Opinion Magazine
Number of visits: 9556390
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત પાસે બહેરા વડાપ્રધાન છે

Samantar Gujarat - Samantar|18 September 2014

ભારત પાસે બહેરા વડાપ્રધાન છે/માર્ક ટુલી  અનુવાદ : વિશાલ શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મને જૂના જમાનાના હેડમાસ્તરની યાદ આવે છે. એવું કહેવાય છે કે, તેઓ પોતાના મંત્રીઓને શાળાના વિદ્યાર્થીઓ સમાન ગણે છે, તેમને શું પહેરવું, કોને મળવું અને શું કહેવું એવી સલાહો આપે છે. મંત્રીઓને વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા માટે તેમ જ તેમને સલાહ-સૂચન આપવા માટે મોદી સતત તેમના અમલદારો પર આધાર રાખે છે. વડા પ્રધાન કાર્યાલયે મંત્રીઓના અંગત સચિવોની ખૂબ જ ઝીણવટથી ચકાસણી કરી છે અને તેમાંથી કોઈ જ એવું નથી, જે યુ.પી.એ. સરકારની નજીકનું કહી શકાય. વડા પ્રધાન ઈચ્છે છે કે અમલદારો તેમને વફાદાર રહે અને એવું જતાવવા માટેનું આ એક નાનકડું પગલું હતું.
સામાન્ય રીતે સારા સમાચાર હોય ત્યાં સુધી વફાદાર સરકારી નોકરો તેમના રાજકીય સાહેબોને ખરેખર જે થઈ રહ્યું છે એ નહીં, પણ તેઓ જે સાંભળવા માગતા હોય, એટલું જ કહેવા ટેવાયેલા હોય છે. જો કે, મોદી જેના પર સૌથી વધારે ભરોસો કરે છે, ત્યાંથી તેમને ચેડાં કરેલી માહિતી મળે એવો ભય પણ છે. 
કોઈ પણ વડા પ્રધાન માટે માહિતી મેળવવા માટે પોતાનો પક્ષ પણ મહત્ત્વનો સ્રોત હોવો જોઈએ. વર્ષ ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીની હાર પછી કૉંગ્રેસ-પ્રમુખ દેવકાંત બરુઆએ (‘ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઍન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ એવું જાણીતું વિધાન કરનારા) મને કહ્યું હતું કે પક્ષના સભ્યો ઇન્દિરા અને તેમનાથી પણ વધારે સંજય ગાંધીની ધાક તળે દબાયેલા છે, તેથી તેઓ જે કંઈ માહિતી પહોંચાડે છે, તે ચેડાં કરેલી હોય છે અને તેનાથી અવાસ્તવિક દૃશ્ય ખડું થાય છે. બરુઆનું માનવું હતું કે ચૂંટણીમાં હાર માટેનાં મુખ્ય કારણો પૈકીનું એક કારણ એ પણ હતું. મોદીએ પક્ષનું સુકાન તેમની સૌથી નજીકના સાથીદાર અમિત શાહને સોંપ્યું છે. અમિત શાહના પક્ષ પરના વર્ચસ્વથી ભા.જ.પ.ની ‘ચૅનલ ઑફ ઇન્ફોર્મેશન’માં અવરોધ ઊભા થાય એવો ભય નથી?
