હું છું શાકાહારી
મારી દુનિયા લીલીછમ !
ને નસ-નસમાં
છે ધરતીનાં
રસકસ – દમખમ !
*
તારી વાતો છે રસબસ
મીઠ્ઠા તારા બોલ !
જાણે લહેજતદાર ચટકતી
તમતમતી વાલો ળ !
*
ખાઓ તો ખરા
તાજા રતાળુના
મસાલેદાર શાકને.
ભૂલી જશો,
ચીકનને, સીકકબાબને !
*
અમસ્તા
ખાઓ નહીં ભાવ,
આવો, બેસો આ પાટલે
તૈયાર છે તુવેરપુલાવ !
થોડુંક ચાખશો,
તો સો વાર માંગશે !
![]()


ખાદી પહેરવી મને ગમે છે. મારા કદ, કાઠીને એ વધુ માફક આવે છે. પણ ‘મા’ને હું ખાદી પહેરું એ જરા ય ગમતું નથી. ખાદીનો ઝભ્ભો-લેંઘો જ્યારે પણ પહેર્યો છે, ‘મા’એ મને ટોક્યો છે. આ પહેરવેશમાં એને હું ‘ગાંધિયો’ લાગું છું. ‘મા’ અને ‘બા’એ (બાપાને અમે ‘બા’ કહેતા) ગાંધીજીને જોયા નથી. મા સાવ અભણ. એને માટે તો એ ભલી અને એનું ઘર ભલું. પણ મારાં બાએ ગાંધી-આંબેડકર વિશે ઘણું સાંભળ્યું – જાણ્યું હતું અને થોડું વાંચ્યું પણ હતું. એ જમાનાના દલિતોની પહેલી પેઢીમાં જે ગાંધીવિરોધ હતો એ માની, બાની વાતોમાં સમયે સમયે વ્યક્ત થતો. મા ઘણી વાર કહેતી : ‘આ ગાંધિયો જ નાતજાતના વાડા બાંધીન જ્યો છ.” મારા ખાદી પહેરવા સામેના માના અણગમાનાં મૂળમાં ‘મા’માં, બાએ અને એ જમાનાએ, ગાંધી વિશે વાવેલા પૂર્વગ્રહો અને ગેરસમજો હતાં.