વર્ષાની શરદમંજરી ને ભીની તેજસ્વી લીલાશ,
નમણી રસભર વેલ ને સકલ સૃજન અવકાશ.
કોકિલ ડાળે બેસી જલધિનાં ગીત રે ગાતી,
કલ્લોલવાણી કોયલની ને સકલ સૃજન અવકાશ
હથેળીમાં પુષ્પ કે કલાપીની સંકેલેલી ક્લા સમી,
રમણી શબ્દની કરતાલ ને સકલ સૃજન અવકાશ.
સૃષ્ટિ પર પાલવ પાથરી રજની રસીલી હસતી,
લજામણીના છોડ આંગણે ને સકલ સૃજન અવકાશ
અમૃતહેલી ગગનમાર્ગે કોયલ ટહુક્યાં કરે મધુકોષ
અણગણી જગની નિ:શબ્દતા ને સકલ સૃજન અવકાશ
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com