Opinion Magazine
Number of visits: 9456927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજઘાટ પર નહીં, દિલ્હીના પોલીસ થાણામાં ગાંધીજયંતી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 October 2024

વાંગચુક સાથે પોલીસશાહી

લડાખી ન્યાયયાત્રીઓને રાજઘાટ પહોંચતાં રોકતી અને એમની સાથે વાતચીત નહીં કરતી કેન્દ્ર સરકારને ખબર જ નથી કે તે કેવી મોટી ઇતિહાસઘટનામાં નામકર જઈ રહી છે

પ્રકાશ ન. શાહ

ગાંધી જયંતીના રસમી ઉજવણાંની નવાઈ અલબત્ત ન જ હોય. એમાં પણ બાવાહિંદી ન્યાયે, રાજકારણીમાત્રે જે તે તારીખે ક્રિયાકાંડનો રાબેતો મનાવવો જ રહે. પણ ઓણ બીજી ઓક્ટોબરે પાટનગરી દિલ્હીએ ખરેખરની ગાંધીજયંતી ઉજવાતી જોઈ, અને તે રાજઘાટ અગર કોઈ ગાંધીસંસ્થામાં નહીં પણ પોલીસ થાણામાં. કોને આપીશું એનો યશ, સંવેદનશૂન્ય કેન્દ્ર સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર શાહીને – કે પછી સોનમ વાંગચુક અને લડાખી સાથીઓને ?

પહેલી સપ્ટેમ્બરે સોનમ ને સાથીઓ લડાખથી પગપાળા ચાલી નીકળ્યા હતા. પદયાત્રીઓ લડાખની પૂરા કદની રાજવટના લોકશાહ હક સારુ દિલ્હી દરબારે ધા નાખવા નીકળ્યા હતા. દેશમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમના આદિવાસી વિસ્તારો વાસ્તે સ્વાયત્ત જિલ્લા તંત્રની બંધારણ દીધી સોઈ છે. છઠ્ઠા શિડ્યુલની આ જોગવાઈનો એક પૂરા કદના લદ્દાખી રાજ્ય હેઠળ લાભ મળે એવી સરળ લોકશાહી માગણી સોનમ વાંગચુક અને સાથીઓની હતી અને છે. હજુ માર્ચ મહિનામાં જ વાંગચુકે એકવીસ દિવસના ઉપવાસ મારફતે દિલ્હી દરબારનું ને ભારતવ્યાપી લોકમતનું ધ્યાન આ મુદ્દે ખેંચવાની કોશિશ પણ કરી હતી.

બધિર દિલ્હી દરબારને કદાચ એ ખયાલ જ નથી કે તે આ પ્રશ્નમાં કેવી મોટી ઇતિહાસઘટના સાથે કામ પાડી રહેલ છે. સરખામણીમાત્રની પોતાની મર્યાદા હોય છે, તેમ સમજવાની રીતે દાખલો આપવો જ હોય તો સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળની લોકહિલચાલમાં એ વિત્ત ને કૌવત છે જે ચારેક દાયકા પર આપણે જર્મનીની ગ્રીન મુવમેન્ટમાં જોયું હતું.

‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મ આવી અને એમાં લોકવિજ્ઞાની વાંગડુનું પાત્ર જે રીતે ઊચકાયું તે પછી, આ પાત્ર માટેની પ્રેરણા સોનમ વાંગચુકના વાસ્તવિક જીવન પરથી મળેલી છે એ માહિતી અલબત્ત આપણા વીરનાયકને હયાતીમાં દંતકથાનો દરજ્જો આપવા સારુ પૂરતી છે, પણ એમને ન્યાય આપવા સારુ તે વાસ્તવમાં બેહદ અપૂરતી છે. વાંગડુ એક નિશ્છલ સરલ લોકાયની વૈજ્ઞાનિક જરૂર હશે, જેમ વાંગચુક પણ છે. પણ ફિલ્મી વાંગડુ અને ઇલમી વાંગચુક વચ્ચે એક પાયાનો ફરક સમજી રાખવા જેવો છે. વાંગડુના પાત્રાંકનમાં લોકને યોજતું ને સંયોજતું એ નેતૃત્વ નથી જે વાસ્તવિક વાંગચુકમાં છે.

વાંગચુકે પર્યાવરણી લોકમિત્ર તરીકે કામ તો જાણે કે સોજ્જાં કીધાં. આઈસ સ્તૂપની સંરચના વાટે એણે એ શક્યતા ઊભી કરી કે શિયાળામાં બરફાતું પાણી સચવાઈ કૃત્રિમ ગ્લેશિયરની ગરજ સારે અને એપ્રિલ-મે માં (હજુ જ્યારે ગ્લેશિયર પિગળવાની શરૂઆત ન થઈ હોય ત્યારે) ખેતી સારુ પાણીપુરવઠો પૂરો પડે, છાત્રો સારુ સૌરશક્તિ સંચાલિત શૈક્ષણિક નિવાસ ને પરિસર ઊભાં કરી વાંગચુકે ભરશિયાળે સુવાણ જ સુવાણની સ્થિતિ સરજી છે અને આવાં કામોમાં તેમ જ અન્યથા લોકોને જોતરતે જોતરતે એમણે જુદી જ હવા બનાવી છે. ચીનના સરહદી દબાણ સામે એમણે લોકોની ચીની બનાવટનો સરંજામ નહીં ખરીદવાના અહિંસક પ્રતિકારનીયે હવા અરજી જાણી છે.

સરકારે વાંગચુક અને સહયાત્રીઓને પહેલાં તો દિલ્હીની સિંધુ સરહદે રોક્યાઃ કિસાન આંદોલનના ભરતીગાળામાં આ સિંધુસરહદ પ્રવેશબંધીને કારણે ભારતપ્રતિષ્ઠ બની હતી. પછી પોલીસ થાણાંમાં બંધ કર્યા. ચોવીસ કલાક વીતી ગયા છતાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કર્યા એ અલબત્ત નિયમભંગ હતો. નામ કે વાસ્તે છોડી દઈ (પેલા નિયમભંગને નકો નકો કરી મેલી) પાછા પકડ્યા! દિલ્હીનાં મુખ્ય મંત્રી આતીશી એમને સૌને મળવા થાણે પહોંચ્યાં તો એમને મળવા ન દીધાં, કેમ કે કદાચ લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાની રજા નહોતી. દિલ્હીની આપ સરકારને એક સાથી યુનિયન ટેરિટરીને ધોરણે લડાખના સાથીઓ બાબતે વિશેષ જવાબદારી લાગતી હોય તો તે પણ સમજી શકાય છે.

આ ટિપ્પણી પ્રેસમાં જઈ  રહી છે ત્યારે ખબર આવે છે કે પોલીસે વાંગચુક અને યાત્રીઓને રાજઘાટ લઇ જઈ છોડી મુક્યા છે. કાશ,સરકારને આ વહેલું સૂઝ્યું હોત! ખરી ગાંધી જયંતી  તો થાણામાં ઉજવાઈ ગઈ તે ઉજવાઈ ગઈ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2024

Loading

Rahul Gandhi’s Comments in America: True or Malicious?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|5 October 2024

Ram Puniyani

On a recent visit to the United States of America, Rahul Gandhi (RG) had many interactions with the audiences. In one such meeting he asked one of the Sikhs sitting in the audience as to what his name is. He was talking about two poles of politics in India, hinting at the narrow sectarian politics becoming more assertive and aggressive in India. He told the audience that in India, “The fight is about whether he, as a Sikh, is going to be allowed to wear his turban in India or he, as a Sikh, is going to be allowed to wear a ‘kada’ in India. Or he, as a Sikh, is going to be able to go to a gurdwara. That’s what the fight is about. And not just for him, for all religions,” the Congress leader had said.

Clearly the example of Sikhs was incidental and he was hinting at a broader trend of intimidation of religious minorities in India. Some Sikh and other leaders from BJP pounced on RG putting on him usual anti-national type labels, calling him divisive among others. The simple point of religious and cultural rights and practices of diverse sections of society was deliberately undermined in these criticisms. This occasion, yet again was used by the BJP to further attack RG, who has been a recipient of vitriol from BJP.

RG in a tweet clarified his understanding of the vision of India, “As usual, the BJP is resorting to lies. They are desperate to silence me because they cannot stand the truth. But I will always speak up for the values that define India: our unity in diversity, equality, and love,”

Unmindful of the spirit of RG, Cabinet Minister Hardeep Singh Puri in an article in Indian Express wrote that the only time Sikhs went through a crisis was the decade of 1980s, hinting to ethnic cleansing of Sikhs, in many places in the country, particularly in Delhi in 1984. He called RG’s attitude was like that of MA Jinnah, who was out to divide the country. He had not registered that it was the BJP Government which totally ignored the demands of farmers, many of them Sikhs for months before the anti farmer bills were withdrawn. Meanwhile the Sikhs participating in this massive protest were labeled as Khalistanis.

As far a 1984 ethnic cleansing is concerned those leading the pogrom can never be pardoned. The Indian National Congress’s Manmohan Singh, who was Prime Minister for a decade, has apologized for the same and one expects that the guilty of the violence will be brought to book, as soon as possible. The lapse of decades in not punishing the guilty of 1984 crimes is highly condemnable.

It is never realized that RSS-BJP did not come to protect the Sikh community which was being brutalized. On the contrary Shamsul Islam, major scholar on rise of fundamentalism in India, points out that RSS also colluded in this ghastly pogrom, “A crucial proof of this criminal collusion in the massacre of Sikhs is a document circulated by Nana Deshmukh, a prominent ideologue of the RSS (now deceased). Titled as ‘Moments of Soul Searching’ it was circulated by Deshmukh on November 8, 1984. (Added, it was also published in George Fernandes edited Hindi Magazine, Pratipask) This should help in unmasking a number of criminals involved in the massacre and rape of ordinary innocent Sikhs who had nothing to do with the killing of Indira Gandhi. This document may also throw light on where the cadres came from, who methodically organized the killing of Sikhs. Nana Deshmukh is seen outlining the justification of the massacre of the Sikh community in 1984.”

On these comments against RG there is one more angle. Some Sikh Groups are seeing it as welcome recognition of their Sikh identity. K.Sudarshan. ex-RSS chief, in a statement, had said that Sikhism is a Panth (Sect) of Hinduism and that Khalsa was created to protect Hindus from Islam. In 2019 Mohan Bhawat said that India is a Hindu Nation. There was a strong protest against both these statements. These outpourings also show the RSS mindset. One knows that Sikhism is not just a sect but a religion in its own right; it has its founder, Guru Nanak Devji. Who said, Na Hum Hindu Na Hum Musalmman. (I am neither a Hindu nor a Muslim).

Editorials in prominent Punjabi newspapers like Punjabi Tribune and Nawa Zamana criticized the statement of Bhagwat in strong terms. While the Shiromani Gurudwara Prabandhak Committee (SGPC) and the Shiromani Akali Dal (SAD) which is a constituent of the NDA and has been an ally of BJP also gave strong reaction to the statement of Mr. Bhagwat. Giani Harpreet Singh, the acting Jathedar (head priest) of Akal Takht said that he believes the RSS’s actions will create divisions in the country. “The statements being made by RSS leaders are not in the country’s interests…”

Contrary to the utterances that Sikhism is part of Hinduism, there is a book by Kahan Singh, ‘Hum Hindu Nahin’. (We are not Hindus) If we see Sikhism’s traditions, there is rich syncretism. The foundation of the Golden temple was laid by Miyan Mir. Baba Farid and other Sufi saints are respected along with Bhakti Saints like Kabir Raidas. Guru Granth Saheb, the Guru of Sikhs, has writings not only of Sikh Gurus but also of Sufi and Bhakti Saints. Its main focus is to shift away from the rigidities imposed by Maulanas and Brahminical teachings of caste and gender inequality.

The religions originating from the Sub continent, Buddhism, Jainism and Sikhism all preach the equality of people and in a way are away from the caste and gender hierarchies. Many Sikh leaders try to join BJP merely for the sake of power, unmindful of the contradiction between humane values of Sikhism and the orthodoxies of Brahmism. As Ambedkar pointed out Brahmanism is the most dominant tendency within Hinduism. This is what led him to renounce Hinduism and embrace Buddhism.

Sikhism as such flourished during the so called Muslim period of Indian History. Seeing the strong reaction of many Sikh organizations, now RSS is conceding that Sikhism is an independent religion. RG’s statement in no way is divisive and represents the values of Indian Constitution.

(From The Wire)  

Loading

તેમને હત્યારા / બળાત્કારીઓ ‘સંસ્કારી’ લાગે છે અને પોતાના ‘બાપુ’ લાગે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|4 October 2024

રમેશ સવાણી

કેટલાક હત્યારાને પોતાનો આદર્શ માને છે. નથૂરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી એટલે તેને દેશભક્ત માને છે. 2 ઓક્ટોબરના રોજ નથૂરામ ગોડસે સ્મૃતિ દિવસ ઉજવે છે. ગાંધીજીની હત્યા કરી નથૂરામે દેશને બચાવી લીધો, તેમ માને છે !

ગાંધીજીની હત્યા ગોડસેએ શા માટે કરી હતી? પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા ગાંધીએ આગ્રહ કર્યો હતો એટલે? ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એટલે? ગાંધીજી હિન્દુઓને અહિંસક બનાવી રહ્યા હતા એટલે? બધાં મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, તેવી કટ્ટરપંથીઓની માંગણીનો ગાંધીજી વિરોધ કરતા હતા એટલે? મોટા ભાગના લોકો ગોડસેએ કોર્ટ સમક્ષ 92 પેજનું નિવેદન આપેલ તેને સાચું માને છે ! ગોડસેનું નિવેદન પ્રથમ દૃષ્ટિએ તર્કબધ્ધ લાગે છે, આ નિવેદન સહઆરોપી સાવરકરે લખ્યું હોવાની શક્યતા છે. પરંતુ ગોડસેના આ નિવેદનમાં જૂઠના ગપગોળા છે, તેનો પર્દાફાશ લેખક અશોકકુમાર પાંડેયએ ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ 216 પેજના પુસ્તકમાં 479 દસ્તાવેજી સંદર્ભો સાથે કર્યો છે. ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ શીર્ષકમાં ‘ઉસને’ શબ્દનો ઉપયોગ કર્યો છે, ‘ગોડસે’ શબ્દનો નહીં. મતલબ કે માત્ર ગોડસે હત્યા કરવામાં ન હતો પરંતુ ‘સાવરકર ગેંગ’નું કાવતરું હતું ! આખી ગેંગ સામેલ હતી ! 

ગાંધીજીની હત્યા કોઈ એક વ્યક્તિએ નહીં પરંતુ નફરત અને હિંસામાં માનનાર ‘વિકૃત વિચારધારા’ના વાહકોએ કરી હતી. ગાંધી હત્યાની તપાસ માટે 22 માર્ચ 1965ના રોજ  કપૂર કમિશનની રચના થઈ હતી. આ કમિશને 30 સપ્ટેમ્બર 1969ના રોજ 770 પેજનો રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવેલ છે કે હત્યારાઓ સાવરકરના અંધભક્તો હતા. આ રિપોર્ટ આવ્યો તેના ત્રણ વરસ પહેલા સાવરકરનું અવસાન થયેલ. ગાંધી હત્યા પાછળ હિન્દુ મહાસભા / સાવરકરની ભૂમિકા હતી. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીમાં પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા ત્યારે ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હતી. આ તેનો પ્રથમ પ્રયત્ન ન હતો. કટ્ટરપંથીઓ ઘણા સમય પહેલાંથી ગાંધીજીની હત્યા કરવાની યોજના કરી રહ્યા હતા. જેમાં નારાયણ આપ્ટે / વિષ્ણુ કરકરે / ગોપાલ ગોડસે / મદનલાલ પાહવા સહિત બીજા ઈસમો સામેલ હતા. કટ્ટરપંથીઓ ‘હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન’માં ગાંધીજીને બાધારૂપ માનતા હતા. ગાંધીજીની હત્યા લાંબા સમયથી વ્યવસ્થિત બ્રેઈનવોશિંગનું પરિણામ હતી. ગાંધીજી કટ્ટરપંથીઓના રસ્તામાં કાંટો બની ગયા હતા. 

માન્યતા એવી છે કે દેશનું વિભાજન ગાંધીજીના કારણે થયું ! પરંતુ ગાંધીજી છેવટ સુધી દેશના વિભાજનના વિરોધી હતા. ‘દ્વિરાષ્ટ્ર’ના સિદ્ધાંતની એટલે કે હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની વકીલાત સાવરકર અને જિન્ના કરતા હતા અને ગાંધીજી વિભાજન માટે જવાબદાર? ડો. આંબેડકરે કહ્યું હતું કે ‘દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અંગે જિન્ના અને સાવરકરમાં કોઈ ફરક નથી !’ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરી હતી. સાંપ્રદાયિક હિંસા ફેલાવનારા વિભાજન માટે જવાબદાર હતા ! 

ગોડસે ‘અગ્રણી’ મેગેઝિન ચલાવતો હતો, તેમાં ગાંધી / સરદાર / નેહરુ / સુભાષ બોઝ / આંબેડકર / સી. રાજગોપાલાચારી વિરુદ્ધ લખતો હતો અને તેમને રાવણ માનતો હતો ! ‘અગ્રણી’ને 20,000 રૂપિયાનું (તે સમયે આ રકમ બહુ મોટી કહેવાય, ત્યારે 100 રૂપિયે એક તોલું સોનું મળતું હતું.) ફાઈનાન્સ કરનાર સાવરકર હતા ! ગોડસે આંબેડકરનો એટલે વિરોધ કરતો હતો કે તેઓ દલિતો અને મહિલાઓના અધિકારની વાત કરતા હતા. જેઓ સામાજિક સદ્દભાવની વાત કરતા હતા તે બઘાંને ગોડસે દુ:શ્મન માનતો હતો ! 

કટ્ટરપંથીઓ પાસે કોઈ નાયક ન હતો, એટલે તેમણે સરદાર / ભગતસિંહ / સુભાષ બોઝ / આંબેડકર / વિવેકાનંદનું ચાલાકીપૂર્વક અપહરણ કરી લીધું ! ગાંધીજી અને નેહરુનું ચરિત્રહનન કરવાનું શરૂ કર્યું. હિન્દુ મહાસભા / RSSનું મુખ્ય કામ માત્ર ‘અપર કાસ્ટ’ના અધિકારોનું સંરક્ષણ કરવાનું છે ! માન્યતા એવી છે કે ગાંધીજીએ પાકિસ્તાનને 55 કરોડ રુપિયા આપવાનો આગ્રહ કરેલ તેથી તેમની હત્યા થઈ ! પરંતુ 25 જૂન 1934ના રોજ જ્યારે ગાંધીજી કસ્તૂરબા સાથે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન માટે પૂના નગરપાલિકા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર બોમ્બ ફેંકવામાં આવેલ. તેમાં ગોડસે અને તેની ગેંગ હતી. 1934માં વિભાજનનો સવાલ ન હતો કે 55 કરોડનો પણ સવાલ ન હતો ! સત્ય એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના અસ્પૃશ્યતા વિરોધી આંદોલનથી નારાજ થઈ ગયા હતા ! 

હિન્દુ કટ્ટરપંથીઓ માનતા હતા કે પાકિસ્તાન જુદું બની ગયું છે તો બધાં મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ ! વિભાજનની શરત એ હતી કે હિન્દુ બહુસંખ્યક ક્ષેત્ર ભારતમાં રહેશે અને મુસ્લિમ બહુસંખ્યક ક્ષેત્ર પાકિસ્તાનમાં રહેશે. વસ્તીની ફેરબદલી કરવાની શરત ન હતી કે તેની ચર્ચા-વિચારણા પણ થઈ ન હતી. પરંતુ દંગાઓ થતાં હિન્દુઓ ભારત તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ ભાગ્યા. દંગાઓ પાછળ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગનો હાથ હતો. સવાલ એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના વિચારો સાથે સહમત ન હોય તો તેમને હત્યા કરવાનો અધિકાર હતો? આઝાદી માટે ભગતસિંહ / રામપ્રસાદ બિસ્મિલ / રાજેન્દ્રનાથ લાહિડી / રોશન સિંહ / અશફાક ઉલ્લા વગેરે ફાંસીએ ચડ્યા હતા. તેમાં કોઈ કટ્ટરપંથી હિન્દુ મહાસભા / RSSના સભ્યો ન હતા. તેમણે તો અંગ્રેજોને મદદ કરી હતી ! આઝાદી મળતાં જ તેઓ કોમી દંગાઓ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા હતા ! 

દેશની હાલની સ્થિતિ જોતાં કહી શકાય કે સાંપ્રદાયિક રાજનીતિ બીજા સમુદાયને નુકસાન ઓછું કરે છે, પોતાના સમુદાયને વધુ નુકસાન કરે છે ! આઝાદીમાં જેમનો ફાળો શૂન્ય હતો તે આઝાદી બાદ બેફામ બન્યા છે ! ગોડસેને દેશભક્ત માનનાર માનસિક વિકૃત હોય છે; તેમને હત્યારા / બળાત્કારીઓ ‘સંસ્કારી’ લાગે છે અને પોતાના ‘બાપુ’ લાગે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...405406407408...420430440...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved