Opinion Magazine
Number of visits: 9957401
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

सांप्रदायिक राष्ट्रवाद के दौर में समावेशी भारत के विचार की पुनर्स्थापना

राम पुनियानी|Opinion - Opinion|29 January 2024

राम पुनियानी

कई राज्यों में राज्यपाल रह चुके सत्यपाल मलिक अनेक बार कह चुके हैं कि 2019 में हुए लोकसभा चुनाव में मोदी और भाजपा की जीत में पुलवामा और बालाकोट का काफी बड़ा योगदान था. उन्होंने यह भविष्यवाणी भी की है कि 2024 के चुनाव के ठीक पहले भी कोई और बड़ी घटना हो सकती है.

अयोध्या के राममंदिर में प्राणप्रतिष्ठा को लेकर जो उन्माद उत्पन्न किया गया, उसके चलते यह एक बड़ी घटना बन गया है. ठीक इसी समय, सुरन्या अयय्यर, जो एक अधिवक्ता और लेखक हैं, ने उपवास व पश्चाताप किया, जिसे उन्होंने अपने मुस्लिम मित्रों के प्रति “संताप और स्नेह” के 72 घंटे निरूपित किया. उनका दावा है कि उन्हें मुगलों की विरासत पर गर्व है. हम अपने चारों ओर विभाजनकारी और दमघोंटू माहौल बनता देख सकते हैं, जो बहुत डरावना लगता है.

वैसे मंदिरों के उद्घाटन साम्प्रदायिक सद्भाव बढ़ाने के अवसर भी रहे हैं, जो कुछ उदाहरणों से स्पष्ट होगा. सन् 1939 में दिल्ली में लक्ष्मीनारायण मंदिर (बिड़ला मंदिर) का उद्घाटन करते हुए महात्मा गांधी ने कहा था, ‘‘हिन्दू धर्म के हर अनुयायी को प्रतिदिन यह प्रार्थना करनी चाहिए…कि दुनिया का हर ज्ञात धर्म हर दिन फले-फूले और पूरी मानव जाति का हित करे…मुझे उम्मीद है कि इन मंदिरों से सभी धर्मों के एक समान सम्मान का संदेश जाएगा और साम्प्रदायिक ईर्ष्या और कलह बीते दिन की बातें बन जाएंगीं”.

लगभग यही बात स्वामी विवेकानंद ने काफी पहले (1897) में कही थी. “भारत में हिन्दुओं ने ईसाईयों के लिए गिरजाघर बनाए हैं और अभी भी बना रहे हैं और उन्होंने मुसलमानों के लिए मस्जिदें भी बनाई हैं”. अपनी पुस्तक ‘लेक्चर्स फ्राम कोलंबो टू अल्मोड़ा‘ में स्वामीजी कहते हैं, “कहने की ज़रुरत नहीं कि इसे समझने के लिए हमें न केवल परोपकारी बनना होगा बल्कि एक दूसरे का सकरात्मक मददगार भी बनना होगा, भले ही हमारी धार्मिक मान्यताएं और प्रतिबद्धताएं कितनी ही भिन्न क्यों न हों. और भारत में हम ठीक यही करते आए हैं, जैसा कि मैंने आपको अभी-अभी बताया…और यही किया जाना चाहिए”.

वर्तमान में माहौल इसके ठीक विपरीत है, जैसा कि सुरन्या के उपवास से जाहिर होता है. यह उन घटनाओं में भी प्रतिबिंबित होता है जिनमें आनंद पटवर्धन की सर्वकालिक क्लासिक “राम के नाम”, जो सेंसर द्वारा अनुमोदित है, का प्रदर्शन आयोजित करने वाले सांस्कृतिक कर्मियों को गिरफ्तार किया जा रहा है और उनके खिलाफ गैर-जमानती वारंट जारी किए जा रहे हैं. यह 20 जनवरी को हैदराबाद में हुआ.

दूसरी ओर हैं आरएसएस के अघोषित मुखपत्र ‘आर्गनाईजर’ के संपादक प्रफुल्ल केतकर जैसे लोग, जिनका दावा है कि “अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा दशकों चले राम जन्मभूमि आंदोलन की परिणति मात्र नहीं है अपितु यह राष्ट्रीय चेतना के पुनर्निर्माण की शुरूआत है”. इसका अर्थ यह है कि सामाजिक बदलाव और ‘आईडिया ऑफ़ इंडिया’ के विचार के विकास की जो प्रक्रिया स्वाधीनता आंदोलन के साथ-साथ चली थी, वह नकार दी गई है और जिसे मोटे तौर पर ‘हिन्दू राष्ट्र’ कहा जा सकता है, वह अस्तित्व में आ चुका है और हिन्दू राष्ट्र के निर्माण की ओर साम्प्रदायिक शक्तियों ने कई सफल कदम उठा लिए हैं.

भारत के विचार में समाज के विभिन्न वर्गों का एकजुट होकर औपनिवेशिक शक्तियों से संघर्ष करना शामिल था, और इसमें सभी की स्वतंत्रता, समानता, बंधुत्व और न्याय उपलब्ध कराने का लक्ष्य हासिल करने का प्रयास भी सम्मिलित था. इस व्यापक आंदोलन, जिसका लक्ष्य भारत के विचार को हासिल करना था, वही भारत के संविधान के मूल्यों का आधार बना.

भारत के इस विचार को कई चुनौतियों का सामना करना पड़ा जिनकी जड़ें राजे-रजवाड़ों के मूल्यों में थीं, जिन्हें मोटे तौर पर सामंती मूल्य कहा जा सकता है. इन मूल्यों केन्द्र में थे जाति, वर्ग और लिंग के जन्म-आधारित पदानुक्रम और यही वे मूल्य हैं जिनका उपयोग मंदिर में प्राणप्रतिष्ठा को लेकर उन्माद उत्पन्न करने के लिए किया गया. इनके मूल में हैं विभिन्न धर्मों के राजा, जमींदार और उनसे जुड़े विचारक जो मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस जैसे संगठनों के रूप में सामने आए. जहां मुस्लिम साम्प्रदायिक शक्तियां सामंती मूल्यों पर पाकिस्तान में अमल कर रही हैं वहीं हिन्दू साम्प्रदायिक शक्तियां भारत में हर्षित हैं. वे धीरे-धीरे प्रबल होते हुए राम मंदिर में प्राण प्रतिष्ठा के साथ अर्ध-शिखर पर पहुंच गईं हैं.

आजादी की लड़ाई के दौरान के भारत के मूल्य भगत सिंह, अम्बेडकर और गांधी के विचारों के रूप में प्रकट हुए जिन्होंने आजादी, समानता और बंधुत्व या मेल-जोल पर जोर दिया. राष्ट्रपिता से कुछ मतभेदों के बावजूद, सुभाषचन्द बोस की भी इस ‘भारत के विचार’ के प्रति पूर्ण प्रतिबद्धता थी.

अभिजात जमींदार और मनुस्मृति-पूजक विचारधारा, हिंदू राष्ट्र अर्थात हिन्दुत्व का सामाजिक आधार थी. ये शक्तियों और यह विचारधारा प्रबल होती गई, विशेषकर पिछले चार दशकों में, और वे दिन पर दिन साम्प्रदायिकता के शक्तिशाली होते जाने से बहुत प्रसन्न हैं. वे मंदिर में हुई प्राण प्रतिष्ठा को लेकर भी गांधी और विवेकानंद के नजरिए के विपरीत संकीर्ण विचार व्यक्त कर रहे हैं. साम्प्रदायिक राष्ट्रवादी एक विशेष प्रकार के ‘सभ्यतागत मूल्यों’ को और प्रबल बनाने की कोशिश कर रहे हैं जिसकी जड़ें मनुस्मृति में निहित ब्राम्हणवाद में हैं.

जो लोग मनुस्मृति के मूल्यों से दूर रहने के पक्ष में हैं, जो भारतीयता के झंडे तले सभी को जोड़ना चाहते हैं, जो वर्ग, जाति और लिंग के अंतरों को भूलकर एकता के पक्ष में हैं, उन्हें हिन्दू भारत में तरह-तरह की धमकियों का सामना करना पड़ रहा है. यह मुस्लिम पाकिस्तान में जो हो रहा है, उसके समानांतर परन्तु उलट है.

ऐसे में आशा की एकमात्र किरण है ‘भारत का विचार’ रखने वाले समाज के उन सभी वर्गों की एकता जिन्होंने मिलकर आजादी की लड़ाई लड़ी था. उनका आन्दोलन उन ताकतों के खिलाफ है जो धर्म के नाम पर जन्म-आधारित उंचनीच पर गर्वित हैं और जो भारतीय संविधान से ज्यादा महत्व धार्मिक ग्रंथों को देते हैं. मगर इन ताकतों का आन्दोलन बिखरा हुआ है. इस आन्दोलन में शामिल विभिन्न समूहों के हित अलग-अलग हो सकते हैं मगर ज़रुरत इस बात की है कि भारतीय संविधान और आईडिया ऑफ़ इंडिया के प्रति उनकी निष्ठा के आधार पर वे एक साथ काम करें और समूहों और पार्टियों के ऊपर उठें.

आज भी कई ऐसी पार्टियाँ हैं जो साम्प्रदायिकता से दूर हैं. इन पार्टियों के नेताओं ने अपने मतभेदों को भुलाकर, ब्रिटिश औपनिवेशिक सरकार के खिलाफ मिलकर संघर्ष किया था. आज ज़रुरत इस बात की है कि समाज के ऐसे वर्गों के सामाजिक और राजनैतिक गठबंधनों को आगे लाया जाए. औपनिवेशिक सरकार, समाज के अधिकांश तबकों के हितों के खिलाफ थी. इसी तरह, आज जो ध्रुवीकरण की राजनीति के सहारे सत्ता में हैं, वे भी समाज के कमज़ोर वर्गों के हितों के खिलाफ हैं. पिछले दस सालों में यह एकदम साफ़ हो गया है.

उन्माद से निपटने के लिए उन्माद पैदा करने की ज़रुरत नहीं है. हमें उस विचारधारा की ज़रुरत है जो समाज के कमज़ोर वर्गों – दलितों, धार्मिक अल्पसंख्यकों, महिलाओं, श्रमिकों और आदिवासियों – को एक करे. ऐसे कई सांझा मूल्य हैं जिनकी रक्षा उन्हें करना है. और उन्हें स्वाधीनता आन्दोलन से उभरे ‘आईडिया ऑफ़ इंडिया’ को भी बचाना है. क्या भारत जोड़ो न्याय यात्रा ऐसे सांझा मंच की स्थापना की दिशा में पहला कदम हो सकता है? यह आज हमारे सामने सबसे बड़ा प्रश्न है.

24/01/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/big-responsibility-on-bharat-jodo-nyay-yatra-hope-for-restoration-of-idea-of-inclusive-india-increased 

Loading

શિક્ષણ વિભાગનો બાલ્યકાળ પૂરો થાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 January 2024

રવીન્દ્ર પારેખ

ગુજરાતમાં દાયકાઓથી ભા.જ.પ.ની સરકાર છે ને તેણે અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી છે, પણ કોણ જાણે કેમ, શિક્ષણ વિભાગનો બાલ્યકાળ પૂરો થતો જ નથી. ક્યાંક તે કોઈ માનસિક સમસ્યાથી પીડાય છે અથવા તો યૌવનકાળ ચાલતો હોવા છતાં, તેનું છોકરમતપણું છૂટતું જ ન હોય તેમ, એટલી બધી વખત છેક ભૂંસ ચાલે છે કે મૂળ વાત જ ઉકલતી નથી. તેનો શિક્ષકો અંગેનો એક પણ નિર્ણય સ્વસ્થતાનો દ્યોતક નથી. 2017થી બત્રીસેક હજાર શિક્ષકોની કાયમી ઘટમાં ખાસ ફેર પડ્યો નથી. શિક્ષકો સાથે જૂનું વેર હોય તેમ તેના હિતનો કોઈ વિચાર સરકારને આવતો જ નથી. પાયામાંથી બાળકોનું શિક્ષણ કાચું જ રહે તે માટે સરકાર પરિપત્રો બહાર પાડતી રહે છે, પણ મૂળ પ્રશ્ન ઊભો રહેવા દઈને સરકાર એવા ઉકેલ શોધે છે જે સમસ્યા વધારે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષકો જરૂરી જ ન હોય તેમ શિક્ષક વગર શિક્ષણ આપવાના અખતરાઓ ચાલે છે. કાયમી શિક્ષકો ઘટતા હોય તો તેની નિમણૂક કરવી એ સાદો ઉકેલ હોય, પણ તેમ ન કરતાં સરકાર કામ ચલાઉ શિક્ષકોથી કામ કાઢે છે. એમ કરવાથી કાયમી શિક્ષકોની સમસ્યા કેવી રીતે ઉકેલાય તે સમજાતું નથી.

શિક્ષકોની કામ ચલાઉ નિમણૂકો સિવાય બીજું કોઈ કામ જ ન હોય તેમ એમાં ને એમાં જ શિક્ષણ વિભાગ સમય પસાર કરે છે. કાયમી શિક્ષકોને વિકલ્પે સરકારે વિદ્યા સહાયકો, પ્રવાસી શિક્ષકો, જ્ઞાન સહાયકો…ની કામચલાઉ વ્યવસ્થાઓ ઊભી કરી ને એમાં પણ એટલી વખત ફેરફારો કર્યા કે એ બધા છેવટે તો વિદ્યાર્થીઓ માટે છે એ વાત જ ગૌણ થઈ ગઈ. આખા ય ઉપક્રમમાં વિદ્યાર્થીઓ કોઈને બહુ યાદ આવતા જ નથી. ભણાવવા કરતાં ભણાવવાની વ્યવસ્થા જ ભણતર હોય એવી માનસિક્તાથી શિક્ષણ વિભાગ પીડાય છે. કેટલી ય સ્કૂલો શિક્ષકો વગર કે એકાદ શિક્ષકથી જ ચાલતી હોય ને એની જાહેરાત ખુદ સરકાર જ કરતી હોય તો એ સમસ્યા ઉકેલવાનું અગ્રતાક્રમે હોવું જોઈએ, પણ સરકારની એમ કરવાની દાનત નથી. ઉકેલ ન લાવવાથી જ શિક્ષણ ઉત્તમ થશે એવા કોઈ આસુરી આનંદથી સરકાર સ્વસ્થ છે. નિવૃત્તિનાં લાભો અને પેન્શનને મુદ્દે સરકાર શિક્ષકોની કાયમી ઘટ પૂરતી નથી ને એને બદલે કામચલાઉ નિમણૂકોથી આંગળાં ચાટીને હોજરી ભરે છે, તે શરમ જનક એટલે છે કે સરકારનાં અધિકારીઓ અને મંત્રીઓ કે વિધાનસભ્યો પેન્શન જતું કરવા તૈયાર નથી. પેન્શન પોતે છોડવું નથી ને શિક્ષકોને આપવું ન પડે એટલે વર્ષોથી કામચલાઉ નિમણૂકોનો કારભાર ચાલે છે.

છએક મહિના પર જ્ઞાન સહાયકોની પૂરતી નિમણૂક વગર જ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા, પછી લાગ્યું કે જ્ઞાન સહાયકોની નિમણૂકમાં વાર લાગે એમ છે, એટલે પ્રવાસી શિક્ષકોને ફરી તેડાયા. મહેસાણામાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક થતાં 100 પ્રવાસી શિક્ષકોને પગાર પછી ચૂકવવાની શરતે, છૂટા કરવામાં આવ્યા, કારણ છેલ્લા મહિનાની ગ્રાન્ટ આવી ન હતી. કોઈ સરકારી અધિકારીને મોડો પગાર ચૂકવાતો નથી, તો પ્રવાસી શિક્ષકોને મહિનો પૂરો થવા આવે છતાં, પગાર ન ચૂકવાય એટલી ગરીબ સરકાર ક્યારથી થઈ તે નથી સમજાતું.

આમાં બીજી ગરબડ એ થાય છે કે જ્ઞાન સહાયકોની નિમણૂક તો થઈ જાય છે, પણ તેઓ કોઈક કારણસર હાજર થતાં નથી. તેઓ પણ નારાજ એટલે છે કે કાયમી નોકરી મળવાની શરતે જ તેમણે ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરી ને હવે પાસ થયા પછી તેને 26 હજારની જ્ઞાન સહાયકની નોકરી ઓફર કરાય છે. આ રોકડો વિશ્વાસઘાત છે. સરકારના આ વિશ્વાસઘાતથી પણ ઘણા જ્ઞાન સહાયક થવા તૈયાર નથી. એમાં બીજી ગરબડ એ થાય છે કે જ્ઞાન સહાયકનું પાકું થાય તે પહેલાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાય છે. આ વેપલામાં રખડી પડે છે વિદ્યાર્થીઓ, જેનું હિત વિચારવાની કોઈને જ જરૂર જ નથી જણાતી. બને છે એવું કે સરકારે પ્રવાસીની દુકાન બંધ કરી દીધી હોય ને જ્ઞાન સહાયકનાં ઠેકાણાં ન હોય, એ સ્થિતિમાં પ્રવાસી શિક્ષકનો ખર્ચ જે તે સ્કૂલે વેઠવો પડે છે. કેટલી ય જગ્યાએ જે તે વિષયના શિક્ષકો નથી ને વર્ષ પૂરું થવા આવે ત્યાં સુધી નિમણૂકોનું ઠેકાણું પડતું નથી. આખું વર્ષ શિક્ષકોની નિમણૂકની ડુગડુગી વગાડીને સરકાર ખેલ કરવામાંથી જ ઊંચી નથી આવતી. આ ખેલ વર્ષોથી ચાલે છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી, તે એટલે કે ઉકેલ લાવવો નથી.

આ મહેસાણાની જ વાત નથી, વડોદરાએ સરકારને એ જ્ઞાન આપવું પડે છે કે જ્ઞાન સહાયકોની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને ચાલુ રાખો. જ્ઞાન સહાયકને મામલે સરકારને ખબર છે કે બધે ભરતી થઈ નથી, થઈ છે ત્યાં જ્ઞાન સહાયકો હાજર થયા નથી ને બોર્ડની પરીક્ષાઓ છાતી પર છે, તો સવાલ એ થાય કે એ નિમણૂકો પરીક્ષા પછી થવાની છે? વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ પરિણામ આવે પછી તપાસવાની કોઈ નવી સ્કિમ તો નથી આવવાનીને? પહેલી ટર્મ શરૂ થઈ ત્યારથી નિમણૂકની સમસ્યાઓ છે, પણ વર્ષ પૂરું થવા આવ્યું તો પણ તેનો ઉકેલ આવતો નથી, તો એની કોઈને નાનમ પણ નથી લાગતી. જગતમાં આટલું રેઢિયાળ અને નઘરોળ તંત્ર બીજે નહીં હોય !

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ષોથી કાયમી શિક્ષક નથી, તેને વિકલ્પે પ્રવાસી શિક્ષકોથી ચલાવાયું, તે પછી જ્ઞાન સહાયકોની નિમણૂકની વાત આવી. તે થવા લાગી, તો શિક્ષકો આવતા નથી ને પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાય છે. હવે પરીક્ષા માથે છે ત્યારે નથી કાયમી, નથી પ્રવાસી કે નથી જ્ઞાન સહાયક. આટલા શિક્ષિત બેકાર હોવા છતાં, શિક્ષકોનો દુકાળ ઘટતો નથી, તે એટલે કે એ દુકાળ ઘટે તેવી શિક્ષણ વિભાગની જ ઈચ્છા નથી. રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષના કહેવા મુજબ 8,500 શિક્ષકોની જરૂર હતી, તેની સામે 4,800 શિક્ષકો ચૂકવાયા. બીજા 3,700 શિક્ષકો ન હતા, એટલે ન આપ્યા? ના, શિક્ષકો ઓછા નથી, પણ જરૂર મુજબ ન ફાળવીને સરકાર કરકસર કરે છે. એ કસર બીજા જલસાઓમાં નથી થતી, પણ ગરીબાઈ શિક્ષણમાં છતી થાય એનો વાંધો સરકારને નથી. ગરીબાઈ હોય ને છતી થાય તો સમજાય, પણ આ તો ભર્યા ભંડારે ભૂખમરો વેઠવાની ફરજ પડાય છે. જ્યાં જે જરૂરી છે ત્યાં તો તે જોઈએને ! લગ્ન માટે અઢારની એકને બદલે નવ, નવની બે કન્યાથી ચલાવવાની વાત વાજબી છે? હાલની સ્થિતિમાં 300થી વધુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયના શિક્ષકો ન હોય કે ઉચ્ચતર માધ્યમિકમાં ઇકોનોમિક્સ કે સ્ટેટેસ્ટિક્સના શિક્ષકો ન હોય ને બોર્ડની પરીક્ષા મોઢું ફાડીને સામે ઊભી હોય, તો એ વિદ્યાર્થીઓની માનસિક હાલતની સરકારને કલ્પના પણ છે?

જ્ઞાન સહાયકોની નિમણૂક ન થઈ તો પ્રવાસી શિક્ષકોને વધુ છ મહિના ચાલુ રાખવાનું સરકારે નક્કી કર્યું. છ મહિના પછી પણ જ્ઞાન સહાયકોની નિમણૂક પૂરી નથી થઈ એ જાણવા છતાં, 4,300 પ્રવાસી શિક્ષકો છૂટા કરી દેવાયા. બિલકુલ રોબોટની જેમ સરકાર કઇ રીતે વર્તી શકે છે એ જ સમજાતું નથી. એ વિચાર સરકારને નથી જ આવતો કે જ્ઞાન સહાયક મુકાયા ન હોય તો પ્રવાસી શિક્ષકોને છૂટા ન કરાય, પણ કર્યા. આટલી બધી તવાઈ શિક્ષકો પર જ કેમ? એના કરતાં શિક્ષણ વિભાગને જ તાળું મારી દેવાય તો, કેમ? જ્ઞાન સહાયક, પ્રવાસી, સ્વર્ગવાસીની કોઈ પંચાત જ નહીં ! એમ.એ., એમ.કોમ થઈને પણ કંડકટર કે પટાવાળાની જ નોકરી કરવાની હોય તો ભણ્યા વગર પણ મજૂરી તો મળી જ રહેશે. ઝાડુ મારવા માટે પીએચ.ડી. થવાની જરૂર છે? એવે વખતે સ્કૂલો બંધ હોય તો સારું જ ને ! ભણતરનો ખર્ચ તો બચે !

આમે ય ભણતર એવું રહ્યું નથી કે તેની યોગ્ય કદર થાય. એ સ્થિતિમાં શિક્ષણ જ બંધ થાય તો ગુજરાતનો શિક્ષણ વિભાગ જરૂરી શિક્ષકોની નિમણૂક કરતાં કતરાય છે તે તો અટકે. શિક્ષણને જ તાળું મરાય તો વિભાગની, મંત્રીઓની કે અધિકારીઓની જરૂર જ ન રહે ને અબજો રૂપિયાની બચત થાય તે નફામાં. આ બધો ખર્ચ તો વિભાગ પોતાનાં ગજવામાંથી કરે છેને ! પ્રજા કયાં ટેક્સ ભરે છે કે તેની આશાએ શિક્ષણ વિભાગ બેસે ! આખા વિશ્વમાં ગુજરાત જ એવું છે કે પૂરતા શિક્ષકો હોવા છતાં, શિક્ષણ વિભાગ શિક્ષકો રાખવામાં પૂરતો દરિદ્રી છે. હવે તો પ્રાર્થના જ કરવાની રહે કે ભારતનું કોઈ રાજ્ય આટલું દળદરી અને ગરીબ ન હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જાન્યુઆરી 2024

Loading

રામમંદિર, અયોધ્યા અને ભક્તિ(?)

રેખા સિંધલ|Opinion - Opinion|28 January 2024

રેખાબહેન – પ્રતાપભાઈ સિંધલ

પરણીને જે ઘરમાં મેં સાસરવાસ વેઠ્યો, તે ઘરની અને રામમંદિરની સહિયારી દીવાલ હતી. આ દીવાલ માંડ દસેક ફૂટ ઊંચી હશે. રામમંદિરના ઉપરના માળનો દાદરો આ દીવાલને અડીને જતો અમારા ફળિયામાંથી જોઈ શકાતો. એ જ રીતે અમારા ઘરની ઉપરના માળનો દાદરો અને બાલ્કની પણ મંદિરના આંગણામાંથી જોઈ શકાતા. હું પરણી તે પહેલાંથી રામનવમીના દિવસે ભક્તોની અવરજવર અમારા ફળિયા સુધી રહેતી. એ નવદિવસો આંગણે ઉત્સવ હોય એવું લાગતું. અમારા ઘરના બધા જ સભ્યો ભક્તોની સરભરા માટે તત્પર રહેતા. પગરખાં ઉતારવાથી માંડીને આરામ અને ભોજન તથા વોશરૂમની સગવડ માટે અમારાં બારણાં આ નવ દિવસો આખા ગામ માટે ખુલ્લાં રહેતાં. મારા સસરા રામના પરમભક્ત હતા. વર્ષોથી રોજ સાંજે મંદિરમાં થતી રામકથામાં એમની હાજરી અચૂક હોય. એ ગેરહાજર હોય ત્યારે મોટેભાગે અયોધ્યા ગયા હોય. રામાયણ એમને આખી ય કંઠસ્થ. તેઓ વિધુર હતા. બીજીવાર પરણવાનો વિચાર એમને માન્ય ન હતો. માવિહોણા ત્રણ બાળકોની જવાબદારી દાદા-દાદી અને નાના-નાની વચ્ચે વહેંચાયેલી હતી એ કારણે બાળકો દાદા અને નાનાના ઘર વચ્ચે ફંગોળાતા તેથી ક્યાં ય સ્થિર થઈ શકતા નહીં. મોટો દીકરો પરણશે એટલે મારા સાસુની જગ્યાએ વહુ તરીકે જવાબદારીઓ હું સંભાળીશ એવી આશાએ સ્થિરતા માટે અમારા લગ્નની રાહ જોવાતી હતી.

અમારા લગ્નજીવનની શરૂઆતના દિવસોમાં મારા સસરા પ્રત્યેના આદરને કારણે મેં પણ રામમંદિરે નિયમિત જવાનું શરૂ કરેલ. રોજ રાત્રે ૯ વાગ્યે એક કલાક સુધી ઢોલ, મંજીરા અને હારમોર્નિયમ સાથે ચોપાઈઓ સાંભળવા મળે અને વચ્ચે વચ્ચે માઈકમાંથી કથાના સૂર પણ શેરીના રસ્તા સુધી સંભળાય. બહેનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય અને તેની વ્યવસ્થા પાછળના દરવાજા પાસે અલગ રહેતી. લગભગ એક અઠવાડિયામાં જ કથા સાંભળવામાંથી મારો રસ કાયમ માટે ઊડી ગયો. કારણ કે એ કથાકાર, રામ-સીતા સાથે સરખામણી કરી કથા વખતે આજ-કાલના ભણેલા દીકરા-વહુઓની ટીકા વચ્ચે વચ્ચે કરતા હતા. મહારાજના મુખેથી રામકથાની જગ્યાએ આજની પેઢીની ટીકાઓ સાંભળીને મેં કથામાં જવાનું બંધ કર્યું હતું. થોડા વખત પછી એ કથાકારને ઘરે કરચોરીને કારણે રેડ પડી હતી. ભક્તોની આ ટોળીમાં ગામમાં એક પ્રતિસ્થિત વેપારી પણ હતા. આ ભક્તની પોલ પણ એકવાર પકડાઈ ગઈ. એવું બન્યું કે રામનવમીનો નવ દિવસનો ઉત્સવ હોવાથી મંદિરના મુખ્ય દરવાજે માંડવો બંધાયેલો હતો. આ માંડવાનો ઉપલો ભાગ સળગ્યો એટલે બંબાવાળા દોડતા આવ્યા. બીજા એક પડોશીએ હાંસી સાથે મને જણાવ્યું હતું કે કહેવાતા ભક્ત એવા પેલા વેપારીની બીડીનું સળગતું ઠુંઠુ ઊડીને માંડવા પર પડ્યું હતું. એમના છૂપા વ્યસનની આમ તો બધાને ખબર હતી. એમના બહોળા કુટુંબમાં પણ સૌને એની જાણ હતી, પણ જાહેરમાં નહીં તેથી મને આ ખબર નહોતી. પડોશીનું વ્યંગભર્યું હાસ્ય મારી નાદાની માટે હતું.

બે ચાર વર્ષો પછી ફરી રામનવમીના આ નવદિવસ દરમ્યાન બીજો એક આશ્ચર્યજનક બનાવ બન્યો. ઉત્સવ હોય ત્યારે કથા રાતે બાર વાગ્યા સુધી ચાલુ રહે અને મંદિરની અંદર બધા સમાય નહીં એટલે રોડ પર માંડવા નીચે મહારાજ કથા કરે. બંને બાજુ નીચે પાથરણાં પર દૂરથી આવેલા ભક્તો બેઠા હોય. બાળકો પણ આસપાસ હોય, કોઈ દાદા-દાદીના ખોળામાં પણ બેઠાં હોય અને કોઈ અમારી ફળીમાં રમતાં હોય. મારાં બાળકો પણ સાથે રમતા હોય એટલે મારી નજર રસ્તા સુધી બાળકોનું ધ્યાન રાખવા ફરતી હોય. અચાનક મારું ધ્યાન પડ્યું કે એક ભક્ત કે જે ગામમાંથી ફાળો ઊઘરાવી મંદિરમાં દાનનો પ્રવાહ ચાલુ રાખતા હોવાથી પૂજનીય ગણાતા હતા તે કથા અધવચ્ચે છોડી બઝારના રસ્તે જતા હતા. મને થયું કે રાતના અગિયાર વાગ્યે કથા છોડીને ગામમાં જવા પાછળ શું કારણ હશે? મેં મારા પતિને પૂછ્યું તો એમને પણ નવાઈ લાગી, એટલે તરત સાયકલ પર જઈ એમનો પીછો કર્યો. મને એ ઠીક ન લાગ્યું પણ કોઈ પણ પ્રકારની ખોટી શંકાઓ કરતાં સચ્ચાઈ જાણવી એમને જરૂરી લાગી હતી. પોણી કલાક પછી પાછા આવીને મને કહે, “…… ભાઈને ઘરે ઘણા બધા ભેગા થઈને જુગાર રમે છે. કીહોલમાંથી મેં એમને મારી નજરે જોયા તો પણ માન્યામાં નથી આવતું.” આ વાત મારે માટે પણ નવાઈની હતી કારણ કે આ ભક્ત માટે મને બહુ માન હતું.

આવા અનુભવો પછી બીજા કહેવાતા ભક્તોથી છેતરાવાની નવાઈ ન લાગતી. મંદિરે ન જવાનો મારો નિર્ણય પણ મને બરાબર લાગ્યો. રામમંદિરના ટ્રસ્ટી એવા એક સેવાભાવી ગણાતા વડીલનો દંભ સૌ જાણે પણ એમના વિષે કોઈ ઘસાતું બોલે નહીં. બીજાને ઉતારી પાડવાની એમની આદતને કારણે સૌ એનાથી ડરે. એમની આંખોમાં બીજા પ્રત્યે તુચ્છતાનો ભાવ સ્પષ્ટ વંચાય. અમારી ફળીમાં કચરો જુવે તો એમની ફળીમાં હોય તેવા ચિડાય. આમ બધાને દોષ બતાવવા એ જ વડીલપણું હોય તેવું તેમનું વર્તન. તેમના ત્રણ ભાઈઓ સાથેના સંયુક્ત કુટુંબમાં ઘરની વહુવારુઓ પણ એમનાથી હાથ જોડે! આવા લોકોની દોસ્તી તો નુકશાન કરે જ પણ દુ:શ્મની એ કરતાં ય વધારે નુકશાન કરે. શાણપણ એ જ ગણાય કે આવા લોકોથી તરીને ચાલો અને એવા લોકોની વાતમાં ઊંડા ઉતરવાનું મૂકીને વંદન કરતા રહો. વડીલો પણ એ જ સલાહ આપે. કોઈ પણ વાતમાં ‘મારું શું? અને મારે શું?’નો મંત્ર જાણે કે મોટાભાગના પ્રજાજનોએ આત્મસાત કર્યો હોય તેમ જણાય. ધર્મ વિરૂદ્ધ ચાલતા કોઈ નાગરિકની વાત કરીએ તો “એમાં તારું શું જાય છે?” એ પ્રશ્ન તરત સામે આવે. નકારાત્મક્તાને આથી મોકળું મેદાન મળી જાય છે. જે અદૃશ્ય રીતે બધે જ ફેલાવા લાગે. કુટુંબ એ સમાજ અને રાજ્યનું એકમ છે. એમાં ઢંકાઈને વધતો સડો કેન્સરની જેમ વિસ્તરીને સમાજમાં ફેલાય ત્યારે સાચા ધાર્મિક અને દંભીઓને અલગ પાડવાનું ખૂબ અઘરું થઈ જાય.

એકવાર મારા સસરાના રૂમમાંથી પૈસાની ચોરી થઈ તેનો આરોપ મારી પર આવ્યો હતો પછી ચોર પાકિટ સાથે પકડાયો ત્યારે ખબર પડી કે ચોરે જ મારી પર શંકા ઊભી કરી હતી. નજીકના કુટુંબીનો એ છોકરો અમારે ત્યાં ગમે તે સમયે અચાનક આવી ચઢતો. એક દિવસ હું રસોડામાં વ્યસ્ત હતી ત્યારે એ આવ્યો અને હાથ ફેરવી ગયો. કુટુંબે શંકાની ટોપી મને પહેરાવી દીધી. મારા પતિને આ છોકરા પર શંકા હતી જે સાચી પડી તેથી હું ખોટા આક્ષેપમાંથી બચી ગઈ. મારા સસરા સહિત આખા કુટુંબના બહિષ્કાર અને અસહકારી વલણને કારણે અમે દેશ-પ્રદેશ છોડ્યાં હતાં. આ હથિયારો મર્મવેધી છે તે આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીએ આ હથિયારો વડે વિદેશીઓને હાંકી કાઢ્યા તે વંદનીય છે, પણ તેનો અનુચિત ઉપયોગ કરનારા કેટલા ય લોકો પોતાને અહિંસક અને ગાંધીવાદી માનતા હોય ત્યારે ગાંધીવાદ પણ કલુષિત થયેલો લાગે.

લગ્ન પછી ચૌદ વર્ષોનો સાસરવાસ વેઠ્યા પછી હું અમેરીકા આવી. એ પછી જ્યારે હું દેશમાં જતી, ત્યારે મારા ભોજનની મીઠાશને મારા સસરા ખૂબ વખાણતા અને મારી દેરાણીને પણ એ પ્રમાણે વાનગી બનાવવાનું સૂચન કરતા. એમના મૃત્યુના અઠવાડિયા પહેલાં એમણે મારા પતિ સાથે વીડિયો ફોનમાં વાત કરી ત્યારે મને બોલાવી હ્રદયથી આશીર્વાદ આપેલા. આ આશીર્વાદ સાથે ભળેલા પસ્તાવાનાં વિપુલ ઝરણાંમાં માફી ભળેલી હતી. જેમાં અમારો ગુનો એ હતો કે અમે દેશ છોડ્યો તે પગલું એમની ઈચ્છાવિરુદ્ધનું હતું. કુટુંબ દ્વારા થતી મારા વિષેની ખોટી ટીકાઓને સાચી માનીને એમણે મારી અને એથી ય વધારે એના દીકરાની એટલે કે મારા પતિની અસહ્ય અવગણના કરી હતી, એ બાબતનો એમને પસ્તાવો હતો. અમારા અમેરીકા આવવાનું મુખ્ય કારણ એ હતું કે ઘરમાં સત્તા એમની હતી અને જવાબદારી અમારી! બિલકુલ રાજા અને પ્રજાની જેમ જ! એ કારણે મારે જ નહીં મારા પતિને અને બાળકોને પણ ઘણું સહન સહન કરવું પડતું હતું.

સ્વાવલંબી થવા મેં નોકરી કરવાનું નક્કી કર્યું ત્યારથી એમને થયું કે અમે રામ અને સીતાના આદર્શોને અનુસરતા નથી. એમની કંજૂસાઈ મંદિરના ફાળામાં જતા પૈસાથી ઢંકાઈ જાય. મારા આવ્યા પહેલાં દાદી સાસુ ઘર વ્યવહાર ચલાવતાં હતાં. કુટુંબ આર્થિક રીતે સંપન્ન હતું પણ અમારા લગ્ન પછી આવક-જાવકના બે છેડા ભેગા કરવા માટે મારે નોકરી કરવી આવશ્યક હતી, કારણ કે મારા પતિની આવક મર્યાદિત હતી. બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ વગેરેના ખર્ચાઓ માટે પણ પરાધીન થવું પરવડે તેમ ન હતું. હું ધારું છું કે મારા સાસુના મૃત્યુ બાદ ભાંગી પડેલા મારા સસરાની ભક્તિ મરા મરામાંથી રામ રામ થયાની હતી. એમાં પલાયનવાદ વધારે હતો. મારા પરણ્યા પહેલાં તેઓ ઘરથી કંટાળીને ભાગી જતા ત્યારે મારા દાદી સાસુ ખાતરીથી કહેતા કે તેઓ અયોધ્યા ગયા હશે અને થાકીને પાછા આવશે, ત્યાં કોણ ઘર જેટલી સત્તા અને સાહ્યબી આપવાનું હતું? ત્યાંના સાધુઓની હાલત જોઈ એમને દયા ઉપજતી અને દાન આપીને આવતા પણ ઘરના બાળકોની જરૂરિયાતો પ્રત્યે દુર્લક્ષ હતા. વળી એમના કોપથી બાળકો ડરતાં તેથી દૂર જ રહેતાં. બાળકોને લાગતું કે માની સાથે સાથે એમણે પિતાને પણ ગુમાવી દીધા છે. જે દિવસે તેઓ ખુશ હોય તે દિવસે જ રામાયણની ચોપાઈઓ ઘરમાં સાંભળવા મળે પણ આવું ભાગ્યે જ બનતું.

વડીલોના દોષો ન જોવા, એમની આજ્ઞાનું પાલન કરવું, આવા આપણી સંસ્કૃતિના ઊંચા આદર્શોથી ચૂપ રહેવાનું નાનપણથી શીખવવામાં આવે છે. બળવાખોરને શિક્ષા કે બદનામી જે હથિયાર હાથવગુ હોય તેનાથી ડામી દેવાથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે, એમ માનનારો વર્ગ ઘણો મોટો છે. કુટુંબની સત્ય વાતો જાહેર કરીને સમાજને ઢંઢોળવાનો પ્રયત્ન પણ નિંદાને પાત્ર ગણાય. ઘરની વાત બહાર જાય તો આબરૂ જાય એટલે આબરૂ સાચવવા ગુનાઓ ઢંકાતા રહે અને છાના છપનો સડો વધતો જાય, જે આગળ જતાં સમાજની સમસ્યા બની રહે છે. આવી સમસ્યાઓનાં ઊંડાણ સુધી જવાની કોઈને જરૂરત નથી જણાતી. કેટલાક ભક્તોના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. કેટલાકની ભક્તિ અંધશ્રદ્ધાથી ભરપૂર છે તો કેટલાક ભક્તિનો ભાવ રૂપિયામાં ફેરવવામાં વ્યસ્ત છે. કેટલા ય સાધુઓ પલાયનવાદી છે. કેટલાયને દંભ કોઠે પડી ગયો છે. સત્ય શંકાના વાદળોથી ઢંકાઈ જાય છે. અસત્યનો અંધકાર દૂર કરવા અનેક પંથ અને પંથીઓ પોતાની વાત ઘૂંટ્યા કરે ને વાડા બાંધ્યા કરે. એમાં કોણ કોને મદદ કરે અને કોણ કોનું વિચારે? બસ મંદિરો બાંધો, સોનાથી શણગારો, સોનુ લૂંટાવા અને લૂંટવા માટે લડાઈઓ કરો અને જયજયકાર સાથે ગાડરિયા પ્રવાહમાં તણાતા રહો. સાચી ભક્તિ માટે એ સિવાયનો વિકલ્પ વિચારનાર વીરલાઓ જો પદભ્રષ્ટ થઈ હાંસિયામાં ધકેલાઈ જતા હોય તો કોઈ શા માટે વિચારે? ધર્મના ઓઠા વગર એકતાની આશા વ્યર્થ હોય તેવા દેશો બિનસાંપ્રદાયિક કઈ રીતે ગણી શકાય? પછી તે ભારત હોય કે અમેરીકા કે પછી અફઘાનિસ્તાન!

e.mail : rekhasindhal@gmail.com

Loading

...102030...893894895896...900910920...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved