Opinion Magazine
Number of visits: 10027190
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકવાદનો અંત ક્યારે આવશે ? — એક બાલિકાની યોજના

અાશા બૂચ|Opinion - Opinion|19 April 2013

તાજેતરમાં બોસ્ટન યુ.એસ.એ.માં મેરેથન દોડ પૂરી થઈ, તેવે ટાણે બે વિસ્ફોટ થયા, જેમાં ત્રણ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા અને સોથી વધુ ઘવાયાના સમાચારથી ફરી નિ:સાસો નખાઈ ગયો.

ઘાયલ થયેલામાંથી નવ, સાત અને બાર વર્ષનાં બાળકો છે અને મૃત્યુ પામેલામાંથી એક તો માત્ર આઠ વર્ષનો બાળક હતો, એ સંભાળીને પૂર્ણિમાબહેનની આઠ વર્ષની પુત્રી અભિલાષા પણ વ્યથિત થઈ ગઈ. તેને થયું, હું એમની જગ્યાએ હોઉં તો મારું અને મારા મમ્મી-ડેડીનું શું થાય? એ સાથે જ એના મનને બીજા અનેક સવાલો સતાવવા લાગ્યા. એ કુમળી બાલિકા પોતાના ઓરડામાં જઈને વિચારે ચડી. છેવટ પોતાના સવાલોના જવાબ શોધવા તેણે ઇન્ટરનેટનો સહારો લીધો. પડદા પર એક પછી એક કડીઓ ખૂલતી ગઈ અને અભિલાષા વિસ્ફારિત આંખે જોઈ રહી.

અચાનક અભિલાષા દોડીને તેની મમ્મીને બોલાવી લાવી અને એક શ્વાસે બોલવા લાગી, ‘મમ્મી, આ જો તો, મેં આતંકવાદી સંગઠનોના નામની શોધ કરી તો કેટલાં બધાં નામ આવ્યાં? એ જોઇને મને વિચાર આવે છે કે એ બધા કોણ છે, કઈ ભાષા બોલાતા હશે, દુનિયામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ક્યાં રહેતા હશે, કયો ધર્મ પાળતા હશે. અને સૌથી મોટી વાત તો એ કે એ લોકો શા માટે આતંક ફેલાવતા હશે?’

ખરું પૂછો તો પૂર્ણિમાએ કોઈ દિવસ આવી બાબતોનો વિચાર નહીં કરેલો, એમ માનીને કે આપણે કદિ આ પરિસ્થિતિમાં સુધારો કરી શકવાના નથી, તો ઉપાધિ શા સારુ કરવી ? પણ નાના બાળકો આપણા કરતાં વધુ સંવેદનશીલ હોતાં હશે; એટલે જ અભિલાષા તરત પોતાના સવાલોના જવાબ શોધવા સક્રિય થઇ ગઈ. પછી તો બંને મા-દીકરીએ મળીને એ માહિતીનો અભ્યાસ કર્યો અને કૈંક આવું તારણ કાઢ્યું :

૧. આતંકવાદી સંગઠનોનાં નામ પરથી એવું લાગે છે કે મોટા ભાગના પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાંથી ઊભા થયેલા છે.

૨. સંગઠનોમાં એટલી વિવિધતા છે કે તેઓ વ્યવહારમાં કઈ ભાષા બોલતા હશે તે કહેવું મુશ્કેલ છે, પણ વર્તનમાં એક માત્ર હિંસક આક્રમણની ભાષા જાણતા લાગે છે.

૩. વળી આ બાબતે વધુ ઊંડા ઉતરવાની જરૂર જણાય છે, પણ સંગઠનોનાં નામ ઉપરથી મોટા ભાગના ઇસ્લામ ધર્મ પાળતા હોય તે શક્ય લાગે છે.

૪. આતંક ફેલાવવા પાછળનો તેમનો હેતુ આ માહિતી પરથી સ્પષ્ટ નથી થતો.

૫. આતંકવાદી હુમલાઓનો સહુથી વધુ ભોગ યુ.એસ.એ, બ્રિટન, કેનેડા અને ભારત જેવા દેશો બને છે.

પૂર્ણિમાએ વિચાર્યું, શાળામાં નાના પાયે અભ્યાસ સંશોધનો હાથ ધરવાનું શીખેલી અભિલાષાને આટલા તારણથી સંતોષ થશે. બરાબર તે જ વખતે અભિલાષાના ડેડી વિવેક આવ્યા, તેથી સહુ જમવા બેઠાં. પણ તેના હાથ વારે વારે જમતા અટકી જતા હતા. પૂર્ણિમાએ શું બન્યું તેની ટૂંકમાં વાત કરી. અભિલાષા હવે તેના ડેડી તરફ ફરીને પૂછવા લાગી, ‘ડેડી, આતંકવાદી સંગઠનો મોટે ભાગે પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં ઊભા થયેલા છે. એવું કેમ હશે, એ લોકોને સારી રીતે વાટાઘાટો કરતાં નથી આવડતું? વળી મોટા ભાગના ઇસ્લામ ધર્મ પાળતા હોય તેવું પણ શક્ય લાગે છે, તો એ લોકો પાસે પોતાની વાત કે માગણી રજૂ કરવાનો બીજો માર્ગ નહીં હોય કે શું? નવાઈની વાત તો એ છે કે એનો ભોગ પશ્ચિમના દેશો વધુ બને છે, તો એમણે એવું તે શું ખોટું કર્યું છે તે આમ ઘર આંગણે અને દુનિયામાં બીજે ક્યાં ય પણ એમનાં થાણાં હોય એના પર આક્રમણ થાય? ડેડી, મને ખરેખર આ આતંકવાદીઓના હુમલાઓ પાછળનું કારણ નથી સમજાતું.’ આટલા બધા અને તે પણ આવા ગંભીર પ્રશ્નો આઠ વર્ષની છોકરી પાસેથી સાંભળીને તેનો શું જવાબ આપવો તે મમ્મી-ડેડીમાંથી કોઈને ન સમજાયું.  

આજના સમાચારોથી અસ્વસ્થ થયેલી અભિલાષાએ રાત્રે સૂતી વખતે વાર્તાનું પુસ્તક સાથે વાંચવાની પણ ના પાડી, તેથી વિવેક તેની પાસે બેસીને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. અને કહ્યું, ‘જો બેટા, મારી સમજ પ્રમાણે યુરોપ અને અમેરિકા જેવા ધનાઢ્ય દેશોએ વર્ષો પહેલાં પૂર્વ અને મધ્ય પૂર્વના દેશોમાં રાજ્ય કર્યું, અથવા એક બીજાની સામે લડવા લશ્કરી મદદ મોકલી, જેનાથી એ દેશોને ખૂબ અન્યાય થયો અને નુકસાન થયું. આને પરિણામે જેમને અન્યાય થયો તેઓએ હિંસક પ્રતિકારનો રસ્તો લીધો, અને જેઓએ અન્યાય કર્યો તેમને એનો માર સહન કરવો પડે છે. તારી વાત ખરી છે કે તેઓ બધા અમુક એક જ ધર્મના અનુયાયીઓ હોવાનું જણાય છે, પણ કદાચ એમને બીજા દેશની સંસ્કૃિતનાં ભયસ્થાનોનો વધુ ડર હોય. જો કે તું કહે છે તેમ એ લોકોએ શાંતિમય પદ્ધતિથી પોતાની વાત કરતાં શીખવું તો જોઈએ જ. ચાલ આપણે શોધી કાઢશું કે તેઓએ પહેલાં એવી કોશિશ કરેલી અને હજુ પણ વાટાઘાટો  કરવા માગે છે કે નહીં? બાકી વ્યક્તિ કે નાના સમૂહો હિંસાત્મક આક્રમણ કરે તો તેને આતંકવાદી હુમલો કહેવાય અને કોઈ સરકાર કરે તો તેને યુદ્ધ કહેવાય એવું તને નથી લાગતું? આજે આપણે આટલી ચર્ચા કરીને અટકીએ. તારો સુવાનો સમય થયો છે અને આવી અટપટી વાતો સમજવા માટે તારી પાસે ઘણાં વર્ષો છે. ચાલ બેટા ગૂડ નાઈટ!’

અભિલાષા કદાચ તેના ડેડીએ આપેલ ખુલાસાઓની યોગ્યતાનો વિચાર કરતી મોડી સૂતી હશે. સવારે ઉઠતા જ તેણે જાહેર કર્યું, ‘મમ્મી, ડેડી, હું મોટી થઈને આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓ સાથે વાત કરીને તેમને શું જોઈએ છે, તે શોધી કાઢી, જેમના પર તેઓ હુમલા કરે છે તેમને કહીશ. બધા એક બીજાની વાત સાંભળશે. એટલે મારા-મારીથી નહીં પણ શાંતિથી દરેક ઝઘડાનો ઉકેલ લાવશે એટકે બોમ્બ વિસ્ફોટ કે લડાઈથી કોઈ નાહક નહીં મરે તમે જોજો તો ખરા!’

e.mail : 71abuch@gmail.com

Loading

‘You Can Walk Away !’

'Surendra'|Opinion - Cartoon|17 April 2013

Courtesy : "The Hindu", 17.04.2013

Loading

… પણ હવે દિવસો બદલાઈ જશે !!!

મહેન્દ્ર દેસાઈ|Opinion - Opinion|16 April 2013

૨૧ ડિસેમ્બર ૨૦૧૨ …. એ કોઈ ખાસ દિવસ નથી. નથી એ કોઈ પર્વ – ઉત્સવ દિવસ કે નથી કોઈ જયંતી દિન. હા, જેને ખગોળ વિજ્ઞાનમાં રસ હોય તેને માટે એ દિવસ થોડો અગત્યનો ખરો કારણ કે એ વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ છે. અને તેથી જ ઘણા લોકો કહેતા હોય છ કે હવે દિવસો બદલાશે.

પણ ૨૧મી ડિસેમ્બર તો દર વરસે આવે છે. તો પછી, આ ૨૦૧૨ની ૨૧મી ડિસેમ્બરનું શું અગત્ય ? આ તારીખના બે-ત્રણ દિવસ પહેલાં રેડિયો-ટી.વી.-અખબારપત્રોમાં આ તારીખનો ઉલ્લેખ થવા લાગ્યો, સાથે સાથે ચર્ચાઓ પણ થવા લાગી. અને ક્યાંક તો વિશેષજ્ઞોને બોલાવી વધુ માહિતીઓ પણ રજૂ થવા લાગી. ચર્ચાનો વિષય હતો, ‘શું આ દિવસે જગતનો અંત આવશે ?’

આવી જાતની વાતો, અફવાઓ રૂપે તો ઘણી વાર આવતી રહેતી હોય છે, પણ આખું સમાચાર જગત એ વાતની આટલી બધી ચર્ચા નથી કરતું. પણ આ સમયે તો બધા જ સમાચાર પ્રસારણમાં, એક જ વાત હતી કે દક્ષિણ અમેરિકાની માયા સંસ્કૃિતની ભવિષ્યવાણી મુજબ, આ ૨૧મી ડિસેમ્બર ૨૦૧૨નો દિવસ, એ આ જગત માટે આખરી દિવસ હશે. કારણ કે માયા સંસ્કૃિતનું કેલેન્ડર એમના ૫૦૩૨માં વર્ષે અંત પામે છે. જો કે લોકોએ આ વાતને ગંભીરતાથી નથી લીધી, અને સમાચાર પ્રાસારણોને તો એમને જોનારા-સાંભળનારાઓને, થોડું કુતૂહલ પીરસીને, પકડી રાખવામાં જ વધારે રસ હોય છે. એટલે બે ત્રણ દિવસ આ વિષયને ચગાવીને લોકોનું તેમણે મનોરંજન કર્યું અને ૨૨મી ડિસેમ્બર પછી આ વાત વિસારે પડી. હા, થોડા સૂર્ય પૂજકો અને થોડા ઉત્સાહી લોકો અને કેટલાક કુતૂહલતાથી પ્રેરાઈને દક્ષિણ અમેરિકાના એક પ્રદેશમાં જ્યાં માયા સંસ્કૃિતનું વિશાળ મંદિર છે, ત્યાં ભેગા થયા અને નિયત દિવસે, વહેલી સવારે મંદિરના વિશાળ પ્રાંગણમાં જન સંખ્યા ઉભરાવા લાગી. સૂર્યોદય થયો, પ્રાર્થના થવા લાગી. કોઈ આનંદિત થઈ નાચવા ગાવા લાગ્યા. બપોર થઈ અને સાંજ થવા આવી. સૂર્ય દેવનું છેલ્લું કિરણ મંદિરની ટોચ પરથી ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યું. લોકોમાં ચહલ પહલ થવા લાગી, ઇન્તેજારી વધવા લાગી, કુતૂહલતાથી ચારે તરફ જોવા લાગ્યા. હરરોજની જેમ, સૂર્યાસ્ત પછી અંધારું થવા લાગ્યું અને કોઈ પરંતુ ઘટના ઘટી નહીં. ધીરે ધીરે લોક વિખરાયું અને વાત વિસરાઈ.

પણ પછી પ્રશ્નો જાગ્યા …..

જગતમાંના અનેક દેશોમાં પોતપોતાનું કેલેન્ડર-પંચાંગ હોય છે. અને એની શરૂઆત કોઈ વિશેષ ઘટના કે વિશેષ વ્યક્તિને સન્માનવા એના નામથી શરૂ થાય છે. જેમ કે પશ્ચિમના જગતમાં ઇસુની પાછળ ઇસવી સન કેલેન્ડર અથવા તો મધ્ય પૂર્વનાં દેશોમાં મહમદ પયગમ્બરના નામથી હિજરી સન અને ભારતમાં કોઈ મહાન રાજાને સન્માનવા વિક્રમ સંવત. એવી જ રીતે દૂર પૂર્વના દેશો ઇન્ડોનેશિયા, ચીન, જપાન વગેરેમાં પણ પોતપોતાના પંચાંગ હોય છે. જેની માહિતી અખબાર જગત એ દેશોના નવા વર્ષની ઉજવણી પ્રસંગે આપતું હોય છે. તેથી કરીને તે કેલેન્ડર-પંચાંગ અનુસાર કેટલામું વર્ષ શરુ થયું તે જાણવા મળતું હોય છે. જેમ કે ઇસવી સન ૨૦૧૩, હિજરી સન ૧૪૩૪ કે પછી વિક્રમ સંવત ૨૦૬૯, વગેરે વગેરે અને આ બધા જ કેલેન્ડર-પંચાંગ બેથી અઢી હજાર વર્ષની સમય મર્યાદાના હોય છે. જયારે આ માયા સંસ્કૃિતનું કેલેન્ડર-પંચાંગ તો પાંચ હજાર વર્ષ જૂનું બતાવે છે. તો આપણને આશ્ચર્ય થાય કે એ સંસ્કૃિત પાસે પાંચ હજાર વર્ષ પૂર્વે પંચાંગ વિષેની જ્ઞાન માહિતી હતી ? 

પંચાંગ રચવા માટે શી શી માહિતી જોઈએ? પંચાંગ એટલે પાંચ અંગ અને એ પાંચ અંગ કે તત્ત્વો એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને પૃથ્વી. આ બધાની જાણકારી જરૂરી હોય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરવાની અને સૂર્યની ચારેબાજુ પરિભ્રમણની જાણકારી, તે ઉપરાંત ચંદ્ર, ગ્રહો વગેરેના પરિભ્રમણ અને સૂર્ય વગેરેની જુદા જુદા નક્ષત્રો સાથે રચાતી કક્ષાની પણ જાણકારી …. આ બધાની જાણકારીથી દિવસ, માસ, ઋતુ અને વરસની સમજ સાથે સાથે બદલાતા વાતાવરણની આગાહી પણ કરી શકાય.

એટલે જુદા જુદા પંચાંગની વર્ષ સંખ્યા પરથી એવું લાગે કે માયા સંસ્કૃિત એ સૌથી જૂની અને ખગોળ વિજ્ઞાન પરિચિત સંસ્કૃિત હશે ! બીજો પ્રશ્ન એ થાય કે ભારતમાં વિક્રમ સંવત પહેલાં કોઈ પંચાંગ નહીં હોય? આપણા પુરાણની  કથા માહિતી અનુસાર, આર્યભટ્ટ જેવા અનેક ખગોળશાસ્ત્રીઓ થઈ ગયા જેઓ વિક્રમ સંવત પૂર્વેના હતા. ખગોળ વિષે તેમણે ખૂબ ઊંડું અધ્યયન કર્યું હતું. તો શું એમણે પંચાંગ વિષે નહીં લખ્યું હોય ? 

શું રામના સમયમાં, કૃષ્ણ કે બુદ્ધના સમયમાં કોઈ પંચાંગ નહીં હોય ? આપણને એની ખબર નથી કે એ પચાંગના ક્યાં વર્ષમાં રામ જન્મ્યા કે કૃષ્ણ-બુદ્ધ જન્મ્યા. આપણને કેવળ તિથિ યાદ રહી છે. રામ નવમી, કૃષ્ણ અષ્ટમી કે બુદ્ધ જયંતી, જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ. આપણને તો દર વર્ષે જે આવે, તે ગમે. જ્યારે વર્ષ સંખ્યા તો ઇિહાસ પૂરતી જ મર્યાદિત રહે છે. આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ એટલે તિથિ મહત્ત્વની બની ગઈ. જ્યારે વર્ષ સંખ્યા બિન મહત્ત્વની થઈ અને વિસરાઈ ગઈ. કદાચ એવું પણ બને કે પુરાણા પંચાંગ હશે તો ખરાં, પણ સમય જતાં કોઈ અતિ મહત્ત્વની ઘટના ઘટી હોય, કે કોઈ ખૂબ જ શક્તિશાળી પ્રભાવી વ્યક્તિએ ખૂબ જ નામના કાઢી હોય તેને સન્માનવા તે સમયની વ્યવસ્થાએ કદાચ નવું જ પંચાંગ શરૂ કર્યું હોય. અને જૂનાને ધીરે ધીરે તિલાંજલિ આપી હોય ! એથી કરીને અત્યારના જુદાં જુદાં પંચાંગોની વર્ષ સંખ્યા બેથી અઢી હજાર વર્ષની રહી હોય !

માયા સંસ્કૃિતનું પંચાંગ પાંચ હજાર વર્ષ ચાલુ રહ્યું. કદાચ એ પ્રજામાં પ્રણાલી બદ્ધતા હોય કે પછી એવી કોઈ ઘટના કે વ્યક્તિ ન ઘટી હોય જે થકી નવું પંચાંગ શરૂ કરવાની જરૂર પડે. જે હોય તે હવે એ પંચાંગ પૂરું થયું. પણ ૫૦૩૨ પછી એ લોકો નવું પંચાંગ શરૂ કરશે કે ૫૦૩૩ લખશે? કે પછી અનેક સૈકાઓથી ચાલી આવતી યુરોપીય વ્યવસ્થા-આર્થિક વ્યવસ્થા હેઠળ એ પ્રજાએ યુરોપનું જ કેલેન્ડર અપનાવી લીધું હોય ! અને એવું તો ભારતમાં ય ક્યાં નથી થયું. આપણે ત્યાં સરકાર કે વેપાર વાણિજ્ય વગેરેમાં કે પછી સામાજિક વ્યવહારમાં પણ ક્યાંય વિક્રમ સંવત મુજબ તિથિ-માસ-વરસથી નોંધ નથી થતી. આપણે પણ યુરોપીય કેલેન્ડરને સ્વીકારી લીધું છે. હા, ધાર્મિક પ્રસંગે, વ્રત-નિયમ માટે કે લગ્ન વિવાહ પ્રસંગે આપણે ભારતીય પંચાંગ મુજબ વિક્રમ સંવતથી નોંધ કરીએ છીએ, ધાર્મિક ઉત્સવો પ્રસંગો ઉજવીએ છીએ.

અને હવે વધતા જતા વૈશ્વીકરણના જમાનામાં જયારે ઘણું બધું એકસૂત્રતામાં બાંધી લેવાના યત્નો થઇઈ રહ્યા છે, જેથી કરીને બધું સરળ સુગમ પડે, ત્યારે દેશ દેશના અલગ અલગ કેલેન્ડરો-પંચાગો અવ્યવહારુ બની જશે. અને ધીરે ધીરે એ પણ લુપ્ત થઈ જશે …. परिवर्तेन संसारे …. તો પછી પ્રાદેશિક ઉત્સવો, જયંતીઓ કે ધાર્મિક વ્રતો કે પર્વો એ બધાનો સમયક્રમ કેવી રીતે નક્કી થશે? જેની સાથે વર્ષોનો સંસ્કૃિત – સંબંધ છે, ધાર્મિક લગાવ છે એ બધા ઉત્સવો કેવી રીતે ઉજવાશે ? વૈશ્વીકરણના આ એક સૂત્રતા કે એક સુરતાના આ જુવાળમાં શું નિજનું બધું જ બદલાઈ જશે – તણાઈ જશે !

૨૧મી ડિસેમ્બર એ કંઈ અગત્યનો દિવસ નથી, પણ હવે દિવસો બદલાઈ જશે !!!

e.mail : mndesai.personal@gmail.com

(મુદ્રાંકન સહાય : અાશાબહેન બૂચ)

Loading

...102030...4,2524,2534,2544,255...4,2604,2704,280...

Search by

Opinion

  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?
  • ચલ મન મુંબઈ નગરી—351
  • યે કૈસી અજબ દાસ્તાં હો ગઈ હૈ … 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved