Opinion Magazine
Number of visits: 9665798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

क्या कांग्रेस घोषणापत्र मुस्लिम लीग की सोच को प्रतिबिंबित करता है?

Opinion - Opinion|19 April 2024

राम पुनियानी

गत 4 अप्रैल 2024 को भारतीय राष्ट्रीय कांग्रेस ने 2024 के आमचुनाव के लिए अपना घोषणापत्र जारी किया. पार्टी ने इसे ‘न्याय पत्र’ का नाम दिया है. इसमें जाति जनगणना, आरक्षण पर 50 प्रतिशत की ऊपरी सीमा हटाने, युवाओं के लिए रोज़गार, इंटर्नशिप की व्यवस्था, गरीबों के लिए आर्थिक मदद आदि का वायदा किया गया है. घोषणापत्र का फोकस महिलाओं, आदिवासियों, दलितों, ओबीसी, किसानों और युवाओं व विद्यार्थियों के लिए न्याय पर है. कांग्रेस के एक प्रवक्ता ने कहा कि घोषणापत्र यह वादा करता है कि भाजपा के पिछले 10 सालों के शासनकाल में समाज के विभिन्न तबकों के साथ हुए अन्याय को समाप्त किया जाएगा.

श्री नरेन्द्र मोदी ने इस घोषणापत्र की निंदा करते हुए कहा कि घोषणापत्र पर (स्वतंत्रता-पूर्व की) मुस्लिम लीग की विघटनकारी राजनीति की छाप है और यह वाम विचारधारा से प्रभावित है. यह सुनकर भारतीय राष्ट्रवादी विचारधारा के सर्जक और आरएसएस के द्वितीय सरसंघचालक एम.एस. गोलवलकर की याद आना स्वाभाविक है, जिन्होंने अपनी पुस्तक ‘बंच ऑफ़ थॉट्स’ में बताया है कि हिन्दू राष्ट्र के लिए तीन आतंरिक खतरे हैं – मुसलमान, ईसाई और कम्युनिस्ट. इनमें से दो की चर्चा भाजपा समय-समय पर विभिन्न स्तरों पर करती रही है और अब भी करती है.

साम्प्रदायिकता भाजपा का प्रमुख हथियार है. सन 1937 के राज्य विधानमंडल चुनावों के लिए मुस्लिम लीग के घोषणापत्र और चुनाव कार्यक्रम में मुस्लिम पहचान से जुड़ी मांगें थीं और उसमें समाज के कमज़ोर वर्गों की भलाई के लिए सकारात्मक क़दमों की कहीं चर्चा नहीं थी.

भाजपा के आरोपों के जवाब में कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खडगे ने एकदम ठीक कहा कि भाजपा के पुरखे और मुस्लिम लीग एक दूसरे के सहयोगी थे. सच तो यह है कि धार्मिक राष्ट्रवादी समूहों –  मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस – में अनेक समानताएं हैं. औपनिवेशिक भारत में आ रहे परिवर्तनों की प्रतिक्रिया में ये तीनों संगठन समाज के अस्त होते हुए वर्गों ने गठित किए थे. ब्रिटिश भारत में औद्योगीकरण, आधुनिक शिक्षा के प्रसार व न्यायपालिका और नई प्रशासनिक व्यवस्था की स्थापना के साथ-साथ संचार के साधनों के विकास के कारण कई नए वर्ग उभरे – श्रमजीवी वर्ग, आधुनिक शिक्षा प्राप्त वर्ग और आधुनिक उद्योगपति. इससे पुराने शासक वर्ग के जमींदारों और राजाओं-नवाबों को खतरा महसूस होने लगा. उन्हें लगा कि उनका सामाजिक-राजनैतिक-आर्थिक वर्चस्व समाप्त हो जाएगा.

उभरते हुए वर्गों के नारायण मेघाजी लोखंडे, कामरेड सिंगारवेलु और कई अन्यों ने श्रमिकों को एकजुट किया. भारतीय राष्ट्रीय कांग्रेस और कई अन्य दल इन वर्गों की राजनैतिक अभिव्यक्ति के प्रतीक बन कर उभरे. स्वतंत्रता, समानता और बंधुत्व इन दलों के मूलभूत मूल्य थे. ज़मींदारों और राजाओं के अस्त होते वर्गों ने यूनाइटेड पेट्रियोटिक एसोसिएशन का गठन किया, जो अंग्रेजों के प्रति वफादार थी. ये वर्ग जातिगत और लैंगिक ऊंचनीच में पूर्ण आस्था रखते थे. समय के साथ यह संगठन बिखर गय और इसमें से 1906 में मुस्लिम लीग और 1915 में हिन्दू महासभा उभरे. सावरकर ने अपनी पुस्तक “एसेंशियल्स ऑफ़ हिंदुत्व” में यह प्रतिपादित किया कि भारत में दो राष्ट्र हैं – हिन्दू राष्ट्र और मुस्लिम राष्ट्र. इसी से प्रेरित हो कर 1925 में गठित आरएसएस ने हिन्दू राष्ट्र का एजेंडा अपनाया तो लन्दन में पढ़ने वाले कुछ मुस्लिम लीग समर्थकों ने ‘पकिस्तान’ शब्द गढ़ा.

इन दोनों धाराओं के पैरोकार क्रमशः हिन्दू राजाओं और मुस्लिम बादशाहों-नवाबों के शासनकाल को देश के इतिहास का सुनहरा और महान दौर मानते थे. स्वाधीनता आन्दोलन के दौरान दोनों ने अंग्रेजो का भरपूर समर्थन किया. उनकी रणनीति यह थी कि अंग्रेजों के साथ मिलकर वे अपने शत्रु (हिन्दुओं या मुसलमानों) से निपटना चाहते थे. हिन्दू राष्ट्रवाद के प्रमुख स्तंभ सावरकर ने अहमदाबाद में हिन्दू महासभा के 19वें अधिवेशन को संबोधित करते हुए कहा, “आज के भारत को एक और एकसार राष्ट्र नहीं माना जा सकता. उलटे यहाँ दो मुख्य राष्ट्र हैं – हिन्दू और मुसलमान.

द्विराष्ट्र सिद्धांत की आधार पर ही जिन्ना ने 1940 में लाहौर में आयोजित मुस्लिम लीग के अधिवेशन में अलग मुस्लिम राष्ट्र की मांग की.

आरएसएस के अनाधिकारिक मुखपत्र ‘आर्गेनाइजर’ ने लिखा,”….हिंदुस्तान में केवल हिन्दू ही राष्ट्र हैं और हमारा राष्ट्रीय ढांचा इसी मज़बूत नींव पर रखा जाना चाहिए….यह राष्ट्र हिन्दुओं, हिन्दू परम्पराओं, संस्कृति, विचारों और महत्वकांक्षाओं पर आधारित होना चाहिए.”

मुस्लिम लीग और हिन्दू महासभा ने बंगाल, सिंध और नार्थ-वेस्ट फ्रंटियर प्रोविंस में 1939 में संयुक्त सरकारें बनाईं. सिंध में जब मुस्लिम लीग ने विधानमंडल में पाकिस्तान के गठन के समर्थन में प्रस्ताव पारित किया तब हिन्दू महासभा के सदस्य चुप्पी साधे रहे. सुभाष चन्द्र बोस ने जर्मनी से प्रसारित अपने वक्तव्य में मुस्लिम लीग और हिन्दू महासभा दोनों से ब्रिटिश सरकार के खिलाफ आन्दोलन में शामिल होने की अपील की. ये दोनों और आरएसएस 1942 के भारत छोड़ो आन्दोलन से दूर रहे. सावरकर ने द्वितीय विश्वयुद्ध में जीत हासिल करने में इंग्लैंड की मदद करने का हर संभव प्रयास किया. उन्होंने कहा, “हर गाँव और हर शहर में हिन्दू महासभा की शाखाओं को सक्रिय रूप से हिन्दुओं को (अंग्रेज) थल, जल और वायु सेना और फौजी समान बनाने वाले कारखानों में भर्ती होने के लिए प्रेरित करना चाहिए.” जिस वक्त सुभाष बोस की आजाद हिन्द फ़ौज, ब्रिटिश सेना से लड़ रही थी, उस समय सावरकर ब्रिटिश सेना की मदद कर रहे थे.

यह साफ़ है कि हिन्दू महासभा और मुस्लिम लीग दोनों अंग्रेजों के हितों की पोषक थीं. सुभाष बोस इन दोनों संगठनों की सांप्रदायिक राजनीति के कड़े विरोधी थी और दोनों ने अंग्रेजों के खिलफ संघर्ष में भागीदारी करने की बोस की अपील पर कोई ध्यान नहीं दिया. जनसंघ के संस्थापक श्यामाप्रसाद मुख़र्जी, जो मुस्लिम लीग के साथ बंगाल की गठबंधन सरकार में मंत्री थे, ने वाइसराय को लिखा कि 1942 के आन्दोलन को नियंत्रित किया जाए और यह वायदा किया कि वे यह सुनिश्चित करेंगे कि बंगाल में इस आन्दोलन को कुचल दिया जाये. दिनांक 26 जुलाई, 1942 को लिखे अपने पत्र में उन्होंने लिखा, “अब मैं उस स्थिति के बारे में कुछ कहना चाहूँगा जो कांग्रेस द्वारा शुरू किये गए किसी भी व्यापक आन्दोलन के कारण प्रान्त में बन सकती है. जो भी सरकार वर्तमान में शासन कर रही है, उसे युद्ध के इस दौर में आमजनों को भड़काने के किसी भी ऐसे प्रयास, जिससे आतंरिक गड़बड़ियाँ फैल सकती हैं और असुरक्षा का वातावरण बन सकता है, का प्रतिरोध करना चाहिए.”

सुभाष बोस की तरह आंबेडकर भी मुस्लिम राष्ट्रवाद और हिन्दू राष्ट्रवाद की विचारधाराओं को एक खांचे में रखते थे. उन्होंने सन 1940 में प्रकाशित अपनी पुस्तक “पाकिस्तान ऑर पार्टीशन ऑफ़ इंडिया” में लिखा, “यह अजीब लग सकता है मगर मिस्टर सावरकर और मिस्टर जिन्ना एक राष्ट्र बनाम दो राष्ट्र के मुद्दे पर एक-दूसरे के विरोधी होने की बजाय, एक-दूसरे से पूरी तरह सहमत हैं. दोनों सहमत हैं – सहमत ही नहीं बल्कि जोर देकर कहते हैं- कि भारत में दो राष्ट्र हैं – एक मुस्लिम राष्ट्र और दूसरा हिन्दू राष्ट्र.”

कोई आश्चर्य नहीं कि दबे-कुचले लोगों के कल्याण की बातें भाजपा-आरएसएस को मंज़ूर नहीं हैं क्योंकि वे उसके हिन्दू राष्ट्र के एजेंडा के खिलाफ हैं. मुस्लिम राष्ट्र पाकिस्तान में वंचित वर्गों की क्या स्थिति है, यह हम सब के सामने है. आशा जगाने वाले कांग्रेस के घोषणापत्र की मोदी की आलोचना, उनके विचारधारात्मक पुरखों की सोच के अनुरूप है.

17/04/2024

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

વિવિધ રામકથાઓ સ્વતંત્ર અભ્યાસ માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 April 2024

રામકથા અનંતા

અદ્દભુત રામાયણમાં સીતા જુધ્ધે ચડી રાવણને સંહારે છે તો જૈન રામાયણમાં તમે જે રાવણને મળો છો તે વળી એકદમ માનવીય છે. રામ રાજ્ય જેનું નામ, એમાં આટલું તો ખુલ્લાપણું હોય જ ને ભાઈ

પ્રકાશ ન. શાહ

રામલલ્લાના ભાલે સૂર્યતિલકના પાવન ઉજાસમાં, રામ નવમીની વળતી સવારે થોડુંકેક પ્રગટ ચિંતન કરવાની હોંશ છે. જાન્યુઆરીમાં મંદિર ખુલ્લું મુકાયું ત્યારે સર્વોચ્ચ સત્તાસનેથી જે એક નવપ્રસ્થાનની ભાવના પ્રગટ થઈ હતી તેને અનુલક્ષીને વાત કરવા વિચારું છું ત્યારે દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની માંડણી કરતાં આપેલી એ સમજૂતી સાંભરે છે કે, અહીં ધર્મરાજ્યની વાત કરીએ છીએ એનો અભિપ્રેત અર્થ કાયદાનું શાસન (રુલ ઑફ  લૉ) છે. ભવ્ય મંદિર નિર્માણની પ્રક્રિયા વખતે સતત અપાતો રહેલો હવાલો પણ એ છે કે સર્વોચ્ચ અદાલતે લીલી ઝંડી ફરકાવી તે પછીનું આ પગલું છે. વિગતની દૃષ્ટિએ બેલાશક આ એક સાવ સાચી  વાત છે, પણ એટલું જ સાચું એ પણ છે કે સર્વોચ્ચ અદાલતે 1992ના ડિસેમ્બરની છઠ્ઠીએ જે બન્યું હતું એને ગુનાઇત કૃત્ય લેખ્યું છે અને હજી તે અંગે શિક્ષાત્મક ચુકાદો બાકી છે. નવ પ્રસ્થાનની ક્ષણોનો તકાજો ખરું જોતાં સહજ આનંદોલ્લાસની જોડાજોડ જાતમાં ઝાંખતા રહેવાનોયે હોય છે એવી સમજથી આટલી એક આરંભિક નુક્તેચીની.

નવપ્રસ્થાનની હોંશમાં બીજો એક મુદ્દો તેરેક વરસ પાછળ જઈને કરવા જોગ છે. તેરેક વરસ  પહેલાં એક વિદ્યાર્થી સંસ્થાએ, ભા.જ.પ.ના પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સમર્થન સાથે ઊહાપોહ (અને તોડફોડ) કરીને દિલ્હી યુનિવર્સિટીના ઉચ્ચ અભ્યાસક્રમમાંથી રામાયણ વિષયક એક  અભ્યાસનિબંધપડતો મુકાવ્યો હતો. વાચકને ખયાલ હોય જ કે રામાયણના આરૂઢ અભ્યાસી,  ફાધર કામિલ બુલ્કેએ ઓછામાં ઓછાં ત્રણસોથી વધુ રામાયણ અસ્તિત્વ ધરાવે છે એવું પ્રતિપાદન કર્યું છે. કામિલ બુલ્કેનો આ વિગતમુદ્દો લઈને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન એ.કે. રામાનુજને લખેલ અભ્યાસનિબંધમાં જુદી જુદી રામકથાઓમાં દેશવિદેશમાં તેમ અલગ  અલગ ભાષા પરંપરામાં અને જૈન, બૌદ્ધ આદિ ધર્મપ્રણાલિઓમાં કેવું ને કેટલું જુદાપણું છે એની  ચર્ચા કરવા ઉપરાંત એ પણ સમજાવ્યું છે કે કોઈ એક મુખ્ય રામકથા (રામાયણ) હોય અને બાકી બધાં એનાં અલગ આવર્તનો હોય એવું પણ નથી.

