બે મુક્તક

કૃષ્ણાદિત્ય
16-07-2021

કવિતાના પ્રાણમાં
પ્રચ્છન્ન કે પ્રગટ પુછાતો પ્રશ્ન હોય છે,
સમાજને, સત્તાને, સ્વયમ્‌ સૌની સમજને.

*

વેદનાની સ્મૃતિમાંથી સરતા શબ્દો હૃદયસ્પર્શી હોય છે,
વ્રણમાંથી વહેતા શબ્દો વિરલ હોય છે,
માનવીય અસ્તિત્વનો આધાર હોય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16

Category :- Poetry