Opinion Magazine
Number of visits: 9552321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Narendra Modi maate Patidaaroni Magani Andhaaryo Tamaacho Chhe

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|28 August 2015

નરેન્દ્ર મોદી માટે પાટીદારોની માગણી અણધાર્યો તમાચો છે

જોકે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી : વિકાસ વાતોનાં વડાં છે અને મંડલ એક વાસ્તવિકતા છે

૧૯૮૦ અને ૧૯૮૫ એમ ઉપરાઉપરી બે વખત અનામતની પ્રથાનો સમૂળગો વિરોધ કરીને આંદોલન કરનારાઓ હવે અનામતની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે. ૧૯૮૦ અને ૧૯૮૫માં તેઓ એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે દલિતો અને આદિવાસીઓ પછાત છે અને તેમનો હાથ પકડવો જોઈએ, પરંતુ આજે પટેલોને લાગે છે કે તેઓ પોતે પછાત રહી ગયા છે અને સરકારે તેમનો હાથ પકડવો જોઈએ. આ સ્વાર્થનું તર્કશાસ્ત્ર છે અને સ્વાર્થનું આંદોલન છે. જો પટેલો પાછળ છે તો ભારતમાં આગળ કોણ છે એવો સવાલ પેદા થાય છે. જે માગતાં શરમ આવવી જોઈએ એની રસ્તા પર ઊતરી આવીને ધરાર માગણી કરવામાં આવી રહી છે અને એને માટે હિંસા પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૯ જણનાં મૃત્યુ થયાં છે અને અમદાવાદમાં લશ્કરને બોલાવવું પડ્યું છે.

પટેલોની માફક જ હરિયાણામાં અને પંજાબમાં જાટ કોમ સંપન્ન અને વગદાર છે, રાજસ્થાનમાં મીણાઓ અને ગુર્જરો સંપન્ન અને વગદાર છે અને મહારાષ્ટ્રમાં મરાઠાઓ સંપન્ન અને વગદાર છે છતાં આ કોમ (સંપન્ન અને વગદાર કોમ) પછાત હોવાનો દાવો કરી રહી છે અને અનામતની વિશેષ જોગવાઈ માગી રહી છે. આ બીમારી હજી અન્ય રાજ્યોમાં પણ વિસ્તરવાની છે. બેશરમ બનીને માગવાની હિંમત ભારતમાં એક પછી એક વગદાર કોમ કેળવી રહી છે. પાટીદારોએ તો આમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેમની ગુજરાતમાં કુલ ૧૪ ટકા વસ્તી છે અને વસ્તીના પ્રમાણમાં બેવડાં સ્થાનો અને વગ તેઓ ધરાવે છે. ગુજરાતમાં એક જમાનામાં ખામ (KHAM)નું ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું હતું. ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. આ ગઠબંધન પટેલોના પ્રભાવને ખાળવા માટેનું હતું જે બતાવે છે કે ગુજરાતમાં પાટીદારો કેટલા શક્તિશાળી છે.

કોણ જવાબદાર છે આને માટે? તમે જો એમ વિચારતા હો કે હાર્દિક પટેલ કે કિરોરી સિંહ બૈસલા (ગુર્જર નેતા) જેવા જ્ઞાતિઓના નેતાઓ આને માટે જવાબદાર છે તો તમે ભૂલ કરો છો. આને માટે પછાતપણાનું રાજકારણ જવાબદાર છે. ૧૯૯૦-’૯૧માં ભારતીય રાજકારણમાં ત્રણ નવા ચહેરા વિકસ્યા હતા અથવા જો જૂના હતા તો વધારે ખીલ્યા હતા. એક ચહેરો હિન્દુ કોમવાદી રાજકારણનો હતો. બીજો વિકાસના રાજકારણનો હતો અને ત્રીજો પછાતપણાના રાજકારણનો હતો. ૧૯૯૦ પહેલાં પણ ભારતના સંસદીય રાજકારણમાં તુક્ટીકરણ(અપીઝમેન્ટ)નું રાજકારણ થતું હતું જેનું સ્વરૂપ ૧૯૯૦ પછી ભારતીય રાજકારણનો ચહેરો બદલાતાં બદલાયું હતું.

૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ લાગુ કરી એ પછીથી સામાજિક પછાતપણાના રાજકારણે નવો મંડલચહેરો ધારણ કર્યો છે. એ પહેલાં દલિતો અને આદિવાસીઓ સિવાયની અન્ય પછાત કોમ માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી એટલે અનામતનું રાજકારણ મર્યાદિત હતું. ૧૯૯૦ પછીથી ભારતની સેંકડો જ્ઞાતિઓ સંભવિત લાભાર્થીની લાઇનમાં ઊભી રહી ગઈ. આમાં ઉત્તર પ્રદેશના પટેલો(જે ખરેખર દલિતોની સમકક્ષ પછાત જ્ઞાતિ છે)થી લઈને ગુજરાતના પટેલો (જે દેશમાં સૌથી વધુ સંપન્ન પ્રજા છે) સુધીનો સમાવેશ હતો.

બને ત્યાં સુધી વિકાસના નામે મતદાતાના મત માગવા, કારણ કે વિકાસની અપીલ સાર્વત્રિક છે; પરંતુ જો વિકાસના નામે મંઝિલે પહોંચવામાં મુશ્કેલી દેખાય તો હિન્દુ કોમવાદનું અને પછાતપણાનું એમ જે કાર્ડ માફક આવે એ ઊતરવું. સાધારણપણે જે પક્ષ સત્તામાં હોય એ વિકાસની વાત કરે છે અને વિરોધ પક્ષ પછાતપણાની વાત કરે છે, પરંતુ આમાં ક્યારેક ઊલટું પણ બને છે. વિરોધ પક્ષને જ્યારે નક્કર આશા હોય કે આ વખતે એ સત્તામાં આવે એમ છે અને શાસક પક્ષને જ્યારે ભય હોય કે આ વખતે એ ચૂંટણી હારે એમ છે ત્યારે સત્તાનો દાવેદાર વિકાસનું રાજકારણ કરે છે અને શાસક પક્ષ પછાતપણાનું રાજકારણ કરે છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વખતે B.J.P.એ વિકાસનું રાજકારણ કર્યું હતું અને કૉન્ગ્રેસે ૧૦ વર્ષથી સત્તામાં હોવા છતાં પછાતપણાનું રાજકારણ કર્યું હતું. આ એ જ કૉન્ગ્રેસ હતી જેણે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વિકાસનું રાજકારણ કર્યું હતું.

ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસે મરાઠાઓને અન્ય પછાત કોમ અંતર્ગત અનામતની જોગવાઈ આપી હતી. મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ રાજ કર્યા પછી અને પ્રજાને વિકાસનાં સપનાં બતાવ્યા પછી કૉન્ગ્રેસ-N.C.P.ની સરકારે અનામતના પછાતપણાના રાજકારણનો આશરો લેવો પડ્યો હતો. એ પહેલાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસ અને B.J.P.એ મીણાઓ અને ગુર્જરોને અનામતનું ગાજર બતાવ્યું હતું. ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીએ લોકસભાની ચૂંટણી જીતવા જાટોને અન્ય પછાત કોમની પંક્તિમાં મૂક્યા હતા અને રાજસ્થાનના કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ ઉપરાંત પંજાબની અને હરિયાણાની સરકારે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ જુદી વાત છે કે ગયા જુલાઈ મહિનામાં સર્વોચ્ચ અદાલતે મરાઠાઓ અને જાટોના પછાતપણાના દાવાને નકારી કાઢ્યો હતો.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ હિન્દુત્વનું અને વિકાસનું એવું એક મિશ્ર રસાયણ વિકસાવ્યું હતું. એ રસાયણ સફળ નીવડ્યું હતું અને એ જ રસાયણના આધારે તેઓ વડા પ્રધાન બનવા સુધી પહોંચી શક્યા છે. તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનું ગુજરાત અને એમાં પણ પાટીદારો મંડલનો આશરો લેશે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મોરલીએ ડોલનારા પાટીદારો, લોકસભાની ચૂંટણી માટે નાણાં આપનારા પાટીદારો, સાત સમુદ્રીય રાષ્ટ્રવાદ વિકસાવનારા પાટીદારો, પોતાનો આઇડિયા ઑફ ઇન્ડિયા ભારતમાં નિકાસ કરનારા પાટીદારો, અબજો રૂપિયા ખર્ચીને સ્વામિનારાયણનાં મંદિરો બંધાવનારા પાટીદારો, ગુજરાતમાં રાજ કરનારા પાટીદારો; ગુજરાતમાં અને એ પણ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં બીજા કોઈને નહીં ને મંડલને લઈ આવશે.

નરેન્દ્ર મોદી માટે આ અણધાર્યો તમાચો છે, પરંતુ એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. વિકાસ વાતોનાં વડાં છે જ્યારે મંડલ એક વાસ્તવિકતા છે. અમને વિકાસની વાતો ચટાડવામાં આવે અને અન્યત્ર જાટો, મરાઠાઓ, મીણાઓ, ગુર્જરો જેવી સામાજિક રીતે વિકસિત પ્રજાને પછાત ગણીને લાભ કરાવવામાં આવે તો અમે શું ગુનો કર્યો છે? નરેન્દ્ર મોદીની વિકાસની જાનમાં જાનૈયા બન્યા હતા એટલે શું અમારે આખી જિંદગી જાનૈયાનો સાફો બાંધી રાખવાનો? તમે જો હાર્દિક પટેલનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું હશે તો એમાં આવો સૂર પ્રગટ થતો હતો.

તો આનો ઉપાય શું? જો આ રીતે બધા મંડલના મંડપમાં ઘૂસવા માંડશે તો અરાજકતા પેદા થશે. સમાજવિગ્રહ થઈ શકે છે. ખોટા માણસો લાભ ખાટી જશે અને જરૂરિયાતમંદ રહી જશે. આ રીતે તો અનામત આપવાનો ઉદ્દેશ જ માર્યો જશે.

તો પછી આનો ઉપાય શું? હા, એક ઉપાય છે, જેની વાત આવતી કાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2015

Loading

Anaamat Åapi Chhe Teno Åa Rosh Shaano ?

કનુ સૂચક|Opinion - Opinion|28 August 2015

અનામત આપી છે તેનો આ રોષ શાનો ?

હાજરી આપી વાહ વાહ થતી જોવા અને તાળીઓના અવાજમાં અમારી તાળીનો અવાજ ઉમેરવા, રવિવારની વહેલી સવારે, મિત્રો સાથે બસમાં નીકળી પડ્યા. મિત્ર વિનોદભાઈ શાહ અત્યંત સરળ માણસ. તેમણે મહારાષ્ટ્રના એક પછાત વિભાગમાં આવેલા પાલઘર જિલ્લાના વાડા તાલુકાના નાનકડા ખોબા જેવા  પરળી ગામમાં આવેલી ‘પ્રાથમિક અને માધ્યમિક આશ્રમશાળા’માં બહુઉદ્દેશીય સભાગૃહ બાંધવા અનુદાન અને સાથે શ્રમદાન પણ કર્યું છે. રહેઠાણ, સંડાસ અને અન્ય અનેક અભાવો માટે આ આશ્રમશાળા ઉદાહરણ છે. કોઈ સદ્દગૃહસ્થે આંગળી ચિંધી અને ૧૧લાખના વચનથી શરૂ થયેલ કાર્ય ૩૭ લાખના ખર્ચ પછી બહુઉદ્દેશીય સભાગૃહ સુધી પહોંચ્યું. વિનોદભાઈના અનેક સખાવતી સગાં અને સંબંધીઓના અનુદાનથી આ પૂરું થયું ! ના રે ના, આ તો પાશેરાની પહેલી પૂણી. મારે જે વાત કરવી છે તે હવે શરૂ થાય છે. પહેલા ફોટાથી જુઓ આ ‘આશ્રમશાળા’.

આ આશ્રમશાળામાં ૬૦૦ ઉપરાંત આદિવાસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણે છે. આવા આશરે અઢાર ઓરડાઓ છે જેમાં હેડમાસ્તરની ઓફીસ, સ્ટાફરૂમ, રસોડું વગેરેનો સમાવેશ થાય છે. આ ઓરડાઓનો ઉપયોગ દિવસે ક્લાસરૂમ તરીકે તથા ભોજન માટે તેમ જ રાત્રે એ જ રૂમોમાં વિદ્યાર્થીઓને સૂવા માટે સગવડ કરવામાં આવે છે. જયારે ક્લાસ ચાલતા હોય ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓની એક પતરાની પેટી, તેની ઉપર તેમનું પાગરણ અને ત્રણ બાજુની ભીંત ઉપર બાંધેલી દોરી ઉપર તેમણે રોજે રોજ ધોયેલાં કપડાં સૂકાય છે. આગળ દરવાજો અને તેની સામેની ભીંત ઉપર ત્રણ બારી એ વાતાયનની વ્યવસ્થા છે, બે દિવાલો બીજા ઓરડાઓ સાથે જોડાયેલી હોવાથી ત્યાં બારીઓ નથી. ૬૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે  ત્યાં કુલ ૧૨ શિક્ષકો છે. રાત્રે એક ઓરડામાં ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓ એકબીજાને લગભગ અડી અડીને સૂઈ રહે છે. એસ્બેસ્ટોસ છાપરાઓને માટે બનાવેલી લોખંડની વચ્ચેની કૈંચી ઉપર દાનમાં મળેલા ત્રણ પંખાઓ લટકે છે. ફરસ સિમેન્ટની બનેલી છે. હમણાં હમણાં બનેલા સુંદર શૌચાલયો અને સ્નાનગૃહો આ સુવિધાઓ સાથે મેળ ખાતા નથી. એનાથી પણ વિશેષ જેના ઉદ્દઘાટન સમારંભમાં અમે ગયા હતા એ તો સવિશેષ જુદો પડી જાય છે. આ સભાગૃહમાં સાંસ્કૃિતક કાર્યક્રમો થઈ શકશે, રાજકારણીઓને ભાષણ આપવા અને એકબીજાની પીઠ થાબડવાની સુવિધા મળશે, કહેવાણું તેમ ચારસો વિદ્યાર્થીઓ એક સાથે ભોજન લઈ શકશે અને રાત્રે સૂઈ પણ શકશે. વ્યંગ કરવા નહીં પરંતુ ત્યાં સાંભળ્યા તે ભાષણોમાં આ આદિવાસી અને પછાત ગણાતા વિસ્તારમાં રાજકારણીઓએ કરેલા પોતાના વખાણોમાં ક્યાંયે પણ આ ઘેટાબકરાંની માફક અનેક અસુવિધા સાથે જીવતા બાળકો અંગે એક પણ ઉલ્લેખ સાંભળવા મળ્યો નહીં. પદ્મશ્રી સ્વ. અન્ના સાહેબ જાધવનો ઉલ્લેખ થતો રહ્યો અને તેમણે શરૂ કરેલ આ શિક્ષણ અભિયાનની પ્રસંશા જરૂર કરવી જોઈએ. શહેરોમાં રહેતા આપણે જીવનની અનેકવિધ વિટંબણાઓ વચ્ચે જીવતાં દૂરસુદૂર વસતાં અનેક ભારતવાસીઓ અંગે કશુ જાણતા જ નથી. વિનોદભાઈ જેવાઓ પોતાની પાસે છે તેમાંથી થોડું આપી શકાય તે આપવા તૈયાર કેટલાં ? પણ મારે એ અંગે પણ કઈ વિશેષ કહેવું નથી. આ સમારંભમાં છોકરાઓ અને છોકરીઓએ ઉપસ્થિત લોકોના મનોરંજન માટે શિક્ષક-શિક્ષિકાઓના સહકારથી થોડાં કાર્યક્રમોનું આયોજન કર્યું. તેમાં તેઓનાં જીવન, વ્યવસાય અને આજીવિકા રળવા અંગેની વાત અત્યંત સુંદર રીતે પ્રતીકાત્મક સાધનો દ્વારા રજૂ કરી. તે દર્શનીય અને રોચક રહી. થોડાં સાધનો આ ફોટામાં દેખાશે.

આ ઉપરાંત હળ, બળદની જગ્યાએ માનવ – (વાસ્તવિકતા પણ ખરી), રંગોળી, ઘંટી, ખાંડણિયો, ઘાસનો પૂળો, સૂપડી, ગામનો ભૂવો, કર્મકાંડી, પશુ, પક્ષીઓ, ઉત્સવ અને ઉત્સવમાં થતાં નૃત્યો, તેમાં વપરાતા તરોપા, ઢોલ જેવાં વાદ્યો સાથે જે છે તેમાં પણ આનંદથી જીવતાં આ આદિવાસીઓને અહીં બાળકોએ જીવંત કરી આપ્યા.

આપણે આજે અનામતના આંદોલનો કરીએ છીએ. વર્ષોથી દલિત દશામાં જીવતાં લોકોને ભણવામાં અને નોકરીઓમાં મળતી રાહત સામે ફરિયાદો કરીએ છીએ. તે લોકો જે રીતે જીવ્યા છે અને જીવે છે તે આપણે જાણવું નથી. લાખો રૂપિયા આપી આપણે આપણાં બાળકોને શિક્ષણ આપીએ છીએ. શાળા-કોલેજમાં એડમિશન લઈ શકે તે માટે ટ્યુશનના પણ ખર્ચ કરીએ છીએ. દલિત અને કચડાયેલા લોકોનાં બાળકો આજે પણ કેવી રીતે શિક્ષણ મેળવે છે, કયા પ્રકારનું શિક્ષણ મેળવે છે તેનું એક ઝાંખું પણ સત્યદર્શન કરાવવા આ લેખ લખું છું. તે લોકોને કદાચ ઓછા ગુણ મળતા હશે, જેમને ઉત્તમ શિક્ષણનો અંશ પણ મળતો નથી. આપણે ભારતવાસીઓ કુટુંબીઓ છીએ તેવી વાતો માત્ર કહેવા ખાતર કરીએ છીએ. જેને પછાત કહીએ છીએ તેવા કરોડો દેશબંધુઓ આપણા માટે ખેતી કરે છે, મજૂરી કરે છે. આપણી સુવિધાના મૂળમાં આ ધરબાયેલા આ પાયાના પથ્થરો છે. અમે જોયેલી આ સ્થિતિથી પણ બદતર સ્થિતિ અને અસુવિધામાં જીવન વ્યતિત કરતા લોકોને આપણે જો કંઈ આપીએ છીએ તે તેમના પર ઉપકાર નથી. આપણે ઋણ ચૂકવવીએ છીએ. એ ક્યારેક સજારૂપે આવશે તે પરિસ્થિતિ પહેલાં આપણે આપણી દૃષ્ટિનો વ્યાપ વધારવો પડશે. આપણા આર્ષદ્રષ્ટા મૂર્ધન્ય કવિ સ્વ. ઉમાશંકર જોશીએ લખ્યું છે તે યાદ કરીએ :

“ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.” 

આ અહીં જે વાત કરી છે તે ઉદાહરણ પૂરતી છે અન્નાસાહેબ જાધવના પુત્ર હજુ પણ આ ક્ષેત્રમાં અન્ય ૬૫ આવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેમાં આથી પણ વધુ ખરાબ સ્થિતિ છે. થાણા પાલઘર જેવા અગણિત ક્ષેત્રો વિકાસની રાહ જુએ છે.

e.mail : kanubhai.suchak@gmail.com

Loading

Chatrapati Shivaji Maharaj : To Each Ones’ Own !

Ram Puniyani|English Bazaar Patrika - OPED|27 August 2015

Some concerned citizens have filed a Public Interest Litigation (August 17 2015) to stop the highest award of Maharashtra Government, Maharashtra Bhushan to Babasaheb Purandare. Purandare is known for his work ‘Raja Shivaji Chatrapati’ and the play ‘Jaanata Raja’ (wise king) his is not the first time that such a controversy around Purandare has come up. Few years ago Maharashtra Government had appointed him as Chairman of the Committee which was to plan the statue of Shivaji in Arabian Sea. The Maratha Mahasangh objected to this appointment on the ground that Shivaji was a Maratha while Purandare is a Brahmin. Purandare’s interpretation of Shivaji presents him as the one who was devoted to Brahmins and Cows (Go Brahman Pratipalak) and the one who was against Muslims. This interpretation of Shivaji has been the major version used by sectarian political groups. As this on one hand presents him as upholder of supremacy of upper caste and at the same time looks down upon Muslim kings.

Maharashtra has seen many a controversies on Shivaji issue times and over again. There was an attack on Bhandarakar Oriental Research Institute (BORI), Pune few years ago. The issue at that time was that this institute had helped the western author James Laine for writing his book, ‘Shivaji: Hindu King in Islamic India’. In this book he had cast aspersions on Shivaji’s mother by mentioning some rumors. Maratha-Brahmin politics was at the root of this. BORI is regarded more as being Brahminical. In yet another controversy, just before the elections in Sangli area (2009), the poster of Shivaji killing Afzal Khan with a knife, was the provocation for communal violence, in which one person was killed and a tense atmosphere was created. The symbolism was that Shivaji is representing Hindus while Afzal Khan represents Muslims. This is the fertile ground for hatred and the consequent violence, which polarized the communities and the communal forces won the election.

One recalls another controversy around Shivaji and that was when the Human rights activist Teesta Setalvad had prepared a hand book of history for school teachers in which she narrated the incident of Maharashtra Brahmins refusing to coronate Shivaji as he was a Shudra. The priest from Kashi; Gaga Bhat; had to be invited, who did coronate him but with the little toe of the left foot, as that is the organ which according to Brahmanical norms is lowest in the body hierarchy.

The local Shiv Sainiks objected to this handbook on the ground that how dare someone call Shivaji as Shudra? History has its own truth and emotions operate on different wavelength! What is true is that Shivaji was a King who reduced the burden of taxation on the poor peasants. That’s what made him popular amongst the masses. Also the legend of Shivaji asking his army to return the Muslim daughter in law of Kalyan’s Nawab is a matter of deep respect for him amongst the people of Maharashtra. The memories of his policies towards the rayyat (cultivating farmers) make him very revered figure in Maharashtra.

Lokmanya Tilak was the first one who recalled Shivaji’s role by organizing a Shivaji festival. Tilak presented him as protector Brahmins and Cows. Since then Shivaji came back in the social memory but with upper caste orientation. The later popularization of Shivjai was done by communal forces that centered the narration on Shivaji’s battles with Aurangzeb and Afzal Khan. This was in a build up to Shivaji’s own kingdom. These battles with these two Muslim kings are highlighted while Shivaji’s battles with Hindu kings are underplayed or omitted from the recall. While his battle with Aurangzeb was for power; the official who came from Aurangzeb’s side was Raja Jaisingh who was a big official in Aurangzeb’s administration. In case of Afzal Khan it was Shivaji’s Muslim body guard who advised him to carry the iron claws, while on Afzal Khan’s side we see Krishnaji Bhaskar Kulkarni as his secretary. The battles for power have been given religious color.

Today Shivaji on one side is being used for sharpening communal (Hindu Muslim divides) and on other hand between Brahmin-Marathas.

The rational understanding of Shivjai has been excellently presented by late Com. Govind Pansare in his very popular book Shivaji kon Hota? (Who was Shivaji?) Com Panasre’s you tube video is also a brilliant watch, ‘Janatecha Raja Shivaji’. One need to realize that the shadow boxing around Shivaji is in a way is reflection of the underlying communal politics and caste struggles. Real Shivaji needs to be understood so that we can undermine these sectarian tendencies.

Loading

...102030...3,6993,7003,7013,702...3,7103,7203,730...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved