અડધે ક્યાંક પહોંચી, અટવાઈ
ખાડામાં પડ્યો પગ, પડી લથ્થડિયાં ખાઈ
આંખ સામે ચિમળાયેલું શરીર
છાતી પર ભળાઈ માંડ છાતીની રીત
કાઢ્યું ક્યાંકથી ઘાસ
ફેરવ્યું નાકની પાસ
મૂક્યું છાતી પર હળવે હાથ
ટેરવાં પર લીધાં આંસુ થોડાં
છાતી પર છાંટ્યાં આછાં-આછાં
ઘાસ હતું તે ચોંટી ગયું
હળવે-હળવે ઊભું થયું.
ઊભી થઈ
લથ્થડિયાંને ભૂલી ગઈ
અડધેથી આગળ ચાલવા લાગી
ખાડાનો પાડ માનવા લાગી.
(સ્મરણમાં વિશ્વ-પર્યાવરણ-દિવસ તો ખરો જ, પણ કૉરાનાકાળ મૂળમાં.)
e.mail : umlomjs@gmail.com