Opinion Magazine
Number of visits: 9529833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વીરાંગના

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|17 October 2013

૨૮ વર્ષની  ઉંમરે, ત્રણ નાના છોકરાં મૂકી, જ્યારે મદન આ જગ્યાએથી વિદાય થયો, ત્યારે મણિની હાલત શું થઈ હશે?  એ કલ્પના પણ જો ભયપ્રેરક હોય તો હકીકત કેવી હોઈ શકે. મણિ હજુ તો છ મહિના પહેલાં, ત્રીજા મેહુલની મા બની હતી. ધાવણો દિવસમાં ચાર વાર માને બચબચ ધાવતો. મોટો મનોજ ચારનો અને વચલો મનન ત્રણનો.  મણિ મદન ગયાના દુ:ખને રડે કે, રડતા ત્રણ ભુલકાંની પાછળ ફરે.

મદનના માબાપ તેને નાનો મૂકીને સ્વર્ગે સિધાવ્યા હતાં,  પોતાની આવડત અને હોશિયારી દ્વારા મદન બે પાંદડે થયો હતો. મણિ રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી શુશીલ હતી. મદનને દિલોજાનથી ચાહતી હતી. ઉપરા ઉપરી ત્રણ બાળકની મા થઈ હતી, છતાં મદનને કશી ઘરની ચિંતા કરવા દેતી નહીં.

'તું નવો ચાલુ કરેલો કાપડનો ધંધો સંભાળ. હું છોકરાં જીવની જેમ સાંચવીશ.'

સાંજના મદન ઘરે આવે, તે પહેલાં, બધા છોકરાંઓને નવડાવી, ખવડાવી તૈયાર કરતી, જેથી મદન તેમને રમાડી હળવો થાય. બધાને ૮ વાગ્યામાં સુવાડી, બંને સાથે એક ભાણામાં જમે.

તું મારી જાદુની પરી છો. કામમાં પાવરધી અને મને ખુશ કરવામાં એક્કો. મણિ, સાતે ય જનમમાં મને તું 'ઘરવાળી' તરીકે જોઇએ. મણિ પોરસાતી અને મદન તેના પર વારી જતો. આજે સાંજના ઘરે આવ્યો, 'મણિ મને પેટમાં અસુખ છે. મારે

ખીચડી ખાવી છે'. બનાવેલી રસોઈ બાજુમાં હડસેલી  સરસ મજાની છોતરાંવાળી, મગની દાળની ખીચડી બનાવી. બે ય માણસ જોડે મીઠું દહીં, પાપડ, કચુંબર અને ઘી લઈ બેઠાં. ખાતાં ખાતાં મદન આંગળા ચાટે જાણે, જાણે કે તેને સ્વર્ગનું રાજ ન મળ્યું હોય!

જમીને મણિ સાથે થોડી ગપસપ કરી, થોડું વહાલ કર્યું અને સૂતો એ સૂતો. સવારના ઊગતા સૂરજના દર્શન તેનાં ભાગ્યમાં નહોતાં. મણિ છક્કડ ખાઈ ગઈ. મદનને પેટમાં શેનો દુખાવો હતો કે પછી લોહીમાં ગાંઠ આવી ગઈ અને ભાઈએ વિદાય  લીધી. વિધિ અનુસાર, ક્રિયા કરી. પાડોશની સમજુએ તેનાં બાળકો સાંચવ્યા.

હિંમત હારે તે બીજાં. મણિ પાસે રડવાનો કે મદનનો શોક પાળવાનો સમય જ ક્યાં હતો. તેરમે દિવસે મદનની વરસી વાળી શોક ઉતાર્યો. વહેલી સવારે દુકાન ખોલી ગલ્લા પર આવીને બેઠી. ગામ આખું જોતું રહી ગયું. મણિ પ્યારની પ્રતિકૃતિ બાળકોમાં વ્યસ્ત રહેતી.

તે મનથી મજબૂત હતી. બાળકોનાં માતા અને પિતા બનેનો ભાગ સફળતાપૂર્વક ભજવવો હતો.  આજે ૨૧મી સદીમાં ભણતર અને ગણતર બંનેની કિમત તેને ખબર હતી.

નસીબ સારાં કે બાળકો પ્યારની છત્ર છાયામાં ઉછરી રહ્યા હતા, એટલે ભણવામાં ખૂબ સારા હતા. તેમની પ્રગતિ જોઈ મણિ પોરસાતી. બેવડા ઉમંગથી ધંધો અને ઘર સંભાળતી. બાળકો ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા. બાજુમાં રહેતી સમજુ સવાર સાંજની રસોઈ બનાવતી. મણિને ખૂબ રાહત થઈ. શરૂમાં સમજુએ પાડોશી ધર્મ બજાવ્યો. મણિ તેને યોગ્ય પૈસા આપતી, જેથી સમજુ પોતાના ઘરનો વ્યવહાર અને બાળકોને સારું શિક્ષણ આપી શકે.

વર્ષો પાણીના રેલાંની જેમ પસાર થઈ ગયાં. મોટો મનોજ ડૉક્ટર થયો. મેહુલ એમ.બી.એ. અને વચલો મનન વકીલ થયો. મણિની આંખો અને આંતરડી બંને ઠર્યાં. એકલી પડતી ત્યારે મદનની છબી સાથે વાતો કરતી. તને હાથ દીધો, તેં અધવચ્ચે તરછોડ્યો. જો આ બાળકો તારા વગર મહેનત અને પ્રભુ કૃપાથી કેવા સુંદર ભણીગણી તૈયાર થયા. મનોજ જ્યારે એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં હતો, ત્યારે હ્યુસ્ટનથી ભણવા ગયેલી મોના તેના ક્લાસમાં હતી. બંને પ્રેમમાં પાગલ થયાં. મનોજને ખબર પડી કે મોના અમેરિકાથી ભારત ભણવા આવી છે. એણે મોનાને સાફ કહ્યું, 'મારે મારી માને વાત કરવી પડશે'.

મણિને પહેલાં જરા આંચકો લાગ્યો. હવે તેને થાક પણ લાગતો હતો. છેલ્લાં ૨૫ વર્ષથી એકલે હાથે જીવનસંગ્રામમાં વીરાંગનાની જેમ અડીખમ હતી. હવે જ્યારે એક પછી એક ત્રણે બાળકો તૈયાર થયા, ત્યારે તેને પોરો ખાવો હતો. જો મનોજ અમેરિકા જતો રહે તો નાના બેનું શું ?  મનોજે માને કહ્યું, 'મા, હું તને અને મારા બે ભાઈઓને મૂકી જતો રહું એવો સ્વાર્થી નથી.'

મણિને કાળજે ટાઢક થઈ. જો કે દુકાનમાં બે માણસો રાખ્યા હતાં. બાળકો પણ રજાઓમાં માને બનતી બધી મદદ કરતાં.

‘મનોજ, આઈ અનડરસ્ટેન્ડ યોર ફીલિંગ્ઝ ફોર યોર ફેમિલિ. આફટર વી સેટલ ઇન અમેરિકા, વી કેન કૉલ બોથ ઓફ યોર બ્રધર્સ એન્ડ મૉમ.’

મનોજે મણિને સમજાવી, ‘મા, હું ડોક્ટર છું. અમેરિકામાં ડૉક્ટર સુખી હોય છે. બે વર્ષમાં હું બંને ભાઈ અને તને બોલાવી લઈશ.’

‘બેટા, પરણીને અને અમેરિકાની હવામાં તું અમને ભૂલી તો નહીં જાય ને?’

'મા, હું તારો અને મારા પિતાનો દીકરો છું. તને તારા લોહી પર વિશ્વાસ નથી? જો ન હોય તો મારે એક પણ શબ્દ આગળ બોલવો નથી.' મણિ પોતાના રતન જેવા દીકરાને ઓળખતી હતી.

ખુશી ખુશી મનોજ અને મોનાના લગ્ન લેવાયા. મોના, મણિની પ્રતિભા જોઈ અંજાઈ ગઈ.

