દિવાલ ચણાય છે

સુભાષ દેસાઈ
10-07-2020

દિવાલ ચણાય છે
ઊહાપોહ ઘણો થાય છે
અને થશે
દિવાલ કશું રોકી શકશે?
દિવાલ બધાંને દેખાઈ?
વર્ષોથી
આપણે ઊભી કરેલી દિવાલ
જાતે જ ઊંચી થતી
જાય છે
અને કોઈ ને ખબર પણ નથી
તમને છે?

7-7-2020

Category :- Poetry