દરિયાને જઈ કહો …
ફૂલોને જઈ કહો અને કાંટાને જઈ કહો
પગલાં થવાનાં એમનાં, રસ્તાને જઈ કહો
હું પણ છું એના જેટલો તોફાની આજ તો
ડુબાડ હિંમત હોય તો દરિયાને જઈ કહો
તું પણ હવે શમી જા કે યાદો શમી ગઈ
ઊઠે છે ખીણમાંથી તે પડઘાને જઈ કહો
નીકળ્યો છું ફાંટ બાંધીને વીણવા હું સીમમાં
વેરાયેલા પડયા છે તે ટૌકાને જઈ કહો
તારે જ મરઘે થાય સવાર એવું કંઈ નથી
ના બોલે આજ જોઈએ મરઘાને જઈ કહો
બંનેએ આપઘાત કરી લીધો આખરે
ચાલી રહી છે ચૉરે તે ચર્ચાને જઈ કહો
ફૂંકાય તર્કના બધે તોફાની વાયરા
તું પગ જમાવી રાખજે, શ્રદ્ધાને જઈ કહો
……….
અમથું અમથું
રમત ગમે તે હોય અમે તો રમ્યા અમથું અમથું
હાર્યા તે પણ અમથું અમથું જીત્યા અમથું અમથું
રોજ સવારે ઘેરથી નીકળી સાંજે પાછા ફર્યા
દુનિયા અમથી અમથી તેમાં ભમ્યા અમથું અમથું
આમ જુઓ તો બેઠા જઈને તનહાઈની ટોચે
આમ જુઓ તો ભીડમાં જઈને ભળ્યા અમથું અમથું
તસબી-ટોપી, તિલક-માળા વેશ સજાવી બેઠા
અંતરમાં અભિમાન છતાંયે નમ્યા અમથું અમથું
સાચું ક્યારે રડ્યા, હસ્યા સાચું ક્યારે પૂછો
જ્યારે રડ્યા જૂઠ્ઠું રડ્યા, હસ્યા અમથું અમથું
ઘર માંડીને બેઠા, હા ભઈ, સંસારી થઈ જીવ્યા
આવળગોવળ વચ્ચે નાચ્યા, કૂદ્યા અમથું અમથું
કો બાળકની જેમ બનાવ્યા મહેલ અમે રેતીના
અધ્ધર શ્વાસે બેઠા અંદર, મહાલ્યા અમથું અમથું
મનમાં કળશી મેલ છતાંયે વાર અને તહેવારે
મિત્ર સગાં સંબંધી સૌને ભેટ્યા અમથું અમથું
બળતા રહ્યા રાત ને દહાડો ઇર્ષ્યાની અગ્નિમાં
શ્વાન બનીને હાથી પાછળ ભસ્યા અમથું અમથું
કીર્તિનો કાંટાળો પ્હેરી તાજ અમે હરખાયા
પરપોટાની જેમ ઘડીભર ફૂલ્યા અમથું અમથું
સામે પૂર તરીને અહીંયાં કોણ કિનારે પહોંચ્યું
ભવસાગરમાં ભાર ઉપાડી તર્યા અમથું અમથું
ભીતરનાં અંધારાંની દરકાર કશી ના કીધી
તેજ લિસોટા કરવા કયારેક બળ્યા અમથું અમથું
દુનિયા અમથીમાં જન્મીને કોણ જીવ્યું છે સાચું
રોજ ‘મહેક’ ચહેરા બદલીને જીવ્યા અમથું અમથું
e.mail : yacoob@mahek.co.uk
![]()


“ટુમોરો વી વિલ પિક અપ સૉલ્ટ”, નવમી ડિસેમ્બરે વહેલી સવારે આઠેક વાગે તેમના વ્યાખ્યાનના અંતિમ શબ્દો હતા. વિદેશી જિજ્ઞાસુઓ માટે ‘ગાંધીજીની અહિંસા અને પ્રયોગ’ નામક ચાર મહિનાના અભ્યાસક્રમનો પ્રારંભ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૨૦૧૦થી થયો છે. પ્રતિવર્ષ આ અભ્યાસક્રમમાં જોડાયેલું જૂથ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીમાં નારાયણભાઈની નિશ્રામાં બે સપ્તાહના શિબિરમાં જોડાય. રોજના કાર્યક્રમમાં નારાયણભાઈનું એક વ્યાખ્યાન સવારે સાતથી આઠ દરમિયાન અચૂક થાય. શિબિરાર્થીઓ વ્યાખ્યાન સાંભળવા આતુર હોય. ૨૦૧૪ના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું જૂથ પહેલી ડિસેમ્બરેથી વેડછી પહોંચ્યું હતું. નવમી ડિસેમ્બરને સવારે નારાયણભાઈએ કાર્યક્રમ પ્રમાણે સવારનો વર્ગ લીધો. બધું સામાન્ય રીતે ચાલતું હતું. સ્વાસ્થ્ય સ્થિર અને તબીબ દીકરી સંઘમિત્રાની નજરે બરાબર હતું.
નારાયણભાઈ આપણી વચ્ચેથી વિદાય થયા તે પૂર્વે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદેથી મુક્ત થઈ ગયા હતા. મૂળે પરંપરા તોડનાર. તેથી તો ગાંધીજીને પણ ૨૨ વર્ષની ઉંમરે કહી શક્યા હતા કે સેવાગ્રામમાં કચેરીમાં કામ કરતા તેમનો વિકાસ અટકી ગયો હોવાથી તેમનો વિકાસ થાય તેવું કાર્ય કરવા માગે છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થાય ત્યારે તેમની ઉંમર ૮૩ વર્ષની. અમને કહે કે ‘મને મારવા માટેનું તમારું આ કાવતરું છે. વિદ્યાપીઠના કુલપતિઓ મૃત્યુપર્યંત હોદ્દા પર કાયમ રહે છે. મારે આ પરંપરા તોડવી છે. મને મારી હયાતીમાં જ કુલપતિપદેથી મુક્ત કરજો'. આ વાત એ ભૂલી ન ગયા હતા. બે વર્ષ પહેલાં જ, ‘હું ક્યારે મુક્ત થાઉં, મને ક્યારે મુક્ત કરો છે’ એવું પૂછતા. ૬ઠી ડિસેંબરના રોજ હું એમને મળવા વેડછી ગયો હતો. સંઘમિત્રાબહેન અને મને બોલાવીને કહ્યું કે વિદ્યાપીઠવાળા કઈં કરતા નથી અને તેમણે એવો નિર્ણય કરી લીધો છે કે તેઓ જાતે મુક્ત થાય છે. ૨૪-૧૨-૨૧૦૪ના રોજ તેમના એકાણુમાં જન્મદિવસે તેઓ જાહેર કરી દેશે. હું અમદાવાદ માટે નીકળતો હતો ત્યારે કુલસચિવ માટે એક પરબીડિયું આપ્યું. પરબીડિયું ખુલ્લું જ હતું, પણ ઘણી વાર હું એવો ટપાલી થયેલો. મેં પણ એ અંગે બહુ વિચાર ન કર્યો અને અંદર શું છે તેનું કૌતુક પણ થયું નહી. પાછળથી કુલસચિવ રાજેન્દ્રભાઈએ જાણ કરી હતી કે એ પરબીડિયામાં વિદ્યાપીઠને ઉદ્દેશીને નારાયણભાઈએ કુલપતિપદેથી પોતાની મુક્તિ અંગે જાણ કરી હતી. એવું લાગે છે કે વિધિએ એમની ટેક રખાવવા ૬ ડિસેંબરના જ પત્ર લખાવીને મોકલી અપાવ્યો. ઔપચારિક રીતે તો માર્ચની સાતમીએ મુક્ત થયા. તે દિવસે વિદ્યાપીઠના મંડળે સુશ્રી ઇલાબહેન ભટ્ટને નવા કુલપતિ તરીકે વર્યા. બીજા જ દિવસે એટલે ૮મીએ મેં એમને રૂબરૂ મળીને જાણ કરી કે તેઓ ઔપચારિક રીતે પણ કુલપતિના પદભારથી મુક્ત થઈ ગયા હતા. એમના ભાવ પરથી હું એવું સમજ્યો કે ઔપચારિકતામાં એમને કોઈ રસ ન હતો. તેમના મને તો તેઓ ૬ઠી ડિસેંબરના જ મુક્ત થઈ ગયા હતા. પણ નિયતિએ તેમની ટેક રાખી અને મૃત્યુના આઠ દિવસ પૂર્વે ઔપચારિક રીતે પણ તેઓ કુલપતિ રહ્યા ન હતા. વિદાય લીધેલી સહસ્ત્રાબ્દીના છેલ્લા અર્ધદશક અને નવી સહસ્ત્રાબ્દીના પહેલા દાયકામાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ થવાની અત્યાતુરતા કઈંક વ્યક્તિઓમાં જોઈ અને થવા માટેના પ્રયાસોનો હું સાક્ષી રહ્યો. થયા બાદની વિહ્વળ ગદ્ગદતા પણ નીરખી ચૂક્યો છું. નારાયણભાઈ પદની શોભા અને ગરિમા રાખવાળાઓ પૈકી વિશેષ હોવા છતાં ઘણી મુશ્કેલીથી પદ સ્વીકારવા તૈયાર થયા હતા અને તે પણ આજીવન તો નહીં જ.
ત્રણ મૂલ્યો પ્રત્યેની તેમની નિસ્બત મૃત્યુપર્યંત રહી. સમાનતા, બંધુતા અને લોકતંત્ર. આ મૂલ્યો દેશના બંધારણમાં ટંકાયેલાં જ છે. રાજ્યની નાગરિક પરત્વેની આ પાયાની ફરજ છે, પણ રાજ્ય તેના પાલનમાં કાયમ ઊણું ઉતર્યું છે. બજાર આધારિત અર્થતંત્રને પ્રાધાન્ય આપ્યા બાદ તો ઉપરોક્ત ત્રણ મૂલ્યો વધુ ઘવાયાં કરે છે. અસ્પૃશ્યતાનિવારણ અને સર્વધર્મસમભાવ માટે નારાયણભાઈ સંપૂર્ણ કટિબદ્ધ હતા. ૨૦૦૨ના ગુજરાતના હિંસક કોમી રમખાણોથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા. તેઓ વયમાં પરિપક્વ થયા હતા. કર્મશીલ તો ખરા પણ, મૂળે સાક્ષર અને શિક્ષક. અહિંસાસમાજની રચનાની તૈયારી રૂપે વિચારપ્રબોધનને નારાયણભાઈએ વિશિષ્ટ સ્થાન આપ્યું હતું. જીવનના અંતિમ પર્વમાં પોતાના માટે એ જ જવાબદારી યોગ્ય સમજી અને નિભાવી. પણ આ કાર્યમાં પણ એક તાજગીભરી નવીનતા સાથે સમાજ સમક્ષ આવ્યા. ગાંધીવિચારપ્રબોધન માટે તેમણે ગાંધીકથા શરૂ કરી. આપણા દેશની સંસ્કૃિતમાં કથા એ જાણીતું માધ્યમ છે, પણ તે પુરાણોની વાર્તા-કથા સુધી મર્યાદિત રહી છે. હાલના ભારતમાં યુગપુરુષ ગાંધીજી અર્વાચીન પુરાણ માટેના ઉત્કૃષ્ટ પાત્ર છે. દેશની આજની સામાજિક, આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિમાં હજી માત્ર ૧૫૦ વર્ષ પૂર્વે જન્મીને જીવી ગયેલી મહાન આત્માની વાર્તા ખૂબ પ્રસ્તુત અને પ્રેરક થાય એમ છે. આ વાત લઈને નારાયણભાઈ દેશમાં અને વિદેશમાં ફર્યા. સૌથી વધારે કથાઓ ગુજરાતીમાં જ કરી, ઉપરાંત હિંદી અને વિદેશમાં અંગ્રેજીમાં પણ. ગાંધીજીનું સમગ્ર જીવન માનવમાત્ર વચ્ચેની સમાનતા (રાજનૈતિક, આર્થિક અને સામજિક) અને બંધુતા માટે ગયું, તેઓ એના માટે જીવ્યા, લડ્યા અને શહીદ થયા. સમાજમાં લોકને પ્રબોધન કરવું તે લોકશિક્ષણનું કાર્ય થાય. નારાયણભાઈ લોકશિક્ષક થયા. શિક્ષક તો તેઓ નખશિખ હતા. નારાયણભાઈને વર્ગ લેવાનો હોય, કથા કરવી હોય કે જાહેરમાં સંબોધન કરવાનું હોય, તેઓ તૈયારી વગર ક્યારે ય ન હોય. તૈયારીમાં વાંચન અને નોંધ કરવાનાં હોય જ. વિદ્યાપીઠના શિક્ષકોએ શિક્ષકના આ અતિ આવશ્યક ગુણને અનુસરવું ઇચ્છનીય.
GANDHI left us in 1948. Today, 66 years since, many of the institutions that he established and those by his followers after his death, appear in peril. Their core seems to have weakened, reflecting both poverty of thought and rigidity in practice. There is limited availability of committed persons who can manage the institutions with confidence and vigour as resources have dried up. The state, in the rare cases where it extends support, tries either to co-opt or otherwise views the institution in adversarial terms. In general, broad social support for Gandhian ideas and work, with the exception of benign social service, is almost non-existent.