ઘર સ્મૃતિમાં નહીં
આપણી સાથે રહે છે
આપણે ત્યાં ના હોઈએ તો પણ
એ ચાલ્યા જ કરે છે આપણી સાથે
માની જેમ રહે છે
પૂછ્યા કરે છે
કે રાત્રે કેમ જમ્યા નહીં
પરદેશમાં વસવાવાળાની સાથે
એ રહેતું હોય છે
મલમની માફક
વાવાઝોડા વંટોળ ટાણે
પડછાયાની માફક
પાછા ફરવાવાળા માટે
આ પવિત્ર સ્થળ જેવું છે
પાછા ના ફરી શકનારા માટે
એક પીડા
ઘર એક આદત છે
જે ક્યારે ય છૂટતી નથી
ભલે ને આપણે છૂટી જઈએ.
e.mail : rupaleeburke@yahoo.co.in