અમે બંને એકબીજાના ચાહક હતા. અમારો પરસ્પરનો સ્નેહ વર્ષો સાથે રહેવાથી વધ્યો હતો જેની લોકો માટે કલ્પના કરવી મુશ્કેલ હતી
તેમની જવાબદારીઓ વ્યાપક હતી અને ચિંતાઓ પણ અનેક હતી. પરિણામે મેં જોયું કે, તેઓ ઝડપથી ઉંમરમાં મોટા થતા હોય તેવું જણાતું હતું. જ્યારે શરણાર્થીનો પ્રશ્ન આવ્યો ત્યારે કોઈપણ જાતના કંટાળા કે થાક વિના તેમના પ્રશ્નો ઉકેલી આપ્યા.
નહેરુજીનું વ્યક્તિત્વ એવું હતું કે જ્યાં વિશ્વના અગ્રણી લોકો એકત્ર થયાં હોય ત્યાં તેમની નોંધ લેવાતી હતી
હું અને જવાહરલાલ બંને કોંગ્રેસના સહકાર્યકરો હતા, આઝાદીની લડતના સૈનિકો હતા. કોંગ્રેસની કારોબારી સમિતિમાં સાથી હતા અને અન્ય અનેક કોંગ્રેસ સંગઠનોમાં સાથે હતા. વિશાળ દેશના વહીવટનો બોજો અમારા શિરે લાદીને અમારા મહાન સ્વામી જતા રહ્યા. તેમના અમે સમર્પિત અનુયાયીઓ હતા. અનેક સમસ્યાઓ સામે લડવાનું હતું. તેમનું કોઈ માર્ગદર્શન નહોતું. અમે બંને ખૂબ જ ઘનિષ્ઠ હતા અને અનેક ક્ષેત્રે સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરેલી. પરિણામે અમે બંને એકબીજાના ચાહક હતા. અમારો પરસ્પરનો સ્નેહ વર્ષો સાથે રહેવાથી વધ્યો હતો જે લોકો માટે કલ્પના કરવી મુશ્કેલ હતી. અમે બંને જ્યારે અલગ હોઈએ ત્યારે એકબીજાને કેટલા ગુમાવતા હોઈએ કે મુશ્કેલીમાં એકબીજાની સલાહ અનેક સમસ્યાઓના ઉકેલ લાવવા માટે અસમર્થ હોઈએ. આ સામીપ્ય, નિકટતા અને બંધુત્વએ એવી પરિસ્થિતિ સર્જી કે તેને જાહેરમાં કેવી રીતે પ્રશંસા મળે તે મારે જોવું રહ્યું, પણ તે રાષ્ટ્રના આદર્શ હતા, લોકોના નેતા હતા અને દેશના વડા પ્રધાન હતા. સમૂહના હીરો હતા. તેમની કારકિર્દી સર્વોત્તમ હતી. તેમણે મેળવેલી સિદ્ધિઓ ખુલ્લા પુસ્તક સમાન હતી અને તે પણ એવી કે મારા અભિનંદનને કોઈ સ્થાન નહોતું.
તેઓ સ્વચ્છ અને મક્કમ લડવૈયા હતા. હંમેશાં તેઓ પરિશ્રમપૂર્વક સીધી લડત વિદેશી સરકાર સામે લડ્યા. તેમણે તેમની ત્રીસીની શરૂઆતમાં ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના આંદોલનના સંગઠક તરીકે જોમ મેળવ્યું. અહિંસાની લડતના સંપૂર્ણ વિજ્ઞાન અને કળા તેમ જ સંપૂર્ણ જાણકારી તેમણે હાંસલ કરી. તેઓ સંવેદનશીલ માનસિકતા ધરાવતા હતા. અન્યાય સામે નફરત હતી. પરિણામે ગરીબી સામેની લડાઈમાં ગરીબો પ્રત્યે તેમની હમદર્દી હતી. તેમણે તેમનું હૃદય અને આત્મા બંને ખેડૂતોને પડતી મુશ્કેલી નિવારવાની લડતમાં હોમી દીધા. તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો અને તેઓ એક મહાન સંસ્થાના મૂક આયોજક બની રહ્યા અને તેને આપણે સૌ કોઈએ સમર્પિતતા તરીકે સ્વીકાર્યું. તેમનામાં આદર્શવાદ ખૂબ જ હતો.
તેઓ જીવનની કળા અને સૌંદર્યના પૂજારી હતા તેમ જ અન્યને પ્રેરણા આપવાની તેમનામાં અનંત સક્ષમતા હતી અને વ્યક્તિત્વ એવું હતું કે જે વિશ્વના અગ્રણી લોકો એકત્ર થયા હોય ત્યાં પણ તેની નોંધ લેવાતી અને આમ જવાહરલાલ તબક્કાવાર રાજકીય નેતા બન્યા. વિદેશોના પ્રવાસમાં તેમના બીમાર પત્નીએ તેમનામાં ભારતીય રાષ્ટ્રીયતાના અભિગમને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા પ્રેરણા આપી. તેમના જીવનમાં આ આંતરરાષ્ટ્રીય તબક્કાની શરૂઆત હતી. તેમનું ચરિત્ર અને આંતરિક તેમ જ વૈશ્વિક સમસ્યાઓ પ્રત્યેનો અભિગમ નોંધપાત્ર રહ્યો. ત્યારથી જવાહરલાલે ક્યારે ય પાછું વળીને જોયું નથી. તેઓ ભારત અને વિદેશમાં એક મહાન નેતા તરીકે ઉપસી આવ્યા. વિચારો પ્રત્યેની તેમની નિષ્ઠા અને તેમના દૃષ્ટિકોણ તેમ જ સ્પષ્ટ દીર્ઘદૃષ્ટિને કારણે તેઓ દેશ અને વિદેશમાં લાખો લોકોના લાડીલા બની રહ્યા. આઝાદી પૂર્વેની આવી ઉજ્જવળ પરિસ્થિતિ તેમ જ તમામ અનુકૂળ સ્થિતિને કારણે આપણા માટે તેઓ માર્ગદર્શક દીવાદાંડી બન્યા અને ભારત એક પછી એક કટોકટીમાં સપડાયું ત્યારે તેમણે માર્ગદર્શન કર્યું. આપણી આઝાદીમાં તેમણે સિદ્ધિઓ મેળવી. તમામ ક્ષેત્રો અને વર્ગોમાં એક નેતા તરીકે તેમણે લોકોનો વિશ્વાસ સંપાદિત કર્યો. મારા સિવાય તેમને આ રીતે કોઈ ઓળખતું નથી. તેમણે દેશ માટે છેલ્લા બે વર્ષમાં ખૂબ જ કઠિન શ્રમ કર્યો હતો. તેઓ વડા પ્રધાન હતા. પરિણામે તેમની જવાબદારીઓ વ્યાપક હતી અને ચિંતાઓ પણ અનેક હતી. પરિણામે મેં જોયું કે, તેઓ ઝડપથી ઉંમરમાં મોટા થતા હોય તેવું જણાતું હતું. જ્યારે શરણાર્થીનો પ્રશ્ન આવ્યો ત્યારે કોઈપણ જાતના કંટાળા કે થાક વિના તેમના પ્રશ્નો ઉકેલી આપ્યા. કોમનવેલ્થ પરિષદોમાં તેઓ અગત્યની ભૂમિકા ભજવતા હતા. વિશ્વસ્તરે પણ તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમ છતાં જવાહરલાલે તેમની મૂળ યુવા છબિ જાળવી રાખી. સ્વભાવમાં હંમેશા સંતુલન જાળવ્યું. તેઓ તાલીમ પામેલા બુદ્ધિજીવી હતા. તેમના સ્વભાવમાં ક્યારે ય ઉગ્રતા ગમતી નહોતી, સત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ અને વિલંબ પ્રત્યે નારાજગી નોંધપાત્ર હતા. કોઈ પણ પ્રશ્નના ઝડપી નિકાલમાં માનતા હતા. તેઓ વિલંબ, આળસ અને અનિચ્છા પસંદ કરતા નહોતા.
ઉંમરમાં હું જવાહરલાલ કરતાં મોટો હોવાથી મને તેને સલાહ આપવાનો વિશેષાધિકાર હતો. વહીવટી અને સંગઠનાત્મક ક્ષેત્રમાં તેણે જે સમસ્યાઓ સામે લડત આપી ત્યારે મેં તેને માર્ગદર્શન પણ આપ્યું અને તે હંમેશાં માર્ગદર્શન મેળવવા તત્પર રહેતા. પૂછતા પણ ખરા. કેટલાક હિત ધરાવતા તત્ત્વોએ વિપરીત છાપ ઊભી કરવાનો પ્રયાસ પણ કર્યો, પણ અમે સાથે કાર્ય કર્યું અને જીવનના અંત સુધી ઘનિષ્ઠ મિત્ર સહયોગી અને પરસ્પરની વિચારસરણીને અનુકૂળ થઈને સમય પ્રમાણે કાર્ય કર્યું તેમ જ પરસ્પર દરેકની સલાહ સ્વીકારી. જરૂર પડયે માર્ગદર્શન પણ મેળવ્યું. અમારો પરસ્પરનો વિશ્વાસ પણ ગજબનો હતો. તેમની ઉંમર અને પીઢતા વધી તેની સાથે સ્વભાવ પણ બદલાયો. ઘરમાં બાળકો અને વડીલો સાથે તેઓ એક પરિવારના અંગત સભ્ય તરીકે વ્યવહાર કરતા. તેઓ હંમેશાં તરોતાજા રહેતા તેનું કારણ આ જ હતું.
આમ તેમની મહાનતા અને બહુવિધ વ્યક્તિત્વ વિશે શબ્દોમાં વાત કરવી અશક્ય છે. તેમનું વ્યક્તિત્વ અને ચારિત્રિક વિશેષતાઓ વર્ણવી શકાય તેમ નથી. તેમના વિચારો ખૂબ જ ગહન હતા. તેમની નિષ્ઠા પારદર્શી હતી. તેઓ ધર્મ, જાતિ વગેરેમાં માનતા નહોતા. આજે તેમના જન્મની હીરક જયંતી પ્રસંગે તેમની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે જે સ્વતંત્ર ભારત માટે કર્યું તે બધું જ શબ્દોમાં કહેવું શક્ય નથી. આ રાષ્ટ્ર માટે અને તેમના આદર્શોને આગળ ધપાવવામાં ભવિષ્યમાં અનેક વિષમ પરિસ્થિતિઓ સામે લડીને સિદ્ધિઓ મેળવે તેવી હાર્દિક શુભેચ્છા.
(નોંધ : પંડિત નહેરુના જન્મદિવસની હીરક જંયતી પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલે ૧૪ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ લખેલ પત્ર).
(સૌજન્ય : “સંદેશ”, 06 નવેમ્બર 2013)
http://www.sandesh.com/article.aspx?newsid=2881892
—————-
'Only I know how much Nehru toiled for India'
Suddenly the country has been completely taken over by a storm of discussion over the relationship between India’s first home minister Sardar Vallabhbhai Patel and first prime minister Jawaharlal Nehru, largely engineered by some of the major parties in an apparent political move as the crucial general elections draw closer.
Bharatiya Janata Party’s prime ministerial candidate Narendra Modi said last week that “every Indian still regrets that Sardar Patel did not became the first prime minister”. The comments that were made in Prime Minister Manmohan Singh’s presence did not go down well with the ruling Congress, which quickly reacted that Modi was “brazenly trying to usurp Patel’s rich legacy for political propaganda”, questioning “whether Modi agreed with Patel’s view on RSS”.
Modi rebutted that “India needed Patel’s secularism, not vote-bank secularism” while addressing the gathering at the stone-laying ceremony of the world’s tallest statue of Sardar Patel in Kevadiya, Gujarat.
On Tuesday, BJP patriarch L K Advani raked up another controversy when he alleged, quoting a book, that Nehru called Sardar Patel a “total communalist” when the latter suggested that army be sent to take over a defiant Hyderabad State after Independence.
There may certainly have been some differences between the two stalwarts; however, it will be nothing short of trivialisation if we blindly adhere to the theory of single dimensional antagonistic relationship that Patel and Nehru shared, as is being proclaimed by some parties.
It is in this context that we reproduce an appreciation article that Sardar Patel wrote on October 14, 1949, a month before Nehru’s 60th birthday for Abhinandan Granth, where he heaped praises on Nehru’s merits and also went on to elaborate the deep ties he shared with him.
Excerpts from the article:
“Jawaharlal and I have been fellow-members of the Congress, soldiers in the struggle for freedom, colleagues in the Congress Working Committee, and other bodies of the Congress, devoted followers of the Great Master who has unhappily left us to battle with grave problems without his guidance, and co-sharers in the great and onerous burden of administration of this vast country. Having known each other in such intimate and varied fields of activity we have naturally grown fond of each other; our mutual affection has increased as years have advanced, and its is difficult for people to imagine how much we miss each other when we are apart and unable to take counsel together in order to resolve our problems and difficulties.
… Gifted with an idealism of high order, a devotee of beauty and art in life, and equipped with an infinite capacity to magnetize and inspire others and a personality which would be remarkable in any gathering of world’s foremost men, Jawaharlal has gone from strength to strength as a political leader.
… It was, therefore, in the fitness of things that in the twilight preceding the dawn of independence he should have been our leading light, and that when India was faced with crises after crises, following the achievement of our freedom, he should have been the upholder of our faith and the leader of our legions. No one knows better than myself how much he has laboured for his country in the last two years of our difficult existence. I’ve seen him age quickly during that period, on account of the worries of the high office that he holds and the tremendous responsibilities that he wields.
… As one older in years, it has been my privilege to tender advice to him on the manifold problems with which we have been faced in both administrative and organizational fields. I have always found him willing to seek and ready to take it. Contrary to the impression created by some interested persons and eagerly accepted in credulous circles, we have worked together as lifelong friends and colleagues, adjusting ourselves each other’s advice as only those who have confidence in each other can.
… It is obviously impossible to do justice to his great and pre-eminent personality in these few condensed words. The versatility of his character and attainment at once defy delineation. His thoughts have sometime a depth which it is not easy to fathom, but underlying them to all is a transparent sincerity and a robustness of youth which endear him to everyone without distinction of caste and creed, race or religion”.
Click HERE to read the full text of Sardar Patel’s appreciation article on Jawaharlal Nehru
(Image: A 1947 photograph of Jawaharlal Nehru with Sardar Vallabhbhai Patel)
Photograph Courtesy: Wikimedia Commons
courtesy : http://www.rediff.com/news/special/only-i-know-how-much-nehru-toiled-for-india/20131105.htm