કારણ કે હું મૃત્યુ માટે થોભી શકી ના

મૂળઃ એમિલી ડિકિન્સન; મુક્ત અનુવાદઃ વિરાફ કાપડિયા
15-07-2020

કારણ કે હું મૃત્યુ માટે થોભી શકી ના,
એ થોભ્યું મારે માટે સહજ કૃપાથી;
આરૂઢ હતાં ઘોડાગાડીમાં હું ને એ
અને અમરત્વ સાથી.

પથ કાપ્યો ધીમેથી, એને જલ્દી નહોતી,
મેં પણ નેવે મૂકી દીધી’તી હાવાં
મારી ફરજ અને ફુરસદને
એનાં માન-અદબ જાળવવા. 

અમે પસાર કરી નિશાળ, બાળક રમતાં’તાં
રિસેસમાં મેદાને વૃત્તાકાર, 
પસાર કર્યાં અઢળક ધાને ટકટક જોતાં ખેતર,
ને આથમતા સૂરજને પણ કર્યો પસાર,

પણ સાચે તો એણે પસાર કર્યાં અમને;
પથ ઠંડું થરથરતું ઝાકળ ઝમ્યું હતું —
જંતુજાળ પર; મારા ગાઉન, રેશમના પટ,
અને દુપટ્ટા સાથે પણ શું રમ્યું હતું !

અમે અટક્યાં જ્યાં સમક્ષ હતું એક ઘર — 
અવનિના ઊપસેલા સોજાની જાણે ગાંગડી;
છપ્પર તો ભાગ્યે જ હતું દૃષ્ટિગોચર,
ને ધરતીમાં ખૂંપેલી એની કાંગરી. 

ત્યાર પછી સદીઓ વીતી, તો પણ જાણે લાગે
તે અવસરથી એક જ દિનનાં છેટાં, 
જ્યારે મેં ધાર્યું’તું અશ્વોનાં મુખ
ફર્યાં હતાં ત્યાં અનંતતાને જોતાં.

***

Because I could not stop for Death

Because I could not stop for Death –
He kindly stopped for me –
The Carriage held but just Ourselves –
And Immortality.

We slowly drove – He knew no haste
And I had put away
My labor and my leisure too,
For His Civility –

We passed the School, where Children strove
At Recess – in the Ring –
We passed the Fields of Gazing Grain –
We passed the Setting Sun –

Or rather – He passed Us –
The Dews drew quivering and Chill –
For only Gossamer, my Gown –
My Tippet – only Tulle –

We paused before a House that seemed
A Swelling of the Ground –
The Roof was scarcely visible –
The Cornice – in the Ground –

Since then – 'tis Centuries – and yet
Feels shorter than the Day
I first surmised the Horses' Heads
Were toward Eternity –

***

e.mail : [email protected]

Category :- Poetry