Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376888
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘જેમ મને ગુલામ થવું ન ગમે, તેમ માલિક થવું પણ મને ન ગમે !’

રમેશ સવાણી|Opinion - Opinion|5 July 2025

4 જુલાઈ 1776ના રોજ, 13 અમેરિકન વસાહતોને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્ર જાહેર કરવામાં આવી હતી. USમાં, 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

4 જુલાઈ 2025ના રોજ અમે Springfield ખાતે, USના 16મા પ્રેસિડન્ટ Abraham Lincoln – અબ્રાહમ લિંકન(12 ફેબ્રુઆરી 1809-15 એપ્રિલ 1865)ના નિવાસસ્થાનની બીજી વખત મુલાકાત લીધી. અગાઉ 2016માં આ સ્થળ જોયું હતું. આ વખતે કેનેડા નિવાસી જગદીશ બારોટ તથા શિકાગોના ડો. દિનેશ ધાનાણી સાથે હતા. શિકાગોથી સ્પ્રિંગફીલ્ડનું અંતર 199 માઇલ છે. સ્પ્રિંગફીલ્ડ એ ઇલિનોઇસ રાજ્યનું પાટનગર પણ છે.

અબ્રાહમ લિંકને USના પ્રમુખ તરીકે 1861 થી 1865 સુધી સેવા આપી હતી. તેમણે અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સનું નેતૃત્વ કર્યું; અમેરિકાના કન્ફેડરેટ સ્ટેટ્સને હરાવ્યા અને ગુલામી નાબૂદીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ 1837 થી 1861 સુધી સ્પ્રિંગફીલ્ડમાં રહ્યા હતા. લિંકનનો જન્મ કેન્ટુકીમાં થયો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું. 1816માં તેમનો પરિવાર કેન્ટુકી રાજ્ય છોડી ઇન્ડિયાના રાજ્યમાં સ્થળાંતરિત થયો. બાળપણથી જ પરિવારના હાડમારીભર્યા જીવનને કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ તૂટક અને અવ્યવસ્થિત રહ્યું. 1830માં તેમનો સમગ્ર પરિવાર ઇન્ડિયાના રાજ્ય છોડી ઇલિનૉઇસ રાજ્યમાં સ્થાયી થયો. અહીં તેમણે છૂટક મજૂરી અને નાની-મોટી નોકરીઓ કરીને પરિવારને મદદરૂપ બન્યા. લિંકને સૌ પ્રથમવાર ઇલિનૉઇસ રાજ્યના પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પ્રથમ પ્રયાસમાં તેઓ પરાજીત થયા. 1834માં ફરીવાર આ બેઠક પરથી ઉમેદવાર બન્યા અને ચૂંટણીમાં વિજય મેળવ્યો. 1836માં ઇલિનૉઇસ બેઠકના પ્રતિનિધિ તરીકે તેઓ બીજી વાર ચૂંટાયા. આ દરમિયાન તેઓએ ગુલામી પ્રથાનો વિરોધ કર્યો. 1836માં કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો તેમણે આરંભ કર્યો. ‘ઇલિનૉઇસ સેન્ટ્રલ કેસ’, ‘એફી આફટન કેસ’, ‘સેન્ડબાર કેસ’ જેવા નોંધપાત્ર કેસો જીતી તેમણે શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. 1842માં લિંકનના લગ્ન મેરી ટોડ સાથે થયાં. 1860માં પ્રમુખની ચૂંટણીમાં તેઓ વિજયી બન્યા. લિંકને લશ્કરી કાર્યવાહી અને રાજકીય નિર્ણયો દ્વારા ગુલામી પ્રથા નાબૂદ કરી.

ઉમાશંકર જોશીએ 15 એપ્રિલ 1965ના રોજ લિંકન વિશે કહ્યું હતું : સમાજજીવનનો રોગ લિંકને બરોબર પારખ્યો હતો. નાનપણમાં ગુલામોની હરરાજીનું એક કારમું દૃશ્ય એમણે જોયેલું. એક નિગ્રો યુવતીને ઘરાકોની આગળ આમથી તેમ ફેરવવામાં આવી રહી હતી. યુવક લિંકનના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો : “If ever I get a chance to hit that thing, I’ll hit it hard – આ વસ્તુ પર પ્રહાર કરવાની કદી મને તક મળશે તો હું એની ઉપર સખ્ત પ્રહાર કરીશ.” લાકડાની નાનકડી ખોલીમાં જિંદગી શરૂ કરીને 1860માં, એકાવન વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રમુખનું પદ પોતે પામ્યા. એમનાં બે સૂત્રો માનવઇતિહાસનાં કંઠાભરણ બનવા સર્જાયાં છે : “In giving freedom to the slave, we assure freedom to the free – ગુલામને સ્વતંત્રતા આપીને, આપણે મુક્તને સ્વતંત્રતાની ખાતરી આપીએ છીએ.” અને એ જ વાત પલટાવીને બીજી રીતે અમર શબ્દોમાં એ મૂકે છે : “As I would not be a slave, so I would not be a master – જેમ મને ગુલામ થવું ન ગમે, તેમ માલિક થવું પણ મને ન ગમે.”

14 એપ્રિલ 1865ના રોજ અબ્રાહમ લિંકન પરિવાર સાથે નાટક-કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે જૉન વિલ્ડ્સ બુથ નામની વ્યક્તિએ અબ્રાહમ લિંકનને ગોળી મારી દીધી. 15 એપ્રિલ 1865ના રોજ તેમનું અવસાન થયું. તેઓ ઇન્ડિયાનામાં મોટા થયા હતા અને વોશિંગ્ટનમાં પ્રમુખ તરીકે રહ્યા, તેમ છતાં તેમને ઇલિનોઇસમાં દફનાવવામાં આવ્યા હતા. તેમની હત્યાના બે વર્ષ પહેલાં તેમણે લખ્યું હતું : “સ્પ્રિંગફીલ્ડ મારું ઘર છે, અને ત્યાં મારા જીવનભરના મિત્રો છે.” 

લિંકનના નિવાસસ્થાનની વિઝિટ કર્યા બાદ 23 મિનિટની ફિલ્મ Abraham Lincoln: A JOURNEY TO GREATNESS જોઈ. પછી થોડે દૂર Lincoln Tombની મુલાકાત લઈ લિંકનને આદરાંજલિ પાઠવી. 

મનમાં સવાલ થયો : માનવસમાજની સર્વોત્તમ સેવા આપનાર અબ્રાહમ લિંકન / માર્ટિન લ્યૂથર કિંગ / ગાંધીજીની હત્યા કેમ?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

5 July 2025 રમેશ સવાણી
← ઈશ્વર – શેરાવલોકન
ચલ મન મુંબઈ નગરી—296 →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved