ભારતના ક્રિકેટ રસિયાઓ, નિષ્ણાતો અને માધ્યમોએ જો સચિન તેંડુલકરને God of Cricket તરીકે નવાજ્યો હોય, તો તેમણે મિતાલી રાજનું પણ આવું ગૌરવ શા માટે ના કર્યું, એવો આ લખનારને સવાલ થાય છે.
આ લખનાર ક્રિકેટમાં બિલકુલ રસ ધરાવતો નથી, પણ તેને રોજ બ રોજના બનાવોને કંઈક વ્યાપક સંદર્ભમાં જોવાનું ગમે છે. સેલિબ્રીટિઝ ભલે મોટે ભાગે પોતાની કારર્કિર્દી, કમાણી અને ચાહકોની દુનિયામાં જીવતા હોય, પણ તેમને દેશકાળના પરિપ્રેક્ષ્યમાં જોવાનું જરૂરી હોય છે.
આપણે deificationમાં,વ્યક્તિને ભગવાન બનાવવામાં ન જ માનતા હોઈએ. પણ સમાજનો જે એક મોટો હિસ્સો આમ deification કરે છે તેના માપદંડો સ્ત્રી અને પુરુષ માટે અલગ ન હોવા જોઈએ.
મિતાલી અને સચિનની સરખામણી ઘણાં સમયથી થતી રહી છે, જે મિતાલીની નિવૃત્તિ સાથે તેની ટોચે પહોંચે તે સ્વાભાવિક છે. ‘The Indian Express’ જેવા ઉત્તમ, વિશ્વસનીય અને જાળવી શકાય તેટલી તટસ્થતા જાળવતાં અખબારે તેના તંત્રીલેખનું પહેલું વાક્ય લખ્યું છે :
A career almost as long as that of Sachin Tendulkar, a body of work that puts her among the finest ever in women’s cricket, one-day international batting average and captaincy numbers that match those of MS Dhoni – Mithali Raj, who bids farewell to her playing days, was the first superstar of Indian women’s cricket.
(લગભગ સચિન તેંડુલકર જેટલી લાંબી કારકિર્દી ધરાવનાર, કામગીરીના રાશિથી ભારતની ઉત્કૃષ્ટ મહિલા ખેલાડીઓમાં સ્થાન પામનાર, વન-ડે ઇન્ટરનૅશનલની બૅટિંગ એવરેજ અને મૅચોની કૅપ્ટનશીપ બંનેમાં એમ.એસ. ધોની જેટલા જ જુમલે પહોંચનાર ભારતીય મહિલા ક્રિકેટની પહેલી સુપરસ્ટાર મિતાલી રાજ આજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહી છે.)
Express છેલ્લા ફકરામાં ફરીથી કહે છે :
In so many respects, her career was Tendulkar-like. Both played for more than two decades, both racked up records that will take gifted players to break.
(મિતાલીની કારર્કિર્દી અનેક રીતે તેંડુલકરની કારકિર્દી જેવી હતી. બંને બે દાયકા કરતાં વધુ સમય રમ્યાં, બંનેએ એવા વિક્રમો સર્જ્યા છે કે જે માત્ર ભવિષ્યના ખૂબ પ્રતિભાશાળી ખેલાડીઓ જ તોડી શકશે.)
સચિને જ્યારે પરાક્રમો કરવાનું શરૂ કર્યું ત્યારે ભારતમાં ક્રિકેટ વર્ષોથી ચાલતી અત્યંત લોકપ્રિય રમત હતી, પણ તે એકંદરે માત્ર પુરુષોના સંદર્ભમાં જ જોવાતી હતી. જાણકારો કહે છે કે ભારતમાં મહિલા ક્રિકેટની સ્વીકૃતિ વધતી ગઈ તેમાં પુરુષોની મૅચોમાં સૌંદર્ય અને સમજ ધરાવતી સ્ત્રીઓ દ્વારા અૅન્કરિંન્ગ, ક્રિકેટના ટેલિકાસ્ટમાં પ્રચંડ વધારો અને દુનિયામાં બધે જ મહિલાઓની સતત આગેકૂચ જેવાં પરિબળો પણ હતાં. તેમાં એક મુખ્ય પરિબળ મિતાલી રાજ. તેણે ભારતીય લોકોનો મહિલા ક્રિકેટ તરફ જોવાનો નજરિયો બદલવામાં મોટો ફાળો આપ્યો. એક્સપ્રેસ લખે છે :
She was the single most transformative figure in women’s cricket in her country. She broke barriers and boundaries and changed perceptions. The force of her personality, the gift of her stroke-making and the dint of her leadership influenced the coming of age narrative of Indian women’s cricket, uplifted them from outsiders to genuine title contenders, and injected them with self-belief. Any summation of her career should comprise three parts. Mithali as a trailblazer of women’s cricket, as a world-conquering batter and as a World Cup captain.
(મિતાલી આપણા દેશના મહિલા ક્રિકેટની એક માત્ર સહુથી શક્તિશાળી પરિવર્તનકાર હતી. તેણે અડચણો અને સીમાડાંને તોડ્યાં. વ્યક્તિત્વના પ્રભાવ, ફટકાબાજીની દેણ અને નેતૃત્વની કુનેહથી તેણે પુખ્તતાના તબક્કામાં પ્રવેશી રહેલાં ભારતીય મહિલા ક્રિકેટનું આખું narrative બદલી નાખ્યું. તેણે મહિલા ક્રિકેટરોને રમતની મુખ્ય ધારાથી બહાર હોય તેવા ઘટકના સ્થાનેથી ઉપર ઊઠાવીને ખરેખરા હરીફને સ્થાને મૂકી અને તેમનામાં આત્મવિશ્વાસ રેડ્યો.)
દેશમાં વર્ષોથી પોંખાતાં પ્રસ્થાપિત ક્રિકેટમાં સચિનનું આવું કોઈ યોગદાન છે કે કેમ તે સચિન-ભક્તિ વિનાની તટસ્થતાથી વિચારનારા નિરીક્ષકો કહી શકશે.
પોર્ટલ્સ અને પ્રકાશનોમાં ક્રિકેટ વિશે લખતાં રહેનાર સક્ષમ મિશ્રા The Quaint પોર્ટલ પર 6 જુલાઈએ Why is Mithali Raj Denied the Credit Due to Her? મથાળા હેઠળના લેખમાં એક જગ્યાએ પૂછે છે :
Sachin Tendulkar is the Mithali Raj of men's cricket. How about that?
(સચિન તેંડુલકર પુરુષોના ક્રિકેટના મિતાલી રાજ છે. આ કેવું લાગે છે ?)
તે આગળ લખે છે :
The disparity in remuneration and fan following of men's and women's cricket is another matter. But why a legend like Mithali Raj – and I repeat, comparable only to Sachin Tendulkar in context of Indian cricket – does not get even half the credit is inexplicable.
(સ્ત્રીઓ અને પુરુષોને રમત માટે મળતા પૈસામાં અસમાનતા, તેમ જ બંનેના ચાહકોની સંખ્યામાં પણ અસમાનતા એ બીજી વાત છે. પણ ભારતીય ક્રિકેટના સંદર્ભમાં જેની સરખામણી માત્ર સચિન સાથે જે થઈ શકે તેવી દંતકથા સમી ખેલાડી મિતાલીને મળવો જોઈએ તેના કરતાં અરધો જશ પણ કેમ નથી મળતો એ ન સમજાય તેવી બાબત છે.)
પછી લેખક કહે છે કે આ જશ આપવામાં નથી આવતો તેનું કારણ batting style કે the low strike rate હોય તો એ ગેરસમજ છે. આમ કહીને પછી મિશ્રા તેમના લેખમાં ઇન્ગ્લેન્ડ સામેની ત્રણ વન-ડે ઇન્ટરનૅશનલના દાખલા આપીને એ ગેરસમજ દૂર કરવાની કોશિશ કરે છે.
સચિનનો જે જયજયકાર થયો તેટલો જયજયકાર તેના જેટલી જ શ્રેષ્ઠતા ધરાવનાર મિતાલીનો થયો નથી. તેનું કારણ ભારતીય સમાજનું એકંદર પુરુષકેન્દ્રી માનસ હોય તેમ આ લખનારને લાગે છે.
12 જૂન 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર