હસીને રુપાળું પછી લુંટશે એ ધુતારા
તમે કેમ છો સામટું પૂછશે એ ધુતારા
ખબર છે નથી આપણા એ છતાં કેમ જાણે
ખણી ચીમટો ગાલને ચૂમશે એ ધુતારા
જવાની અમે સાચવી ના શક્યા જવાનીમાં
બુઢાપો રક્તમાં ફરી ઘુંટશે એ ધુતારા
પથારી જમીને કિન્તુ એ ઉડાડે હવામાં
બતાવી મજા ખ્વાબમાં ધૂણશે એ ધુતારા
છુપાવી ગુલાબી લટોમાં બદનામ ઉતારા
બેપરવા બેઆબરૂ ઊડશે એ ધુતારા
હતી એમને ક્યાં શ્રદ્ધા ખુદાની બાબુલજી
બનાવટી દેખાવના ઝૂકશે એ ધુતારા
e.mail : fdghanchi@hotmail.com