બારણું જરાક જ ઉઘાડું રાખો કે
બારી
મગજ સજડબમ્મ બંધ કે
અધબોબડું
એની યાદ તો આવે જ
ખડખડાટ હસો કે ધ્રુસકે ધ્રુસકે રડો
આઈડ્રૉપ્સ વાપરો કે
આંખો આંસુથી ધોવો
એની યાદ તો આવે જ
બધા રૂટની બસો આવીને જતી રહૅ
બેસી રહૉ બસસ્ટૅન્ડે મધરાત લગી કે
મળસકા લગી
એની યાદ તો આવે જ
હૃદયના કૂવામાં ઊતરો કે
નદીમાં ઊંડી લગાવો ડૂબકી કે
પર્વતની ટોચેથી મારો ભુસ્કો
એની યાદ તો આવે જ
લાઇબ્રેરી માથે લઈને ફરો કે
સાથે ભૉમિયો રાખીને ભમો કે
એકલા ચલો
એની યાદ તો આવે જ
અંધારામાં મોતી પરોવો કે
ધૉળે દિવસે ફાનસ લઈને નીકળો કે
ચાંદનીરાતે ટૉર્ચ
એની યાદ તો આવે જ
સૂઝે એ બકો લખો કે કરો
ન કરવાનું ય કરો
એની યાદ તો આવે જ
પણ
એ
ન આવે
= = =
(February 9, 2021: USA)