બીજો એક સ્રોત છે મીડિયા, જેના વિના પોતે કામ ચલાવી લેશે એવું ઇન્દિરા ગાંધીનું માનવું હતું. કટોકટી વખતે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલને ત્યાં સુધી કહ્યું હતું કે વિશ્વસનીયતાની તેઓ ચિંતા ના કરે પરંતુ વિશ્વસનીય મીડિયાની ગેરહાજરીમાં અફવાઓ ફેલાવનારા ફૂલ્યા-ફાલ્યા અને ઇન્દિરાએ તેની કિંમત ચૂકવી. આજે વડા પ્રધાન એવું માની રહ્યા છે કે સરકાર જે કંઈ કહે એના મીડિયાએ અહેવાલો આપવા જોઈએ, કોઈ સવાલ નહીં કરવા જોઈએ. તેથી જ તેઓ, મંત્રીઓ અને અધિકારીઓ મીડિયા સાથે ટિ્વટર દ્વારા સંપર્કમાં રહે છે. આથી પત્રકારોને વધુ ઊંડી તપાસ કરવાની તકનો કોઈ અવકાશ રહેતો નથી અને તેના કારણે તેમનું રિપૉર્ટિંગ જેટલું હોવું જોઈએ, એટલું માહિતીસભર પણ નથી હોતું. મહત્ત્વની વાત એ છે કે, સરકારી નીતિઓ અંગે પત્રકારોના સવાલો જાહેર હિતને લગતા હોઈ શકે છે આ સંજોગોમાં પ્રધાન મંત્રી સહિતના નેતા અને અધિકારીઓ દ્વારા થતી ટિ્વટ ઓછો વિશ્વસનીય સ્રોત બની રહે છે.
ન્યાયતંત્ર લોકઅધિકારોની રક્ષા કરતું એક મહત્ત્વનું અંગ છે, જે સરકારને જમીન પર રાખીને તેને અહંકારી બનતી રોકે છે. એટલે જ ન્યાયાધીશોની પસંદગી કરવામાં સરકારની કોઈ ભૂમિકા ના હોવી જોઈએ. તેઓની પસંદગી ફેલો ન્યાયાધીશો દ્વારા થવી જોઈએ, પણ હાલની સરકારે હવે આ પદ્ધતિ બદલી નાંખી છે. શું એ ભયજનક સ્થિતિ નથી કે કાયદામંત્રીને જે ન્યાયાધીશો કે વકીલો સ્વતંત્ર-મિજાજી લાગતા હોય તેમની નિમણૂક જ ના થાય?
છેલ્લે, મોદી અનુભવીઓનો અવાજ સાંભળે એવું પણ લાગતું નથી. કૉંગ્રેસમાં પણ એવી લાગણીએ જોર પકડ્યું છે કે, રાહુલ ગાંધી વિદેશી પદવીઓ લઈને આવેલા બિનઅનુભવી સલાહકારો પર વધુ પડતો મદાર રાખી રહ્યા છે. મોદી યુવાન-બિનઅનુભવી સલાહકારોથી ઘેરાયેલા નથી, પરંતુ અનુભવીઓ માટે તેઓ ખાસ માન પણ જાળવતા નથી. એન.ડી.એ. સરકાર વખતની ઉચ્ચ નેતાગીરી પણ તેમના પાસે નથી અને વડા પ્રધાન પોતે પણ આ પહેલાં ક્યારે ય રાષ્ટ્રીય સ્તરે સરકાર સાથે સંકળાયેલા નથી રહ્યા. 
ખેર, મોદીરાજના પહેલા ૧૦૦ દિવસ સૂચવે છે કે, ભારત પાસે સાંભળતા વડા પ્રધાન નથી, તેથી મારા માનવા મુજબ, શક્ય છે કે તેઓ વાસ્તવિકતાથી દૂર થઈ જશે. મોદી સાંભળતા નથી, એ વાત ત્યારે જ સાબિત થઈ ગઈ હતી, જ્યારે તેમણે અચાનક પોતાની વ્યક્તિગત વેબસાઇટ પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું. આ નિવેદનનો ભાવાર્થ એ હતો કે, તેમણે શરૂ કરેલા પરિવર્તનથી જે લોકો ટેવાયેલા નથી, તેમણે આગામી વર્ષોમાં આ બાબતથી ટેવાઈ જવું પડશે. 
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 03 

Loading

ભારત પાસે બહેરા વડાપ્રધાન છે

માર્ક ટુલી [ગુજરાતી અનુવાદ : વિશાલ શાહ]|Samantar Gujarat - Samantar|18 September 2014

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મને જૂના જમાનાના હેડમાસ્તરની યાદ આવે છે. એવું કહેવાય છે કે, તેઓ પોતાના મંત્રીઓને શાળાના વિદ્યાર્થીઓ સમાન ગણે છે, તેમને શું પહેરવું, કોને મળવું અને શું કહેવું એવી સલાહો આપે છે. મંત્રીઓને વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા માટે તેમ જ તેમને સલાહ-સૂચન આપવા માટે મોદી સતત તેમના અમલદારો પર આધાર રાખે છે. વડા પ્રધાન કાર્યાલયે મંત્રીઓના અંગત સચિવોની ખૂબ જ ઝીણવટથી ચકાસણી કરી છે અને તેમાંથી કોઈ જ એવું નથી, જે યુ.પી.એ. સરકારની નજીકનું કહી શકાય. વડા પ્રધાન ઈચ્છે છે કે અમલદારો તેમને વફાદાર રહે અને એવું જતાવવા માટેનું આ એક નાનકડું પગલું હતું.

સામાન્ય રીતે સારા સમાચાર હોય ત્યાં સુધી વફાદાર સરકારી નોકરો તેમના રાજકીય સાહેબોને ખરેખર જે થઈ રહ્યું છે એ નહીં, પણ તેઓ જે સાંભળવા માગતા હોય, એટલું જ કહેવા ટેવાયેલા હોય છે. જો કે, મોદી જેના પર સૌથી વધારે ભરોસો કરે છે, ત્યાંથી તેમને ચેડાં કરેલી માહિતી મળે એવો ભય પણ છે. 

કોઈ પણ વડા પ્રધાન માટે માહિતી મેળવવા માટે પોતાનો પક્ષ પણ મહત્ત્વનો સ્રોત હોવો જોઈએ. વર્ષ ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીની હાર પછી કૉંગ્રેસ-પ્રમુખ દેવકાંત બરુઆએ (‘ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઍન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ એવું જાણીતું વિધાન કરનારા) મને કહ્યું હતું કે પક્ષના સભ્યો ઇન્દિરા અને તેમનાથી પણ વધારે સંજય ગાંધીની ધાક તળે દબાયેલા છે, તેથી તેઓ જે કંઈ માહિતી પહોંચાડે છે, તે ચેડાં કરેલી હોય છે અને તેનાથી અવાસ્તવિક દૃશ્ય ખડું થાય છે. બરુઆનું માનવું હતું કે ચૂંટણીમાં હાર માટેનાં મુખ્ય કારણો પૈકીનું એક કારણ એ પણ હતું. મોદીએ પક્ષનું સુકાન તેમની સૌથી નજીકના સાથીદાર અમિત શાહને સોંપ્યું છે. અમિત શાહના પક્ષ પરના વર્ચસ્વથી ભા.જ.પ.ની ‘ચૅનલ ઑફ ઇન્ફોર્મેશન’માં અવરોધ ઊભા થાય એવો ભય નથી?

બીજો એક સ્રોત છે મીડિયા, જેના વિના પોતે કામ ચલાવી લેશે એવું ઇન્દિરા ગાંધીનું માનવું હતું. કટોકટી વખતે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલને ત્યાં સુધી કહ્યું હતું કે વિશ્વસનીયતાની તેઓ ચિંતા ના કરે પરંતુ વિશ્વસનીય મીડિયાની ગેરહાજરીમાં અફવાઓ ફેલાવનારા ફૂલ્યા-ફાલ્યા અને ઇન્દિરાએ તેની કિંમત ચૂકવી. આજે વડા પ્રધાન એવું માની રહ્યા છે કે સરકાર જે કંઈ કહે એના મીડિયાએ અહેવાલો આપવા જોઈએ, કોઈ સવાલ નહીં કરવા જોઈએ. તેથી જ તેઓ, મંત્રીઓ અને અધિકારીઓ મીડિયા સાથે ટિ્વટર દ્વારા સંપર્કમાં રહે છે. આથી પત્રકારોને વધુ ઊંડી તપાસ કરવાની તકનો કોઈ અવકાશ રહેતો નથી અને તેના કારણે તેમનું રિપૉર્ટિંગ જેટલું હોવું જોઈએ, એટલું માહિતીસભર પણ નથી હોતું. મહત્ત્વની વાત એ છે કે, સરકારી નીતિઓ અંગે પત્રકારોના સવાલો જાહેર હિતને લગતા હોઈ શકે છે આ સંજોગોમાં પ્રધાન મંત્રી સહિતના નેતા અને અધિકારીઓ દ્વારા થતી ટિ્વટ ઓછો વિશ્વસનીય સ્રોત બની રહે છે.

ન્યાયતંત્ર લોકઅધિકારોની રક્ષા કરતું એક મહત્ત્વનું અંગ છે, જે સરકારને જમીન પર રાખીને તેને અહંકારી બનતી રોકે છે. એટલે જ ન્યાયાધીશોની પસંદગી કરવામાં સરકારની કોઈ ભૂમિકા ના હોવી જોઈએ. તેઓની પસંદગી ફેલો ન્યાયાધીશો દ્વારા થવી જોઈએ, પણ હાલની સરકારે હવે આ પદ્ધતિ બદલી નાંખી છે. શું એ ભયજનક સ્થિતિ નથી કે કાયદામંત્રીને જે ન્યાયાધીશો કે વકીલો સ્વતંત્ર-મિજાજી લાગતા હોય તેમની નિમણૂક જ ના થાય?

છેલ્લે, મોદી અનુભવીઓનો અવાજ સાંભળે એવું પણ લાગતું નથી. કૉંગ્રેસમાં પણ એવી લાગણીએ જોર પકડ્યું છે કે, રાહુલ ગાંધી વિદેશી પદવીઓ લઈને આવેલા બિનઅનુભવી સલાહકારો પર વધુ પડતો મદાર રાખી રહ્યા છે. મોદી યુવાન-બિનઅનુભવી સલાહકારોથી ઘેરાયેલા નથી, પરંતુ અનુભવીઓ માટે તેઓ ખાસ માન પણ જાળવતા નથી. એન.ડી.એ. સરકાર વખતની ઉચ્ચ નેતાગીરી પણ તેમના પાસે નથી અને વડા પ્રધાન પોતે પણ આ પહેલાં ક્યારે ય રાષ્ટ્રીય સ્તરે સરકાર સાથે સંકળાયેલા નથી રહ્યા. 

ખેર, મોદીરાજના પહેલા ૧૦૦ દિવસ સૂચવે છે કે, ભારત પાસે સાંભળતા વડા પ્રધાન નથી, તેથી મારા માનવા મુજબ, શક્ય છે કે તેઓ વાસ્તવિકતાથી દૂર થઈ જશે. મોદી સાંભળતા નથી, એ વાત ત્યારે જ સાબિત થઈ ગઈ હતી, જ્યારે તેમણે અચાનક પોતાની વ્યક્તિગત વેબસાઇટ પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું. આ નિવેદનનો ભાવાર્થ એ હતો કે, તેમણે શરૂ કરેલા પરિવર્તનથી જે લોકો ટેવાયેલા નથી, તેમણે આગામી વર્ષોમાં આ બાબતથી ટેવાઈ જવું પડશે. 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 03 

Loading

શાસન અને સમાજ

પ્રવીણ પંડ્યા|Poetry|17 September 2014

દરેક સમયમાં શાસન પોતાની વિચારસરણીનો પ્રભાવ વિસ્તારવા દરેક ક્ષેત્રના બૌદ્ધિકોને માન-અકરામ કે પદ દ્વારા નવાજીને પોતાના પ્રચારક બનાવે અને પ્રજાને લાભાર્થી બનાવી પોતાની આણ વર્તાવે એ તો બનતું જ આવ્યું છે, અંગ્રેજ સરકાર દ્વારા ‘લૉર્ડ’ કે ‘સર’ના ખિતાબ પામેલા અનેક મહાપુરુષો ને વંશજો સ્વતંત્ર ભારતના નેતા બની ગામેગામના ચાર રસ્તે ઊભા છે. તો વળી સ્વાતંત્ર્યોત્તર ગાંધીશાસન સાથે જોડાઈને અનેકો પોતપોતાના ક્ષેત્રમાં ટોચે પહોંચ્યા છે. દેશનો ગરીબ માણસ પ્રચારસામગ્રી બનતો ગયો અને એની પીડા હાંસિયામાં જ ધકેલાતી રહી. હવે નવા શાસનનો મધ્યાહ્ન તપે છે.

ગઈ સરકારના સમર્પિત એવા પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ જસ્ટીસ કાત્જુ  પવન બદલાતા અચાનક પોતાનો શઢ નવી સરકારનાં વલણો તરફ ફેરવે અથવા રાજકીય હવામાનનો વર્તારો પામીને ચૂંટણી પૂર્વે એમ.જે. અકબર ‘કાંચળી-બદલે’ આ બધું ભલે મને-તમને આશ્ચર્ય કે આઘાત નથી પહોંચાડતું, ભલે વ્યવહારુ કે બુદ્ધિમત્તાભર્યું લાગતું હોય, પણ સૈદ્ધાાન્તિક રીતે બહુ કઢંગુ અને કુરૂપ લાગે છે, ઊંડે ઊંડે ખૂંચે છે પણ ખરું. ઇતિહાસને નામે તથ્યોની તોડ-મરોડ અને શિક્ષણને નામે પોતપોતાની પતાકાઓ લહેરાવવાની પ્રવૃત્તિ જે તે ક્ષેત્રના સિદ્ધાંતોને ખાઈમાં ધકેલી નવાં સોપાન સર કરતી જોવા મળે છે. આ અપસંસ્કૃિતના વિસ્તારનો યશ સ્વતંત્ર ભારતના કયા શાસનને આપવો એ સમજાતું નથી. નાગરિક અને સર્જક હોવાને નાતે આ બધી પીડાથી મૃત્યુપર્યંત મારો પીંડ નથી છૂટવાનો એ મારું સદ્દભાગ્ય છે. આ સદ્દભાગ્ય જ મારી સર્જનાત્મકતાનું ઉદ્દગમસ્થાન છે. અભિવ્યક્તિ માટેનાં ઓજાર મને મારો સમય પૂરાં પાડે છે.

હમણાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જવાનું થયું અને ઉપર્યુક્ત વિચારોએ રચનાનું સ્વરૂપ લીધું, એ રચના ‘નિરીક્ષક’ના મિત્રો માટે …

ટોડરમલ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કૅમ્પસમાં
મને પ્રેમાનંદ દેખાયા હોત,
તો
હું
પોસ્ટમૉર્ડનિટીનું છોગું ફગાવીને
હાથમાં ભૂંગળ લઈ એવું બજાવત
કે
અ સા થૈ તા થૈ તા ભાઈ ભલા થઈ જાત,
મને મહર્ષિ થયા પહેલાના અરવિંદ દેખાત
તો
એમને ચોક્કસ કહેત
કે
કૅમ્પસમાં ભણતા વિદ્યાર્થીઓને
ક્રાંતિના પાઠ ભણાવે.
બંધારણ ઘડ્યું
તે પહેલાના ભીમરાવ આંબેડકર દેખાયા હોત
તો એમને વિનંતી કરત
કે
વિદ્યાર્થી પાંખો વચ્ચે ચાલતી કબ્બડીને
રીલેરેસમાં બદલી આપે,
પણ
મને
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કૅમ્પસમાં
દેખાયા ટોડરમલ. હા,
એ જ ટોડરમલ
જેમને
મોગલ શહેનશાહ અકબરે
ગુજરાત જીત્યા પછી
બનાવ્યા હતા
ગુજરાતના
પહેલા દીવાન
અને
ત્યાર પછી
બનાવેલા દિલ્લીના વજીર.
સમયની ખિસકોલી
નાજુક પળની એક ડાળ પરથી
બીજી ડાળ પર
સરી રહી હતી,
મને આશ્ચર્ય હતું એમના હોવાનું
પણ જનતાજનાર્દન
ગદગદ હતી
એમના હોવાથી
અને
પેલી ખિસકોલી
આગલા બે પગ ઊંચા કરી
સમગ્ર દૃશ્યને આંખમાં ભરી
ઊભી હતી
મારી સામે
ખડખડાટ હસતી.
ટોડરમલની
ચર્ચા હતી
ચારેકોર
સમાચારપત્રોમાં
ટેલિવિઝન ચૅનલો પર
સોશિયલ મીડિયામાં,
ઍન્સાઇક્લોપીડિયામાં,
ઇન્ટરનેટ પર
કોઈક કહે છેઃ
‘ટોડરમલ ઉત્તરપ્રદેશના લાહરપુર ખાતે
સામાન્ય ખત્રીપરિવારમાં જન્મ્યા હતા.
બાળપણમાં પિતાનું મૃત્યુ થયેલું.
આવકનું કોઈ સાધન નહોતું
શેરશાહ સુરીના સમયમાં
એક સામાન્ય છીપા તરીકે કૅરિયર શરૂ કરેલી
અને ….’
કોઈક કહે છે :
‘શેરશાહ સુરી વંશના રાજમાં
એમણે સામાન્ય કારકુન તરીકે કૅરિયર શરૂ કરેલી
પછી સુરીએ એમને બઢતી આપી,
મોગલો સામે લડવા મોકલ્યા
પણ
સુરીવંશના પતન પછી
મોગલવંશનું શાસન આવ્યું
અને
ટોડરમલે મહત્ત્વના કારભારી તરીકે કામગીરી ચાલુ રાખી.’
કોઈક કહે છેઃ
‘મોગલવંશના શાસન દરમિયાન
રાજપાટ છોડીને
એ હિમાલય ચાલ્યા ગયેલા
પણ
રસ્તામાં
શહેનશાહ જલાલુદ્દીન અકબરનો પત્ર મળ્યો,
જેમાં
લખ્યું હતું
તીર્થસ્થાન જવા કરતાં
લોકોની સેવા કરવી સારી,
એટલે
એ પાછા ફરેલા.’
તો
વળી કોઈક કહે છેઃ
‘અંગ્રેજ ઇતિહાસકારોના મતે
એમની જાતિ વિશે
અકબરનામામાં
શહેનશાહ જલાલુદ્દીન અકબરે પણ
કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો,
એટલે
એમની જ્ઞાતિ વિશે
સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે
પણ
કદાચ તેઓ કાયસ્થ હતા’.
એક વેબસાઇટ કહે છે :
‘અકબરના શાસન દરમિયાન
શહેનાઝ નામની બાંદીના બંને હાથ પકડીને
ટોડરમલ ઊભા હતા,
એવું દૃશ્ય મહારાણી જોધાબાઈએ જોયું હતું
અને
એમના પર સ્ત્રી ઉપર બળજબરી કરવાનો આરોપ મુકાયો હતો.
જો કે
શહેનશાહ જલાલુદ્દીન અકબરે
આ આરોપોને
રાજકીય ષડ્યંત્ર ગણાવ્યા હતા.’
એક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે
ટોડરમલ એક વીડિયોગેમ છે,
જે ગૅમની કાલ્પનિક સભ્યતામાં
રાજાઓ
અને
ઈશ્વરો
મહાન વેપારીઓ છે,
જેમની લડાઈમાં
રમનાર પોતે
લડે છે
ટોડરમલ બનીને.

ઇતિહાસ કહે છે
કે
દિલ્લીમાં અકબરનું રાજ હતું,
ત્યારે ટોડરમલે
જમીન માપવાના માપદંડો
શોધેલા
અને
મહેસૂલપ્રથા દાખલ કરેલી.
જો કે
ઇતિહાસ એવી દલીલ પણ લાવે છે
કે
આ મોગલો આવ્યા પહેલાના સમયમાં
ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન
ચાણાક્યએ
જમીનમાપણી
અને
મહેસૂલ પ્રથા દાખલ કરેલી !
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં
એક વિદ્વત્તાભર્યું વ્યાખ્યાન આપતી વખતે
ટોડરમલે અનેક બહુમૂલ્ય વિચારો વ્યક્ત કર્યા
પણ
એ સ્પષ્ટ ન કર્યું
કે
ઇતિહાસ
જનતાને કન્ફ્યૂઝ કેમ કરે છે ?
એમણે આઇસ્ક્રીમ ખાતા પત્રકારોને
એવો સંકેત જરૂર આપ્યો
કે
યુનિવર્સિટીના અભ્યાસક્રમો બદલવાની જરૂર છે .

કાળના પટ પર દોડતી ખિસકોલી
હસતી હતી
એ
આ મોગલ શાસકો
અને
બ્રિટિશરો કરતાંય વધારે જાણતી હતી ટોડરમલને
એટલે
મેં એના સૉર્સને વધારે ઑથેન્ટિક માનવાનું નક્કી કર્યું.

ખિસકોલીના પગ પર
દેખાતા હતા
ટોડરમલના કપડાના રંગ
અને
ધારીને જોવાથી
ટોડરમલના પૈરાહન પર
દેખાતી હતી
ખિસકોલીના પગની છાપ.
જો કે
આ વિશે
ટોડરમલ પોતે એવું
કહેતા
કે
આ તો છે
માબદૌલતે
ઉર્દૂમાં
લખી આપેલો ખિતાબ.
મારા મનમાં
એક પ્રશ્ન ચાલે છેઃ
સમય બડો
કે
બાદશાહ ?
વરસાદી રાતે યુનિવર્સિટી કૅમ્પસમાં
ઉઘાડા ડિલે ફૂટબૉલ રમતા વિદ્યાર્થીઓનો શોરબકોર
તમને અકળાવી મૂકે છે ટોડરમલ,
મધરાતે
આરક્ષિત વિસ્તારોમાં
બાઇકર્સ હુડદંગ મચાવે છે
અને
તમે વ્યથિત થઈ જાઓ છો,
ટોડરમલ,
તમે
સારી રીતે જાણો છો
કે
સુવિધાને બદલે
સ્વતંત્રતા પસંદ કરનારા લોકો
કોઈ પણ સત્તા માટે જોખમરૂપ હોય છે.

વિરોધી
વિપક્ષી
અને
વિદ્રોહી
ત્રણેની તમને બરાબર પરખ છે ટોડરમલ,
અને
એટલે જ
તમે એવી વ્યવસ્થા ઊભી કરી છે;
જેમાં વખત આવ્યે
તમે વિરોધી
અને વિપક્ષીને સાથે લઈ લો છો
અને …..
તો
ટો
ડ
ર
મ
લ
ભલે તમે એવાં તોલમાપ અમલી બનાવ્યાં
જે તમારી ઇચ્છા પ્રમાણે
હરકોઈને રાખે તમારી આણમાં,
ભલે
તમે
એવો ગજ શોધ્યો
જ્યાં કોઈનો ગજ ન વાગતો હોય,
ભલેને
તમે ઇતિહાસની એ પરિભાષા જાણતા હો
કે
‘હિસ્ટ્રી રિપીટ્સ’
છતાં
તમે
ગમે તેટલી વાર તમારા ઇતિહાસનું પુનરાવર્તન કરશો
પણ
આ સમયની ખિસકોલી
નાજુક પળની એક ડાળ પરથી
બીજી ડાળ પર સરકી રહી છે.
શું તમે
એનાથી
ડગલું ય આગળ જઈ શકશો ખરા ?

(રચના : “કવિલોક”, જુલાઈ-ઑગસ્ટમાંથી સાભાર)

e.mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 10-11

Loading

...102030...3,8813,8823,8833,884...3,8903,9003,910...

Search by

Opinion

  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા
  • ‘વંદે માતરમ્’નું વરવું રાજકારણઃ કોમી ધ્રુવીકરણનું અનર્થકારણ

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved