Opinion Magazine
Number of visits: 9457542
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

उत्तर प्रदेश: साम्प्रदायिकता की गहरी होती खाई

राम पुनियानी|Opinion - Opinion|25 November 2023

राम पुनियानी

उत्तर प्रदेश देश का सबसे बड़ी आबादी वाला सूबा है. उत्तर प्रदेश ने देश को सबसे ज्यादा प्रधानमंत्री दिए हैं. उत्तर प्रदेश में ही पवित्र नगरी अयोध्या है, जो देश को धार्मिक आधार पर ध्रुवीकृत करने के लिए चलाये गए अभियान की धुरी थी. यह आन्दोलन राममंदिर के नाम पर चलाया गया था. अब काशी विश्वनाथ मंदिर को लेकर राजनीति की जा रही है. बीफ के मुद्दे ने पहले ही कई लोगों की जान ले ली है. अखलाक, जुनैद और रकबर खान की लिंचिंग हो चुकी है. उत्तर प्रदेश में आवारा मवेशियों की संख्या शायद देश के किसी भी राज्य से ज्यादा है. वे सड़कों पर दुर्घटनाओं का सबब बन रहे हैं और खेतों में खड़ी फसलों को चट कर रहे हैं. इस राज्य में लव जिहाद भी एक मसला बना दिया गया है, जिसके चलते 2013 में मुजफ्फरनगर में हिंसा हुई थी. योगी आदित्यनाथ के सत्ता में आने के बाद से हालात बदतर हुए हैं. हेट स्पीच बढ़ी है, मांस विक्रेताओं के लिए अपना पेट भरना मुहाल हो गया है और मुसलमानों के एक तबके की आर्थिक रीढ़ टूट गयी है. इसके अलावा बुलडोजर न्याय, धार्मिक अल्पसंख्यकों के लिए मुसीबत बन गया है.

हाल में (नवम्बर 2023) वहां की सरकार ने राज्य में हलाल सर्टिफाइड उत्पादों पर तुरंत प्रभाव से प्रतिबन्ध लगा दिया है. यह प्रतिबन्ध केवल स्थानीय बाज़ार के लिए है और निर्यात किये जाने वाले मांस पर यह लागू नहीं होगा. हलाल सर्टिफिकेशन सौंदर्य प्रसाधनों सहित कई उत्पादों को दिया जाता है परन्तु मुख्यतः यह मांस पर लागू होता है.

हलाल एक अरबी शब्द है जिसके मायने है कोई ऐसी चीज़ जो इस्लामिक धार्मिक आचरण के अनुरूप है या कुरान द्वारा निर्धारित इस्लामिक कानून के मुताबिक खाद्य पदार्थ. हलाल शब्द जानवरों या पक्षियों को खाने के लिए मारने के इस्लामिक तरीके के लिए भी प्रयोग किया जाता है. इस तरीके में जानवर की गर्दन की रक्त शिराओं और साँस की नली को काट कर उसका खून बहा दिया जाता है.

हलाल उत्पादों का व्यापार बहुत महत्वपूर्ण और बहुत बड़ा है. यह उद्योग करीब 35 ख़रब डॉलर का है. पर्यटन और निर्यात क्षेत्रों में इसे बढ़ावा देना भारत के लिए भी फायदेमंद है. इन उत्पादों के मुख्य ग्राहकों में दक्षिण एशियाई देश और इस्लामिक सहयोग संगठन (ओआईसी) के सदस्य देश शामिल हैं. उत्तर प्रदेश सरकार का दावा है कि कुछ कंपनियां फर्जी हलाल सर्टिफिकेट जारी कर रही थीं. मसले को सांप्रदायिक रंग देने के लिए यह भी कहा गया कि इन कंपनियों के कारण सामाजिक विद्वेष बढ़ रहा है और वे जनता के विश्वास को तोड़ रही हैं. अगर मसला यही था कि कुछ कंपनियां फर्जी सर्टिफिकेट जारी कर रही थीं तो उन्हें रोकने के तरीके ढूंढे जा सकते थे. फिर, प्रतिबन्ध केवल घरेलू बाज़ार के लिए क्यों? आखिर निर्यात भी तो इसी कथित फर्जी प्रमाणीकरण के आधार पर हो रहा है.

हलाल कौंसिल ऑफ़ इंडिया के अध्यक्ष मुफ़्ती हबीब यूसुफ कासमी ने कहा है कि हलाल के मुद्दे पर विवाद हर चीज़ को हिन्दू बनाम मुस्लिम नज़रिए से देखने की प्रवृत्ति का नतीजा है. उन्होंने कहा, “हलाल का सम्बन्ध साफ़-सफाई और शुद्धता से है. यह हिन्दू-मुस्लिम मसला नहीं है. यह भोजन का मसला है.”

हम अक्सर मांस के व्यापार और निर्यात से मुसलमानों को जोड़ते हैं. मगर तथ्य यह है कि मांस और बीफ का व्यापार कर रहीं कई बड़ी कंपनियों के मालिक हिन्दू है. भारत से मांस की सबसे बड़ी निर्यातक कंपनी अल कबीर एक्सपोर्ट्स के मालिक सतीश सब्बरवाल हैं और अरेबियन एक्सपोर्ट्स प्राइवेट लिमिटेड का स्वामित्व सुनील कपूर के हाथों में है. ये तो केवल कुछ उदाहरण हैं.

मांस के छोटे व्यापारियों, जिनमें से अधिकांश मुसलमान हैं, के प्रति योगी सरकार के पूर्वाग्रहपूर्ण रवैये का अंदाज़ सबको उसी समय हो गया था जब सत्ता में आने के कुछ ही समय बाद, कई दुकानों को इस आधार पर बंद करवा दिया गया था कि उनके पास लाइसेंस नहीं है. इस मनमानी पर टिप्पणी करते हुए इलाहाबाद हाईकोर्ट ने योगी सरकार और लखनऊ नगर निगम से पूछा था कि आखिर किस प्रावधान के अंतर्गत राजधानी लखनऊ में मांस की दुकानों को बंद करवाया जा रहा है. अदालत ने लखनऊ नगर निगम को लताड़ते हुए कहा था कि अधिकारियों ने समय रहते मांस की दुकानों के लाइसेंस का नवीनीकरण क्यों नहीं करवाया.

मांस की दुकानें, समाज को सांप्रदायिक आधार पर विभाजित करने में बहुत उपयोगी सिद्ध हुई. योगी ने बिना कोई शर्म-लिहाज के 80:20 का विघटनकारी फार्मूला ईज़ाद किया. साफ़ तौर पर उनका इरादा अल्पसंख्यकों को निशाना बनाना था. उन्होंने एक राष्ट्रीय अख़बार में प्रकाशित विज्ञापन में इस फार्मूला को सामने रखा था. इसका उद्देश्य सांप्रदायिक विभाजन को और गहरा करना था.

उन्होंने ही मुस्लिम समुदाय को निशाना बनाने के लिए ‘अब्बाजान’ शब्द का प्रयोग शुरू किया और यह आरोप लगाया कि मुसलमान अन्य सभी समुदायों के लिए निर्धारित राशन खा रहे हैं. वे ‘अब्बाजान’ शब्द का इस्तेमाल लगातार करते हैं. वे मुज्जफरनगर में हिंसा के लिए मुसलमानों को दोषी ठहराते हैं. यह इस तथ्य के बावजूद कि तमाम तथ्यान्वेषण रपटों से यही सामने आया है कि “हिन्दू लड़कियों की सुरक्षा’ के बहाने भड़काई गयी इस हिंसा के कारण बड़ी संख्या में मुसलमान किसानों का इस इलाके से विस्थापन हुआ और जाटों को इससे कोई फर्क नहीं पड़ा. योगी बिना किसी आधार के यह कह रहे हैं कि कैराना से हिन्दुओं के दूसरी जगह चले जाने के लिए मुसलमान ज़िम्मेदार हैं. जबकि सामने यह आया है कि 346 हिन्दुओं ने मुख्यतः आर्थिक कारणों से पलायन किया था.

योगी ने मुसलमानों को दुःख देने का एक और तरीका ईज़ाद किया है, जिसकी नक़ल अन्य भाजपा-शासित प्रदेशों के मुख्यमंत्री कर रहे हैं. और वह तरीका है मुसलमानों के घरों को बुलडोज़र के ज़रिए गिरवाना. बताया यह जाता है कि ये घर ‘अवैध’ हैं. अवैध इमारतों और घरों के मामले में क्या किया जाना चाहिए, यह सुस्थापित है. और ऐसा भी नहीं है कि सभी गैर-मुसलमानों ने नियम-कानूनों का पालन करते हुए अपने घर बनाये हैं. मगर बुलडोजर केवल मुसलमानों के घर ढहा रहे हैं. आदित्यनाथ तो बुलडोज़र को विकास और शांति का प्रतीक बताते हैं. वे कहते हैं कि बुलडोज़र कानून को लागू करने में मददगार हैं. मगर प्रतिपक्ष कहता है कि बुलडोज़र न्याय एकतरफ़ा है.

अब हलाल उत्पादों पर प्रतिबन्ध लगाकर उत्तर प्रदेश की भाजपा सरकार ने यह साबित कर दिया है कि वह लोगों को बांटने वाली अपनी नीतियों से तौबा नहीं करेगी. हलाल सर्टिफिकेशन को अंतर्राष्ट्रीय मान्यता प्राप्त है. समाज के सभी तबकों की भावनाओं का सम्मान, किसी भी बहुवादी समाज के मूलभूत मूल्यों का हिस्सा होता है. हलाल उत्पादों से मतलब केवल मांस नहीं है. उत्तर प्रदेश सरकार का यह कदम, सांप्रदायिक विभाजनों को और गहरा करेगा. हमें यह समझना होगा कि भाजपा को समय-समय पर विभाजक मुद्दे उठाते रहने पड़ते हैं. आम चुनाव कुछ ही महीने दूर हैं और यह मुद्दा भी सांप्रदायिक राजनीति की काम का है. सच तो यह कि किसी भी समुदाय के खानपान और व्यक्तिगत जीवन से सम्बंधित पसंद का सम्मान किया जाना चाहिए, विशेषकर यदि उनके पीछे धार्मिक भावनाएं हों. शर्त एक ही है कि वे एक बहुवादी, विविधवर्णी समाज के मूल्यों के खिलाफ नहीं होने चाहिए.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/cow-slaughter-love-jihad-bulldozers-and-now-halal-controversy-the-gap-of-communalism-is-deepening-in-up-article-by-ram-puniyani

Loading

ચલ મન મુંબઈ નગરી—224

દીપક મહેતા|Opinion - Opinion|25 November 2023

જરબાઈ વાડિયા અને મુંબઈમાં આવેલા પારસીઓના ‘બાગ’       

રૂઢિચુસ્ત પારસી કુટુંબમાં જન્મેલી એક સ્ત્રી. કોઈ નિશાળનો ઉંબરો પણ ચડી નહોતી. હા, ઘરે રહીને ગુજરાતી અને અંગ્રેજી વાંચતાં-લખતાં શીખેલી. પિતા અને પતિ, બંનેનાં કુટુંબ માલેતુજાર. એટલે જીવનના અભાવોનો અનુભવ નહિ. અને છતાં પોતાની જમાત માટે, લોકો માટે, તેમણે જે કામ કર્યાં તે ભલભલાને પ્રેરણા આપે તેવાં. તેમનું નામ જરબાઈ નશરવાનજી વાડિયા. જન્મ ૧૮૫૨માં, બેહસ્તનશીન થયાં ૧૯૨૬માં. ૧૯૦૭માં પતિનું અવસાન થતાં જરબાઈને વારસામાં મળ્યા નવ લાખ રૂપિયા. ધાર્યું હોત તો પોતાને માટે, પોતાનાં કુટુંબીઓ માટે એ રકમને મૂડી તરીકે સાચવી શક્યાં હોત. પણ ના. તેમના મનમાં વસ્યાં હતાં ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાંથી મુંબઈ આવતાં સ્ત્રી-પુરુષો. એ બધાં મુંબઈ આવતાં રોટલો રળવા. અને એ જમાનાના મુંબઈમાં રોટલો સહેલાઈથી મળી રહેતો. પણ ઓટલાનું શું? 

જરબાઈ વાડિયા 

એટલે જરબાઈએ નક્કી કર્યું પારસીઓ માટે ઘર બાંધવાનું. સૌથી પહેલાં તો લાલબાગમાં જમીન ખરીદી. પછી તેના પર આઠ મકાનો બાંધવાનું શરૂ કર્યું. બાંધકામ પર તેઓ પોતે સતત નજર રાખતાં. પારસીઓના રીત રિવાજથી તો માહિતગાર હોય જ. રાંધવા માટે હજી ઇલેક્ટ્રિક કે ગેસનો વપરાશ શરૂ થયો નહોતો. એટલે એ જમાનામાં ચૂલો વપરાતો. અને તેને માટે પારસી ઘરોમાં ચોવીસે કલાક અગ્નિ રખાતો. એ માટેનું ખાસ સાધન તે ‘ચૂલાવાટી.’ જરબાઈએ ખાસ આગ્રહ રાખીને દરેક ફ્લેટમાં આવી ચૂલાવાટી રખાવેલી. મકાનો બંધાયાં પછી તે કોને ભાડે આપવાં અને ભાડું કેટલું લેવું તે પણ જરબાઈએ પોતે જ નક્કી કરેલું. વખત જતાં બીજાં નવાં મકાનો ઉમેરાયાં અને કુલ આંકડો થયો ૩૨. પતિની યાદ કાયમ રાખવા માટે આ વસાહતને જરબાઈએ નામ આપ્યું ‘નવરોજી બાગ.’

સાર્થ ગુજરાતી જોડણીકોશ પાસેથી તો આશા જ રાખી ન શકાય, પણ ભગવદ્ગોમંડળ જેવો મહાકાય કોશ પણ ‘બાગ’ શબ્દ વસાહત માટે, કોલોની માટે પણ વપરાય છે એવું નોંધવાની તસ્દી લેતો નથી. માત્ર મુંબઈમાં જ નહિ, ગુજરાતમાં પણ પારસીઓ કોલોની માટે ‘બાગ’ શબ્દ વાપરે જ છે. અને ફક્ત પારસીઓ જ શું કામ? મુંબઈમાં ચર્ની રોડ સ્ટેશનથી થોડે દૂર બિન-પારસીઓની વસાહતનું નામ છે ‘તારાબાગ’. તેવી જ રીતે લગ્ન જેવા પ્રસંગોએ વાપરવાની મોટી જગ્યા માટે પણ ‘બાગ’ શબ્દ વપરાય છે, જેમ કે ભાટિયા બાગ, હીરા બાગ, વગેરે.

ખેર. પારસીઓના રહેણાક માટે મકાનો તો બાંધ્યાં. પણ એના નિભાવ માટેના ખરચનું શું? એ માટે ૧૯૧૭માં જરબાઈએ શરૂ કર્યું નવરોજી નસરવાનજી વાડિયા બિલ્ડિંગ ટ્રસ્ટ ફંડ. તેના પહેલા ટ્રસ્ટીઓ હતાં જરબાઈના સૌથી મોટા બેટા ખરશેદજી વાડિયા, સર જમશેદજી જીજીભાઈ, મંચેરજી પેસ્તનજી ખરેઘાટ, અને જરબાઈ પોતે. ૧૯૨૩માં જરબાઈના સૌથી નાના બેટા રુસ્તમનું અવસાન થયું. તેમની યાદને સાચવવા માટે જરબાઈએ ભાયખળામાં બંધાવ્યો રુસ્તમ બાગ. અને તેના મકાનોના બંધકામ પર પણ પોતે જ દેખરેખ રાખી. આ બાગનાં મકાનોમાં આજે ૩૩૦ કુટુંબ રહે છે. આ વરસના ફેબ્રુઆરીમાં તેમણે રુસ્તમ બાગની શતાબ્દી બહુ ધામધૂમથી ઉજવી. આખા બાગમાં ઠેર ઠેર રંગોળી કરી. બધાં મકાનો પર રોશની કરવામાં આવી. પહેલો કાર્યક્રમ હતો જરબાઈનાં જીવન અને તેમણે કરેલાં કામો વિશેનું ભાષણ. બીજો કાર્યક્રમ હતો ૯૦ કરતાં વધુ ઉંમરના ૧૧ રહેવાસીઓનું સન્માન. આ બાગમાં એક ઝાડ તો દોઢ સો વરસ જૂનું છે. એ જમાનામાં પણ મકાનોના નકશા બની રહ્યા હતા ત્યારે જરબાઈએ ખાસ સૂચના આપેલી કે આ જગ્યાએ જે ઝાડ આવેલાં છે તેને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે મકાનો બાંધી શકાય એ રીતે પ્લાન બનાવવા.

ખુશરો બાગ

૧૯૨૬ના મે મહિનાની આઠમી તારીખે જરબાઈ ખોદાયજીને પ્યારાં થઈ ગયાં તે પછી પણ તેમના પોરિયાઓએ પારસીઓના રહેણાક માટે ‘બાગ’ બંધાવવાનું ચાલુ રાખ્યું. ભાયખળા સ્ટેશન અને માર્કેટ નજીક જરબાઈએ ૧૩,૫૦૦ ચોરસ વારનો એક પ્લોટ ખરીદી રાખ્યો હતો. જરબાઈ બેહસ્તનશીન થયાં પછી તેમના પોરિયાઓએ એ પ્લોટ પર ૧૩૬ કુટુંબો રહી શકે તેવાં પાંચ મકાન બાંધીને તેને નામ આપ્યું ‘જર બાગ.’ આ ઉપરાંત ખુશરો બાગ અને નેસ બાગનાં મકાનો પણ બાંધ્યાં. આ વાડિયા કુટુંબે પારસીઓના રહેણાકના ‘બાગ’ બાંધવા પાછળ કેટલા પૈસા ખરચ્યા હશે? નવરોઝ બાગ ૨૦ લાખ ૨૫ હજાર, રુસ્તમ બાગ ૩૬ લાખ, જર બાગ ૧૫ લાખ, અને ખુશરો બાગ ૨૭ લાખ. એટલે કે કુલ લગભગ એક કરોડ રૂપિયા. અને યાદ રહે, આ આંકડા વીસમી સદીના પહેલા ત્રણેક દસકાના છે.

રહેઠાણની જેમ પારસીઓની તબિયતની ચિંતા પણ જરબાઈ રાખતાં. આથી તેમણે જુદી જુદી હોસ્પિટલોને મોટી રકમનાં દાન આપેલાં. ખંડાળામાં આવેલ ધર્માદા દવાખાનું, ડો. રુસ્તમ બિલીમોરિયા ટી.બી. સેનેટોરિયમ, ડો. તેહમૂલજી નરીમાનવાલા હોસ્પિટલ, પારસી જનરલ હોસ્પિટલ, જહાંગીર મર્ઝબાન પ્રસૂતિગૃહ, બાંદ્રા શિરીનબાઈ કામા પ્રસૂતિગૃહ, વગેરેને તેમણે મોટી રકમનાં દાન આપેલાં. વારસામાં મળેલી રકમમાંથી આપેલાં દાન ઉપરાંત જરબાઈએ પોતાની આવકમાંથી કુલ આઠ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.

જરબાઈની જેમ તેમના વારસદારો પણ પોતાના જમાના કરતાં આગળ વિચારતા હતા. જરબાગ તો બાંધ્યો, પણ બીજું શું કરી શકાય? મુંબઈમાં જ નહિ, આખા હિન્દુસ્તાનમાં એ વખતે બાળકો માટેની અલાયદી એક પણ હોસ્પિટલ નહોતી. બાળકોની સારવાર માટે પણ મોટાઓ માટેની દવાઓ અને પદ્ધતિ વાપરતા. સર નેસ વાડિયા અને સર ખુશરો વાડિયાને વિચાર આવ્યો બાળકો માટેની અલાયદી હોસ્પિટલ બાંધવાનો. અને તેમણે પરળમાં બાંધી બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્‌રન.

કોલાબા વિસ્તારમાં આવેલ ખુશરો બાગ ૮૪ હજાર ચોરસ વાર જમીન પર બંધાયો છે. તેનું બાંધકામ ૧૯૩૪માં શરૂ થયું અને પૂરું થયું ૧૯૫૯માં. લગભગ ૧૯૫૦ સુધી આ બાગની બાજુમાં ગંદા પાણીનાં ખાબોચિયાં બારે માસ રહેતાં એટલે ભાડું ઘણું ઓછું હોવા છતાં પારસીઓ ત્યાં રહેવા જવાનું પસંદ કરતા નહિ. એ વખતે ત્યાંના ફ્લેટનું વધુમાં વધુ ભાડું મહીને ૪૦ રૂપિયા હતું છતાં! આજે અહીં ૫૦૦ જેટલાં પારસી કુટુંબો રહે છે. આ બાગમાંના ફ્લેટ ક્યારે ય વેચાતા નથી. ફક્ત પારસીઓને ભાડે અપાય છે. આ બાગની એક વિશિષ્ટતા એ છે કે તેની અંદર જ અગિયારી પણ આવેલી છે – શેઠ નસરવાનજી હિરજી કરાણી અગિયારી. અહીં જે પવિત્ર આતશ છે તે ૧૮૪૭ના માર્ચની ૧૬મી તારીખે નિઝામ સ્ટ્રીટ પર પરઠાવવામાં આવ્યો હતો. આ નિઝામ સ્ટ્રીટ આજે પણ મોજૂદ છે અને મોહમ્મદ અલી રોડ અને ન્યૂ કાઝી સ્ટ્રીટને જોડે છે. પછીથી અહીંના આતશને સોડાવોટરવાલા અગિયારી ખાતે ખસેડવામાં આવ્યા. ૧૯૩૫ના ફેબ્રુઆરીની ૨૨-૨૩ની મધરાતે તેમની પધરામણી ખુશરો બાગની અગિયારીમાં કરવામાં આવી. આ બાગની અંદર રમતગમત માટે સર ખુશરો વાડિયા પેવેલિયન આવેલો છે. આ ઉપરાંત અહીં કમ્પ્યુટર સેન્ટર, જિમનેઝિયમ, સ્પોર્ટસ ક્લબ, જેવી સગવડો આવેલી છે. અહીં રહેતાં બાળકોને જરથુસ્તી ધર્મના પાયાના સિદ્ધાંતો શીખવવામાં આવે છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશીપ પણ અપાય છે.

ખરેઘાટને આંગણિયે મો(ટ)ર ને ઢેલ

વાડિયા કુટુંબે પહેલ કર્યા પછી બીજાઓએ પણ પારસીઓના રહેઠાણ માટે ‘બાગ’ બનાવ્યા. મુંબઈમાં આવા ૩૦ જેટલા બાગ આવેલા છે. ધમધમતા રસ્તાને કિનારે આવેલા પીળા રંગે રંગેલાં એક માળનાં મકાન. મકાનો વચ્ચેની જગ્યામાં પાર્ક કરેલી નાની મોટી મોટરો. અને એની બાજુમાં પોતાના ઘરમાં જ ફરતાં હોય તેવાં મોર અને ઢેલ. આવું દૃષ્ય મુંબઈમાં જોવું હોય તો ખરેઘાટ પારસી કોલોની જવું પડે. હ્યુજીસ રોડ તરફથી જવું હોય તો ખાસ્સાં પગથિયાં ચડવાં પડે. આમ તો બીજા ‘બાગ’ જેવી જ આ ખરેઘાટ કોલોની. પણ તેની અંદર આવેલી બે સ્મૃતિ સંદૂકો તેને મુંબઈના બધા પારસી બાગમાં અદકેરું સ્થાન અપાવે છે. એક : વિશ્વયુદ્ધ દરમ્યાન શહીદ થયેલા પારસી સૈનિકોનું સ્મારક. અને બીજું પારસી કોમની ગઈ કાલને સાચવીને બેઠેલું અલ્પાઇવાલા મ્યુઝિયમ. તેની શરૂઆત તો ફક્ત એક વ્યક્તિના ખાનગી સંગ્રહથી થયેલી. એ વ્યક્તિ તે ફરામજી દાદાભાઈ અલ્પાઇવાલા. તેઓ બેહસ્તનશીન થયા પછી તેમનો આખો સંગ્રહ મુંબઈની પારસી પંચાયતને સોંપાયો. પંચાયતે ૧૯૫૪માં પારસી પંચાયત મ્યુઝિયમ શરૂ કરેલું. ૧૯૮૧માં તેનું નામ બદલીને ફરામજી દાદાભાઈ અલ્પાઇવાલા મ્યુઝિયમ રાખવામાં આવ્યું.

મંચેરજી જોશીનું બાવલું

દાદર કે માટુંગાના કોઈ રસ્તા પર ઊભા રહીને તમે કોઈને પૂછો કે મંચેરજી જોશી પારસી કોલોની ક્યાં આવી, તો મોટે ભાગે જવાબ મળે કે માહિત નાહી – ખબર નથી. પણ જો એને બદલે એમ પૂછો કે દાદર પારસી કોલોની ક્યાં આવી, તો નાનું બાળક પણ તમને રસ્તો બતાવશે. બીજી ઘણી ખરી પારસી કોલોનીઓમાં મકાનોની આજુબાજુ દિવાલ બાંધેલી છે. આજની પરિભાષામાં તેને ગેટેદ કમ્યુનિટી કહે છે. પણ દાદર પારસી કોલોનીનાં મકાનો એ ગેટેડ કમ્યુનિટી નથી. માત્ર મુંબઈની નહિ, પણ આખી દુનિયાની પારસીઓની આ મોટામાં મોટી વસાહત છે. ૨૦૦૯માં આખા મુંબઈમાં પારસીઓની વસતી હતી આશરે ૪૫ હજાર. તેમાંના દસ હજાર પારસીઓ આ દાદર પારસી કોલોનીમાં રહેતા હતા! મંચેરજી જોશીએ પોતે બનાવેલ ‘ફાઈવ ગાર્ડન્સ’ પણ આ કોલોનીમાં જ આવેલા છે.

૧૮૯૦ના દાયકામાં મુંબઈમાં ભયંકર પ્લેગ ફાટી નીકળેલો અને કેટલાયે લોકોએ જાન ગુમાવેલો. આમ થવાનું એક કારણ હતું શહેરની ગીચ વસતી અને તેને પરિણામે થતી ગંદકી. પ્લેગ ગયા પછી તળ મુંબઈમાંથી લોકોને બીજે ખસેડીને વસતી ઓછી કરવાની યોજના ઘડાઈ. તેમાં આ દાદર પારસી કોલોની તે પહેલું પગથિયું. ૧૮૯૯-૧૯૦૦માં સરકારે દાદર-માટુંગા-વડાલા-સાયન સ્કીમ બનાવી. તળ મુંબઈના લોકોને અહીં જગ્યા આપીને પોતાનાં મકાન બાંધવા આમંત્રણ આપ્યું. અલબત્ત, મકાનો કેવાં હોવાં જોઈએ, કેવી રીતે બંધાયાં હોવાં જોઈએ તે અંગેના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત હતું. અંગ્રેજીમાં જેને ટાઉન પ્લાનિંગ કહે છે તે રીતે મુંબઈમાં અમલમાં મૂકાયેલી પહેલી જ યોજના. આ યોજના હેઠળ ઘરો બાંધવા માટે મનચેરજી જોશીએ ઘણી મહેનત કરી. તેનું પરિણામ તે આ દાદર પારસી કોલોની.

પારસીઓએ મુંબઈ શહેરને બીજી પણ અનેક ભેટ આપી છે. તેની વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 નવેમ્બર 2023)

Loading

ઘાયલ મણિપુરમાં વિશ્વગ્રામનું રાહતકાર્ય : આપણે મદદ કરી શકીએ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 November 2023

મણિપુર વહેરાયેલું છે, મણિપુર લોહીલુહાણ છે, મણિપુર એકલું છે.

ભારતના રાજ્ય મણિપુરમાં ગુજરાતની ‘વિશ્વગ્રામ’ સંસ્થાના 18 કાર્યકરો ગયા પંદર દિવસથી કાર્યરત છે. તેઓ હિંસાનો ભોગ બનેલા નાગરિકો માટેની રાહત શિબિરો –  relief campsમાં આશ્રિતોનાં આરોગ્ય અને બાળકો માટે સેવા આપી રહ્યાં છે. ‘વિશ્વગ્રામે’ ગયા પચીસેક વર્ષમાં ભારતભરમાં અનેક કુદરતી અને રાજકીય આપત્તિગ્રસ્તો માટે ગાંધીવિચારને હૈયે રાખીને, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિથી અળગા રહીને નોંધપાત્ર કામ કર્યું છે. વિશ્વગ્રામે આદરેલી મણિપુરની સંવેદન-પહેલ વિશેનો આ લેખ સંજય-તુલા સાથે ટેલિફોન પર વાત કરીને લખ્યો છે.

વિશ્વગ્રામના કુલ 18 ગુજરાત-નિવાસી કાર્યકર્તાઓની બે ટુકડીઓ (જેમાં સાત બહેનો છે) અત્યારે 16 રાહત છાવણીઓમાં કાર્યરત છે. રાહત છાવણીઓ ચાળીસેક કિલોમીટરના વિસ્તારમાં આવેલા ચાર જિલ્લાઓમાં છે : ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિશ્નુપુર અને થૌબલ. આ બધી છાવણીઓમાં કુલ 6,400 જેટલા આશ્રિતો છે જેમાં ત્રીજા ભાગનાં બાળકો છે. મણિપુરની અંદાજિત પાંચ લાખની વસ્તીમાંથી 60 હજાર લોકો મે મહિનાની શરૂઆતથી રાહત શિબિરોમાં છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે શિબિરના આશ્રિતોનાં ઘર લૂંટાયાં છે, સળગાવાયાં છે, કુટુંબો વિખરાયાં છે, મહિલાઓ અપમાનિત થઈ છે, બાળકો નોંધારા થયાં છે. આ બધાં પીડિતો માટેની શિબિરો શાળાઓ, કૉલેજો, ટ્રેડ સેન્ટર, કમ્યુનિટી હૉલ, ખુલ્લાં મેદાનોમાં પ્રિફૅબ્રિકેટેડ મટિરિયલથી ઊભા કરવામાં આવેલાં ઓરડા જેવી જગ્યાએ છે. દરેક કૅમ્પના રહીશોની સંખ્યા અલગ અલગ છે, જે સોથી સવા સાતસોની વચ્ચે છે. સંતોષકારક ન જ કહી શકાય તેવી આ શિબિરો હિંસાને રોકવામાં લગભગ નિષ્ફ્ળ નિવડેલી સરકારે ઊભી કરેલી છે.

વિશ્વગ્રામની મેડિકલ ટીમમાં 5 ડૉક્ટર્સ અને બે પેરામેડિકલ સહાયકો છે. સંપૂર્ણ તબીબી ટુકડી વિસનગરની  સાકળચંદ પટેલ યુનિવર્સિટીની મેડિકલ કૉલેજના સેવાભાવીઓની છે. દવાઓ અને સાધનોનો સંપૂર્ણ સહયોગ પણ આ વિશ્વવિદ્યાલયનો છે. બાળકો માટેની ટીમમાં શાળા-કૉલેજનાં શિક્ષક-શિક્ષિકાઓ, મહિલાઓ અને યુવાનો છે.

સુઆયોજિત સમય પત્રક મુજબ કામગીરી ચાલે છે. બંને ટુકડીઓ મોટી કારમાં બેસીને દરરોજ એક જિલ્લાના ચાર કૅમ્પસની મુલાકાત લે છે. સવારે સાડા દસથી બપોરે એકના સમયમાં બે કૅમ્પ્સ અને દોઢથી સાંજે સાડા ચાર સુધીમાં બીજા બે. ઇમ્ફાલમાં આવેલા બેઝ કૅમ્પથી સવારે આઠના સુમારે જમીને વાહનમાં નીકળવાનું અને સાંજે પાંચના સુમારે ત્યાં અંધારું થાય એ ટાણે પાછાં આવવાનું.

મેડિકલનું કામ એટલે ફૅમિલી ડૉક્ટરનું. તમામ પ્રકારના દરદીઓની સારવાર, દરદીને માટે જરૂર જણાય તો કૅમ્પના સરકારી સંચાલકને હૉસ્પિટલની ભલામણ કરવાની. અઘરા કેસ પણ આવે. એક દરદીને ચાર દિવસથી નહીંવત પેશાબ થાય. તેનો કેઇસ હિસ્ટરી તેના ઘર સાથે બળી ગયો હતો. હાઇપર ટેન્શન, ભૂખ ન લાગે, ઊંઘ ન આવે અને ચિંતા (anxiety) થાય એવા માનસિક વ્યાધિઓ ધરાવતા શિબિરવાસીઓની સંખ્યા ઘણી મોટી છે. આરોગ્યલક્ષી સ્વચ્છતા (hygiene)ના અભાવે ચામડીના રોગ વધ્યા છે.

સરકારી તબીબ અઠવાડિયામાં બે વાર વત્તા-ઓછા સમય માટે સરકારી રાહે આવે અને જાય. એટલે વિશ્વગ્રામની મેડિકલ ટીમની જવાબદારી વધી જાય. ભાષાની ખૂબ મુશ્કેલી ખરી, પણ તે સારવારના મામલે ચલાવી ન લેવાય.

સંજય – તુલા

ભાષાનો અવરોધ આખા ય કામમાં કેટલેક અંશે ઓછો  થયો છે તેનું કારણ એકતા પરિષદ નામે જળ-જંગલ-જમીન માટે દેશભરમાં કામ કરતા મંચની મદદ છે. પી.વી. રાજગોપાલની રાહબરી નીચેના આ મંચના મણિપુરના છ સ્થાનિકો કાર્યકરો સતત મદદ કરે છે. તે બધાં સેવાભાવી ડૉ. રિશીભાઈ અને વિદ્યાબહેનની દોરવણી હેઠળ કામ કરે છે.

બાળકો માટે કૅમ્પમાં જઈને ખંજરી વગાડતાં બધે ફરવાનું, આગગાડી બનીને ચક્કર મારવાનું અને બાળકોને ભેગાં કરવાનાં. વિશ્વગ્રામને અનેક આપત્તિઓ પછીની રાહત શિબિરોનો બહોળો અનુભવ છે. તેમણે બાળ-કિશોરો માટે સોળ પ્રકારની પ્રવૃત્તિઓ ઘડી છે. તેમાં ઓરિગામી ઉપરાંત ગ્રીટીંગ કાર્ડસ, ચિત્રો તેમ જ જાતે ઓછા ખરચે રમકડાં બનાવવા, કાગળની સાત પ્રકારની ટોપીઓ તૈયાર કરવા જેવી અનેક સર્જનાત્મક બાબતોનો સમાવેશ થાય છે. ક્રિકેટ, ફૂટબૉલ, વૉલિબૉલ, બૅડમિન્ટન જેવાં રમતોનાં સાધનોની કિટ પણ બનાવીને આપવામાં આવી રહી છે. બાળકોએ દોરેલાં ચિત્રોમાં કાળો સૂરજ, બળી જતાં ઘર, બંદૂકની ગોળી છોડતો માણસ જેવાં ચિત્રો હોય છે. નવમા ધોરણની એક  કિશોરીને તેના ઘર-ગામ-શાળા વિશે પૂછતાં તે ખૂબ રડી.

રાહત છાવણીઓમાં રહેતાં લોકો નીચલા મધ્યમવર્ગના નાના વેપારીઓ અથવા સીમાંત ખેડૂતો છે. આખા પરિવારો રહે છે. છાવણીઓનાં પૂરવઠા અને વહીવટમાં ઘણી શિથિલતા છે. ટૉઇલેટ્સ અપૂરતાં છે. ખોરાકમાં ભાત-દાળ-શાક. કેટલીક જગ્યાએ તો ખોરાક જોઈને આંખમાં પાણી આવી જાય. વિશ્વગ્રામના કાર્યકરો પોતાના માટે બેઝ કૅમ્પ પર બધાં જોડાઈને રસોઈ બનાવે છે, પણ સીધું ત્યાંના બજારમાંથી ખરીદવું પડે છે. બજાર આમ નૉર્મલ લાગે પણ શહેરની સરહદો અને ધોરીમાર્ગો જડબેસલાક બંધ હોય છે. છડેચોક સેંકડોની સંખ્યામાં બંકરો હોય, જ્યાં યુવાનો બંદૂક લઈને બેઠા હોય. મઈતિ સમુદાયોના વિસ્તારો/ગામોમાંથી કૂકી સમુદાયોના વિસ્તારો/ગામોમાં ન જઈ શકાય, અને સામે પણ એવું જ. કાર્યકરો કલકત્તા સુધી રેલવેમાં ગયાં અને ઇમ્ફાલ સુધી વિમાનમાં. ખરચો ગમે તેટલો બચતો હોય તો પણ રોડ માર્ગે જવાનું જોખમ ન લઈ શકાય. વિશ્વગ્રામના શિરસ્તા મુજબ મોટા ભાગના પોતાના ખરચે જ આવવા-જવાનું રાખે છે. ઇમ્ફાલમાં વિશ્વગ્રામના બેઝ કૅમ્પની ઉત્તમ વ્યવસ્થા કૉટેજવાળા ફાર્મહાઉસમાં મણિપુરના ભાવનાશાળી રાજ્યપાલ અનસૂયાબહેન થકી થઈ છે. તદુપરાંત, આ સળગતા રાજયમાં ખાસ જરૂરી એવી  તમામ પ્રકારની સરકારી મંજૂરીઓ પણ રાજ્યપાલને કારણે કંઈક સરળતાથી મળી શકી છે.

મે મહિનાથી મણિપુરની પરિસ્થિતિને માધ્યમોમં જોતાં જોતાં સંજય હલી ઊઠ્યા હતા. તેમણે 3-7 ઑક્ટોબર દરમિયાન મણિપુરની રાહત શિબિરોની મુલાકાત લીધી. તેને લગતો તેમનો અત્યંત હૃદયાસ્પર્શી લેખ ‘અકાલ પુરુષ’, ‘કોડિયું’, ‘ભૂમિપુત્ર’ અને ‘વિશ્વવિહાર’ના આ મહિનાના અંકોમાં પ્રસિદ્ધ થયો છે, જે ખાસ વાંચવા જેવો છે. તેમાં નોઆખલી અને બી. પ્રસાદના એક કાર્ટૂનનો સંદર્ભ આપીને સંજય લખે છે : Shall we go, Bapu ?’ 

 લેખની લિન્ક આ છે  https://drive.google.com/file/d/1a5jbdhvqvL9w7I8EK5Zw1-   TrePiN3m2Z/view?usp=sharing

વિશ્વગ્રામના કામનું પ્રબળ ભાવનાત્મક પાસું છે. સંજયની વાત સાંભળતા અનેક વખત આંખ ભરાઈ આવે. એક જગ્યાએ બહુ બધાં બાળકોને કિલ્લોલતાં, મોટેરાઓને ખુશ થતાં જોઈને કોઈએ કહ્યું : ‘આટલા બધા લોકોને એક સાથે હસ્યા હોય એવી આ પહેલી ઘટના છે.’

સંજયભાઈને ભારે રંજ છે કે મણિપુરની પડખે દેશમાંથી અત્યારે કોઈ નથી, ગાંધીના ગુજરાતમાંથી પણ કોઈ નથી.

વિશ્વગ્રામ તેના સેવાકાર્યોમાં બૅનરનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. સંજય કહે છે : ‘મને એ બહુ અપમાજનક લાગે છે. આપણી દીકરી કે દીકરીના ઘરે જઈએ, કામ કરીએ એમાં બૅનર લગાવીએ છીએ ?’ સંસ્થાના સંસાધનો ટાંચાં છે. કૅમ્પ્સમાં જવા માટેનું એક મોટરનું રોજનું ખર્ચ પાંચ હજાર રૂપિયા છે, બીજો કોઈ વિકલ્પ નથી. બધાના નહીં પણ કેટલાકનું તો વિમાન ભાડું સંસ્થાએ આપવું પડે છે. અત્યારે પ્રકાશ ભગવતી અને રાજેશ ભટ્ટ સંચાલિત સંસ્થા ‘સ્વપથ’નો મુખ્ય આર્થિક ટેકો છે. વિશ્વગ્રામની અત્યારની પહેલી ટુકડી 30 નવેમ્બરે પાછી આવશે અને બીજી ટુકડી પહેલી ડિસેમ્બરથી વીસ દિવસ માટે કામ કરશે. તે બધાને મદદની જરૂર પડશે. વિશ્વગ્રામને સહાય કરીએ.

વિશ્વગ્રામના સહુ નિષ્ઠાવાન કાર્યકરોને ધન્યવાદ. અત્યારના કૅમ્પના કાર્યકરો આ મુજબ છે. મેડિકલ ટીમ : સર્વશ્રી ડૉક્ટર નમ્રતાબહેન, ખ્યાતિબહેન, હેમાબહેન, જિજ્ઞાસાબહેન, સાહિલભાઈ ; મેડિકલ ઇન્ટર્ન્સ દાનિશભાઈ અને જિગરભાઈ; શિક્ષકો : દિપ્તિબહેન, ભારતીબહેન, હિમાંશુભાઈ, ગૌરાંગભાઈ, મેહુલભાઈ, ઇલિયાસ મન્સૂરી; વિદ્યાર્થી : અજયભાઈ; વિશ્વગ્રામના પૂરા સમયના કાર્યકર્તા : દર્શનભાઈ; ટીમ લીડર્સ : તુલાબહેન, ઇલિયાસ ડાભલાવાલા અને સંજય.

બાળકો માટે પુસ્તકો કે  સ્પોર્ટસ કિટ માટે ,કે અન્ય કોઈ રીતે સહયોગ આપી શકીએ.

સંપર્ક : તુલા-સંજય 94262388234 vishwagrambasna@gmail.com  

[તસવીરો : વિશ્વગ્રામ, કોલાજ સૌજન્ય : નીતિન કાપુરે, લિંક સૌજન્ય : પાર્થ ત્રિવેદી]
24 નવેમ્બર 2023 
[1,000 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...754755756757...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved