ભયાનક છે

ભરત વિંઝુડા
16-07-2021

એક  રાજા  કહે  એ  સેવક છે,
સેવકો     એટલે    પ્રશંસક  છે !
હું ગયો કંઈક એમાં કહેવા તો,
કોઈ બોલ્યું કે આ તો નાટક છે !
ફિલ્મનો  અંત  ખૂબ  છે  સારો,
વચ્ચે-વચ્ચે  બધું  ભયાનક છે !
એની  વાતોમાં  આવવાનું નહીં,
એ  અહીં  કોઈનો  સમર્થક  છે !
આપણે  શાંતિ જોઈએ  કેવળ,
ને  પડોશી   બધા   લડાયક  છે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16

Category :- Poetry