કઈ માટીની આ સ્ત્રી બની હશે? જેણે એકલે હાથે ત્રણ નાના છોકરાંઓને ઉછેરી, સુંદર સંસ્કાર અને ભણતર આપી સુંદર જુવાન બનાવ્યા. પતિવ્રતા નારીને તે આદરથી વંદી રહી.

મનન અને મેહુલ ત્રણ વર્ષમાં અમેરિકા આવી પહોંચ્યાં. મણિએ પોતીકું ઘર છોડવાની ના પાડી. તે કહેતી, ‘તમે જ્યારે બોલાવશો ત્યારે હું આવી પહોંચીશ. તમારા કોઈ પણ કાર્યમાં જરૂર હોય તો મને તેડાવતા મુંઝાશો નહીં.’ એક વાર મણિ મનનને ત્યાં ડિલિવરી કરવા આવી હતી. ત્યાંથી મનોજને ત્યાં આવી.

દીકરાઓ પ્રેમથી કહેતાં 'મા, તું જરા ય સંકોચ રાખીશ નહીં. જે જોઈએ તે ખરીદજે. 'મણિ મોટે ભાગે ખરીદી પાડોશીના છોકરાં અને અનાથ આશ્રમનાં નાનાં બાળકો માટે કરતી. મણિની પોતાની જિંદગી ખૂબ સાદી હતી. મંદિરના ઠાકોરજીને સામગ્રીમાં ધરવા મેવો અને કેસર લેતી. એક દિવસ બપોરે આડે પડખે થઈ હતી. ત્યાં મનનની પત્નીનો ફોન આવ્યો.

'મમ્મી સૂતાં છે. ઊઠે એટલે ફોન કરાવું'.

મોનાભાભી મારે એક વાત કરવી છે.' મમ્મીએ ખૂબ ખરીદી કરી છે. તેમને ક્યાં ખબર છે બીલ પછી આપણે ચૂકવવાના હોય છે.'

મણિ સૂતી હતી, પણ વાતચીતનો અવાજ સાંભળી આંખ ખૂલી ગઈ. તેણે ફોન ઉપાડ્યો એટલે છેલ્લી લીટી સંભળાઈ.

'મીનાવહુ, હું ભારત જઈશ પછી તમને હિસાબ મોકલાવીશ, મનનના પિતા ગયા ત્યારે તે ત્રણ વર્ષનો હતો. બધો હિસાબ મેં લખ્યો છે. તેના ઉછેર અને ભણતર પાછળ ———–

http://pravinash.wordpress.com/

Loading

મનુદાદાનું મનનીય ‘લંચબોક્સ’

દિવ્યેશ વ્યાસ|Opinion - Literature|16 October 2013

૧૫મી ઓક્ટોબરથી મનુભાઈ પંચોળી 'દર્શક'નું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર્શકદાદાને ઇતિહાસના અભ્યાસુ, સાહિત્યકાર કે કેળવણીકાર તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ તેમને 'જાણવા' માટે થોડું અંગત સાહિત્ય ઘણું ઉપયોગી થઈ પડે. મૃદુલા પ્ર. મહેતાને લખેલા પત્રોમાં તેઓ માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે ત્યારે એ પત્રોમાંથી થોડી પ્રસાદી પામીએ …

મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જેવી માતબર-માર્ગદર્શક અનુભવકથાના લેખક તરીકે તો જાણીએ-સન્માનીએ છીએ, પણ તેઓ કવિતા પણ લખતા, એ ભાગ્યે જ કોઈ જાણતું હશે. 'કાવ્યનું સત્ય અન્ય શાસ્ત્રો કે અભિગમોના સત્ય કરતાં ચડિયાતું હોય છે' એવું માનનારા મનુભાઈની કવિતાનું કોઈ પુસ્તક નથી, પણ અંગત વ્યક્તિને લખેલા પત્રોમાં તેમનાં કાવ્યો વાંચવા મળે છે. મૃદુલાબહેનને લખેલા એક પત્રમાં મનુદાદાએ વિશ્વ કોસ્મોસ સંદર્ભે પોતે લખેલી એક કવિતા મોકલેલી :

'થીજે છે જલ કો' ક્ષણે,
ને કલકલે કો સમે,
સૂર્યાકર્ષણથી ચઢે ગગનપે
વર્ષા બની વર્ષવા ઃ
કિંતુ સર્વસ્થિતિ મહીં પૃથિવીને
તે પોષતું પ્રેરતું,
ને સ્થિત્યંતર સહુ વિષે
છે સ્થિરતા અર્પતું.'

વોશિંગ્ટન કાર્વરની જીવનકથા 'દેવદૂત' ને 'યુરોપદર્શન' નામનું પ્રવાસવર્ણનનું પુસ્તક લખનારાં મૃદુલા પ્ર. મહેતા સાથે મનુદાદાને આત્મીય સંબંધો હતા. મનુભાઈ લોકભારતી, સણોસરામાં વસે અને મૃદુલાબહેન મણારની લોકશાળામાં રહેતાં. તેમની વચ્ચે વર્ષો સુધી પત્રાચાર ચાલેલો. તાજેતરમાં રિલીઝ થયેલી 'લંચબોક્સ' ફિલ્મે પત્રસંબંધોની કેટલી ય કહાણી અને પત્રસંગ્રહોની યાદ તાજી કરાવી છે. વળી, ૧૫મી ઓક્ટોબરથી મનુદાદાની જન્મશતાબ્દીનું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે મનુદાદા અને મૃદુલાબહેન વચ્ચેના પત્રવ્યવહારનું પુસ્તક 'ચેતોવિસ્તારની યાત્રા' સાંભરી આવ્યું. મૃદુલાબહેનને લખેલા પત્રોમાં મનુદાદા માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે.

મનુદાદાએ પત્રમાં પોતાની યશસ્વી નવલકથા 'સોક્રેટિસ' અંગે ૨૪ નવેમ્બર, ૧૯૭૧ના પત્રમાં લખ્યું છે, "કાલે રાત્રે ૧૧-૫ વાગ્યે 'સોક્રેટિસ'નું છેલ્લું પ્રકરણ પૂરું કર્યું. કેટલુંક ઘણું સારું લખાયું છે. મોટાભાગનું સારું ને થોડું સહ્ય છે. રંગરોગાનનો હાથ શુદ્ધ નકલ વખતે ફરશે ત્યારે દીપી ઊઠશે. એના પર કોઈ મને સાહિત્ય પરિષદનો પ્રમુખ બનાવે તો વધારે પડતું નહીં લાગે." કેવો મિજાજ! આ લેખક વળી બીજા એક પત્રમાં લખે છે, "પ્રેમચંદજીનું પોતાના લખાણ વિશેનું એક મંતવ્ય વાંચ્યું, 'વ્યાસ, વાલ્મીકિ તો ધનવંતરિસમા છે. પણ ધનવંતરિ હોવા છતાં નાના વૈદ્યો તો સંસારમાં હોવાના.' પ્રેમચંદજી પોતાને નાના વૈદ્ય ગણાવે તો આપણે તો વૈદ્ય માટે દવા વાટી આપનારા ગણાઈએને!"

મનુદાદાએ 'ઝેર તો પીધાં જાણી જાણી' નવલકથાના અમર પાત્ર રોહિણીનું રહસ્ય એક પત્રમાં ખોલતાં લખ્યું છે, "'ઝેર તો પીધાં છે …'ના બીજા ભાગનું અંતિમ પ્રકરણ જેમાં રોહિણી અને સત્યકામ વારાફરતી ગાય છે, તે મારાં શ્રેષ્ઠ પ્રકરણોમાંનું એક છે, પણ રાયાણીભાઈનાં (મોહનભાઈ રાયાણી) ભજનો મેં સાંભળ્યાં ન હોત તો આ રોહિણીનું સર્જન ન થાત. સત્યકામનું બની શકત, પણ ઘણા લોકોને જેણે પરિપ્લાવિત કર્યા તે સત્યકામે નહીં, રોહિણીએ."

મનુદાદા ક્યારે ખટમીઠ્ઠા પ્રસંગો પણ લખીને મોકલતા, "પરિત્રાણ ટીવી પર લેવાયું છે. જશવંત ઠાકરની મંડળીએ ભજવ્યું. મને ખબર ન હતી એટલે વાંધો ઉઠાવ્યો, એટલે માફી માગી – ૫૦૧ રૂપિયા આપ્યા ને બરાબર ઊતર્યું છે કે નહીં તે તપાસવા અનુકૂળતાએ જોઈ જવા કહ્યું."

મનુદાદા અને મૃદુલાબહેનના પત્રવ્યવહારમાં સંસ્થાના સામાન્ય પ્રશ્નોથી લઈને શાસ્ત્રો-સિદ્ધાંતોની ચર્ચાઓ ચાલતી. સામ્યવાદ અંગે મનુદાદાએ સચોટ ટિપ્પણી કરેલી, "… સામ્યવાદ, બુદ્ધિમંતો માટે કાળપ્રશ્ન છે. તેમાં રાખેલ બૌદ્ધિક અસાવધાની, આપણી ખેતી, શિક્ષણ, કુટુંબજીવન, આયોજન, વ્યાપાર, ઉદ્યોગ, સાહિત્ય બધાંનું ખગ્રાસગ્રહણ કરશે, કારણ કે એને મન કલા, સાહિત્ય, તત્ત્વજ્ઞાાન, ધર્મ, કુટુંબ, ખેતી, બધું જ વર્ગીય સર્જન છે. કાં તો આ બધાં કોમ્યુિનસ્ટ છે ને કાં તો કોમ્યુિનસ્ટ વિરોધી છે. ધર્મનું ઝનૂન + નિઃશંક સત્યનો ઈજારો + રાજ્યસત્તા, આવો સરવાળો જગતમાં પહેલી વાર થયો છે …"

એક પત્રમાં સુખની સુંદર વ્યાખ્યા પણ મળે છે, "મૂળે આ સુખ છે શું? બહુ ભારે પ્રશ્ન છે. ભલભલા તેમાં ગોથાં, ડૂબકાં ખાય છે, અસારને સાર સમજીને વળગે છે અને પસ્તાય પણ છે, પણ સારનો સાર આ સુખ વિશે મેં અનુભવ, અવલોકનથી કાઢયો છે, તે એ કે સુખ એટલે રુચિ, કલ્પના, વલણો, માન્યતાઓ અને આદર્શો વિશેનો અભેદાનુભવ. આ જ્યાં, જેની જોડે થયું તે સુખ, સ્નેહ-પ્રેમ."

આ પુસ્તકના પહેલા જ પત્રની શરૂઆત છે, "ધારાસભામાં હોઉં પણ ખરો, ન પણ હોઉં. પણ સંગ્રામમાં ખરો. સંગ્રામ એ વૈદિક શબ્દ છે. તેની વ્યુત્ત્પતિ શોધીએ તો ગ્રામ જેમાં મતભેદો ભૂલી સંયુક્ત રીતે ઊભું રહે તે. સં + ગ્રામ. સાધારણ રીતે આવું લડાઈમાં જ બને છે, એટલે સંગ્રામનો અર્થ થઈ ગયો લડાઈ, પણ તે અનિવાર્ય નથી. જીવનના સંયુક્ત કાર્યક્રમમાં હૃદયપૂર્વકના, સહજ ઐક્યનો અનુભવ એ તેનો મૂળ અર્થ છે. આ કાર્યક્રમ શાંતિનો કે સર્જનનો હોઈ શકે."

મનુદાદાના શિક્ષણ, સમાજ અને સંસ્કૃિત અંગેના આદર્શોને સાકાર કરવા માટે એમની જન્મશતાબ્દી નિમિત્તે આપણે કોઈ સંગ્રામ કેમ શરૂ ન કરી શકીએ?

e.mail : divyeshvyas.amd@gmail.com

(સૌજન્ય ઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 13.10.2013)

Loading

દિવાળી ક્યાં છે ? એ તો ગઈ

મણિલાલ હ. પટેલ|Opinion - Opinion|16 October 2013

જીવનનો અસલ આનંદ તો પ્રકૃતિની ગોદમાં જ મળે છે. યુરોપ અને અમેરિકાના દેશો પ્રકૃતિનો મંત્ર જાણતા ને પ્રમાણતા આવ્યા છે. પૂર્વની આપણી સંસ્કૃિત તો પ્રકૃતિના પારણામાં ઊછરેલી છે. વળી પ્રકૃતિની કૃપા એ જ તો આપણું સાચું જીવન છે. છતાં યંત્રોના આક્રમણને આપણે વહાલું ગણતા રહ્યા અને પ્રકૃતિએ આપેલા જીવનમંત્રને ભૂલતા રહ્યા છીએ. પરિણામે ઋતુ-ઋતુના પર્વો-તહેવારોનો અસલ અર્થ અને ખરો આનંદ આપણે ગુમાવતા જઈએ છીએ … સગવડોને આપણે સુખ માની બેઠા છીએ. એટલે પેલો અંતરનો આનંદ આપણી ભીતરમાં જ દબાતો જાય છે. વરસાદની ઝડીઓમાં તથા ઝડઝમકમાં ન્હાવાનો આનંદ અને બાથરૂમમાં ‘શાવરબાથ’ની ગોઠવણ બંનેમાં જમીન-આભનું અંતર છે. વરસાદની ફુહારોનો સ્પર્શ વનરાજીને અને માનવલોકને પ્રફુલ્લિત કરીને અપૂર્વ આનંદ આપે છે.

આપણી દિવાળીનું મૂળ રૂપ પણ અદ્દભુત હતું. એ માત્ર વ્યતીત નથી … હજીયે આપણી સાંપ્રત સભ્યતાની તરસ છે … યાદ કરો એ અસલ દિવાળીના દિવસો ! દિવાળી માત્ર માણસજાત જ ઊજવે એવું નહોતું. અરે, પ્રકૃતિમાં, સીમ-ખેતર-વગડામાં ને દિવસરાતનાં અનેક રૂપોમાં પણ, દિવાળી ઋતુ બનીને રંગે ચઢતી હતી. ભાદરવાના આકરા તાપ અનાજ પકવવા અને સીમને સોનાથી મઢી દેવા આવી જતાં. ચાંદની રાતો અને અંધારિયા વનવગડાઓ વર્ષાની વિદાય પછી પ્રકૃતિમાં, પશુપંખી અને માણસજાતમાં નવી ચેતનાનો સંચાર કરતાં હતાં. ત્યારે તો લોકોને શરદઋતુની સોનાવરણી સીમનું આકર્ષણ રહેતું … શરદઋતુ પણ સુગંધવંતી ઋતુ છે. પારિજાતની મહેકથી રાત્રિઓ નવયૌવના શી મદમસ્ત બને છે. ચોળાની સીંગોની મીઠાશ જેવાં સવાર-સાંજ ચાખવા જેવાં હોય છે. આજે ય શરદ અને સાચી દિવાળીનો આનંદ લેવા તમારે ગામડે જવું પડે … તમારું વતનગામ તમને યાદ આવે છે ને ?

ક્યાં છે દિવાળી … દીપાવલિ તું ક્યાં ખોવાઈ ગઈ છે ? બોલ ! કહો, ક્યાં છે આપણી, ભીતર-ભોંયમાં ઉલ્લાસ અને સ્નેહાદર જગવતી, આપણને અસલ ગામના સાચા માણસ બનાવી દેતી દિવાળી ક્યાં છે ? દિવાળી તો એક આખો માસ ચાલતી પર્વમાળા હતી ! હા, ભાદરવાની અમાસે બધા જ પૂર્વજોને કાગવાસથી તર્પણ કરી આપણે આસોના આંગણામાં આવીને પહેલું નોરતું ઊજવવા થન થન થતા હતા ! હા, રવીન્દ્રનાથના શબ્દોને મેઘણીભાઈએ આપણી માતૃભાષામાં વધારે જીવતાજાગતા કરી દીધા હતા તે આ રહ્યા.

