કયા દીએ ખોદી દેશની ઘોર બોલો?
કોણ માર્યા કરે ગપ્પાં ઠંડે પ્હોર બોલો?
કોનું પત્રકારો સામે વિલીન થઈ જાય છે જોર બોલો?
કોણે રસ્તા વચ્ચે છૂટ્ટાં મૂકી દીધાં છે હરાયાં ઢોર બોલો?
કોણ ફાડી ખાય કોને, કઈ કોર બોલો?
કોણ પંપાળ્યા કરે મઝાના મોર બોલો?
કોણે ખાળે ડૂચા દઈને ઉઘાડાં રાખ્યાં છે બારણાં?
કયો ચોકીદાર જ છે ચોર બોલો?
કોણે ચોકે ચોકે ઊભાં કરી દીધાં છે રાવણાં?
કોણ છડેચોક વેચ્યા કરે છે પોતાના જ બોર બોલો?