કંપ્યુટરના પટ પર આજે log on થાય છે રાસ
.comના કોલાથી, રાધા બુઝાવે પ્યાસ
મેઘદૂતના સંદેશાની કલા હવે તો થઈ વાસી
અમે તો yahooની માયાનગરીમાં passwordના પરવાસી
કોઈ લાગણીઓને મળતા discoના રજવાડી સેરા
કોઈ સંબંધોને સીધા wasteboxના રેનબસેરા
Shakespearની window જુલિયેટનો પ્રેમઝરુખો
આજની ચબરાકી windowમાં Romeo લુખો સૂકો
તરતપણાના યુગમાં સજન અલપઝલપના મેળા
છૂટવાની ના દેરી ને મળવાની ના વેળા
રોમાંચોને જાય રઝળાવી મીકીમાઉસનું બચ્ચું
અવર ડોટના કોમમાં વતાયું સ્પંદનનું સપનું કચ્ચું.
[‘ભારતી પંકજની ડાયસ્પોરા કવિતા, પૃ. 77]
![]()



અટલ બિહારી વાજપેયી ભારતના પૂર્વ પી.એમ. હોવાની સાથે સાથે એક સાહિત્યકાર પણ છે. અટલજીએ પોતાના જીવનકાળ દરમિયાન સંખ્યાબંધ કવિતાઓ લખી છે. આ કવિતાઓનો તે હંમેશાં પોતાના ભાષણ દરમિયાન ઉલ્લેખ કરતા હતા. તેમના પુસ્તક 'મેરી ઈક્યાવન કવિતા'માંથી પસંદ કરેલી આ છે પાંચ શ્રેષ્ઠ કવિતાઓ ..