અહીં સ્વાભાવિક જ રામાનુજનના નિબંધની ચર્ચામાં જવાનો ખયાલ નથી. જે મુદ્દો કરવા જોગ  હતો અને છે તે એ કે જુદાં જુદાં રામાયણમાં આવતી કેટલીયે વાતો વાલ્મીકિ અને તુલસીને  કારણે રૂઢ થયેલી પરંપરાથી જુદી છે. અદ્દભુત રામાયણ પ્રમાણે, જેમ કે, સીતા સ્વયં જુધ્ધે ચઢી  રાવણને સંહારે છે. જૈન રામાયણ પરંપરામાં રાવણનું પાત્ર ખાસું માનવીય વરતાય છે.

જુદી જુદી પરંપરાઓનો પરિચય થાય ત્યારે આપણી પ્રચલિત માન્યતાઓ અને ખયાલોને  આંચકો લાગે એવુંયે બને : તુર્કસ્તાનમાં ઇજાર પહેરેલી ગણેશ મૂર્તિ મળે ત્યાં સુધી તો બરાબર;  પણ ત્યાં પ્રચલિત રામકથા પરંપરામાં સીતા રામને લક્ષ્મણ બેઉનાં પત્ની હોય એવું શું કરવું. બૌદ્ધ પરંપરામાં, દશરથ જાતકમાં, અયોધ્યાને સ્થાને વારાણસીનો નિર્દેશ છે એ તો ઠીક, પણ રામ ને સીતાને ભાઈબહેન વર્ણવ્યા છે, એનું શું કરવું.

આવી બધી વાતો સામે આવે ત્યારે કેમ કે શિક્ષાર્થી છીએ, પ્રજાઓ ને પરંપરાઓ કેવી અલગ  અલગ રીતે વિચારે છે એ સમજવાની તક ઝડપવી પડે. જુદા માહોલમાં, જુદા સામાજિક-સાંસ્કૃતિક પરિવેશમાં, સમાજવિકાસના અલગ અલગ તબક્કે આ બધાં પાત્રો પોતપોતાની આગવી રીતેભાતે વિકસતાં ને વિલસતાં હોય છે. આપણે એક વિદ્યાર્થી છીએ, શિક્ષક કે વાચક છીએ. પાત્રોને એમના પરિવેશમાં સમજવાની કોશિશ કરીએ અને એક પ્રજા તરીકે સમાજવિકાસની આપણી યાત્રા વિશે પ્રકાશ પામતા ચાલીએ એથી રૂડું શું.

યુનિવર્સિટી કોઈ ધાર્મિક પાઠશાળા કે મધ્યયુગી સેમિનારી નથી. જે રામને તમે કે હું પૂજતાભજતા હોઈએ તે પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ ઇતિહાસ અને સમાજવિકાસના મુમુક્ષી છાત્ર તરીકે આપણે નાનાવિધ પાત્રોને મળવા પ્રીછવાની તૈયારી રાખવી જોઇએ. એમની ને એમને સરજનાર પ્રતિભાઓ ને પરિબળોની કે અનામ લોકપરંપરાઓની ગત અલબત્ત ન્યારી જ હોય. એમનો સહૃદય અભ્યાસ હોય, કોઈ સેન્સરશાહી નહીં.

રામ રાજ્ય જેનું નામ, એમાં આટલું તો ખુલ્લાપણું, કમ સે કમ હોય જ ને ભાઈ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ઍપ્રિલ 2024

Loading

મત, મતપત્રકથી પડે કે મશીનથી, ચેડાં તો બંનેમાં થઈ શકે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 April 2024

રવીન્દ્ર પારેખ

ભારતમાં પહેલી વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇ.વી.એમ.) કેરળમાં, 1982માં, પરાવુર વિધાનસભાના 50 મતદાન કેન્દ્ર પર ઉપયોગમાં લેવાયું હતું. એ ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર એ.સી. જોસે ઇ.વી.એમ.નાં પરિણામોને કોર્ટમાં પડકારતાં કોર્ટે ફરી ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, મશીનમાં કોઈ ગરબડ પુરવાર થઈ ન હતી, પણ તે પછી ઇ.વી.એમ.થી થતી ચૂંટણી વારંવાર પડકારાતી રહી છે, ખાસ કરીને ઉમેદવાર હારી જાય છે, તો મશીનનો વાંક નીકળે છે. ઉમેદવાર જીતે છે તો તેને મશીનમાં ખામી જણાતી નથી એનું પણ આશ્ચર્ય જ છે.

અત્યારે મામલો સુપ્રીમમાં છે ને વિપક્ષની માંગ છે કે ઇ.વી.એમ.ને બદલે પહેલાંની જેમ બેલેટ પેપરથી ઇલેક્શન થાય. આ વખતે તો એ શક્ય લાગતું નથી, કારણ ચૂંટણી નજીકમાં જ છે અને ઇ.વી.એમ.થી ચૂંટણી યોજવાની બધી તૈયારીઓ ચૂંટણી પંચે પૂરી કરી લીધી છે. આમ તો આ મુદ્દો ચૂંટણી નજીક હોય ત્યારે જ ઊભો થાય છે. વિપક્ષ અને થોડા વકીલો દર ચૂંટણી વખતે જાગે છે ને એ પછી થોડાં વર્ષો બધાં શાંત પડી જાય છે. બધા વાંધા છતાં 1982થી ઇ.વી.એમ.થી ચૂંટણી થાય છે ને પડકારો છતાં મોડાં વહેલાં એ દ્વારા મળતાં પરિણામોનો સ્વીકાર પણ થાય છે. ભારતમાં ચૂંટણી બેલેટ પેપરથી જ થતી હતી, પણ તેમાં બુથ કેપ્ચરિંગથી માંડીને અનેક ગરબડો થઈ અને ઇ.વી.એમ.થી ચૂંટણી થવા લાગી. વખત જતાં એમાં પણ વિપક્ષોને વાંધો પડ્યો ને ફરી એકવાર મતપત્રકથી ચૂંટણી કરાવવાનો આગ્રહ વિપક્ષ રાખી રહ્યો છે, ત્યારે એ વિચારતો નથી કે વિપક્ષોને જ મતપત્રકથી ચૂંટણીનાં પરિણામો વરવાં લાગ્યાં એટલે તો ઇ.વી.એમ. તરફ વળવું પડ્યું, હવે એનો વાંધો પાડીને ફરી મતપત્રકનો રાગ આલાપવાનું ચાલ્યું છે ને દડો સુપ્રીમમાં નાખ્યો છે, તે કેટલું યોગ્ય છે તે પ્રશ્ન જ છે.

એક તરફ સૌ 2024ના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ને બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એ.ડી.આર.) અને સામાજિક કાર્યકર અરુણકુમાર અગ્રવાલે અરજી દાખલ કરીને ઇ.વી.એમ. વોટ અને (વોટર વેરીફાએબલ પેપર ઓડિટ ટ્રેલ) વીવેપેટ સ્લીપને 100 ટકા મેચ કરવાની માંગ કરી છે. એટલું છે કે ભારતમાં ચૂંટણીનું કાર્ય ગંજાવર છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી માટે વખતોવખત સુધારની ભૂમિકામાં હોય જ છે, તો તેને સતત શંકાથી જોવાનું ઠીક નથી. સુપ્રીમ દ્વારા ઇ.વી.એમ.ને લગતી અરજી પર સુનાવણીમાં એ.ડી.આર. તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટે આકરા સવાલો પૂછીને 18મી સુધી સુનાવણી ટાળી દીધી. એ પછી 18મીએ કોર્ટે, એ.ડી.આર., વકીલો અને ચૂંટણી પંચની દલીલો પાંચ કલાક સાંભળીને નિર્ણય અનામત રાખ્યો છે. પ્રશાંત ભૂષણની દલીલ એ હતી કે મોટાભાગના દેશો ઇ.વી.એમ.ને છોડીને બેલેટ પેપર પર પાછા ફર્યા છે. બેલેટ પેપર અંગે જર્મનીનો દાખલો અપાતા જસ્ટિસ દત્તે પૂછ્યું કે જર્મનીની વસ્તી કેટલી છે? જવાબ હતો – 6 કરોડ. દેખીતું છે કે ભારતના 98 કરોડ મતદાતાઓ માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનું સહેલું નથી. સુપ્રીમના જસ્ટિસ સંજીવ ખન્નાએ મતપત્રકથી થતી ચૂંટણી સંદર્ભે કહ્યું કે બેલેટથી થતાં મતદાનની સમસ્યા ને તેનો સમયગાળો અમે ભૂલ્યા નથી.

અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ સંજય હેગડેએ કોર્ટ પાસે માગણી મૂકી કે ઇ.વી.એમ.માં નોંધાયેલા મતોને 100 ટકા વીવીપેટ સાથે મેચ કરવામાં આવે. આ મુદ્દે ચૂંટણી પંચનું કહેવું છે કે તમામ વીવીપેટ સ્લિપની ગણતરીમાં 12 દિવસ જેટલો લાંબો સમય લાગી શકે. સર્વોચ્ચ અદાલતે પણ તે અવ્યવહારુ ગણાવ્યું. બીજું, કે માનવીય હસ્તક્ષેપ થતાં ભૂલ થવાની સંભાવના વધે જ છે. સુનાવણી દરમિયાન અરજદારે ઇ.વી.એમ. અને વીવીપેટમાં લાગેલી ચિપને પ્રોગ્રામ કરી શકાય છે એ વાત આગળ કરી. એ રીતે ચેડાં થાય તો પરિણામો બદલાઇ શકે છે. આ કારણોસર અરજદારે બેલેટ પેપરથી ચૂંટણી યોજવા, તમામ વીવીપેટ કાપલીઓની ગણતરી કરવા પરવાનગી માંગી હતી, પણ સુપ્રીમે કહ્યું કે એમ હાથેથી ગણતરી કરવા જતાં પરિણામ જુદાં જુદાં આવશે. સુપ્રીમે ચૂંટણી પંચને સીધું જ પૂછ્યું કે ઇ.વી.એમ. સાથે ચેડાં થઈ શકે?

પ્રશાંત ભૂષણે એક રિપોર્ટ એવો રજૂ કર્યો, જેમાં કેરળમાં મોક પોલિંગ દરમિયાન વધુ વોટ બી.જે.પી.ને ગયા હતા. ચૂંટણી પંચે એ આરોપને પાયાવિહોણો ગણાવ્યો. એક વાત સ્પષ્ટ છે કે જો મતપેટી ઉઠાવી જવાતી હોય તો ઇ.વી.એમ. સાથે પણ એવી કોઈ હરકત થઈ શકે એ વાત નકારી શકાય નહીં. રહી વાત વિપક્ષોની, તો એમણે એવી શંકા પણ કરી જ છે કે ઇ.વી.એમ. મશીનો રિપ્લેસ થઈ શકે. હેકર્સ એ સાબિત કરી ચૂક્યા છે કે ઇ.વી.એમ. પણ હેક કરી શકાય છે. ચૂંટણી પંચની ટ્રાયલમાં પણ એવું બન્યું છે કે કોઈ પણ બટન દબાવતાં મત ભા.જ.પ.માં જ પડતો હતો. વિપક્ષોને એવી પણ શંકા છે કે આખે આખું ઇ.વી.એમ. એ જ નંબરનું ભા.જ.પ.ની ફેવરનું, સ્ટ્રોંગ રૂમમાં મૂકીને ત્યાંનું મશીન ઉઠાવી શકાય. થઈ તો ઘણું શકે, પણ સારું છે કે ઘણું થતું જ નથી.

એક ફેરફાર એવો આવ્યો કે 2017થી વીવીપેટનો ઉપયોગ મતદાન મથકમાં કરવામાં આવ્યો. 2019ની લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત વીવીપેટનો ઉપયોગ થયો, જેમાં મતદાતાએ કોને મત આપ્યો છે તે, તે સાત સેકન્ડ સુધી જોઈ શકે. વિપક્ષોની માંગ છે કે પડેલા મત અને વીવીપેટની સ્લિપ સરખાવવામાં આવે. આમ તો કોઈ પણ પાંચ ઇ.વી.એમ.માં પડેલ મત અને વીવીપેટની સ્લિપની સરખામણી કરવામાં આવે છે, પણ વિપક્ષની માંગણી છે કે બધી જ સ્લિપની સરખામણી કરવામાં આવે. જો કે, કોર્ટને એ વ્યવહારુ લાગતું નથી. 98 કરોડ મતદાતાઓના મતની આ રીતે સરખામણી માનવ હાથોથી કરવાનું મુશ્કેલ છે, એટલું જ નહીં, એમાં પણ ગરબડો થવાની શક્યતા નકારી શકાય નહીં. સાચું તો એ છે કે વીવીપેટ વ્યવસ્થામાં આજ સુધી કોઈ મોટી ગરબડ નોંધાઈ નથી, તો તેના પર ભરોસો રાખીને શંકા ને અવિશ્વાસનું વાતાવરણ ઊભું ન થાય તે વિપક્ષોએ પણ જોવું જોઈએ. જો ગરબડને કારણે ભા.જ.પ.નો ઉમેદવાર જીતતો હોય તો એ જ વખતે વિપક્ષનો કોઈ ઉમેદવાર જીતે પણ છે, તે યાદ રાખવાનું કે કેમ?

જ્યાં પણ માણસો મારફતે કામ થાય છે ને જ્યાં પણ માનવ સ્વભાવ, સ્વાર્થ, લાભ, હાનિની ભૂમિકા છે, ત્યાં ગમે તેવાં સાધનો સાથે ચેડાં થઈ શકે એમ છે. આવી સ્થિતિ હોય ત્યાં કોઈ પણ અનીતિ, ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ વધે જ છે. કરુણતા એ છે કે ક્ષતિઓ હંમેશ સામે જ જણાય છે. આરસીમાં જોવાનું ઇરાદાપૂર્વક ભૂલી જવાય છે, એટલે જ કોઈ પણ વાતમાં શંકા કરવાની, પાણીમાંથી પોરાં કાઢવાંની નવાઈ રહી નથી. જો બધાં જ ભલાં અને સત્યપ્રિય હોય, તો ગરબડો થાય જ શું કામ? પણ એવું નથી. દુષ્ટતા અને ભ્રષ્ટતા દેશ આખામાં પ્રવર્તમાન હોય, ત્યાં રાજકીય પક્ષોને સામો પક્ષ શંકાસ્પદ જણાય તે શક્ય છે. જીતવું દરેકે છે, એટલે સામાવાળો કઈ રીતે હારે એની ચિંતા બધા જ કરતાં હોય છે. એ હાર ચૂંટણી દ્વારા શક્ય હોય તો તેને માટે જે કઈં પણ કરી શકાય તે રાજકીય પક્ષો કર્યા વગર ન જ રહે. અત્યારે પણ ભા.જ.પ. વિપક્ષને અને વિપક્ષ ભા.જ.પ.ને ભાંડ્યા જ કરે છે. એ સિવાય કોઈ કામ જ નથી જાણે ! આવી સ્પર્ધામાં પક્ષના ભક્તો થાળી વગડીને કે આરતી ઉતારીને થોડો ટાઈમ રાજી રહેતા હોય છે, પછી તો એ પણ ધંધે વળગતા હોય છે. ખરેખર તો જે મત આપે છે તેનો હાથ પહેલાં પણ ખાલી હતો ને પછી પણ ખાલી જ રહે છે. કમાલ છે ને કે જેના મતથી પક્ષો સત્તા સુધી પહોંચે છે, તે પછી તેમના સુધી પહોંચી શકતો જ નથી. આ કદાચ દરેક મતદાતાની કમનસીબી છે, કરુણતા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 એપ્રિલ 2024

Loading

...102030...726727728729...740750760...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved