહ્યું ભાઈ વારસનું મૃત્યુ થઈ ગયું એટલે હવેલી વેચીને દરબાર કનકસિંહ પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત કરવા હવેલીનાં વેચાણની રકમ દાનમાં આપી દેવાના છે.
લોકોમાં આટલી ચર્ચા થવાનું કારણ હવેલીની વેચાણ કિંમતને લઈને હતી. હવેલીની કિંમત આશરે સો કરોડ રૂપિયા જેટલી હતી, જ્યારે કનકસિંહે તે દસ કરોડમાં વેચવા કાઢી હતી. લોકોમાંથી કોઈની હિંમત નહોતી કે આ બાબતે કનકસિંહને કાંઈ પૂછી શકે.
કનકસિંહ એટલે રાજપુર ગામનાં રાજા કહો તો રાજા અને આજુ બાજુનાં પચાસ ગામનાં ગામ ઘણી કહો તો ગામ ઘણી. નાનું એવું રજવાડું હતું. ગામ બધાં જ ઉપજાવ હતા. લોકોને પણ સારી આવક થતી અને કનકસિંહને પણ સારી આવક થતી હતી. ધિકતું રજવાડું હતું.
કનકસિંહનાં પિતાએ રાજપુરમાં ઊંચી દીવાલ વાળો પચાસ એકરની જગ્યામાં દરબારગઢ અને એક આલીશાન હવેલી બંધાવી હતી. કનકસિંહને હવેલીમાં રહેવું બહુ ગમતું એટલે દસ એકરની જગ્યામાં કનકસિંહની પસંદગી પ્રમાણે હવેલી બનાવી હતી.
કનકસિંહ પિતાનાં અવસાન પછી પણ હવેલીમાં જ રહેતા હતા. કનકસિંહ એક રાજવી તરીકે રાજપુર સાથે પચાસે પચાસ ગામની સુખકારીનું ધ્યાન રાખતા. પ્રજાને કોઈ પણ જાતની રંજાડ નહોતી. લોકો પણ પૂરતું માન સન્માન આપતા હતા.
કનકસિંહને રતનસિંહ નામનો એક પુત્ર હતો. જેનો સ્વભાવ કનકસિંહથી તદ્દન વિપરીત હતો. પ્રજાને રંજાડની ફરિયાદો વારંવાર આવતી. પણ કનકસિંહ પુત્રનાં પ્રેમમાં અંધ બનીને અવગણી નાખતા.
રતનસિંહે સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી શરૂ કરી હતી. રતનસિંહને હીરા ઝવેરાતનો બહુ શોખ હતો. કનકસિંહને આ ગમ્યું નહોતું, પણ પુત્ર પ્રેમમાં ના ન કહી શક્યા. પંદર દિવસ પહેલા કનકસિંહને મળવા આવ્યો ત્યારે પણ કનકસિંહે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનાં બિઝનેસ માટે અણગમો વ્યક્ત કર્યો હતો.
એક દિવસ સમાચાર આવ્યા કે રતનસિંહ ક્યાં ય મળતા નથી. તેનું અપહરણ થયું કે શું થયું એ ખબર નથી.
કનકસિંહ સુરત જવા નીકળી ગયા …. કનકસિંહ ક્યારે ય સુરત ગયેલાં નહીં એટલે સુરતમાં તેને કોઈ ઓળખાતું નહોતું.
કનકસિંહ સુરત પહોંચ્યા પણ સુરતમાં કોઈ જાણીતું નહોતું કે કનકસિંહને સુરતની કોઈ ભૌગોલિક સ્થિતિની ખબર હતી. કનકસિંહ હતા જમાનાનાં ખાધેલ હતા તેને વિચાર્યું કે રતનસિંહની ફરિયાદો રાજપુરમાં પણ બહુ આવતી હતી. તેમાં સ્રીઓની રંજાડની ફરિયાદો ઝાઝી હતી. અહીં પણ એ જ સિલસિલો ચાલુ રાખ્યો હોય તો અઘટિત બનવાની શક્યતા ઘણી હતી. મને ક્યાં કોઈ અહીં ઓળખે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જઈને તપાસ કરું તો કંઈક જાણવા મળે. કનકસિંહને ડાયમંડ ઇન્ડસ્ટ્રીનાં નામની ખબર હતી. આર.આર. ડાયમંડ ઇન્ડસ્ટ્રી નામ હતું … રતનસિંહ…રાજપુર વાળા.
કનકસિંહે પહેરવેશ બહુ સામાન્ય પહેર્યો હતો. આમ પણ તેને કોઈ ઓળખતું નહોતું.
“મારે રતનસિંહને મળવું છે.”
“આર્મ ગાર્ડે તીખી નજર નાખી ને પૂછ્યું કોણ છો તમે?”
“મારા પહેર વેશ ઉપર ન જતા. હું એક બહુ મોટી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો માલિક છું. મારે બિઝનેસનાં અનુસંધાને રતનસિંહને મળવું છે.”
ગાર્ડે ઇન્ટર કૉમમાં પૂછીને અંદર જવા દીધા. કનકસિંહે જોયું તો ઇન્ડસ્ટ્રી બહુ જ મોટી હતી સેંકડો કારીગરો કામ કરતા હતા. કરોડો રૂપિયાનો બિઝનેસ થતો હશે. કનકસિંહે વિચાર્યું આટલા ટૂંકા સમયમાં આટલો બિઝનેસ જમાવવો એ કંઇ સરતાથી કે સરળ રીતે નહીં થયું હોય. હવે કનકસિંહને રતન સિંહની ચિંતા થવા લાગી કે તેના લક્ષણ જોતાં અહીં પણ સીધો રહ્યો નહીં હોય. એમ વિચારતા વિચારતા ઇન્ડસ્ટ્રીની ઓફીસ સુધી પહોંચી ગયા.
કનકસિંહે ઓફિસમાં બધાંને રતનસિંહ વિશે પૂછ્યું પણ કોઈએ સંતોષ કારક જવાબ ન આપ્યો. કનકસિંહે કહ્યું,
“મારે સો કરોડનાં હીરા ખરીદવાનો સોદો રતનસિંહ સાથે થયેલો છે. એ દેવા ન આવ્યા એટલે હું લેવા આવ્યો છું. “
રતનસિંહ તો પંદર દિવસ પહેલા સો કરોડના હીરા દેવા સુરતથી નીકળી ગયા હતા. પછી અમે તેમને જોયા નથી. કદાચ બિઝનેસનાં કામે વિદેશ જતા રહ્યા હોય. તેમને વિદેશ જવું બહુ ગમતું. આમ વાત થતી હતી ત્યારે બધાં જ ડરેલા અને મુંઝાયેલા હતા.
કનકસિંહે જોયું દૂર બેઠેલી એક વ્યક્તિ તેને ટિકી ટિકીને જોઈ રહી હતી. કનકસિંહે એ વ્યક્તિ વિશે યાદ કરવા મગજ કસી જોયું પણ બરોબર કંઈ યાદ ન આવ્યું. થોડીક શંકા પડી કે પંદર દિવસ પહેલા રતન રાજપુર આવ્યો ત્યારે આવી કોઈક વ્યક્તિ તેની સાથે હતી પણ આ એ જ વ્યક્તિ છે એ નક્કી ન કરી શક્યા.
કનકસિંહને લાગ્યું કે કદાચ આ સો કરોડના હીરાનું પણ ચક્કર હોઈ શકે. સાચી વાતની તો રતન મળે ત્યારે જ ખબર પડે.
કનકસિંહ રાજપુર પાછા આવતા રહ્યા અને હવેલીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. રતનસિંહ સુરત ગયા પછી કનકસિંહ ક્યારે ય હવેલીમાં ગયા નહોતા. વર્ષો પહેલા બંધાવી હતી. અત્યારે એ પુરાણી હવેલી બની ગઈ હતી. રતનનાં જન્મ પછી કનકસિંહ દરબારગઢમાં રહેવા લાગ્યા હતા. રતનસિંહ ઘણીવાર હવેલીમાં જતો. ત્યાં મિત્રમંડળ સાથે મહેફિલો પણ કરતો. છેલ્લી વખત આવ્યો ત્યારે પોતે ના પાડી હતી તો પણ રાત્રે ત્યાં રોક્યો હતો. અને ક્યારે ચાલ્યો ગયો એ પણ ખબર નહોતી પડી. કનકસિંહ ત્યારે બહુ દુઃખી અને રતનસિંહથી નારાજ થઈ ગયા હતા.
કનકસિંહ, રતનસિંહથી નારાજ હતા. પણ પુત્ર પ્રેમનાં લીધે ચિંતામાં પડી ગયા હતા કે સુરતમાં કોઈએ રતન માટે માહિતી ન આપી; જાણે બધાંની જીભ સિવાય ગઈ હોય એમ લાગ્યું. એટલે કંઈક અઘટિત તો બન્યું છે. શું બન્યું એ જ સમજાતું નથી અને સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જે વ્યક્તિ ટિકી ટિકીને જોતી હતી એ પણ કંઈક રહસ્યમય લાગી. હવેલીમાં જઈ આવ્યા પછી તેને મળવાની જરૂર પડે તો મળી લઈશ. એમ નક્કી કરી કનકસિંહ હવેલીમાં તપાસ માટે નીકળી ગયા.
હવેલીમાં કનકસિંહ પહોંચ્યા. કનકસિંહને હવેલી પ્રત્યે પ્રેમ હતો. હવેલી ઘણા વરસ જૂની હોવા છતાં સારી સાર સંભાળનાં લીધે પુરાણી હોવા છતાં સારી અને સ્વચ્છ લાગતી હતી. હવેલીની બાંધણી મહેલ જેવી હતી. ગુપ્ત દ્વાર, ભોંયરા અને જર ઝવેરાત, સોના ચાંદી રાખવા માટે ગુપ્ત લોકર અને અનેક ગુપ્ત સ્થાનો બનાવ્યા હતા.
કનકસિંહ બધે તપાસ કરતા કરતા ગુપ્ત ભોંયરામાં પહોંચ્યા. ભોંયરમાંથી એક ગુપ્ત રસ્તો બહાર નદી કિનારે નાની એવી પથ્થરની ધારમાં નીકળતો હતો. જેની જાણ ફક્ત બે જ વ્યક્તિને હતી. એક કનકસિંહ અને બીજા રતનસિંહને. કારણ કે હવેલીનું ચણતર કરનાર માંથી કોઈ આજે જીવિત નહોતું. કે કદી કોઈ હવેલાંનાં આ ગુપ્ત સ્થાનો તરફ ગયું હતું.
કનકસિંહ વિચારમાં પડી ગયા કે કંઈક એવું બન્યું છે જે નજર સામે હોવા છતાં દેખાતું નથી. કનકસિંહે ફરીથી બધું ઝીણવટથી જોવાનું શરૂ કર્યું. પોતે એકલા જ હતા. આ ગુપ્ત જગ્યામાં કોઈને જવાની મંજૂરી નહોતી એટલે કોઈને સાથે રાખ્યા વગર કામ કરવાનું હતું.
અચાનક દૂર ગુફાનાં ગુપ્ત દ્વાર પાસે કંઈક પડેલું દેખાયું. કનકસિંહે જોયું તો એ રતનસિંહનાં કોટનું તૂટેલું બટન હતું. રતનસિંહ સ્પેશિયલ ટાઈપનાં કોટનાં બટન વાપરતા હતા. કનકસિંહનાં મનમાં ધ્રાસકો પડ્યો કે રતનસિંહ સાથે કંઈક અઘટિત બન્યું છે. પણ આ જગ્યાની બીજા કોઈને જાણ કેવી રીતે થઈ? શું રતનસિંહે સો કરોડનાં હીરા અહીં સંતાડયા હશે? એ હીરા માટે ઝપાઝપી થઈ હોય એવું બને? નક્કી રતન ગુમ થવાને અને હીરા ગુમને થવાને આ હવેલી સાથે કંઈક સંબંધ છે?
કનકસિંહનું પિતૃ હૃદય દ્રવી ઉઠ્યું અને નક્કી કર્યું આ હવેલી સાથે જોડાયેલ ભેદ તો ઉકેલાવો જ પડશે. કનકસિંહે હવેલી વેચવાની જાહેરાત આપી જેથી રતનસિંહ અને સો કરોડનાં હીરા વિશેનું કોઈ રહસ્ય હોય તે હવેલી વેચાઈ જતા અકબંધ રહે.
આમ તો કનકસિંહને હવેલી પ્રત્યે બહુ જ પ્રેમ હતો એટલે અત્યારે તો બહુ મામુલી કિંમતે વેચવાની જાહેરાત આપી હતી જેથી હવેલી શું! કામ આવી મામૂલી કિંમતે વેચવા કાઢી તેની લોકોનાં મનમાં શંકા ઉભી થાય અને હવેલી કોઈ ન ખરીદે એ રીતે હવેલી સાથે જોડાયેલ વાતો પણ સમય જતાં લોકો ભૂલી જાય.
બે દિવસ પછી એક વ્યક્તિનો હવેલીની જાણકારી માટે ફોન આવ્યો ….
“હલ્લો, … કોણ બોલે છે?”
“હું કનકસિંહ બોલું છું. તમારે કોનું કામ છે?”
“મારે રામપુરમાં હવેલી વેચવાની જાહેરાત આપી છે એ કનકસિંહ બાપુને મળવું છે. આપ એ જ કનકસિંહ બાપુ બોલો છો?”
“હા, હું એ જ કનકસિંહ બોલું છું. આપ કોણ બોલો છો?”
હું બે દિવસ પછી આપને મળવા આવું છું. એમ કહી ફોન કપાઈ ગયો. કનકસિંહ વિચારમાં પડ્યા કે કોણ હશે વ્યક્તિ જે હવેલી ખરીદવામાં રસ ધરાવે છે. કદાચ હવેલીનું રહસ્ય જાણવા માટે પણ એ વ્યક્તિ આવતી હોય એવું બની શકે. હવે તો રૂબરૂ મુલાકાતે જ ખબર પડે. કનકસિંહ અજ્ઞાત વ્યક્તિને મળવા બધી રીતે તૈયાર થઈ ગયા.
“આપ કનકસિંહ છો? જેમણે પુરાણી હવેલી વેચવા કાઢી છે.”
“હું જ કનકસિંહ છું. આપ કોણ છો? અને મારી હવેલી ખરીદવામાં આપને શું રસ છે?”
“હું પુરાણી અલભ્ય અને સાંસ્કૃતિક સ્થાપત્યોને ખરીદવામાં રસ ધરાવું છું. મારો એ શોખ છે. મારી પાસે સંપત્તિ ઘણી છે. અને લોકો અલભ્ય સ્થાપત્યોને પાણીનાં મૂલે વેચી નાખે છે. જેવી રીતે તમે સો કરોડની કિંમતની હવેલી દસ કરોડમાં વેચવા કાઢી છે. મારે તેનું કારણ જાણવું છે. જરા કહેશો શું કારણ છે.”
“તમારે એ જાણવાની કોઈ જરૂરિયાત નથી. તમારી ઓળખાણ આપો પછી આગળ વાત કરીએ. મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. પણ યાદ નથી આવતું. તમે સુરતથી આવો છો? સુરત હું આર.આર. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. ત્યાં તમને જોયા હોય એવું મને થોડુંક થોડુંક યાદ આવે છે. બોલો, તમે કોણ છો? તમારી ઓળખાણ નહીં આપો તો હું પોલીસને બોલવું છું.
“મારુ કામ તમે કરશો. ઓ કે બોલાવો પોલીસને.”
કનકસિંહ આશ્ચર્ય સાથે થોડા ધબરાય ગયા કે કોણ છે આ વ્યક્તિ જે મને સામી ધમકી આપે છે. તેને હવેલીનાં રહસ્યની ખબર તો નહીં પડી ગઈ હોય ને?
“તમે કોણ છો? તમે કોણ છો?” શું કામ અહીં આવ્યા છો? હવેલી ખરીદવામાં તમને શું રસ છે?”
“કનકસિંહ બાપુ ગભરાટમાં એ ભારતનાં નંબર વન જાસૂસ શ્યામચંદ્ર છે. એમ કહેતા કહેતા ડી.વાય.એસ.પી. શુકલાસાહેબ દાખલ થયા. બાપુ, તમારી જેવા નિષ્ઠાવાન આબરૂ દારે આવું કેમ કરવું પડ્યું. બાપુ, પહેલાં તો આ બાબત અમારી સમાજમાં નહોતી આવતી કે તમે આવું કરો જ નહીં. પણ પછી તમારો પુત્ર પ્રેમ જાણ્યો અને ખબર પડી કે તમે પુત્ર પ્રેમમાં આંધળા થઈ ગયા છો.”
“બોલો બાપુ બોલો એવી તે શું તમારી મજબૂરી હતી? કે તમે ગેરકાનૂની કૃત્યમાં દીકરાને સાથ આપ્યો. પણ તમારી એક વાત ન સમજાઈ કે તમે સામે ચાલીને હવેલી વેચવાની જાહેરાત આપી અને તે પણ સો કરોડની હવેલી દસ કરોડમાં સાવ મામૂલી કિંમતે. આ વાતે જ અમારા મનમાં શંકા ઉભી કરી. અમારી પાસે રતનસિંહની ઘણી ફરિયાદો આવતી હતી. તમારી પાસે પણ ફરિયાદો આવતી હતી. તમે પુત્ર પ્રેમમાં અવગણતાં ગયા તેમ તેમ રતનસિંહની હિંમત વધતી ગઈ.”
“રામપુરમાં લોકોનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો. તમે રતનસિંહને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં અને તમારી ઇચ્છા વિરુદ્ધ સુરત ચાલ્યો ગયો. ત્યાં એક અંધારી આલમનાં ડોનની મદદથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલુ કરી. તમે પણ રતનસિંહનાં બેફામ ખર્ચા અને ઉડાઉગીરીથી પૈસે ટકે ઘસાઈ ગયા હતા.”
“સુરતમાં પણ રતનસિંહ જુગાર, દારૂ અને સ્રીઓ પાછળ બેફામ ખર્ચાથી દેવાદાર બની ગયો હતો. એક દિવસ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સો કરોડનાં હીરા લઈને અહીં આવતો રહ્યો. માફિયા ડોન તેની પાછળ પડ્યો હતો. એટલે સુરક્ષિત એવી પુરાણી હવેલીમાં સંતાઈ ગયો. તમને ખબર નહોતી. તમને સમાચાર મળ્યા કે રતનસિંહનો કોઈ પત્તો નથી. તમે ગભરાઈને ચિંતામાં પડી ગયા. એટલે સુરત દોડી ગયા. ત્યાં તપાસ કરી પણ કોઈએ રતનસિંહના ડરથી માહિતી ન આપી.”
“સુરત પોલીસ ચોકીમાં રતનસિંહ સો કરોડનાં હીરા સાથે ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. અમારી પાસે રતનસિંહની કરમ કુંડળી હતી એટલે કા તો તેનું અપહરણ થાય અથવા રતનસિંહ પોતે હીરા લઈને ક્યાંક છુપાઈ જાય. અને છુપાવાની શ્રેષ્ઠ જગ્યા તમારી પુરાણી હવેલી સિવાય કંઈ હોય શકે.”
“તમે સુરતથી પાછા આવ્યા. પુરાણી હવેલીમાં તપાસ માટે ગયા. ત્યાં તપાસ કરતા રતનસિંહનાં કોટનું બટન મળ્યું. તમે રતનસિંહ સાથે અઘટિત થયું છે એમ માનીને ભાંગી પડ્યા. ત્યાં અચાનક રતનસિંહ પ્રગટ થયા. તમે પાછા પુત્ર મોહમાં ખેંચાઈ ગયા. રતનસિંહે તમને બધી વાત કરી. પણ રતનસિંહનાં કોટનું બટન કેમ તૂટી ગયું એ ન કહ્યું.”
“મારા માણસો અમને સો કરોડ હીરા સાથે રતનસિંહ ગુમ થયાની ફરિયાદ મળી ત્યારથી તમારી ઉપર અને હવેલી ઉપર ધ્યાન રાખતા હતા. તેમાંથી એક માણસ રતનસિંહને હવેલીમાં ચોરી છુપીથી ઘૂસતા જોઈ ગયો. પાછળ પાછળ ગયો રતનસિંહને ગુપ્ત જગ્યાએ હીરા સંતાડતાં જોઈ ગયો. ઝપાઝપીમાં મારો માણસ માર્યો ગયો જેની લાશ અમને નદીના કિનારે કોતરમાંથી મળી. અમને ખાતરી થઈ ગઈ કે રતનસિંહ હવેલીમાં સંતાયો છે.”
“તમે બધી જ વાત જાણી પહેલાં તો રતનસિહને સાથ આપવાની ના પાડી રતનસિંહને હવેલીમાંથી ચાલ્યા જવાનું કહ્યુ. રતનસિંહની કાકલૂદી પાસે તમારું પિતૃ હૃદય પીગળી ગયું અને સાથ આપવા તૈયાર થયા. તમને નવાઈ લાગશે કે મને આ બધી વાતની કેમ ખબર તો તમારા માણસો એ જ મારા માણસોને સાથ આપ્યો હતો. રતનસિંહે તમારા સ્ટાફની બહેનો, દીકરીઓ, વહુઓને રંજાડવામાં કંઈ બાકી નહોતું રાખ્યું.”
“તમારી હવેલી વેચવાની આવી જાહેરાતે અમને વધારે સતર્ક કરી દીધા. તમે તમારા દીકરાને સાથ આપવા તૈયાર થયા છો, એ માહિતીએ અમને જલદી એક્શન લેવા મજબૂર કર્યા. મેં શ્યામચંદ્ર સાથે મળીને તમને મળવાનો પ્લાન બનાવ્યો.”
“શુકલાસાહેબ, તમારી બધીજ વાત સાચી છે. હું પુત્ર પ્રેમમાં ધ્રૂતરાષ્ટ્ર થઈ ગયો હતો. બીજું રતનસિંહ એટલી હદે વંઠી ગયો હતો કે હું જો સાથ ન આપું તો મારું પણ ખૂન કરી ભાગી જવા તૈયાર થયો હતો. સો કરોડનાં હીરા સાથે અમારે ભાગી જવું હતું. હવે હવેલી વેચવા માટેનો મારો કોઈ વિચાર જ નહોતો, પણ વાત ને અવળે માર્ગે ચડાવી દેવા માટે હવેલી વેચવા કાઢી હતી. આવડી મોટી અને પુરાણી હવેલી કોઈ ખરીદવા નહીં આવે એમ મેં માન્યું હતું. કારણ કે રજવાડાનાં મકાન વિશે લોકોમાં ધારણા અલગ જ હોય છે. તેમ જ અમે અહીંથી ચાલ્યા જઈએ પછી થોડા સમયમાં લોકો બધી જ વાત ભૂલી જશે.”
“કારણ કે મને પણ અનુભવે ખ્યાલ આવી ગયો હતો કે ગમે ત્યારે તમે અમારી સુધી પહોંચી જ જશો. મારી પાસે આ સિવાય કોઈ વિકલ્પ નહોતો.”
“કનકસિંહ બાપુ, રતનસિંહને હીરા સાથે અહીં બોલાવો કે આપણે હવેલીનાં ગુપ્ત છુપાવનાં સ્થળે જવું પડશે?”
“ના હું રતનસિંહ ને બોલાવી તમને સોંપી દઉં છું.”
“બાપુ રતનસિંહ બાપુ ત્યાં નથી, ભાગી ગયા લાગે છે?”
“ચિંતા કરોમાં બાપુ, નદીના કાંઠે પણ મારા માણસો છે એ ભાગી નહીં શકે. અમને ખબર હતી કે રતનસિંહ એમ આસાનીથી નહીં પકડાય કંઈક અંતિમ ખેલ જરૂર ખેલશે.”
“કનકસિંહ બાપુ આ પુરાણી હવેલી ન વેંચતા અને વેચો તો પૂરી કિંમત લઈને વેચજો સાવ મામૂલી કિંમતે ન વેંચતા.”
ભાવનગર
Nkt7848@gmail.Com
![]()