‘મન મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે …’

ફળિયામાં, શેરી, પોળ, માઢ કે ખડકીમાં આસોનો સોનાવરણો તડકો આપણા હાસ્ય જેવો ઊજળો. એની સાથે ગોરમટીનાં ગાડાં ઠલવાતાં, આગણાં ને ભીંતો, ઓટલી ને ઓસરી રતુંબડી માટીથી લીંપાઈ જતાં …, આહ ! શી એની સુગંધ ફોરતી હતી ! ને ભીંતો ખડી-ચૂનો-ગળીથી કરેલાં ચિતરામણથી શોભી ઊઠતી ! મેડી-માળા ચોખ્ખાં થઈ જતાં ને મા વાડામાં ગાદલાં-ગોદડી તપાવવા નાખતી ને આકાશમાં એવાં જ, શરદનાં ખાલી વાદળો આવતાં ને જતાં ! બેન-દીકરીઓ સાથે ભાભીઓ વાસણો અજવાળવા નદી-તળાવે ભેગી મળતી … ને ફરીથી ઓરડાઓ – અભરાઈઓ તાંબા-પિત્તળનાં વાસણોની હારમાળાથી હસી ઊઠતાં … ઘર નવું થઈ જતું ને ખોળિયા જેવું વ્હાલું લાગતું ! હજી ગામડે કયાંક આ બચ્યું છે પણ આપણે તો આ વૈભવ ગુમાવી જ બેઠા છીએ. આપણે સોસાયટીઓ અને બંગલા, એપાર્ટમેંટ અને ટાઉનશીપના કૃત્રિમ તથા ઉપરછલ્લા ભપકાઓમાં અને દંભદેખાડાના આચારમાં ડૂબી ગયા છીએ … દિવાળી હવે ફુવારો બનીને આપણામાં ઊછળતી નથી … બધાંને મળવાનું ય આપણે ઔપચારિક બનાવી દીધું … હવે મનથી મન નથી મળતાં ! અરેરે !

નવરત્રિના ગરબા … રંગીન ભાતનાં માટલાં ને કોરેલા ગરબામાં ઝગમગતા દીવા … કુંભારે શુકનમાં આપેલાં રાતાં કોડિયાં … એમાં જીવતરની વાટ જેવી દીવેટ અને માના હેત જેવું ઘી ! એ કોડિયાંમાં ઝળહળતા દીવા ગોખે ને મેડીએ .. ઓરડે ને ઉકરડે … મંદિરે ને ત્રિભેટે – આજે તો દીવડા પણ મીણના ને વીજળીના ! હા, એ રંગો છાંટે પણ તમે એનાથી ભીંજાતા નથી ને ! ઘી-દીવાની સુગંધો ગઈ ને આંગણાની અસલ રંગોળીઓ પણ ગઈ … હવે તો રંગોળીઓ પણ તૈયાર … કાચની અને હીરામોતીની મોંઘી … પણ નણંદ-ભોજાઈની દિલદારી જેવી જાતે પૂરેલી રંગોળી તો અલોપ થઈ ગઈ … જાણે પ્રેમ અને સંબંધોનો અસલી ચહેરો પણ ભૂંસાતો જાય છે. સીમમાં સોનું પાકે … ખળામાં ધાનનાં ગાડાં ઠલવાય. નવાં ભાભી આણે આવે ને દેશાવર કમાવા ગયેલો ભાઈ કપડાં-પૈસા-મીઠાઈ ને ફટાકડા લઈને ઘેર આવે. મા લાડુ બનાવે ને ભાભી ઘૂઘરા વણે, બહેન જીરાપૂરી તળે ને સુંવાળીના ડબ્બા ભરે … છોકરાંને તો ક્ષણે દિવાળી જ દિવાળી ! આ બધું યાદ આવતાં જ વતનગામ સાંભરે. એ પાદર ને મંદિર .. એ નદીમાં રમતા મૂકાતા ગરબા … પોયણાં ભરેલું તળાવ અને ભાગોળમાં થતી બેઠકો તથા કસુંબા … સૌ રામરામ બોલીને ગળે મળતા ને વેરઝેર ભૂલી જતાં ! દિવાળી જીવતરને પુન: સાબદું કરી દેતી હતી. આજે ધનવૈભવ હશે પણ ખરો ઉમળકો ને અસલ મસ્તીનો રંગ કે પ્રેમ નથી. બધું ગોઠવેલું ને કામચલાઉ લાગે છે. કેમ કે આપણે નર્યાં ભૌતિક સુખોમાં સ્વાર્થી ને સંકુચિત બની ગયાં છીએ.

હવે છોકરાં ‘મેરાયા’, લઈને તેલ પુરાવવા નથી નીકળતાં. હવે તો અંગ્રેજી માધ્યમનાં બાળકો ‘વેકેશનમાં ટૂર’ કરે છે. મીઠાઈ નહીં, સ્વીટ ખાય છે. અરે આપણી દેશી-ઘરબનાવટની મીઠાઈનાં નામ પણ આ પેઢીને નથી ખબર. પછી સ્વાદનો જાદુ એ શું માણે ! દશેરાએ રામે રાવણનો વધ કરી અસદ ઉપર વિજય મેળવેલો. સદનો જય એટલે વિજયાદશમી ! પછી શરદની ચાંદનીનો શ્વેત સાગર એમાં ગુર્જરીના ગરબા ચાલે સાથે દૂધ-પૌઆની, ભજિયા-ફાફડા-જલેબીની જ્યાફત પણ હોય ! દિવાળીનો દિવસ એટલે રામ સીતાને લઈને – વનવાસ, પૂરો કરીને – અયોધ્યામાં પાછા આવ્યા હતા એ ઉત્સવ ! આપણે એ દિવસની આસપાસ દેવદેવીઓ અને માનવસંબંધોની વાતો જોડીને ઉત્સવને આઠ દિવસના પર્વમાં બદલી દીધો હતો. એ દિવસો આજે પણ કેલેંડરમાં તો આવે છે પણ માણસોનાં હૃદયમાં-મનમાં ઉલ્લાસ રૂપે પરખાતા કેમ નથી ??

ગામડાની એ અંધારી રાતોમાં કોડિયાંના દીવા અને માથે નક્ષત્રોભર્યું આકાશ તથા સીમમાં ઝાડવે ઝાડવે આગિયાઓથી ઝળહળતો પરિવેશ – એ પણ દિવાળીનું જ રૂપ હતું … હવે તો વીજળી દીવાઓ વચ્ચે આકાશદર્શન કોઈ કરતું નથી … ને આગિયાને તો કોઈ જાણતું જ નથી જાણે !!! આપણે પ્રકૃતિને ગળે પગ દઈ દીધો … જીવનનો અસલ ઉલ્લાસ હતો એને ગળે નખ દઈ દીધો છે. પ્રકૃતિચેતનાને વિસારીને કૃતક યંત્રચેતનામાં રાચતાં રાચતાં આપણે સૌ ઇન્દ્રિયબધિર બની ગયા છીએ. હવે આપણે અસલ અને તળને, આનંદ અને એના મૂળતત્ત્વને – એની સાત્વિકતાને ભૂલી ગયા છીએ … એટલે દિવાળી આપણી જમવાની થાળીમાં તથા ગ્રીટિંગ કાર્ડમાં પૂરી થઈ જાય છે. ખરેખર દિવાળી તો માનવસંબંધો, માનવતા અને નિર્મળ આનંદનો તહેવાર હતો … આજે આપણી પાસે એની યાદો અને સમજણવાળા માણસોની ભીની આંખો જ બચી ગયા છે …. !

સૌજન્ય : http://www.readgujarati.com/2013/09/17/diwali-gai/

Loading

...102030...3,9994,0004,0014,002...4,0104,0204,030...

Search by

Opinion

  • લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે!
  • લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર
  • કરસનદાસ મુલજીએ જોયેલું તે કેવું હતું ૧૮૬૩નું ઇંગ્લન્ડ?  
  • આંદોલનના કડખેદ : વાલજીભાઈ પટેલ
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved