અગિયારસોને ઉંબરે આવી ઊભી છે બારસો,
‘આવો, પધારો’, કહી ધરે છે આંખ સામે આરસો !
શી બોલબાલા ચોતરફ આ લોહખંડોની મચી,
કે સ્પર્શને ઝંખ્યા કરે ખૂણે પડેલા પારસો !
બે ચાર બગલાં આંખ મીંચીને ફકત બેસી રહે,
લગભગ સુકાયા સરવરે, ઊડી ગયાં છે સારસો.
વીતી ગયેલી વેળને વિશ્રંભથી વાગોળવી,
બચકી વિષે બાકી બચ્યો છે એજ વૈભવવારસો !
ઉગરાય આમાંથી હવે તો પાડ માનો એમનો,
કાળાં કળણ છે શબ્દનાં ને શબ્દનો છે કારસો !
23 માર્ચ 1977
સૌજન્ય: “ગઝલસંહિતા” , પ્રથમ મંડલ, પૃષ્ઠ 68
![]()


This is more than just a `memoir`; it is an autobiographical account of an eventful journey through the author`s long life (she`s nearly 83) that dwells on the history of her country and people and draws the reader in with an endearing mix of candour and warmth, wit and wisdom, and much more.
એવી રીતે દેશમાં તમામ ઠેકાણે ધર્મમય વાતાવરણ દેખાય છે. છતાં પણ એક પહાડ જેવો પ્રશ્ન મારી અને તમારી સામે છે કે, ‘શું આપણે ધાર્મિક છીએ?’